Bite Lamhe - 1 in Gujarati Love Stories by Ajay books and stories PDF | બીતે લમહે - 1

The Author
Featured Books
Categories
Share

બીતે લમહે - 1

બડી ગુસ્તાખ હે તેરી યાદ, ઇસે તમીઝ શીખા,
દસ્તક ભી નહીં દેતી ઓર દિલ મેં ઉત્તર જાતી હે.


સમય જતાં ક્યાં વાર લાગે છે, એ તો વહેણ જેવો છે વહ્યા કરે , પણ ભૂતકાળ ના સમય ની કેટલીક યાદો, સપના ઓ કૈક કેટલું ભૂસતા વાર લાગે છે, કહેવાય છે કે સમય જતા ભુલાઈ જાય, પણ વર્તમાન સમય પણ ક્યારેક એવી પરિસ્થિતિ ઉભી કરે કે વિતેલા સમય ની યાદો ભૂલવાનો પ્રયત્ન કરવા છતાં સામે આવી ને ઉભી રહે છે,
               આજ નો પ્રસંગ પણ એવોજ કંઇક છે, શિયાળા ની ફૂલ ગુલાબી ઠંડી, પથારી માંથી ઉઠવાનું પણ મન ન થાય એવી આળસ, બાજુ માં સુતેલા 1 વર્ષ ના દીકરાનું પ્રેમાળ આલિંગન, ઉઠવા માટે મુકેલો એલાર્મ પણ બે વાર વાગી ચુક્યો હતો, અને મારી પત્ની પણ ઉઠાડવાનો પ્રયત્ન કરી ને તેના કામ માં વ્યસ્ત હતી, ઇચ્છા તો ન ઉઠવાની હતી પણ પત્ની નો મીઠો છણકો કાને પડ્યો ધંધે જવું છે કે આજે રજા રાખવાની છે, નાછૂટકે ઉભું થવું પડ્યું . પથારી માંથી ઉભો થવા જતો હતો ત્યાં જ મારા ફોન માં વોટ્સપ નોટિફિકેશન લાઈટ બલિન્ક થઈ અને ફરી પાછું પથારી માં પડવાનું કરણ મલી ગયું, થયું લાવ જરાક ચેક કરી લવ કોણ કોણ જાગી ગયું છે(આજ કાલ નું આવુજ છે સોશિઅલ મીડિયા નું) જનરલ ગુડ મોર્નીગ ના મેસેજ સિવાય કંઈ જ ન હતું પણ મન છે ને રોકવું મુશ્કેલ છે, મારા દીકરાની ચડ્ડી અને વોટ્સપ નું એક જેવું છે , કાઈ ના હોય પણ વારે ઘડીયે ચેક કરવું પડે કાઈ છે તો નઇ ને, એમ વિચારી ફોન ચાર્જ માં મુકવા જ જતો હતો કે બીજું નોટિફિકેશન આવ્યું, ફરી પાછો સ્ક્રીન લોક ખોલી એ તરફ વળ્યો જોયું તો હવે ઝુકરબર્ગ (ફેસ બુક) હતું, ખોલી ને જોયું તો આખો સ્ક્રીન પર જ ચોંટી ગઈ, અચાનક શિયાળા ની 12 ડિગ્રી તાપમાન વધવા લાગ્યું અને શરીર માં ગરમાંહટ આવી ગઈ,  6 વર્ષ પહેલાં ફેસબુક પર અપડેટ કરેલું સ્ટેટ્સ સામે આવતા જ મન ચકરાવે ચડ્યું , મન જાણે શરીર ને છોડી ને પાછું ભૂતકાળ તરફ મુઠી વાળી ને દોડવા લાગ્યું ,

છ વર્ષ પહેલાં આજ દિવસે ફેસબુક પર અપડેટ કરેલું "MISS U LIFE " સ્ટૅટ્સ સામે આવતાજ એ ચેહરો કે જેનું નામ સુદ્ધાં લખવાની હિમ્મત નોહતી મારામાં(હજીય નથી) એ સામે આવી ગયો, નામ ન આપવાનું કારણ માત્ર સમાજ નો ડર અને મારા લીધે એ બદનામ થવાનો ડર, એ સમય જ એવો હતો પ્રેમ ની કસોટી માંથી બહાર ન નીકળી શકનારો હું એ ચેહરાને યાદ કરતો હતો જે બીજાની જિંદગી નો હિસ્સો બની ગઈ હતી, અને હું પણ બીજાની જિંદગી નો હિસ્સો બનવાની પ્રયત્ન કરતો હતો, પણ કહેવાય છે ને ક પ્રેમ એક વાર જ થાય અને તેને ભૂલવો મુશ્કેલ છે, મને પણ એવું કંઈક થતું હતું પણ સાહેબ વાંક માત્ર અને માત્ર એ ઉમર નો છે યુવાની નો તરવરાટ, કૈક બની છૂટવાની, કૈક પામવાની, ઈચ્છા સાથે અને તેને ભૂલવાના નિષ્ફળ પ્રયાસ સાથે જિંદગી માં આગળ વધવાના પ્રયત્ન કર્યા કરતો હતો. સમય જતો ગયો એમ ધંધા માં તો પ્રગતિ તો મળી પણ હજી પણ દિલ ના કોઈક ખુણા માં એ હજીયે હતી, મન માં સદાય વસેલી એ જૂની યાદો સામે આવતા નજર સામે તરવરતી હતી, લાખો પ્રયત્નો કરવા છતાંયે ન વિસરાયેલી એ પ્રેમ કથા મન માં જ દબાયેલી હતી જે આજે આંગળી ના ટેરવા પર આવી છે જે તમારી સમક્ષ રજૂ કરું છું , આશા રાખું છું તમને ગમશે, તમારા ફીડબેક જરૂર આપશો.
વધુ વાત ભાગ 2 માં