Diwangi part 3 books and stories free download online pdf in Gujarati

દિવાનગી ભાગ ૩

  સમીરા આ કાગળ વાંચીને વિચારમાં પડી ગઈ. તેને કાલ રાત ના સાહિલ ના વર્તન પરથી ખ્યાલ આવી ગયો કે આ કાગળ સાહિલ તો નથી જ મોકલાવી રહૃાો.
         તેને રહી રહીને તે જ વિચારો આવી રહૃાા કે આવું કોણ કરી રહૃાું હશે. ઓફિસ માં લંચ બ્રેક પડ્યો. શાલિની સમીરા ની કંપની માં જ જોબ કરી રહી હતી પણ તે બીજા ડિપાર્ટમેન્ટ માં હતી. તેને અહીં આવે એક મહિનો જ થયો હતો. બંને સાથે જ ઓફિસ ની કેન્ટિન માં લંચ લેતા હતા.
       આજે સમીરા ને સવારે મોડું થઈ ગયું હોવાથી તે ટીફીન લઈને આવી નહોતી. તે કેન્ટિન માં ગઈને તેણે એક સેન્ડવીચ નો ઓર્ડર આપી દીધો ને તે પોતાની દરરોજ ની ટેબલ પર જઈને બેસી ગઈ. તે પોતાના વિચારો માં ખોવાયેલી હતી. શાલિની આવીને તેની સામે ની ખુરશી પર બેસી ગઈ તો પણ સમીરા ને ધ્યાન ન રહૃાું.
       શાલિની એ સમીરા ના હાથ પર હાથ મુકયો ને બોલી," સોના.."
સમીરા આ સાંભળી ને ચોંકી ગઈને તેણે પોતાનો હાથ ખસેડી લીધો. તે ગભરાઈ ગઈ હતી. શાલિની તેના આવા વર્તનથી નવાઈ પામી.
      તે બોલી," શું થયું ? કેમ આટલી ગભરાયેલી છો?"
સમીરા બોલી," કાલ થી મારી સાથે કંઈક અજીબ જ થઈ રહૃાું છે." એમ કહી તેણે મળેલા બે કાગળો ને તેનો પીછો કરી રહેલા બાઈક વાળા ની અને સાહિલ ના અડધી રાતે ઘરે આવવાની બધી વાત કરી.
     શાલિની બોલી," ઓહ માય ગોડ, સાહિલ આવી રીતે તારા ઘરે ખુસી આવ્યો !! "
   સમીરા બોલી," હા, તે આટલી જલ્દી મારો પીછો નહીં છોડે. પણ હું સાહિલ ને કેવી રીતે હેન્ડલ કરવો તે જાણું છું. મને આ કાગળ ની ચિંતા છે. આ કોણ મોકલાવી રહૃાું હશે?"
    શાલિની બોલી," કદાચ કોઈ તારે સાથે એમ જ મજાક કરી રહૃાો હોય."
   સમીરા બોલી," મને એવું નથી લાગતું. જો આ વ્યક્તિ મને સારી રીતે ઓળખે છે. મારા નજીકના બધા મને સોના કહીને જ બોલાવે છે. આ વ્યક્તિ પણ દરેક કાગળ માં સોના નામ થી મને સંબોધન કરે છે. એટલું જ નહીં તેને મારા ઘર ના અને ઓફિસ ના એડ્રેસ ની પણ ખબર છે" એમ કહી સમીરા એ આજે સવારે ઓફિસ માં મળેલો કાગળ શાલિની ને બતાવ્યો.
     શાલિની બોલી," તે વ્યક્તિ આજે તને મળશે. મને તો લાગે છે કે કોઈ જુનો દોસ્ત તારી જોડે મજાક કરી રહૃાો હશે. તું બહુ વિચારી રહી છો."

   સમીરા બોલી," પહેલા બાઈક વાળા નું શું ? કાલે તે સતત મારી પાછળ જ હતો. શાયદ તેણે જ આ કાગળ મારા ઘરે રાખ્યો હોય."

   શાલિની બોલી," હોઈ શકે. તને ડર લાગતો હોય તો આજ ની રાત તું મારી સાથે સુઈ જા. આમ પણ સાહિલ નો શો ભરોસો તે આજે પણ રાત્રે  તારા ઘરે આવી જાય તો!!"

  સમીરા મક્કમતાથી બોલી," ના, હું ડરી ડરીને ક્યાં સુધી જીવીશ. હું આ પરિસ્થિતિ નો જાતે સામનો કરવા ઇરછું છું. આજે મને જોવું છે કે આ વ્યક્તિ છે કોણ ? છતાં પણ કોઇ પ્રોબ્લેમ હશે તો અડધી રાતે પણ તને હેરાન કરીશ." સમીરા એ હસતા કહ્યું.

   શાલિની એ હસીને કહ્યું," એની ટાઈમ." પછી બંને જણા એ સેન્ડવીચ અને શાલિની એ લાવેલ ટિફીન માંથી લંચ કર્યું.
     શાલિની સાથે વાત કર્યા પછી સમીરા ને થોડી માનસિક શાંતિ થઈ હતી .તેનુ મન પણ મક્કમ થયું હતું. તે પછી પોતાના કામ માં ડુબી ગઈ.
  આજે સમીરા ને કામ પણ ઘણું હતું. સાંજે પાંચ વાગ્યે શાલિની ઘરે જતા પહેલા સમીરા ને મળવા આવી પણ સમીરા કામમાં ડુબેલી હતી.
       શાલિની બોલી," હું ઘરે જાઉં છું. તું આવે છે?"
સમીરા બોલી," ના, મને હજી ટાઈમ લાગશે. તું જા."
  શાલિની બોલી," તું કહે તો તારી રાહ જોઉં."
   સમીરા એ હસીને કહ્યું," ના તું જા. આઈ એમ ઓકે."
શાલિની બોલી," સારું , પણ કંઈ કામ હોય તો કોલ કરજે."
   સમીરા એ કહ્યું," ઓકે."
         શાલિની તેના ઘરે જતી રહી. સમીરા ને કામ પુરુ કરતા કરતા સાંજ ના ૭ વાગી ગયા. શિયાળાની શરૂઆત થઈ ગઈ હતી. એટલે બહાર અંધારું થઈ ગયું હતું. સમીરા ના બોસે આ કામ આજે જ પુરું કરવાનું કહ્યું હતું. અંતે સમીરા કામ નિપટાવી ને ઓફિસ ની બહાર નીકળી. ઓફિસ માં હજી પણ ૨-૩ કમૅચારીઓ અને પ્યુન હતા.
         સમીરા ઓફિસ ની બહાર નીકળી ને પાર્કિંગ પ્લોટ માં પડેલી પોતાની સ્કુટી લઈને ઘરે જવા નીકળી ગઈ. ઓફિસ ના કામ માં પહેલા કાગળ ની વાત તેના મન માંથી ભુલાઈ ગઈ હતી. તે હવે ફરીથી યાદ આવવા લાગી. તેણે પોતાના મન ને દઢ કરી દીધું હતું. સમીરા ની ઓફીસ તેના ઘરે થી પાંચ કિમી ના અંતરે હતી. આમ તો રસ્તો સારો હતો ને તેના પર ચહલપહલ પણ રહેતી હતી પણ થોડો રસ્તો એવો આવતો હતો કે જે એકદમ સુમસામ હતો.
        ઠંડો પવન વહી રહ્યો હતો. જેના લીધે સમીરા ના દાંત કકડી રહૃાા હતા. સફેદ શર્ટ અને બ્લેક ફોમૅલ પેન્ટ માં સમીરા આકષૅક લાગી રહી હતી. અંધારું થઈ ગયું હતું ને સ્ટ્રીટ લાઈટ ચાલુ થઈ ગઈ હતી. અચાનક સમીરા ની સ્કુટી અવાજ સાથે બંધ પડી ગઈ. સમીરા એ ફરીથી સ્કુટી સ્ટાર્ટ કરવાની કોશિશ કરી પણ સ્કુટી ચાલુ ન થઈ. તેણે સ્કુટી ને સ્ટેન્ડ પર ચઢાવીને કીક મારી જોઈ પણ સ્કુટી ચાલુ જ ન થઈ.
          રસ્તા પર ખાસ ચહલ પહલ ન હતી. એકલ દોકલ કાર પસાર થઈ રહી હતી. સમીરા ને યાદ આવ્યું કે અહીં થી આગળ આ જ રસ્તે એક મિકેનિક છે. તે સ્કુટી ને ઘસડીને તે મિકેનિક પાસે લઈ જવા લાગી. મિકનિક ની દુકાન ખુલ્લી જ હતી. ત્યાં સુધી સ્કુટી લઈ જતા સમીરા પરસેવા થી નાહી ગઈ.
        મિકેનિક એ સ્કુટી જોઈને તેને ચેક કરીને કહ્યું," બેટરી ઉતરી ગઈ છે. નવી લગાવી પડશે. ને ઓઈલ પણ બદલાવું પડશે. કાલે સ્કુટી લઈ જજો."
    સમીરા એ કહ્યું," ઠીક છે."
      હવે સમીરા થોડી મુંઝાઈ ગઈ. આ રસ્તે કોઈ વાહન તેને મળે એમ ન હતું. તેણે વિચાર્યું કે ઘર બહુ દુર નથી. તો ચાલતા જ ઘરે જતી રહું.
       સમીરા એ પોતાનો પર્સ લઈને ઘર તરફ ચાલવા માંડ્યું. રસ્તો એકદમ સુમસામ હતો. આ રસ્તે હવે સ્ટ્રીટ લાઈટ પણ નહોતી. સમીરા એ હંમેશા પોતાના પર્સમાં ટોચૅ રાખતી. તેણે ટોચૅ ચાલુ કરીને ચાલવા લાગી. ઠંડો પવન વહી રહ્યો હતો. સમીરા ના બુટ ના અવાજ સિવાય એકદમ વાતાવરણ શાંત હતું. સમીરા ને અંદરથી થોડો ડર લાગી રહ્યો પણ તે મન માં ભગવાન નું નામ લઈ રહી હતી.
           ત્યાં અચાનક સમીરા ને પાછળ થી કોઈ બાઈક નો અવાજ સંભળાયો. સમીરા એ બહુ ધ્યાન ન આપ્યું. તે બાઈક સમીરા ની પાછળ જ ચાલી રહી હતી. અચાનક તે બાઈકવાળા એ હોર્ન વગાડ્યો. સમીરા એ પાછળ ફરીને જોયું તો તે કાલ વાળી જ બાઈક હતી ને તેના પર બેઠેલા વ્યક્તિ એ હેલ્મેટ પહેરેલું હતું. સમીરા ઝડપ થી ચાલવા લાગી.
           તે બાઈક વાળો સમીરા ને એકદમ અડીને બાઈક લઈને આગળ નીકળી ગયો. સમીરા પડતા પડતા બચી. તેણે બાઈક ની પાછળ ની નંબર પ્લેટ જોઈ તો તે ચોંકી ગઈ. તે બાઈક ની પાછળ V  લખેલું હતું. તેના નંબર પણ સમીરા ને જાણીતા લાગ્યા. સમીરા એ વિચાર્યું કે આ તો વિનિત ની બાઈક હતી.
         સમીરા હજી આ વિચારોમાં ખોવાયેલી હતી. ત્યાં તે બાઈક ટનૅ લઈને પાછી આવી. તે બાઈકસવાર સતત હોર્ન મારી રહ્યો હતો. તેણે સમીરા ની આજુબાજુ ગોળ ગોળ ચક્કર લગાવાનુ શરૂ કર્યું. સમીરા એ બુમ પાડી ને કહ્યું," વિનીત , તું છે?"
      બાઈકવાળા એ કંઈ ન જવાબ દેતા સમીરા ની આજુબાજુ ગોળ ગોળ બાઈક ફેરવવાનું ચાલુ રાખ્યું.
      સમીરા એ ગુસ્સામાં કહ્યું," હિંમત હોય તો સામે આવને."
આ સાંભળી બાઈક વાળા એ બાઈક ઉભી રાખી દીધી. તે બાઈક સમીરા ની એકદમ સામે જ ઉભી હતી. સમીરા ગુસ્સા અને ડર થી કાંપતી ઉભી હતી.સમીરા ના હાથ પગ ઠંડા પડી ગયા હતા. તે બાઈક વાળા એ બાઈક ને લિવર દીધું ને બાઈક સમીરા તરફ જવા દીધી. સમીરા એકદમ ગભરાઈ ગઈ ને તેના હાથ માંથી ટોચૅ પડી ગઈ ને તે ભાગવા લાગી.
             તે બાઈક વાળો તેની પાછળ જ આવી રહૃાો. સમીરા ભાગતી રહી. અચાનક સમીરા ની આંખો સામે થી આવતા પ્રકાશ થી અંજાઈ ગઈ. સામે થી એક કાર આવી રહી હતી. સમીરા એ જોર થી હાથ હલાવતા કહ્યું," હેલ્પ હેલ્પ" પણ કાર આગળ નીકળી ગઈ.
           સમીરા એ પાછળ જોયું તો પહેલી બાઈક ઉભી રહી ગઈ હતી. સમીરા ભાગવા લાગીને આગળ એક ગલી માં જતી રહી. તે ભયંકર રીતે હાંફી રહી હતી ને પરસેવા થી રેબઝેબ હતી. તો પણ તેણે ભાગવાનું ચાલુ રાખ્યું ને તે થોડી થોડી વારે પાછળ જોતી હતી.
       ત્યાં અચાનક તે એક વ્યક્તિ સાથે અથડાઈ ગઈ ને તે વ્યક્તિ એ સમીરા ના બંને હાથ પકડી લીધા ને તેને પડતા બચાવી લીધી. સમીરા એ ચોંકીને તે વ્યક્તિ સામે જોયું. તે ગલી માં સ્ટ્રીટ લાઈટ ચાલુ હતી. તેના ઝાંખા પ્રકાશમાં સમીરા એ તે વ્યક્તિ નો ચહેરો જોયો ને તે નવાઈ થી બોલી," પ્રતીક"