Diwangi part 5 books and stories free download online pdf in Gujarati

દિવાનગી ભાગ ૫

     "સમીરા, ક્યાંય નહીં જાય." આ અવાજ સાંભળી ને સાહિલ અને સમીરા બંને ચોંકી ગયા. તે બંને એ સામે જોયું તો‌ ગ્રીન રંગ ના શટૅ અને બ્લેક પેન્ટ પહેરેલો એક ખુબ જ હેન્ડસમ  યુવાન ઉભો હતો. તેના ચહેરા પર આછી આછી દાઢી હતી જે તેને  વધારે આકર્ષક બનાવતી હતી.તે પ્રતીક હતો.
      પ્રતીક ને જોઈને સાહિલ એ વ્યંગ માં હસીને કહ્યું," વાહ, તારો આશિક તો અહીં પણ પહોંચી આવ્યો."
    સમીરા એ પ્રતીક તરફ જોઈને કહ્યું," તું અહીંથી જા."
પ્રતીક એ કહ્યું," ના, હું તને આ માણસ સાથે જવા નહીં દઉં."
   આ સાંભળી ને સાહિલ ને ગુસ્સો આવ્યો . તેણે પ્રતીક ના શર્ટ ના કોલર પકડતા કહ્યું," હું તેનો પતિ છું. હું તેને ગમે ત્યાં લઈ જઈ શકું એમ છું."
   પ્રતીક એ પોતાના કોલર છોડાવતા કહૃાું," સમીરા પોતાની મરજી ની માલિક છે. તેની સાથે તમે જબરદસ્તી ન કરી શકો."
      સમીરા એ કહ્યું," પ્લીઝ તમે બંને ઝધડવાનુ બંધ કરો. અહીં હું કામ કરું છું. અહીં તમાશો ન કરો." પાર્કિંગ પ્લોટ માં વ્હીકલ રાખવા આવેલા લોકો  આ ત્રણેય ને જ જોઈ રહ્યા હતા.
  સાહિલ એ સમીરા નો હાથ પકડ્યો ને કહ્યું," તો ચાલ મારી સાથે. મને તારી સાથે વાત કરવી છે."
   પ્રતીક હજી કશું બોલે તે પહેલાં સમીરા પોતાનો હાથ સાહિલ ના હાથ માંથી છોડાવી લીધો ને સાહિલ સામે જોતા મક્કમ અવાજે કહ્યું," હું તારી સાથે ક્યાંય નહીં જાઉં. હવે પછી કોઈ બદતમીઝી કરી છે તો હું પોલીસ ને ફોન કરીને બોલાવીશ.હવે અહીંથી જતો રહે."
    સાહિલ એ ગુસ્સા થી કહ્યું," એક તો પારકા પુરુષ સાથે આખી રાત જલસા કરે છે ને બીજી તરફ પોતાનો પતિ હાથ પકડે તો પણ તકલીફ થાય છે."
    સમીરા બોલી," સ્ટોપ ઈટ , સાહિલ. ચુપચાપ અહીંથી જા."
સાહિલ એ કહ્યું," ના નહીં જાઉં. આજે તો તારી ઓફિસ માં પણ બધા ને ખબર પડવી જોઈએ કે સમીરા નું અસલી સ્વરૂપ શું છે. પતિ ને છોડીને બીજા પુરુષ જોડે મજા કરે છે. આ એક જ છે કે બીજા પણ છે?"
      સાહિલ નું આ વાક્ય પુરું થયું તે સાથે સમીરા એ એક જોરદાર થપ્પડ સાહિલ ના ગાલ પર મારી દીધી. પાર્કિંગ પ્લોટ માં એકદમ શાંતિ છવાઈ ગઈ. બધા સ્તબ્ધ થઈને સમીરા અને સાહિલ સામે જોઈ રહૃાા. સાહિલ પણ એક પળ માટે સ્તબ્ધ થઈ ગયો.
    સમીરા એ કહ્યું," હવે આપણા ડીવોસૅ થવાના છે. થોડા સમય પછી તુ મારો પતિ પણ નહીં રહે. એટલે તને મારી જિંદગી માં દખલ દેવાનો કોઈ હક નથી. હુ જેની સાથે જાઉં ને જે કરું તને કોઈ મતલબ ન હોવો જોઈએ. તને હું કોઈ પણ સફાઈ આપવાનું જરૂરી સમજતી નથી. તું મારા થી દુર રહે તે જ યોગ્ય રહેશે." આમ કહી સમીરા મક્કમ પગલે ત્યાં થી જતી રહી.
      પ્રતીક પ્રશંસા ભરી નજરે સમીરા ને જોઈ રહ્યો. તેણે ધૃણા ભરી નજરે સાહિલ તરફ જોયું ને તે ત્યાં થી જતો રહ્યો. બધા સાહિલ તરફ જોઈ રહૃાા.સાહિલ ક્ષોભ સાથે નીચું માથું કરીને ત્યાંથી નીકળી ગયો.
       સમીરા જ્યાં કામ કરતી હતી તે ઓફિસ બિલ્ડિંગ ના ત્રીજા માળે આવેલી હતી. સમીરા લિફ્ટ પાસે ઉભી રહી ને તેણે લિફ્ટ ને નીચે લાવવાનું બટન દબાવ્યું. તેની આંખો થોડી ભીની થઈ ગઈ હતી. ત્યાં તેની પાછળ પ્રતીક આવ્યો. પ્રતીક એ સમીરા પાસે આવીને કહૃાું," હું તારી હિંમત ની દાદ દઉં છું. "
   સમીરા એ પ્રતીક સામે જોતા કહ્યું," પ્રતીક ,તું તો રાત્રે જ જતો રહેવાનો હતો તો પછી શું થયું ?"
   પ્રતીક એ કહ્યું," સમીરા, હું જતો રહેવાનો હતો પણ મને તારી ચિંતા થતી હતી એટલે રાત ના હું એક હોટલ માં રોકાય ગયો હતો. સવારે હોટલ પર મને એક કવર મળ્યું જેમાં તારા અને મારા ફોટા હતા. એટલે જ હું તને મળવા તારા ઘરે ગયો પણ ત્યાં તાળું હતું.પછી મને યાદ આવ્યું કે તે કાલે તારી ઓફિસ નું નામ કહ્યું હતું એટલે અહીં આવી ગયો."
      ત્યાં લિફ્ટ આવી ગઈ. આજુબાજુ ના લોકો સમીરા અને પ્રતીક ને જોઈને ગુસપુસ કરી રહ્યા હતા. સમીરા એ કહ્યું," પ્રતીક ,તું હમણાં જા. હું તને સાંજે ૫ વાગ્યે નજીક આવેલા કાફેમાં મળીશ."
     પ્રતીક એ કહ્યું," ઓકે."  તે જતો રહ્યો.
    સમીરા પોતાને સ્વસ્થ રાખવાની કોશિશ કરી રહી હતી. તે લિફ્ટ માં દાખલ થઈને પોતાની ઓફિસ માં આવી. તે પહેલાં વોશરૂમ માં ગઈ ને તેણે પોતાનું મોં ધોઈ નાખ્યું. તેની આંખો લાલ થઈ ગઈ હતી ને કયાર થી રોકેલા આંસુ બહાર આવી ગયા હતા. સમીરા એ પોતાનુ મન મક્કમ કર્યું ને તે ફેશ થઈને બહાર આવી.
       શાલિની સમીરા ના ડેસ્ક ટોપ પર તેની રાહ જોઈ રહી હતી. શાલિની એ કહ્યું," સમીરા, તું બરાબર તો છે ને? ઓફિસ માં બધા તારા અને સાહિલ ના ઝધડા ની વાતો કરે છે "
    સમીરા એ કહ્યું," હું ઠીક છું. લંચ બ્રેક માં તારી સાથે વાત કરું."
શાલિની એ સમીરા ના હાથ પર હાથ મુકતા કહ્યું," ટેક કેર. " તે જતી રહી.
      સમીરા પોતાના કામ માં ધ્યાન દેવાની કોશિશ કરી રહી હતી ત્યાં પ્યુન એ આવીને કહ્યું," સમીરા મેડમ, બોસ તમને બોલાવે છે."
     સમીરા ઉભી થઈને બોસ ની કેબિન માં ગઈ. સમીરા ના બોસ અશોક ભાઈ ૫૦ વર્ષ ના ખુબ શિસ્તબદ્ધ અને ગુસ્સા વાળા વ્યક્તિ હતા. તેઓ બહાર થી કડક હતા પણ દિલ ના ખુબ સારા હતા. તેમને સમીરા માટે દીકરી જેવી લાગણી હતી. તેઓ સમીરા ની મહેનત અને પ્રમાણિકતા ને માટે તેની ખુબ પ્રશંસા કરતા હતા. સમીરા ના જીવન માં આવતા ચડાવ ઉતાર થી તે સારી રીતે પરિચિત હતા.
     સમીરા એ કેબિન નો દરવાજો નોક કરતા પુછ્યું," મે આઈ કમ ઇન,સર ?"
  અશોકભાઈ એ કહ્યું," યસ, સમીરા"
સમીરા અંદર આવીને ઉભી રહી. અશોકભાઈ એ તેને ખુરશી પર બેસવાનું કહ્યું. સમીરા ખુરશી પર બેસી ગઈ.
    અશોકભાઈ એ કડક અવાજે કહ્યું," સમીરા, મને ખબર છે કે હમણાં તારી લાઈફ માં બહુ તકલીફો ચાલી રહી છે પણ આ ઓફિસ છે અહીં કોઈ તમાશો થાય તે યોગ્ય ન કહેવાય."
   સમીરા એ કહ્યું," હા, સર. હું ધ્યાન રાખીશ. સોરી ફોર ધેટ. હવે થી આવું નહીં બને." સમીરા એ લાગણીશીલ થઈને કહ્યું.
   અશોકભાઈ એ કહ્યું," સમીરા, તું મારી દીકરી જેવી છો. કોઈ પણ તકલીફ હોય તો કહેજે હું શક્ય એટલી તારી મદદ કરીશ."
   સમીરા એ કહ્યું," સર, હમણાં થી સતત મને કોઈ ફોલો કરી રહ્યું છે. તે મારી લાઈફ માં પ્રોબ્લેમ ઉભી કરી રહ્યું છે. મને એવું લાગે છે કે તે વ્યક્તિ વિનીત છે."
     અશોકભાઈ એ નવાઈ થી કહ્યું," તેણે તો પોતાની જોબ છોડે ત્રણ મહિના થઈ ગયા. ત્યાર પછી મેં તેને જોયો પણ નથી."
      સમીરા એ કહ્યું," મને એના પર શંકા છે. "
અશોકભાઈ એ કહ્યું," મારો એક ફ્રેન્ડ પોલીસ ઓફિસર છે. તને તેની હેલ્પ જોઈતી હોય તો હું વાત કરું?"
    સમીરા એ કહ્યું," થેંક્યું સર, પહેલા હું મારી રીતે તપાસ કરી જોવ પછી તેમની હેલ્પ લઈશ."
   અશોકભાઈ એ કહ્યું," ઓકે , સમીરા. કંઈ પણ કામ હોય તો કહેજે."
  સમીરા એ સ્મિત સાથે કહ્યું,"સ્યોર સર" તે કેબિન માંથી બહાર આવી ગઈ. તેણે પોતાનું ચિત કામ માં પરોવી દીધું.
        લંચ બ્રેક માં તે અને શાલિની કેન્ટિન માં બેઠા હતા. સમીરા એ કાલ રાત ના બનેલી ઘટના અને પ્રતીક નું મળવું ને પહેલા ફોટાગ્રાફ ની વાત કરી. શાલિની  આ બધું સાંભળી ને ચોંકી ગઈ.
    તે બોલી," સમીરા, મને તો તારી બહુ ચિંતા થાય છે.પ્રતીક આ શહેર માં છે?" શાલિની પ્રતીક ને ઓળખતી હતી.સમીરા અને પ્રતીક ના સંબંધો થી સારી રીતે પરિચિત હતી.
   સમીરા બોલી," હા, આપણે આજે સાંજે તેને મળવા જઈશું."
શાલિની એ કહ્યું," ઓકે, પણ આ વિનીત એ જ ને જે તારી સાથે ઓફિસ માં કામ કરતો હતો."
   સમીરા એ કહ્યું,"હા,  વિનીત મારી સાથે જ આ ઓફિસ માં કામ કરતો હતો. અમે લોકો ખુબ સારા મિત્રો બની ગયા હતા. પણ મેં તને પુરી વાત કરી નથી."
     શાલિની એ નવાઈ થી પુછ્યું," શું થયું હતું ?"
સમીરા એ કહ્યું," વેલ, વિનીત ને હું સારો મિત્ર માનતી હતી. તું સાહિલ નો સ્વભાવ તો જાણે છે એટલે હું વિનીત થી એક પ્રકારનું અંતર જ રાખતી હતી. પણ વિનીત ના મન માં કંઈક અલગ જ હતું. તેને મારા થી પ્રેમ થઈ ગયો હતો. તેને ખબર હતી કે હું મેરિડ છું છતાં પણ તેણે મને પ્રપોઝ કર્યું હતું. મેં તેને ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી ને તેનાથી એક અંતર પણ બનાવી લીધું પણ તે પાગલ ની જેમ મારી પાછળ પડી ગયો હતો."
       શાલિની એ કહ્યું," પછી શું થયું ?"
સમીરા એ કહ્યું," તને ખબર છે સાહિલ સાથે ડિવોર્સ લેવા માટે નું કારણ આ વિનીત જ છે." શાલિની આંખો પહોળી કરીને સમીરા સામે જોઈ રહી.
     સમીરા ને તે ગોઝારો દિવસ યાદ આવી ગયો.
      ******************