સંગાથ 4

સંગાથ – 4

ધોધમાર વરસતા વરસાદમાં પ્રત્યુષ કોઇને શોધી રહ્યો છે. તેણે લગભગ શહેરના દરેક સ્થળ પર તપાસ કરી લીધી. છેવટે તે બસ સ્ટેશને આવી દરેક બસમાં કોઇને શોધવા મથતો રહ્યો, પણ તેને કોઇ મળ્યું નહીં. બે વર્ષ પહેલા કોલેજમાં અભ્યાસર્થે બરોડાથી આણંદ બસમાં આવતાં પ્રત્યુષ અને તેના કોલેજીયન મિત્રોની મસ્તીસભર યાત્રામાં પ્રત્યુષનું ધ્યાન એક સ્વરૂપવાન છોકરી તરફ આકર્ષિત થયું. જીવનમાં પ્રથમવાર પ્રત્યુષ આમ કોઇ છોકરી તરફ આકર્ષિત થયો હતો. પોતાની જીવનસંગિની એવી જાહ્નવી ક્યાંય ના મળતા છેવટે પ્રત્યુષ તેના ખોવાયા વિશે પોલીસ કમ્પ્લેઇન કરી પોલીસ સ્ટેશનની બહાર નીકળે છે. ભૂતકાળના સંસ્મરણોમાં ડૂબેલા પ્રત્યુષની નજર સમક્ષ જાહ્નવી સાથેની મુલાકાત નજરે પડે છે. પ્રત્યુષ અને જાહ્નવી વચ્ચે પ્રેમ પાંગરે છે. એક સામાન્ય બેંક કારકૂનની દીકરી અને શહેરના નામાંકિત લૉયરના એકમાત્ર પુત્ર વચ્ચે સરળતાથી લગ્નની સંમતિ મળવી મુશ્કેલ બની.  જાહ્નવીના ખોવાયા વિશેની પોલીસ ક્મ્પ્લેઇન નોંધાવ્યા પછી વરસતા વરસાદમાં અંધકારભર્યા આકાશ સામે જોતા જોતા જાહ્નવી સાથેના જીવનની યાદમાં પ્રત્યુષ ડૂબી ગયો. બંનેના માતાપિતાના વિરોધ પછી જાહ્નવી પ્રત્યુષથી દૂર રહેવા કરે છે. આ તરફ પ્રત્યુષને પોલીસ સ્ટેશનમાં પાછો બોલાવી કોઇ અજાણી લેડીએ રેલવે ટ્રેક પર સુસાઇડ કર્યાના સમાચાર આપવામાં આવે છે અને સાથે તે શક્યતા પણ વ્યક્ત કરવામાં આવે છે કે કદાચ તે લેડી જાહ્નવી તો નહીં હોય ને..! હવે આગળ વાર્તા માણીએ....

પોલીસ કમ્પ્લેઇન કરી  બધા મિત્રો બાઇક્સ પર બેસી પોલીસ સ્ટેશનેથી જવા કરે છે ત્યાં જ પોલીસ સ્ટેશનમાંથી એક પોલીસ કોન્સ્ટેબલ બહાર આવી પ્રત્યુષને પોલીસ સ્ટેશનમાં આવવા બોલાવે છે, “એય સુન...સા’બ  તુજે બુલાતે હૈ...” કોન્સ્ટેબલના શબ્દો અધૂરા સાંભળી પ્રત્યુષ બાઇક પરથી ઉતરી ઝડપભેર પોલીસ સ્ટેશનમાં દોડી ગયો.

“સર ક્યા હુઆ... જાહ્નવી વિશે કાંઇ ખબર મળી..?” એકીશ્વાસે પ્રત્યુષે પી.આઇ.ને સવાલ કર્યો.

“હમણાં જ વાયરલેસ પર મેસેજ મળ્યો કે આજે સવારે કોઇ લેડીએ રેલવે ટ્રેક પર સુસાઇડ કર્યું છે. તો...” પી.આઇ.ની વાત અધૂરી જ રાખી વચ્ચે પ્રત્યુષ બોલ્યો, “પ્લીઝ સર, ડોન્ટ સે અ વર્ડ મોર....પ્લીઝ...!” પ્રત્યુષ ચેર પર બેસી પડ્યો.

“લુક મીસ્ટર પ્રત્યુષ, હું એમ નથી કહેતો કે તે લેડી તમારી વાઇફ જ છે...પણ કદાચ...યુ નો.....ઘણીવાર કપલ્સ વચ્ચે ઝઘડો થવાથી પણ આવું...!” પી.આઇ.એ પ્રત્યુષને સમજાવતા કહ્યું.

“નો સર....પ્રત્યુષ અને ભાભી વચ્ચે ખૂબ જ પ્રેમ રહ્યો છે, તો આ પોસીબીલીટીના કોઇ જ ચાન્સ નથી..!” પ્રત્યુષના ખભે હાથ મૂકી તેને હિંમત આપતા તેના મિત્ર કાર્તિકે પી.આઇ. આગળ સ્પષ્ટતા કરતાં કહ્યું. પી.આઇ.ના મોંથી સુસાઇડના શબ્દો નીકળતા પ્રત્યુષની આંખ આગળ અંધકાર છવાયો. પ્રત્યુષમાં કંઇ પણ વિચાર કરવાની ક્ષમતા રહી ના હતી. તે પળવાર માટે બીલકુલ નિશ્ચેતન બની ચેર પર બેસી પડ્યો. પ્રત્યુષને શું થઈ રહ્યું હતું તે કાંઇ જ સમજાતું ના હતું..!  પોતાનું મન ના માનવા છતાંયે હ્રદય પર પથ્થર મૂકી પ્રત્યુષ પી.આઇ.ની વાત સાંભળી રહ્યો હતો.

“જસ્ટ અ મિનીટ.” બોલી પી.આઇ. પાસેના વાયરલેસ રૂમમાં જઈ કંઇક પૂછપરછ કરી પાછા પોતાની ચેર પર બેસી પ્રત્યુષ સાથે આગળ વાત કરતા જણાવે છે, “એઝ યુ ડિસ્ક્રાઇબ...જે ડેડ બોડી મળી છે તેમની પાસેથી પીંક કલરની ઓઢણી અને બ્લેક પર્સ મળી આવેલ છે. જો કે મરનારની ઓળખ કરવી ઘણી મુશ્કેલ છે, કારણ ટ્રેઇન નીચે કચડાઇ જવાથી તે લેડીનો ફેસ ઓલખાય તેવો રહ્યો નથી. પણ બીજા ઘણા પુરાવાઓ તમારી વાઇફ સાથે મળતા આવે છે, એટલે જ હું આ વાત કરું છું.”

પી.આઇ.ના આ શબ્દો સાંભળીને પ્રત્યુષને જાણે આખી ધરતી ગોળ ગોળ ફરતી હોય તેવું લાગવા લાગ્યું. તેનો શ્વાસ હમણા અટકી જશે તેવું તેને લાગવા લાગ્યું. જે જાહ્નવીને તે શોધીને ઘરે લઈ જશે તેના સ્થાને તેના વિશે આવા સમાચાર સાંભળવા મળે ત્યારે પ્રત્યુષની મનોસ્થિતી અત્યંત કફોડી બની. તેના મિત્રોએ પ્રત્યુષને હિંમત આપી.

“ભલે કોઇ ગમે તે કહે પણ મારી જાહ્નવીને કાંઇ જ થયું નથી..!” પ્રત્યુષ આટલું બોલતા ભાંગી પડે છે.

“હા યાર, ભાભીને કાંઇ જ થયું નથી..!” કાર્તિકે પ્રત્યુષને હિંમત આપતા કહ્યું.

 “તમારે અમારી સાથે સીવીલ હોસ્પિટલ જઈ બોડીની ખરાઇ કરવી પડશે.” બોલી પી.આઇ. સીવીલ હોસ્પિટલ જવા ઊભા થયા.

પ્રત્યુષને ઘણી હિંમત આપી તેના મિત્રોએ સીવીલ હોસ્પિટલ લઈ જવા તૈયાર કર્યો. પોલીસ સ્ટાફ સાથે પ્રત્યુષ પોલીસ વાનમાં બેસી સીવીલ હોસ્પિટલ જવા નીકળ્યો. તેના મિત્રો પોતાની બાઇક્સ પર સીવીલ હોસ્પિટલ જવા નીકળ્યા. રસ્તામાં ભારે ગાજવીજ સાથેના વરસાદથી વાનની ગ્લાસ બંધ બારી બહાર પાણીના નીતરતા રેલાને પ્રત્યુષ એકીટશે આંસુભરી આંખે તાકી રહ્યો.

વારંવાર સમજાવવા પ્રયત્નો કરવા છતાંયે જાહ્નવી પ્રત્યુષથી દૂર થવા જ નિર્ધાર કરે છે. બહાર વરસતા ધોધમાર વરસાદથી પોતાના રૂમની બંધ બારીના ગ્લાસ બહાર નીતરતા પાણીના રેલા તરફ તાકી રહી પ્રત્યુષ એક પછી એક સીગારેટની કશ ખેંચતો રહે છે. જાહ્નવી સાથે બ્રેક અપ થયા પછીથી પ્રત્યુષનું ભણવામાં પણ ધ્યાન ઘટ્યું જેની અસર તેના રીઝલ્ટ પર પણ થઈ. આ બાબતની જાણ જાહ્નવીને પણ હતી જ અને તેનું તેને પણ ઘણું દુ:ખ થયું. જાહ્નવી પણ પ્રત્યુષને પોતાનાથી દૂર સહી શકતી ના હતી. બહારથી તે પ્રત્યુષ તરફ ધ્યાન આપતી નથી તેવું જ બતાવ્યા કરતી હતી, પણ કોલેજમાં પ્રત્યુષ આવે ત્યાંથી પાછો ઘરે જાય ત્યાં સુધી અને કોઇ કોઇ વાર તો બસમાં છેક બરોડા જાય ત્યાં સુધી બસમાં પ્રત્યુષની પાછળ સીટ પર બેસી પ્રત્યુષ તરફ જ ધ્યાન આપતી રહેતી.

પ્રત્યુષના મિત્રો પણ પ્રત્યુષની આ હાલત જોઇ ઘણા ચિંતાતુર હતા. બધા આગળ પ્રત્યુષ સ્વસ્થ હોવા દેખાવ કરતો, પણ મનોમન તે ખૂબ કોરાયા કરતો. કેઝ્યુઅલી જ સ્મોક કરનાર તેમનો મિત્ર હવે જાણે ચેઇન સ્મોકર બની ગયો હતો..! છેવટે પ્રત્યુષના મિત્રોની ધીરજ ખૂટી ગઈ. સૌએ શ્વેતાને જાહ્નવીને સમજાવવા વાત કરી.

કોલેજ છૂટ્યા પછી શ્વેતાએ જાહ્નવી સાથે વાત કરવા ઇચ્છા જણાવી. જાહ્નવી શ્વેતા કઈ વાત કરવા માંગે છે તે જાણ હોવાથી તેની સાથે વાત કરવા ટાળવા પ્રયત્ન કરે છે.

“જાહ્નવી, આઇ વૉન્ટ ટુ ટોક ટુ યુ..!” શ્વેતાએ જાહ્નવીનો હાથ પકડી કહ્યું.

“એન્ડ ઇફ ઇટ્સ અબાઉટ પ્રત્યુષ ધેન પ્લીઝ શ્વેતા, આઇ ડૉન્ટ વૉન્ટ ટુ ટોક અબાઉટ હીમ..!” જાહ્નવીએ શ્વેતાના મનની વાત જાણી લઈ અગાઉથી જ સ્પષ્ટતા કરી.

“હાઉ કેન યુ બી સચ સેલ્ફીશ જાહ્નવી..?” શ્વેતાએ કટાક્ષભર્યો સવાલ કર્યો.

“વૉટ..? સેલ્ફીશ..? શ્વેતા, તુ અમારા વિશે શું જાણે છે કે આમ બોલી ગઈ..? એન્ડ યુ ડૉન્ટ હેવ એની રાઇટ ટુ ટોક અબાઉટ માયસેલ્ફ. માય લાઇફ ઇઝ માય લાઇફ...નન ઑફ યોર બીઝનેસ..!” કડવા સાફ શબ્દોમાં જાહ્નવીએ શ્વેતાને વોર્નિંગ આપી દીધી.

“સોરી જાહ્નવી, મને તારી પર્સનલ લાઇફમાં ઇન્ટરફીયર કરવાની કોઇ જ ઇચ્છા નથી, પણ એક વાર...માત્ર એક વાર તુ પ્રત્યુષ વિશે પણ વિચાર..! તેની હેલ્થ બગડતી જાય છે. તે ચેઇન સ્મોકર બની ગયો છે, ઇવન સ્ટડીમાં પણ તેનું ધ્યાન રહ્યું નથી. એક ટેલેન્ટેડ સ્ટુડન્ટ આજે પાછો પડતો જાય છે. તેને હું પાછલા દસેક વર્ષથી ઓળખું છું, આજ સુધી તેને આટલો ગુમસુમ ક્યારેય નહીં જોયો...તે અંદરથી પોતાને ખતમ કરી રહ્યો છે...પ્લીઝ સેવ હીમ જાહ્નવી...પ્લીઝ સેવ હીમ..” બોલતા શ્વેતા આંસુભરી આંખે જાહ્નવી સામે જોઇ હાથ જોડી વીનવે છે.

શ્વેતાનો જોડેલો હાથ પકડી જાહ્નવી પણ આંસુ ઉભરાયેલી આંખે કહે છે, “પ્લીઝ શ્વેતા, આમ હાથ ના જોડજે...આઇ કેન અન્ડર્સ્ટેન્ડ ઓલ...પણ હું પણ શું કરું...તને શું લાગે છે મને પ્રત્યુષની ફીકર નથી..? હું આજે પણ મારા પ્રત્યુષને એટલો જ પ્રેમ કરું છું જેટલો પહેલા કરતી હતી...પણ મારા ફેમીલીનું શું..?”

“તો જો તુ પણ આમ તેને આટલો પ્રેમ કરે જ છે, તો પોતાના પ્રેમને આમ દબાવી ના રાખ...પ્રત્યુષ પાસે જા અને ભેગા બેસી કંઇક સોલ્યુશન લાવો...રીમેમ્બર માય ફ્રેન્ડ...ધેર ઇઝ સોલ્યુશન ફોર એવરી પ્રોબ્લેમ. બસ હું તને આ જ કહેવા આવી હતી, સોરી ઇફ આઇ હર્ટ યુ..!” શ્વેતાના શબ્દો વચ્ચે અટકાવી જાહ્નવી તેને હગ કરી બોલી, “ડોન્ટ બી...આઇ શુડ સે યુ થેંક યુ..!” જાહ્નવી પ્રત્યુષને ફરી મળવા જવા નક્કી કરે છે.   

શું જાહ્નવી પ્રત્યુષને મળશે..?

પ્રત્યુષ અને જાહ્નવીનો પરિવાર તેમના સંબંધને સ્વીકારશે..?

શું પેલી સુસાઇડ કરનાર લેડી જ જાહ્નવી છે..?

આ બધું જાણવા સાથે આગળની વાર્તા માણવા જરા રાહ.... સંગાથ – 5

********

            

***

Rate & Review

Dilip Bhappa 5 months ago

Jigisha 6 months ago

ROHINI ASHWIN 7 months ago

Viral 7 months ago

Parul Vakil 7 months ago