પ્રથમ પ્રેમ નો નશો અને જીંદગી ની કડવી હકીકત ભાગ - 5

ભાગ 5

મોનાક્ષી અને પરિણય ની દોસ્તી પ્રેમ ના પહેલા પડાવ માં આવી ગઈ હતી, મોનાક્ષી નાં પપ્પા એ તેની સગાઇ દેવીન સાથે કરાવીને પરિણવ  સાથે પણ આવો જ  કંઇક દાવ કાર્યો તેના પપ્પા એ.બંને બહુ દુખી હતા, બંને એક બીજા થી અલગ થયા ત્યારે તેમને લાગતું હતું કે જીવન માં પોતાનું કોઈક ગુમાવ્યા નો મન માં વસવસો રહી જાય છે. તે વખતે આંસુ ઓ દ્વારા ફુટી આવે છે.ત્યાં રે એમ થાય કે હું ક્યાં ફસાઈ ગઈ.હું કેવી રીતે પાર પડશે,હું કેવી રીતે જીવી શકે, પણ બધુ સરળ લાગે છે,પણ મને સમજાતુ નથી,પણ ઉપર વાળા પર છોડી ને ચિંતા મુક્ત થવું.અને ઉપર વાળા ના રસ્તે ચુપચાપ ચાલવું તે જે કરે સારા માટે, તો તેને ભગવાન પણ હરાવી શકતો નથી, જીંદગી માં હારતા શીખો, હારનાર ને કોઈ હરાવી શકતો નથી.
આપણે જીતવા ના ચક્કર માં બધુ ગુમાવી એ છીએ.ને દુખી થઈ એ છીએ.

       પછી મોનાક્ષી ને દેવિન ના લગ્ન થઇ ગયા,દેવિન બહુ સારો અને સંસ્કારી અને સારો હોય છે,  પણ આ બધુ સમજતાં બહુ વાર થાય છે.પણ પહેલા પ્રેમ ને એટલો જલ્દી કોઈ નથી ભુલી શકતાં, આ બધુ ભુલતા વાર લાગે છે. આ બધા જખ્મ  રુઝાતા વાર લાગે છે.અને બધાં જ જખ્મ ની દવાઓ મળતી નથી.રસ્તો આપણે જ કરવો પડે છે.આમા આપણું કઈજ ચાલતું નથી.

પહેલી રાત્રે દેવિન અને મોનાક્ષી એ ઠીક થી વાત પણ નહતી કરી, પણ સમય રહેતા બધું સરખું થઇ જાય છે.તેઓ પહેલાં  તો સમાજ ને દેખાડવામાં મોનાક્ષી દેવિન ને તેનો પતિ માને છે.  ને પીયર વાળા ને દેખાડવા નો જ સંબંધ રહી ગયો હતો.ખાલી કામપુરતી જ વાત કરવાનો સંબંધ રહે છે  આમ ત્રણ વર્ષ ચાલ્યું.
     
     દેવિન સમજે છે, તેની હાલત કે તેને સેટ થતાં વાર લાગે .તેને દેવિન જોડે કે ન એના ફેમીલી જોડે નહોતું ફાવતું.તે કોઈ જોડે વાત પણ ન કરતી દુખી જ રહેતી.

     દેવિન સમજુ હોય છે.તે જેમ બને તેમ વધું સમય પસાર કરવા પ્રયત્ન કરે છે, મોનાક્ષી જોડે,તાકી તે તેના ઘર માં તેને એકલું ન લાગે.તે તેને ફરવા લઈ જાયછે.તેની સાથે વધુ ને વધુ સમય વિતાવે છે.તે બંને ધીરે ધીરે મિત્ર બની ગયાં. તે બંને બગીચા માં પણ ફરવા જાય છે.તે  ગિફ્ટ પણ લાવતો.પતિ પત્ની માં દોસ્તી હોવી જરૂરી છે.ત્યારે પતિ પત્ની નો સંબંધ મજબુત બને છે. આતો પ્રેમ ની શરુઆત હોય છે. જેને  પ્રેમ થઇ જાય છે,ત્યારે તે ભલ ભલા છાતી કટ્ટા ને પણ ઓગાળી દે છે. પ્રેમ મા એવી તાકાત હોય છે.  નફરત બહું લાબા સમય સુધી ટકતી નથી.તેવુ મોનાક્ષી સાથે પણ આવું થયું.

તેઓ હનીમુન પણ ગયા. તેમની દોસ્તી ધીરે ધીરે પ્રેમ માં બદલાઇ ખબર જ ન રહી.આતો વાત છે, લગ્ન પછી નાં પ્રેમ ની. હવે દેવીન અને મોનાક્ષી વચ્ચે હવે પ્રેમ નાં બીજ રોપાણા.તે બંને પ્રેમ નો એકરાર કર્યો. અને ધીરે ધીરે તે બંને એક બીજા ને પ્રેમ પણ કરવા લાગ્યા. મોનાક્ષી દેવિન ને હવે જીવ જાન થી વધુ ચાહવા લાગી. તેના વગર હવે તે પણ રહી ન શકતી.તે બંને એક બીજા સાથે ખુશ છે હવે.તે હવે પીયર પણ જતી જ નથી બહુ જતી જ નહીં તે પણ હવે દેવિન થી દુર થવું ન ગમતું. તે પીયર જાય તો પણ પાછી આવે તેને ન ફાવતુ એક મિનિટ દેવિન વગર. પણ એક દિવસ તે પીયર ગઇ ત્યારે તે અને  દેવિન બે સાથે ગયા હતા,ત્યારે  ત્યા પરિણય મળ્યો.તેને તેનો પરીચય દેવિન ને કરાયો. દેવીન અને પરિણય બંને સારા મિત્રો બની ગયા. પરિણયે એ પણ હની નો પરિચય કરાવ્યો.મોનાક્ષી ના મમ્મી પપ્પા ને આ ન ગમ્યું.ત્યારે બંને મિત્રો ની છેલ્લી મુલાકાત હતી. તેમને લાગ્યું કે આ મોનાક્ષી નું લગ્નજીવન બગાડશે.પણ એવું કંઈજ ન થયું.
બંને ના પરિવારે તેમની મિત્રતા ને પણ  કલંકિત કરી નાંખી .

"પણ એક ના એક વ્યક્તિ સાથે સપનાં જોવા,તેને ડેટીંગ કરવું અને એજ  વ્યકિત ના પ્રેમ માં પડવાં ની મજા અને એકની એક વ્યકિત સાથે જીંદગી રુપી પોથી માં તેને સપનાં ને વચનો રુપી રંગ થી ભરીને રંગીન કરવા ની મજા એટલે પણ લગ્ન"પણ તમને ગમે કે ન ગમે ઉપર વાળા એ આપેલા પાત્ર ને આપણે ગમાડવું જ પડે છે. આપણા કરતાં કુદરત ના પ્લાન ઘણા ઊંચા હોય છે. કુદરતી જે આપે તે સારા માટે.તેનાં રસ્તા બહુ કાટાળા છે. પણ આગળ જતાં, સારા લાગે છે.ને પછી આપણે ઉપર વાળા નો આભાર માનીએ છીએ. પણ મળે ત્યારે માનવો એતો આપણે કરતાં નથી.

અહીંયા પરિણય ને હની પણ ખુશ છે. કુદરત જે કરે તે સારા માટે,કુદરત  જે રસ્તા પર જવું  તમે ક્યારે દુખી નહીં થાવો.પહેલાં બધું તમને મુશ્કેલ લાગે છે, પછી સમય રહેતા એકબીજા થી દુર રહેવું પણ મુશ્કેલ લાગે છે.પછી માયા ની પાસ માં બંધાઈ ગયા પછી એકબીજા વગર ચાલતું પણ નથી. પરિણય ને પણ આ સંબંધ ને સ્વીકારવો મુશ્કેલ લાગે છે પણ એડજસમેન્ટ નું નામ જ લગ્ન છે.પણ આપણી જીંદગી ને બદલી નાંખે છે.લગ્ન એટલે તુ જેવો છે જેવી છે હુ તારી સાથે છું.અને આખી જીંદગી રહીશ . તેને લગ્ન કહેવાય છે,અને આપણે જેની સાથે હસી શકીએ વાત કરી શકીએ,તેવું વ્યકિત મળી જાય તો જતું ન કરવું.કોઈ આપણને બદલવા પ્રયત્ન કરે તો તેને ગુડબાય કહી દેવું. કેમકે આપણે સંબંધ ત્યાં વધુ નહીં ચાલે.અહીંયા વિશ્વાસ નું જ ખુન થાય તે સંબંધ કેટલો ચાલે.

    પરિણય અને હની ને  દિકરો છે. પરિણય જેવો હોશિયાર ને હની જેવો સુંદર,મોનાક્ષી અને દેવિન ને  પણ દિકરી ને દિકરો બે છે.તે બહુ હોશિયાર છે,બંને  ભણવા ની સાથે બધી પ્રવૃતિ ઓમા પણ, દેવિન અને મોનાક્ષી બહુ ખુશ છે, તેમના બાળકો થી.

      પરિણય ઘરે હોય ત્યાં સુધી મોનાક્ષી ને પીયર માં નથી આવવા દેવામાં આવતી.પરિણય ઘરે હોય ત્યાં સુધી મોનાક્ષી ને પીયર મા નથી આવવા દેવામાં આવતી.તેઓ કોઇક વાર ફોન પર વાત કરે છે.મોનાક્ષી નો અને પરિણય નો પરિવાર અજાણ છે.આ વાત થી કે હજી પણ તે સારા મિત્રો છે. તેવી નહીં તો મોનાક્ષી અને પરિણય ની વાટ લે.બંને પોત પોતાના સારી રીતે જવાબદારી નિભાવે છે.બંનેનો  સંસાર પણ બહું મસ્ત ચાલે છે. બંને પોતાના સંતાનો અને નોકરી માં મસ્ત છે.હજી બંને મિત્રો એક બીજા ને મળ્યા નથી તે દિવસ નાં.

     મોનાક્ષી અને પરિણય નાં બંને ના મમ્મી પપ્પા ઘરડા થઇ ગયા પણ હજી તે બે ફેમીલી વચ્ચે મોટી દિવાલ છે.આ તે કંઈ રસ્તો છે. થોડા ખટરાગો માં બંને મિત્રો ની પણ દોસ્તી તોડવવી તે.

         તે બંને ના સંતાનો પણ વિદેશ માં સેટલ છે. મોનાક્ષી અને દેવિન સુખી જીવન વિતાવે છે.તેમનાં સંતાનો કહે છે ત્યાં આવવા નું અને તેમની સાથે રહેવાનું . પણ તેઓ એકલા જીવન ગાળે છે.હની અને પરિણય બંને પોતાના દિકરા સાથે જીવન ગાળે છે, તેમની વહુ પોતાના મમ્મી પપ્પા ની જેમ તેમને સાચવે છે.


             શૈમી પ્રજાપતિ.
    

Rate & Review

Avirat Patel

Avirat Patel 2 years ago

Moksha Patel

Moksha Patel 2 years ago

Jignesh Prajapati
Minal taviyad

Minal taviyad 2 years ago

Nimisha

Nimisha 2 years ago