Dhruvya - simple story of lovd books and stories free download online pdf in Gujarati

ધ્રુવ્યા - સિમ્પલ સ્ટોરી ઓફ લવ

    બહાર ધીમો ધીમો વરસાદ વરસતો હતો હું મારાં નાના 2 રૂમ રસોડા નાં ઘર ની બહાર નાં ઓટલે પાડી પર બેઠો હતો. છેલ્લાં 5 વર્ષો થી જ્યારે ચોમાસુ આવતું ભૂતકાળ ની બધી યાદ લાવતું.. ભુલાઈ ગયેલી કે ભૂલવા ની રહી ગયેલી એ યાદો મને કેટલીયે રાતો સૂવા ના દેતી.. આજે પણ ના છુટકે મારી સામે એ ચેહરો આવતો.. માસુમ 2 આંખો.. માપ સર ના એ હોઠ.. ગોરી ત્વચા... ખભા સુધી નાં વાળ.. માપ સર નું શરીર જે કોઈ પણ પુરુષ ને આકર્ષવા કાફી હતું... ઓછાં દિવાના થોડાં હતાં એનાં મારી જેમ જ કેટલાક એની પાછળ ગાંડા હતાં... કોલેજ માં હતું એ ત્યારે 1st યર માં.. અને હું પણ 3rd યર માં હતો.. એમ તો કોલેજ ચાલું થઈ ત્યારે ઘણી વાર એને પાર્કિંગ માં જોતો.. કેન્ટિન માં એની ફ્રેન્ડ જોડે નાસ્તો કરતાં જોતો.. હમેશાં હાફ પોની વાળેલા વાળ માંથી બે લટ એનાં ચેહરા પર ઝૂલતી.. હસતી તો સપ્રમાણ ગોઠવેલા એનાં સફેદ દાંતો દાડમ ની કળી જેવાં જ લાગતાં.                                                                                                                                  
"ભાઈ.. ઓ ભાઈ..  શું થયું?"  બહેન  નાં અવાજ હું માં  આવ્યો એની  સામે  જોયું.. એ આંખો માં સાફ જોઈ શકતી હતી એ યાદો ની પીડા...
                                                                                          "કઈ નહીં બસ વરસાદ ને જોવ છું.. તું કોલેજ થી ક્યારે આવી?" મેં ઘડિયાળ માં જોતાં પૂછ્યું.. 12:30 થયાં હતાં..                                                                                                                           "જસ્ટ આવી જ" દિશા એ મારી બાજુમાં બેસતાં કહ્યું.                                                                                                                                        " એની યાદ આવે છે " દિશા મારી નાની બહેન ઓછી અને માં વધારે હતી.. હું એને જણાવતો.. ભાઈ બેન હોવાં છતાં અમારી વચ્ચે કોઈ દિવસ લડાઈ થતી..                                                                           "હા, તને તો ખબર છે એ નથી તો પણ બધે એજ છે.. દિશું.. એણે મારી સાથે શું કામ આવું કર્યું.. મેં તો એને પ્રેમ જ આપેલો હમેશાં.. બદલા માં પણ મને પ્રેમ જ જોઈતો હતો બસ... એની સાથે મેં મારી આખી જીંદગી ના સપનાં જોયેલા.." મારી આંખો માં આંસુ હતાં.. અને દિલ માં હજારો સવાલ..                                                                                              " એનાં માટે શું રડવાનું ભાઈ એ તારાં લાયક જ નહીં હતી.. તારાં જેટલો  પ્રેમ કરનાર એને હવે કોઈ નહીં મળશે..  એ પણ તડપશેે તારાં માટે જોજે.."  દિશા નો એનાં માટે નો ગુસ્સો બરાબર હતો પોતાનાં ભાઈ ને રોજ એની યાદ માં મરતા જોતી હતી એ..                                                                                         "એ મારા લાયક ન હતી કે હું? "  મેં પૂછ્યું દિશા ને પણ જાણે આ સવાલ હું પોતાને જ કરતો રોજે... ભૂલ મારી હશે તો એની પણ હતી.. તાળી એક હાથે નાં વાગે આજ સમજાવી ને હું છેલ્લા 5 વર્ષો ગયો.. પણ જીંદગી માં આગળ વધવા જવાબ તો જોઇએ ને.. એણે જવાબ આપવા પણ એક વાર આવવુ પડશે...                                                                                                                                "ભાઈ તું દુખી નાં થા.. મમ્મી ને આવવાની વાર છે.. ચાલ આપણે જમી લઇએ...

" હું મમ્મી સાથે જમી લઈશ.. તું જમીલે બેટા.. " નહીં ખબર આજે બસ આ વરસાદ થી દુર જવાનું મન ન હતું થતું.. જાણે એ મને બાહો ફેલાવી ને બોલાવતી હતી... મને આજે પણ યાદ છે એ દિવસ                                                                                                                      જ્યારે અમે પહેલી વાર એવું મળેલાં યા એમ કહું કે પહેલી વાર મેં એને આટલી નજીક થી જોયેલી... ઑગસ્ટ નો મહિનો હતો.. આવોજ ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો હતો એ અને એની ફ્રેન્ડ દિપીકા રાતે 12 વાગે મારાં ફ્રેન્ડ ધ્યાન ને મળવા દિપીકા નાં બિલ્ડિંગ નીચે આવ્યા હતાં... દિપીકા અને ધ્યાન સ્કૂલ માં હતાં ત્યાર થી એક બીજા ને પસંદ કરતાં અને કોલેજ માં આવતાં ધ્યાન એ દિપીકા ને પ્રપોઝ કરેલું અને દિપીકા એ તરત હાં પાડેલી.. એ લોકો નાં રિલેશન ચાલું થયાં ને ધ્યાન ની પહેલી બર્થ ડે હતી એટલે દિપીકા... એને લઈ ને બિલ્ડિંગ નીચે ધ્યાન ને મળવા આવ્યા હતાં.. હું ત્યાં ધ્યાન ને મૂકવા ગયો હતો.. અને દિપીકા અને ધ્યાન ને એકલાં વાત કરવાં મળે એમ વિચારી હું દૂર અંધારાં માં મારી બાઇક પર બેઠો સિગરેટ પીતો હતો જ્યારે મેં એને જોઈ... એ ડરતા ડરતા દિપીકા નો હાથ પકડી ને આવતી હતી વારે વારે એ લોકો ને કોઈ જોઈ નાં જાય એ ડર થી આજુબાજુ જોઈ લેતી... મેં બાઇક પર થી ઊતરી ને એ તરફ ધ્યાન થી જોયું... બ્લૂ ને રેડ કલર ની નાઇટી માં એ એક દમ મસ્ત લાગતી હતી.. એની આંખો માં ડર સાફ દેખાતો હતો.. એણે ધ્યાન ને બર્થ ડે વીસ કર્યું અને દિપીકા ને ખેંચી ને કાન માં કાંઇક કીધું.. મને એવું લાગ્યું કે એણે જલ્દી ઘરે જવા કીધું હશે .. દીપિકાએ એને દાદર પાસે જવા કહ્યું એ ત્યાં થી જતી રહી.. પછી દિપીકા એ ધ્યાન ને હગ કરી બર્થ ડે વીસ કરી અને 5 મિનિટ માં એ પણ જતી રહી.. તે દિવસે એણે મને  નહતો જોયો.. પણ મારાં મગજ માંથી એ ખસતી નહતી...                                                                                                                                           ત્યાર પછી મેં ધ્યાન અને કોલેજ નાં બીજા બે ત્રણ છોકરા પાસે એનાં વિશે તપાસ કરી.. એનું નામ દિવ્યા શાહ હતું... એ આજ શહેર નવસારી ની રહેવા વાળી હતી... એનાં ફાધર નો કોન્ટ્રાક્ટર નો અને સાથે માર્કેટિંગ લાઇન માં બહુ મોટો બિઝનેસ હતો.. એ નવસારી નાં પારસી હોસ્પિટલ ની લાઇન માં અવેલા બંગલા માં રેહતી હતી.. કોઈ જોડે જલ્દી મિક્સ ના થતી એની દુનિયા માં જીવતી.. મને એહશાસ તો ત્યારે જ થઈ ગયેલો કે મારો ને એનો કોઈ મેળ નથી.. હું એક રૂમ રસોડા નાં ઘરમાં રહેવા વાળો અને એ મહેલ ની રાજકુમારી જેવી દેખાવ માં પણ મારાં કરતાં ખૂબ સુંદર... મારા જેવા સામે જોઈ પણ નહીં એટલી સુંદર...                                                                                            એનાં જ વિચારો માં ને વિચારો માં અઠવાડિયું થઈ ગયું.. અમે દિપીકા ની બિલ્ડિંગ સામે એક દુકાન માં બેઠાં હતાં એ લોકો નો ટ્યુશન થી આવવાં નો ટાઈમ થઈ ગયો હતો ધ્યાન રોજ દિપીકા ને જોવા આવતો આજે એ મને લઈ આવ્યો હતો... દિવ્યા દિપીકા ને ઉતારવા માટે આવી હતી... એક્ટિવા ચલાવતી દિવ્યા ખરેખર કેટલી સુંદર લાગતી હતી.. કે મારાં થી ધ્યાન સામે કેવાય ગયું.. "આના જેવી છોકરી લાઇફ માં આવી જાય તો લાઇફ સેટ છે બોસ"                                                                                             મારી વાત સાંભળી ને ધ્યાન એ દિપીકા ને કહ્યું કે ધ્રુવ દિવ્યા ને લાઇક કરે છે... તું દિવ્યા સાથે વાત તો કર.. પહેલા તો દિપીકા એ નાં જ પાડી કે એ કોઈ છોકરા સાથે વાત નહીં કરે એનાં ઘરે પણ એને બહુ છૂટ નથી... પણ પછી લાસ્ટ માં એ માની ગઈ... અને એણે વાત પણ કરી પણ દિવ્યા એ કોઈ જાત નો ઇન્ટરેસ્ટ નાં બતાવ્યો... એક વાર અમને મળાવવા માટે એ બંને એ મૂવી નો પ્લાન બનાવ્યો... હું ધ્યાન અને વિકી અમારો ત્રીજો ફ્રેન્ડ... દિવ્યા અને દિપીકા 3 to 6 માં જવાનાં હતાં... પણ ટાઇમ પર દિવ્યા એ એની બીજી ફ્રેન્ડ કિર્તી અને એનાં બોયફ્રેન્ડ શિવમ ને બોલાવ્યાં... અને એ લોકો ની ટિકિટ લેટ લીધી હોવાથી.. દિવ્યા.. કિર્તી અને શિવમ જુદાં બેઠા અને.. અમે 4 લોકો જુદાં બેઠા... એને જોઈ નેજ મારે 3 કલાક કાઢવા પડયાં.. હું ઇચ્છતો હતો કે એક વાર એની સાથે વાત થઈ શકે પણ એણે કોઈ ચાન્સ નાં આપ્યો... આખી મૂવી માં dhyan અને દીપિકા મને ચિડવતાં રહ્યાં કારણ કે અમે સેમ કલર નું ટી. શર્ટ પહેરેલા હતાં... હું એ લોકો સામે ગુસ્સો કરતો હતો પરંતુ અંદર થી મને આ ગોડ નો સંકેત લાગતો હતો.. કે એક વાર તો વાત કરવાની બને... અને હિંમત કરી એક દિવસ મેં ધ્યાન નાં ફોન માંથી દિવ્યા નો નંબર લઈ લીધો... 2 દિવસ વિચાર કર્યા પછી છેલ્લે સન્ડે સવારે 11 વાગ્યે એને સાદો મેસેજ કર્યો  "hi.. " 20 મિનિટ પછી એનો રિપ્લાય આવ્યો "હું આર યુ?" અને મારાં ફેસ પર સ્માઇલ આવી ગઈ...                                                                                                                                  ધીરે ધીરે વાતો ચાલુ થઈ.. હું કોઈ પણ રીતે એની સાથે રેવા માગતો હતો... 2 મહિના ની નોર્મલ વાત કર્યા પછી મેં એને મારી ફીલિંગ જણાવી એણે ચોખવટ કરતાં કહ્યું કે એ મારાં વિશે એવું કશું નથી વિચારતી... ત્યાર પછી પણ 3 મહિના અમારી વાતો ચાલી ધીરેધીરે એ મારી સાથે ખુલી ને વાત કરતી થઈ ગઈ હતી.. પરંતુ મારા માટે હવે ફ્રેન્ડ બની ને રેહવુ અશક્ય બની ગયું હતું અને એક દિવસ રાતે 11 વાગે મેં એને પ્રપોઝ કર્યું એને 3 વાગ્યા સુધી મને ના પાડી સમજાવાનો પ્રયત્ન કર્યો... પણ મેં કહી દીધું કે મારાં થી ફ્રેન્ડ બની ને ના રેવાય... તો બેટર છે કે હવે વાત જ ના કર્યે... 2 મહીના સુધી કોઈ વાત ના થઈ.... અચાનક એક દિવસ એનો મેસેજ આવ્યો.... કે એણે બહુ ટ્રાય કરી મારાં થી દુર જવાની પણ એને મારી યાદ આવે છે... દરેક વાત માં એને મારી વાતો યાદ આવે છે... એ પ્યાર છે કે નથી એ તો એ નથી જાણતી પણ એ મને એક ચાન્સ આપવા માંગે છે.... અને હું ખુશી થી ઉછળી પડ્યો... ધીમે ધીમે અમે મળવાનું ચાલુ કર્યું.. પહેલા તો એ બહુ શરમાતી એનાં જીવન માં આવેલો હું પહેલો છોકરો હતો... મારી જિંદગી માં આવેલી એ ત્રીજી છોકરી હતી પણ જાણે એજ હવે છેલ્લી હશે એવું મને લાગતું એની સાથે ક્યાં દિવસ અને ક્યાં રાત થઈ જતી... થોડાં જ સમય માં એ આખી બદલાઈ ગઈ... હવે એ મારા પર હક જતાવતી... ગુસ્સો કરતી.. જોબ કરવાં કહેતી... મારી નાની નાની દરેક વસ્તુ પર ધ્યાન આપતી.. જે ની મને આદત થઈ ગયેલી એનાં કહ્યાં વગર હું કશું કરવાનું વિચારી પણ નહીં શક્તો... એ મારી જીંદગી નો એક એવો ભાગ બની ગયેલી કે એનાં વગર જીવવાનું હું વિચારી પણ ના શક્તો...                                                                                                                એવી રીતે 2 વર્ષે નિકળી ગયાં... એના વિશે મારાં ઘરે દિશા મારી મમ્મી અને પપ્પા ને પણ મેં વાત કરી અને મારી બર્થ ડે પર એ ઘરે બધાં ને મળવા પણ આવેલી.. મારી મમ્મી ને તો પ્રોમિસ પણ કરેલું કે હવે તમારો છોકરો મારો... એની જવાબદારી મારી.. બધાં ને દિવ્યા ખૂબ ગમતી... એ હમેશાં એનાં ઘર વાળા નહીં માનશે આપણે કોર્ટ મેરેજ કરી લઈએ એમ મને સમજાવતી.. અને હું એને કહેતો કે શાંતિ રાખ બધાં માની જશે...

એવી રીતે 5 વર્ષો નીકળી ગયાં.. હું એક કંપની માં માર્કેટિંગ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી રહ્યો હતો... બધું બરાબર ચાલતું હતું હવે હું જોબ કરતો અને એ માસ્ટર ડીગ્રી કરતી એટલે અમે વીક માં 3 વાર જ મળતાં.. આટલા વર્ષો માં મને ખબર પડી ગઈ હતી કે એ મને હું એને જેટલો પ્યાર કરતો એનાં કરતાં પણ વધારે પ્યાર કરવાં લાગી હતી.. કોઈ વાર હું વિચારતો પણ ખરો કે મારું નસીબ એટલું સારું કઈ રીતે હોઈ શકે છે.. દિવ્યા જેવી છોકરી મને આટલું ચાહી શકે?

એ કોઈ દિવસ મારાં અને એનાં ઘર ની પરિસ્થિતિ વચ્ચે તુલના પણ ના કરતી.. મારી ઘરે મમ્મી અને બહેન જોડે એ આ ઘર ની હોય એવી રીતે જ રહેતી... 5 વર્ષો માં ભાગ્યે જ અમારી વચ્ચે કોઈ લડાઈ થઈ હોય એવું બનેલું... હું પોતાને દુનિયા નો બધાં થી લકી છોકરો માનતો... દિવ્યા ક્યારે મારી જીંદગી બની ગઈ ખબર જ ના પડી...

"ધ્રુવ.... બેટા ધ્રુવ..."  મમ્મી નાં અવાજે જાણે મને વર્તમાન માં ખેંચ્યો...

"તું ક્યારે આવી મમ્મી?"...
"જ્યારે તું પેલી નાં વિચારો માં ખોવાયેલો હતો.. હવે એ વાત ને 5 વર્ષો થઈ ગયાં છે બેટા એ તને ભૂલી ગઈ છે.. તું પણ આગળ વધ જીંદગી માં" માં એ મને સમજાવતાં કહ્યું.