Hawas-It Cause Death - 4 books and stories free download online pdf in Gujarati

હવસ :-IT CAUSE DEATH ભાગ-4

હવસ :-IT CAUSE DEATH-ભાગ 4

બારણું નોક થવાનો અવાજ સાંભળી અનિકેત અને પ્રભાતે પોતાની વાયચીત ને અટકાવી દીધી.અનિકેતે ઊંચા સાદે પૂછ્યું.

"હા કોણ..?

"Me,zeba..May i come in sir?"એક યુવતીનો કાનમાં મધ રેડતો અવાજ અનિકેત નાં કાને પડ્યો.

"Yes.. zeba come in"એ યુવતીને અંદર આવવાની પરવાનગી આપતાં અનિકેત બોલ્યો.

અનિકેતની રજા મળતાં ઓફીસનું બારણું હળવેકથી ખોલી એક અંદાજીત 24-25 વર્ષની યુવતી અંદર આવી.એ યુવતી અત્યારે બ્લુ ટાઈટ સ્કર્ટ અને વ્હાઈટ શર્ટ વિથ બ્લેક લાઇનિંગ માં ખુબજ મનમોહક લાગી રહી હતી.ગુલાબી રંગથી સજાવેલા એનાં અધરોની જોડ એને વધુ નિખાર આપી રહી હતી.આંખને હળવી આઈલાઈનર મારી પોતાની નશીલી આંખોને ઝેબા નામની એ યુવતીએ વધુ નશીલી બનાવી હતી.ખપપુરતી જવેલરી અને ઊંચી એડી નાં સેન્ડલ એનાં શણગાર ને વધુ નિખારી રહ્યાં હતાં.સુંદર આકર્ષક ચહેરો અને શર્ટ માં કસાયેલાં ઉન્નત ઉરોજ ઝેબા ને સ્વપ્ન સુંદરી બનાવી રહ્યાં હતાં.. એનાં માં એક વિચિત્ર સંમોહક શક્તિ હતી જે કોઈપણ પુરુષને પોતાની તરફ આકર્ષવા સક્ષમ હતી.

હાથમાં 2 ફાઈલ્સ અને અમુક દસ્તાવેજો સાથે ઝેબા અનિકેત નાં ટેબલની જોડે આવીને ઉભી રહી.ઝેબાની તરફ જોતાં અનિકેત બોલ્યો.

"ઝેબા..આ શું છે..શેનાં ડોક્યુમેન્ટ છે આ ફાઈલમાં..?"

"સર જાનકી મેટલ ઇન્સ્ટ્રીમાંથી જે ગૂડ્સ મિડલ ઈસ્ટ મોકલવાનું છે એનાં આ બિલ અને ગૂડ્સ એક્સપોર્ટ કરવાનાં ડોક્યુમેન્ટ છે.આપણાં એ કંપનીનાં એકાઉન્ટર દરજી ભાઈ એ આ બિલ અને ડોક્યુમેન્ટ મોકલાવી તમારી સાઈન લેવાનું કહ્યું હતું."પોતાનાં હાથમાં રહેલ ફાઈલ્સ ખોલી એમાં રહેલ ડોક્યુમેન્ટ અનિકેત ને બતાવતાં ઝેબા બોલી.

અનિકેતે એ બધાં બિલ અને ડોક્યુમેન્ટ ચેક કર્યાં અને પછી પોતાની પાર્કર ની ઇમ્યુનિટી મોડલની પોતાની શાખને અનુરૂપ પેન વડે સાઈન કરીને ઝેબા ને એ ફાઈલ લઈ જવા કહ્યું.

"Thanks sir.."આટલું કહી ઝેબા અનિકેત ની કેબિનમાંથી નીકળી ગઈ.જતાં જતાં ઝેબા એ અપલક દ્રષ્ટિએ પ્રભાત તરફ જોઈ લીધું. એક સ્ત્રી સહજ જ્ઞાન મુજબ ઝેબા એ પ્રભાત ની હવસભરી નજર ને અનુભવી લીધી.

ઝેબા નાં જતાં જ પ્રભાત ઝડપભેર પોતાની ખુરશી ટેબલની નજીક સરકાવી અનિકેત ની તરફ જોતાં બોલ્યો.

"એ ભાઈ..કોણ હતી આ?..હું લાસ્ટ ટાઈમ આવ્યો ત્યારે તો આને જોઈ નહોતી.."

"અરે આનું નામ ઝેબા છે અને એ મારી પર્સનલ આસિસ્ટન્ટ છે"

"તારી પર્સનલ આસિસ્ટન્ટ તો મરિયમ ડિસોઝા નહોતાં..બુઢી ખુસટ ડિસોઝા આંટી..?"પ્રભાતે પૂછ્યું.

"હા પણ હવે એમની તબિયત સારી નથી રહેતી તો મેં એમનાં કહેવાથી જ ઝેબા ને રાખી છે P.A તરીકે.બિચારી બહુ જરૂરિયાત મંદ છે...ઝેબા ખૂબ હોંશિયાર છે.બધું કામ બહુ ફાસ્ટ ફાસ્ટ શીખી ગઈ."પોતાની PA ઝેબાનાં વખાણ કરતાં અનિકેત બોલ્યો.

અનિકેત ની વાત સાંભળી પ્રભાત કંઈક ગહન વિચારમાં હોય એવી અદાથી ચહેરાનાં હાવભાવ બદલતો રહ્યો..એકાએક કંઈક વિચાર સ્ફુર્યો હોય એ અનિકેત ની તરફ જોઈને બોલ્યો.

"દોસ્ત તારી સમસ્યાનો ઉકેલ મળી ગયો.."

"હા..તો બોલને.મારે કોની જોડે અફેયર કરવું જોઈએ જેની જાનકીને ગંધ પણ ના આવે અને મારી બદનામી થવાની કોઈ બીક જ ના રહે."ઉત્સાહમાં આવી અનિકેત બોલ્યો.

"તું છે ને એક નંબરનો ગેલ્ફાડ્યો છે..રસ ઝરતાં ફુલોનાં બગીચામાં ઉડતો ભમરો એવું કહે કે હું ફુલોનાં રસ વગર ભૂખ્યો મરી રહ્યો છું તો એને બીજું શું કહેવાય..સાલા જો તો ખરો.. એક એક થી ચડિયાતી છોકરીઓ છે તારાં ઓફિસનાં સ્ટાફમાં.ખાલી તારે દાણા ફેંકવાની જરૂર છે,એક શોધતાં કેટલી એ નાજુક પારેવડીઓ તારી જાળમાં ફસાઈ જશે મારાં રાજા."પોતાની ખુરશીમાંથી ઉભાં થતાં બારીનાં કુશન ને ખસેડી બહાર કામ કરી રહેલી સ્ટાફની છોકરીઓ તરફ આંગળી કરી પ્રભાત બોલ્યો.

"What the hell.. તું દારૂ તો પીને નથી આવ્યો ને.મારાં સ્ટાફની કોઈ યુવતી કે સ્ત્રી ને મેં એવી નજરથી આજસુધી જોઈ જ નથી..તો યાર નાહકની વાતો કરવાનું રહેવા દે.મેં તને મારી પ્રોબ્લેમ નો ઉપાય શોધવા બોલાવ્યો છે નહીં કે મારી પ્રોબ્લેમમાં વધારો કરવા."પ્રભાતની વાત સાંભળી અણગમા નાં ભાવ સાથે અનિકેત બોલ્યો.

અનિકેત નો રોષ ભરેલો અવાજ સાંભળી કુશન ને નીચી કરી પ્રભાત અનિકેતે ની જોડે આવી ખુરશીમાં બેસતાં બોલ્યો.

"તો મોટાભાઈ તમારાં માટે કોઈ વિદેશની યુવતી શોધી કાઢું..કેમકે એ સિવાય તો બીજી કોઈ તમને માફક નહીં આવે..આજસુધી સ્ટાફની કોઈ છોકરીને એવી નજરથી જોઈ નથી તો હવે જો મારાં ભાઈ..થોડુ મગજ કસીને વિચાર કે તું તારાં સ્ટાફની કોઈ પણ છોકરી જોડે અફેયર કરે તો કેટલો ફાયદો..હંમેશા જોડે ને જોડે રહેવા મળે..એને લઈને ફરવા જાય તો બિઝનેસ ટ્રિપ નું બહાનું કરી શકાય અને એ સિવાય સૌથી મહત્વની બાબત અહીં કામ કરતી કોઈપણ છોકરીને તું સરળતાથી પ્રમોશન આપી કે પગાર વધારી પોતાની તરફ ખેંચી શકે છે.."પહેલાં થોડું ગુસ્સાથી અને પછી પ્રેમથી હળવા સુરે પ્રભાત બોલ્યો.

પોતાનાં સ્ટાફની જ કોઈ છોકરી સાથે અફેયરનાં ફાયદા સાંભળી અનિકેત એ વિશે ઊંડાણપૂર્વક વિચારવા લાગ્યો.. હવે જો પોતે જાનકી સિવાય બીજી કોઈ યુવતી જોડે રિલેશન નું મન બનાવી જ લીધું છે તો પ્રભાત કહે છે એમ કરવું સરળ પણ રહેશે અને એની જાણ પણ કોઈને નહીં થાય.આ બધાં પાસાં વિચાર્યા બાદ અનિકેત મનની અંદર ચાલતાં એક બીજા પ્રશ્નને પ્રભાત સમક્ષ મુકતાં બોલ્યો.

"ભાઈ આમ જોઈએ તો તારી વાતમાં વજન છે..હું હોદ્દાની રુએ કોઈને પણ મારા તરફ આકર્ષી શકું છું..અને એ પછી એની જોડે મન ફાવે ત્યારે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ પણ કરી શકું જેની ગંધ પણ કોઈને નહીં આવે..પણ યાર આટલી બધી યુવતીઓમાં કોની પર પસંદગી ઉતારું..?"

"હવે થઈ ને વાત મજાની..તારી ઓફિસમાં સો લોકોનો સ્ટાફ અહીં કાર્યરત છે જેમાંથી ત્રીસ-પાંત્રીસ છોકરીઓ છે..એમાંથી તને કોઈ સૌથી વધુ ગમતી હોય એવી ખરી..?"આંખોની ભ્રમર ઊંચી નીચી કરી પ્રભાતે અનિકેત ને પૂછ્યું.

"પ્રભાત મેં કહ્યું તો ખરું કે કોઈ એવું છે જ નહીં જેની તરફ મેં એવી નજરથી જોયું હોય..છતાં પણ અમુક છે જે મારું ક્યારેક ક્યારેક ધ્યાન ખેંચવામાં સફળ રહી છે.."અનિકેત બોલ્યો.

"વાહ..વાહ..તો પછી બોલ બધાં નાં નામ..હું તને સજેસ્ટ કરું કે કઈ તારાં માટે ફીટ બેસશે.."પ્રભાત હરખપદુડો થઈને બોલ્યો.

પ્રભાતની વાત સાંભળી અનિકેતે પ્રભાત ને પોતાનાં પર્સનલ કોમ્પ્યુટર માં જે લાઈવ cctv ફૂટેજ દેખાતી હતી એ બતાવતાં કહ્યું.

"આ જો માધુરી..આ છે ને મારી સામું ઘણી વાર ધારી-ધારીને જોયાં કરે છે.."એક સાડીમાં સજ્જ થોડાં ભરાવદાર બાંધાની પાંત્રીસી વટાવી ચુકેલ મહિલા પ્રભાતને બતાવતાં અનિકેતે કહ્યું.

"ભાઈ..આ મેરિડ લાગે છે..અને તું જેટ પ્લેન નાં જમાના માં આ બળદગાડું ચલાવવાની વાત કરે છે.."અનિકેત નો મજાક ઉડાડતા પ્રભાત બોલ્યો.

"તો આ જો..ચાંદની..આને પૈસા ની બહુ જરૂર રહે છે કેમકે ઘરે કમાવનારી આ એકલી છે."ડ્રેસ પહેરેલી એક ચસમિશ યુવતી બતાવતાં અનિકેતે કહ્યું.

"ભાઈ પૈસા નાં જોરે તારાં માટે અફેયર કરવા છોકરી શોધીએ નહીં કે બહેન બનાવવા.."મોં બગાડતા પ્રભાત બોલ્યો.

ત્યારબાદ અનિકેતે પોતાને યોગ્ય લાગ્યાં એવાં સાત-આઠ મહિલા પાત્રો પ્રભાતને બતાવી પ્રભાતનું એમનાં અંગેનું મંતવ્ય માંગ્યું.પણ પ્રભાતે કોઈને કોઈ કારણ આપી બધાં ને રિજેક્ટ કરી દીધાં.

"સાલું આટઆટલી છોકરીઓ છે પણ કોઈ પરફેક્ટ નથી લાગતી.."પ્રભાત પગ પછાળતાં બોલ્યો.

"ભાઈ હવે જે છે એ તને બતાવી દીધું.. હવે બીજી તો ક્યાંથી લાવું.."પ્રભાત પણ હવે બરાબરનો કંટાળ્યો હતો.

"હા યાર મારી જ ભૂલ હતી કે તને ઓફિસની જ કોઈ યુવતી જોડે અફેયર કરવાનું સજેશન આપતો હતો.તારી ઓફિસમાં.."આટલું બોલતાં પ્રભાત અટકી ગયો..એનું ધ્યાન કોમ્પ્યુટર સ્ક્રીન તરફ ગડાયેલું હતું.

"શું મારી ઓફિસમાં તો..કેમ અટકી ગયો.?"અનિકેતે પ્રભાત ને ખભેથી હલાવી સવાલ કર્યો.

"ભાઈ તારી ઓફિસમાં એક કોહિનૂર છે..મળી ગઈ તારાં લાયક એક પરફેક્ટ છોકરી."અનિકેત ની તરફ જોઈ મોં પર મોટી સ્માઈલ સાથે પ્રભાત બોલ્યો.એની નજર હજુ કોમ્પ્યુટર સ્ક્રીન તરફ હતી.

"તું કોની વાત કરે છે..ક્યાંક તું..?"પ્રભાત નાં કહેવાનો મતલબ સમજાતાં અનિકેતે અધૂરો સવાલ કર્યો.

"તું સાચું વિચારે છે..હું ઝેબા ની વાત કરું છું.યાર એ pure gem છે.તારાં કહ્યાં મુજબ એ સુંદર છે અને સાથે બુદ્ધિશાળી પણ છે.મેરિડ નથી એટલે એને ઘરની ચિંતા નહીં.ઉપરથી તે કહ્યું હતું કે એ જરૂરિયાત મંદ છે તો પછી ઝેબા તારાં માટે રાઈટ ચોઈસ છે."પ્રભાત બોલ્યો..એનાં ચહેરા પર એક ચમક હતી.

"પ્રભાત,તું વિચારે છે એવી છોકરી નથી ઝેબા..એ બહુ સીધી અને કામ થી કામ રાખવાવાળી છોકરી છે.."ઝેબા નું નામ સાંભળી અનિકેત બોલ્યો.

"જો ભાઈ કોઈ સીધું છે કે વાંકુ એની ખબર ત્યારે જ પડે કે જ્યારે એને ચકાસવામાં આવે.એનાં વગર તું કોઈની ખાસિયત કે એનાં કેરેક્ટરનું સર્ટિફિકેટ આપી ના શકે."અનિકેત ને સમજાવતાં પ્રભાત બોલ્યો.

પ્રભાતની વાત સાંભળી અનિકેત થોડું મનોમંથન કર્યાં બાદ બોલ્યો.

"સારું તો ભાઈ આજથી જ હું એ વિશે કંઈક વિચારીને આગળનો પ્લાન અંજામ આપીશ.."

"આ થઈને મર્દ જેવી વાત..ચાલ તો હવે હું નીકળું.."પ્રભાત બોલ્યો.

"અરે ભાઈ જવાય છે..ઉતાવળ શું છે..?બહુ દિવસે મળ્યો છે તો બે-બે રમનાં પેગ થઈ જાય.."પ્રભાત ને જતાં રોકતાં અનિકેત બોલ્યો.

"હા પણ પટીયાલા.."અનિકેત સામે જોઈને પ્રભાત હસીને બોલ્યો.

ત્યારબાદ અનિકેત અને પ્રભાતે સાથે મળી રમ નાં બે-બે પેગ માર્યા અને પછી પ્રભાત અનિકેત ને બીજી જરૂરી સલાહો આપીને ત્યાંથી નીકળી ગયો.પ્રભાત નાં જતાં જ અનિકેત નાં મગજમાં દારૂ ની સાથે ઝેબા નાં વિચારોનો નશો છવાઈ ગયો.ઝેબા નો ચહેરો એનાં મગજ માં વારંવાર આવી રહ્યો હતો.

કોમ્પ્યુટર સ્ક્રીન માં cctv ફુટેજમાં ઝેબાની કેબિન ની ફૂટેજ જોતાં-જોતાં અનિકેતે પોતાનાં મગજ પર જોર આપવાનું શરૂ કર્યું કે કઈ રીતે ઝેબા ની નજીક આવી શકાય અને કઈ રીતે એની સાથે અફેયર શરૂ કરી શકાય.

ઓફીસ ટાઈમ ઓવર થઈ જતાં એકપછી એક બધાં કર્મચારીઓ પોતપોતાનાં ઘરે જવા માટે રવાના થઈ ગયાં પણ અનિકેત હજુ પણ ઝેબા વિશે વિચારતાં પોતાની કેબિનમાં જ બેઠો હતો.જાનકી એ કહેલી એક નાનીઅમથી વાત આગળ જતાં મોટું વાવાઝોડું પેદા કરવાની હતી જેની શરૂવાત અનિકેત માં અત્યારે ઉભરાતાં વિચારોનાં વંટોળ થકી થઈ ચૂકી હતી.

"હા..એમ જ કરવું જોઈએ.એમ કરવાથી ઝેબા મારી વાત સરળતાથી માની જશે અને મારે વધારે મહેનત કરવાની જરૂર પણ નહીં રહે."આટલું વિચારી અનિકેતે પોતાનો મોબાઈલ ફોન કાઢી એમાંથી એક નંબર ડાયલ કર્યો જે એની કંપની નાં મેનેજર બકુલ ઉપાધ્યાય નો હતો.

"હેલ્લો..સર good evening.."ફોન ઉપાડતાં જ બકુલભાઈ એ કહ્યું.

"Good evening.. અત્યારે ક્યાં છો તમે..?"અનિકેતે રુવાબદાર અવાજે પૂછ્યું.

"બસ સર આ જાનકી ટેક્સ ટાઈલ્સ માં હતો..થોડીવાર માં બધું કામ પતાવી ઘરે જવા નીકળું.બોલો શું કામ હતું..?"વિવેકસભર અવાજે બકુલ ભાઈએ પૂછ્યું.

"તમે મને કહ્યું હતું કે જાનકી કેમિકલ માટે બે મોટાં મશીનો ની ખરીદી માટે રશિયા જવું પડે એમ છે તો તમે વિચાર્યું કે કોણ જવાનું છે ત્યાં..?"અનિકેતે પૂછ્યું.

"હા સર હું અને આપણો મેકેનિકલ ડિપાર્ટમેન્ટ નો મેઇન એન્જીનીયર જૈમીન ત્યાં આવતાં સોમવારે જવાનાં છીએ..કાલે પ્લેન ની ટીકીટ પણ બુક કરાવવાનો છું."અનિકેત દ્વારા પુછાયેલા સવાલનો વિગતે જવાબ આપતાં બકુલભાઈ એ કહ્યું.

"બકુલ ભાઈ તમારી તબિયત હમણાંથી ઠીક રહેતી નથી અને જૈમીન હજુ એટલો અનુભવી નથી કે આટલી મોટી ડિલ ફાઈનલ કરી શકે.."અનિકેતે જણાવ્યું.

"સાહેબ એ વાત તો સાચી..તો પછી કોને મોકલીશું.?"અનિકેત ને બકુલભાઈ એ સવાલ કર્યો.

વિચારવાનો દેખાવ કરતો હોય એવી અદાથી અનિકેત થોડો સમય મૌન રહ્યાં ત્યારબાદ અનિકેતે કહ્યું.

"હમમ..જાનકી કેમિકલ માટે જે મશીનરી લાવવાની છે એની ડિલ ફાઈનલ કરવા હું જ મોસ્કો જતો આવીશ..આમ પણ લેવીસ્કા મશીનરી નાં માલિક એન્ટીસ્કો જોબોકી નાં ઘણીવાર મારાં પર કોલ આવ્યાં છે કે હું રૂબરૂ ત્યાં આવું.તો મને વિચાર આવ્યો કે એ બહાને એમને મળતો પણ આવું."

"તો તો ખૂબ સરસ..તો કાલે જ સર તમારી ટીકીટ બુક કરાવી દઉં."બકુલભાઈ એ કહ્યું.

"મારી એકલાની નહીં.."અનિકેત બોલ્યો.

"તો સર બીજું કોણ આવવાનું છે આપની સાથે.?"બકુલભાઈ નો સવાલ હતો.

"બકુલભાઈ તમે બીજી ટીકીટ બુક કરો મારી PA ઝેબા ની.."અનિકેત આદેશ આપતાં બોલ્યો.

અનિકેત ની આ વાત બકુલભાઈ ને વિચિત્ર તો લાગી પણ શેઠિયાઓ જોડે દલીલ કરવી નોકરી ને સંકટમાં મુકવા જેવી બાબત હતી એ બાબતથી જાણકાર અનુભવી બકુલભાઈ એ કહ્યું.

"હા સાહેબ હું તમારી અને ઝેબા ની ટીકીટ કાલે બુક કરાવી દઈશ..અને સાથે-સાથે વર્ક રિલેટેડ ડોક્યુમેન્ટ પણ."

"ગુડ.."અનિકેત ટૂંકમાં બોલ્યો.

"બીજું કોઈ કામ..?"બકુલભાઈ એ પૂછ્યું.

"નો..by"આટલું કહી અનિકેતે કોલ કટ કરી દીધો.

કોલ કટ થતાંની સાથે અનિકેત નાં ચહેરા પર એક મોટી મુસ્કાન ફરી વળી જેનાં લીધે એની જમણી તરફ નો હોઠ પહોળો થઈ ગયો..મુખ પર ચમક સાથે અનિકેત બબડયો.

"મોસ્કોમાં ચોક્કસ ઝેબા જોડે મારી નજીક આવવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહીં..અનિકેત હવે તારી પ્રોબ્લેમ નો કાયમ માટે અંત આવી જશે.!!

★★★★★★

વધુ આવતાં અંકે.

મોસ્કોમાં અનિકેત અને ઝેબા વચ્ચેનો સંબંધ કઈ રીતે આગળ વધશે..??અને એનાંથી અનિકેત અને જાનકીનાં વૈવાહિક જીવનમાં કયો નવો ભૂકંપ આવવાનો હતો? એ જાણવા વાંચતાં રહો આ નોવેલ નો નવો ભાગ. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

આ નોવેલ નો વિષય થોડો બોલ્ડ છે એટલે અમુક રૂઢિવાદી લોકો એ સરળતાથી સ્વીકારી ના પણ શકે..પણ હું એક નવી પેઢીનો લેખક હોવાનાં નાતે સમાજનો સાચો અરીસો આપની સામે લાવવાનો પ્રયત્ન કરતો રહીશ.ઘણાં બધાં ચડાવ-ઉતાર તથા ટર્ન એન્ડ ટ્વિસ્ટ સાથે સમય જતાં મારી આ નોવેલ "હવસ" તમારાં દિલ અને દિમાગ પર છવાઈ જશે એની ગેરંટી.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ

~જતીન.આર.પટેલ (શિવાય)