Ishqwala Love - 3 books and stories free download online pdf in Gujarati

ઈશ્કવાલા Love - ભાગ ૩

બીજા દિવસે કેયા અને પ્રિયા બંન્ને કોલેજમાં આવે છે. કેયાને KD નું બાઈક નજરે પડે છે.
કેયા મનમાં જ કહે છે " શું સમજે છે પોતાની જાતને? મારી પાસે Sorry બોલાવડાવે છે. હવે જો એના બાઈકની હું શું હાલત કરું છું." એમ વિચારી બાઈકની હેડ લાઈટ તોડી નાંખે છે અને બાઈકનું પંક્ચર પણ કરી દે છે. 

પ્રિયા:- "શું કરે છે યાર? ચાલ કોઈ જશે તો?"

કેયા:- "કોઈ નહિ જોય અને જોય તો પણ શું?
કેયા કોઈથી ડરતી નથી."

કેયાને બાઈકની આ હાલત કરતા વિકી અને રૉય જોઈ ગયા અને જઈને KDને કહ્યું. 
KD ને ખૂબ ગુસ્સો આવ્યો. 

કેયા ક્લાસમાં આવે છે. KD કંઈ કહેવા જાય એ પહેલાં જ પ્રોફેસર આવી જાય છે. લેક્ચર પૂરો થયો.

KD કેયા પાસે જઈને કહે છે "મારા બાઈકની આવી હાલત તે કરી?"

કેયા:- "હા.....મેં તારા બાઈકની આવી હાલત કરી છે."

"છોકરી છે એટલે જવા દઉં છું.
એમ પણ તારા જેવી ઘમંડી છોકરી સાથે મગજમારી કરવાનો મને શોખ નથી." એમ કહીને KDએ ચાલતી પકડી.

"ઘમંડી કોને કહે છે?" કેયા બૂમ પાડતી રહી ગઈ. મનમાં જ ગુસ્સે થતી એ પણ ત્યાંથી જતી રહી. KD ને કોઈ ફરક જ ન પડ્યો.

KD એ બધી છોકરીઓના ઓડિશન લીધા પણ પેલી છોકરી મળી જ નહિ. 

    હોટલમાં હાઈ સ્ટાન્ડર્ડ પાર્ટી ચાલી રહી હતી. કેયા અને એના ફ્રેન્ડસ ડાન્સ કરી રહ્યા હતા. KDને આ પાર્ટીમાં Music System માટે એટલે કે DJ વગાડવા માટે બોલાવ્યો હતો. એના લીધે થોડા રૂપિયા પણ મળશે એટલે Music system KDએ સંભાળી લીધું.

KD થોડી થોડીવારે Dance કરતી કેયાને એક નજર જોઈ લેતો.

    રાજના એક ફ્રેન્ડ રીતેશે પૂછ્યું પણ ખરું કે આ Beautiful છોકરી કોણ છે? રીતેશ તો કેયાને જોઈને જ ફીદા થઈ ગયો હતો. પરંતુ રીતેશના ઈરાદા સારા ન હતા. રાજને લીધે કેયા સાથે રીતેશની ઓળખાણ થઈ. રીતેશે કેયાને Dance માટે ઈન્વાઈટ કર્યું. ડાન્સ કરી પછી બધાએ કોલ્ડડ્રિંક પીધું. કેયાને ન પીતા જોઈ તો રીતેશે કેયાને કોલ્ડડ્રિંક પીવા કહ્યું. પણ કેયાએ ના પાડી.

      રીતેશે પાણી પીવા કહ્યું અને કેયાને તરસ લાગી હતી એટલે પાણી પી લીધું. થોડીવાર પછી કેયાને થોડા ચક્કર આવવા લાગ્યા. રીતેશ કોઈક બહાનું કાઢી કેયાને લઈ ઉપરના રૂમમાં જવા લાગ્યો. કેયાને લઈ રૂમમાં પહોંચી ગયો. કેયા સાથે કંઈ હરકત કરે એ પહેલાં KD પહોંચી ગયો. KD અને રીતેશ વચ્ચે ફાઈટ થઈ.

     પ્રિયા પાસેથી કેયાના ઘરનું સરનામું લઈ કેયાને KDએ બરાબર પોતાની સામે બાઈક પર બેસાડી. કેયાનું માથુ પોતાના ખભા પર ટેકવી KDએ સાવચેતી પૂર્વક કેયાના માથા પર હાથ મૂક્યો અને એક હાથે બાઈક ભગાવી મૂકી. KDને ખબર નહિ કેમ પણ કેયા પર ખૂબ ગુસ્સો આવ્યો હતો. 

    KDએ કેયાને પોતાની મજબૂત બાહોમાં ઉંચકી લીધી. ડોરબેલ વગાડી. રતિલાલભાઈએ દરવાજો ખોલ્યો. પોતાની લાડલી દીકરીને આ રીતે બેભાન જોતા " શું થયું? આ રીતે કેમ બેભાન છે? શું ખાઈ લીધું કે આવી હાલત થઈ ગઈ?" એમ ચિંતાપૂર્વક સવાલો પૂછ્યા. 

"અંકલ રીતેશે એના પીવાના પાણીમાં દવા ભેળવી દીધી હતી. એની જ આ અસર છે." આટલું કહેતા કેયાને અંદર સોફા પર સૂવાડી દીધી.

રતિલાલભાઈ:- "Thank you બેટા. શું નામ છે તારું?"

KD:- "કૃણાલ દેસાઈ."

રેખાબહેન:- "કેયાને કેમ કેમ ઓળખે છે?"

KD:- "કોલેજમાં સાથે જ છીએ."

રતિલાલભાઈ:- "સારા ફ્રેન્ડ હશો નહિ?"

KD:- "ના...અંકલ અમે Classmate છીએ.
હજી સુધી ફ્રેન્ડ બન્યા નથી." ( KD મનમાં કહે છે "અને બનીશું પણ નહિ. જ્યારે જોવ ત્યારે ઝઘડતી ફરતી હોય છે મારી સાથે" )

રેખાબહેન:- "ફ્રેન્ડ નથી તો બની જાવ. Ok"

KD:-  "હવે મારે નીકળવું જોઈએ."

રેખાબહેન:- "Ok બેટા પણ ઘરે આવતો રહેજે."

રતિલાલભાઈ:- "ઘરે આવશે તો અમને પણ ગમશે."

"હા જરૂરથી આવીશ." એમ કહી KD ત્યાંથી નીકળી ગયો. 

અંકલ આંટી તો sweet છે પણ કેયા તો....Oh my God...એની તો વાત જ શું કરવી..!!!!

ક્રમશઃ