Ishqwala Love - 5 books and stories free download online pdf in Gujarati

ઈશ્કવાલા Love - ભાગ ૫

સવારે ૧૦:૦૦ વાગે કેયા કોલેજ પહોંચી ગઈ. રૉય,વિકી અને KD પહેલેથી જ રિહર્સલ કરી રહ્યા હતા.

કેયા:- "Hey guys good morning"

"Very good morning" વિકી અને રૉય બોલ્યા.

KD:- "તું અહી શું કરે છે?"

કેયા:- "તને જ મળવા આવી છું."

KD:- "શું કહ્યું?"

કેયા:- "I mean કે હું પણ સિંગર છું. તો મને પણ એક ચાન્સ જોઈએ છે."

KD:- "તું અને સિંગર..!! સંગીત કોને કહેવાય એ તને ખબર પણ છે કે નહિ?"

રૉય:- "જ્યારે એ કહે છે કે એ સિંગર છે તો એકવાર એને ચાન્સ આપવામાં શું વાંધો છે."

KD:- "મને જે સૂર અને સ્વર જોઈએ છે તે આ છોકરી નહિ ગાઈ શકે."

વિકી:- "અરે KD એક વાર એનો સ્વર તો સાંભળી લે. પછીની વાત પછી."

"Ok.....તમે સાંભળો....હું પછી આવીને એને સાંભળું છું...બસ હમણાં જ આવ્યો." એમ કહી KD દરવાજાની બહાર ચાલ્યો જાય છે.

KD જેવો બહાર નીકળે છે કે કેયા માઈક પકડી ગાવાનું શરૂ કરે છે.

शुर्ख वाला, सौज वाला, फैज़ वाला लव
होता है जो लव से ज्यादा वैसे वाला लव
इश्क़ वाला लव

हुआ जो दर्द भी तो हमको आज कुछ ज़्यादा हुआ.....इश्क़ वाला लव

     આ સાંભળતા જ KD ના પગ ત્યાં જ થંભી ગયા. આ એ જ સ્વર હતો જે અત્યાર સુધી KD શોધી રહ્યો હતો. KD કેયાને ગાતા એકીટશે જોઈ જ રહ્યો. રૂમમાં આવ્યો અને એણે પણ ગાવાનું શરૂ કર્યું.

ये क्या हुआ है क्या खबर यही पता है ज्यादा हुआ.......इश्क़ वाला लव

કેયા:- अगर ये उसको भी हुआ है फिर भी मुजको ज्यादा हुआ.....इश्क़ वाला लव

KDએ કેયાને કહ્યું "You are selected..."
"Oh my God" એમ કહેતા કેયા તો ખુશીથી ઉછળી પડી.

ઉછળતી કુદતી નટખટ કેયાને KD ગંભીર થઈ જોઈ જ રહ્યો. 

કેયા:- "Hey ચાલો કંઈક ખાવા જઈએ. મને ભૂખ લાગી છે."

વિકી:- "હા યાર....KD ચાલ જઈએ."

KD:- "ના મને ભૂખ નથી. તમે જાઓ. ખાઈને આવો. હું અહીં જ છું."

કેયા, વિકી અને રૉય ત્રણેય કેન્ટીનમાં નાસ્તો કરે છે. 

કેયા:- "આ KD પહેલેથી આવો જ છે."

વિકી:- "આવો એટલે કેવો?"

કેયા:- "ખડુસ ટાઈપ."

રૉય:- "હા એ તો પહેલેથી જ એવો છે. એનું કંઈ ના થાય."

કેયા:- "Ok એની કોઈ ગર્લફ્રેન્ડ છે?"

વિકી:- "પોતાની આસપાસ કોઈ છોકરીને પણ નથી ફરકવા દેતો. અને તું આવો સવાલ પૂછે છે?"

કેયા:- "Thank God કે એની કોઈ ગર્લફ્રેન્ડ નથી."

રૉય:- "કેમ God ને Thanks કહ્યું?"

કેયા:- "કેમ કે હવે હું KDની ગર્લફ્રેન્ડ બનીશ."

કેયાની વાત સાંભળી રૉય અને વિકીને ખાસી આવી ગઈ. 

કેયા:- "શું થયું? મારાથી બોલવામાં કંઈક Mistake થઈ? લો આ પાણી પી લો."

રૉય:- "KD તને ગર્લફ્રેન્ડ નહિ બનાવે."

કેયા:- "કેમ?"

વિકી:- "આમ તો એની પાછળ પણ ઘણી છોકરીઓ ફિદા છે. પણ આજ સુધી KDએ કોઈને ગર્લફ્રેન્ડ નથી બનાવી."

રૉય:- "કોઈ છોકરી પોતાના પ્રેમનો પ્રસ્તાવ મૂકે તો ઉલ્ટાનું એને સમજાવવા લાગી જાય કે આ તો માત્ર આકર્ષણ છે. આવું બધુ તો આ ઉંમરે થયા કરે. આને પ્રેમ ન કહેવાય. વગેરે વગેરે. પરિસ્થિતિએ KDને ઉંમરથી પહેલા વધારે સમજદાર બનાવી દીધો છે. KD થોડો મેચ્યોર ટાઈપ છે."

કેયા:- "OK પણ KD ને મારો બોયફ્રેન્ડ બનાવવામાં મારી Help કરશો ને?"

વિકી:- "કેયા પણ KD નહિ માને. અને અમે તો તને મદદ કરવા તૈયાર જ છીએ."

કેયા:- "પહેલા હું KDના મનની વાત તો જાણું પછી તમે મારી હેલ્પ કરજો. સારું હવે મને KDનો નંબર આપો."

      સાંજે કેયા KDને "Hi" નો મેસેજ કરે છે. KD કોઈ અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હોવાથી જોય છે કે અત્યારે કોણે મેસેજ કર્યો એમ વિચારી જોય છે તો પ્રોફાઈલ પિક પર કેયાનો પિક હતો. KDએ રિપ્લાય ન આપ્યો. ફરી કેયાએ મેસેજ કર્યો "શું કરે છે?" KDએ તો પણ રિપ્લાય ન આપ્યો. ફરી કેયાએ મેસેજ કર્યો "જમી લીધું?" KD એ વિચાર્યું જ્યા સુધી આની સાથે વાત ન કરું ત્યાં સુધી આ પાગલ છોકરી મને મેસેજ કર્યાં જ કરશે. તેથી KDએ પણ રિપ્લાય આપ્યો કે "હા જમી લીધું. અને તું જમી કે નહિ?" 

કેયા:- "હા જમી લીધું. મારાથી તો ભૂખ સહન જ ન થાય."

KD:- "શું જમી?"

એવી રીતના થોડીવાર વાતો ચાલી. છેલ્લે KDએ કહ્યું "ચાલ હવે સૂઈ જા. કાલે મળીએ."

કેયા:- "આટલી જલ્દી. હજુ થોડીવાર વાત કરીએ ને!"

KD:- "આપણે કાલે મળવાના જ છીએ. આપણે કાલે રૂબરૂમાં વાત કરીશું. Ok...પણ અત્યારે સૂઈ જા. Good night and take care."

કેયા:- "Ok good night."

      પ્રેમ એક ખુબસુરત અહેસાસ છે. જેનું કોઇ જ નામ નથી હોતુ. કહયા વિના જ એકબીજાની વાતને સમજવી. દુઃખ એકને અને એ પીડાનો અનુભવ કોઇ બીજુ જ કરે. દુર હોવા છતા પાસે હોવાનો અહેસાસ. કાંઇક એવુ કે જેની દરેક વાત આપણને સાચી લાગે. કોઇક એવુ કે જેના દરેક શબ્‍દો આપણા દિલ સુધી પહોંચે. કાંઇક એવુ કે જેના આવવાથી આપણા જીવનમાં જડમુડથી પરિવર્તન આવી જાય. કાંઇક એવુ કે જેના આવવાથી દુનિયાનો તમામ સમસ્‍યાઓનું નિવારણ મળવા લાગે. કાંઇક એવુ કે જેના આવવાથી જીવનનું તમામ દુઃખ સાવ નિમ્‍ન બની જાય અને જીવન જીવવું સહેલુ બની જાય.

KDની જીંદગીમાં કેયાના આવવાથી KD સાથે કંઈક આવું જ થઈ રહ્યું હતું.

ક્રમશઃ