God ran away books and stories free download online pdf in Gujarati

ભગવાન એ દોટ મૂકી હાં ભગવાન દોડ્યાં

ભગવાન દોડ્યાં,
સત્ય ઘટના પર આધારિત..

કોઈ કહે છે કે દુનિયામાં ભગવાનનું કોઈ અસ્તિત્વ જ નથી,?
કોઈ કહે છે આપણી ઈચ્છા આપણા કર્મ પર મળે છે,?
કોઈ કહે છે આપણી સાથે જે થાય તેના જવાબદાર આપણે જ,?
કોઈ કહે છે ભગવાન માત્ર મૂર્તિ માં પુંજાય છે પણ છે નહિ?
કોઈ કહે છે ભગવાન સાંભળતો નથી,

પણ અહીંયા જે વાત હું કરવા આવ્યો છું એ વાત ?
ભગવાન દર એકનું સાંભળે છે ઈચ્છા પૂર્ણ પણ કરે છે
ભગવાન ઈચ્છા પૂરી કરે છે હાં મારો અનુભવ છે,ભગવાન પોતાના ભક્તની ઈચ્છા પૂરી કરે છે,

આજે ભગવાને દોટ મૂકી છે આજે ભગવાન દોડ્યા છે હાં ભગવાન ઈચ્છા પૂરી કરે છે.
કહે છે કે કર્મમાં હોય તો મળે છે માંગેલું.
ભાગ્યમાં હોય તો મળે છે માંગેલું.

એક માણસની એક ઈચ્છા,એક દર્દ અને લાગણીઓ તૂટવા પર આજે ભગવાને દોટ મૂકી છે,પોતાના ભક્તની રક્ષા માટે ભગવાન દોડ્યાં છે.

              મારે કોઈનું ખરાબ નથી કરવું ભગવાન,
        બસ કોઈ કરે ખરાબ મારું,ત્યારે મારતો નહિ
    પણ ખાલી રક્ષા માટે મારી અાડો ઉભો રહેજે હો.

એવી જ એક વાત,ઈચ્છા અને લાગણીનો જ્યાં તિરસ્કાર થયો પ્રેમનું જ્યાં કાવતરા કરી અલગ પાડવામાં આવ્યું,કોઈની લાગણી સાથે રમવામાં આવ્યું,કોઈના દિલને રમકડું સમજવામાં આવ્યું,કોઈના આસુને મજાક સમજવામાં આવ્યા,કોઈના સબંધો જોઈ ઈર્ષાઓ કરવામાં આવી.

       ભગવાન પરિક્ષા લે છે,ત્યારે એના ભક્તને એક એજ દુઃખી કરે છે પણ બીજા કોઈનું એના ભક્તને ભોગવવું પડે એ ભગવાન પસંદ નથી કરતા,આ કોઈ ખોટી વાત નથી અંત સુધી વાંચવું.

એક સબંધ એક પ્રેમ એક વિશ્વાસ એક લાગણી અને એક ઈચ્છા..
લોકો કહે છે જે માણસ કઈ નથી કરી શકતો એ ભક્તિ કરે છે,
જ્યારે શાસ્ત્ર કહે છે કે જે માણસ ભક્તિ કરે છે એના જેવું આખી દુનિયામાં કોઈ નથી કરી શકતું,

આ વાત છે એવા દિવસની જ્યારે માત્ર ભરોસો પ્રેમ ભરપૂર હતું
પણ એ સામે વાળું માણસ જેવું પણ હોઈ, જેણે ભરોસો મૂક્યો હતો પ્રેમ દીધો હતો એ ક્યારેય ઓછો નથી થતો પછી ભલે સબંધ તૂટે,
દા.ત.:- જે વસ્તુ જે સબંધ આપણને સૌથી પ્રિય હોય અને એ જ ખોટો નીકળે ને છતાં પણ પ્રેમ ભરોસો ઓછો નથી થતો,
એવું જ કઈક અહીંયા પણ થઈ ચૂક્યું હતું,

લાગણી તો આવતી જ રહે છે સાચા માણસને
પછી માણસ સામે વાળો સાચો હોય કે ખોટો.
બાકી ખોટા તો એમની નકલ કરી મોટા બને છે.

ભાગ્યમાં હતું કે એ માણસ તમને મળશે તો પછી ઈચ્છા નો શું મતલબ ?
કર્મમાં હતું કે માણસ સાથે સબંધ થશે તો પછી માંગવાનો શું મતલબ ?
જ્યારે કોઈ માણસ કોઈ માણસ માટે ખાસ બની જાય તો જરૂરી નથી કે એ જ માંગશે એમને,
પણ વર્ષોથી જ્યારે કોઈકને એવું લાગતું હોય કે એક એવું મારે પણ હોવું જોઈએ અને વર્ષોથી રાહ જોવાતો જ્યારે સબંધ થાય છે ત્યારે એ વર્ષોની લાગણી ભરોસો અપાઈ જાય છે,
એવું જરૂરી જ નથી કે સબંધ થયો એટલે લાગણી ચમકે છે પણ એવું જરૂર થી છે કે વર્ષોથી રાહ જોવાતી હોય અને એ મળે એટલે વર્ષોની લાગણી છલકી જાય છે.

એ લાગણીમાં જ્યારે એ માણસ અલગ પડે છે ત્યારે તેમનો સબંધ નથી રડતો પરંતુ માણસની આત્મા રડે છે અને જ્યારે એ સબંધ ને પાછો મનાવવામાં આવે અને કોઈક ની ઈર્ષા થી સબંધ તૂટતો જણાય,પછી મનાવવાની હદ પુરી થઈ જાય અને એવી લાગણી પાછી ના મળેને ત્યારે ઈચ્છા નો જન્મ થાય છે
સબંધો બધાના તૂટતાં હોય છે પણ અમુક જ એવા હોય છે જે વર્ષોથી આવા સબંધ ની રાહ જોતા હોય છે,માટે બધાનું એવું ના સમજવું કે એમની આત્મા જ રડતી હશે.

ઈચ્છા નો જન્મ થયા બાદ માણસની મહેનત કામ કરતી બંધ થાય છે ત્યારે એ માણસ ભગવાન સમક્ષ માથા ને જુકાવે છે અને પોતાની લાગણીને તેમની સામે પ્રસ્તુત કરે છે,
યાદ રાખવું :- ભગવાન માત્ર સાચો ભાવ જુવે છે.

હાં ભગવાને દોટ મૂકી ,ભગવાન દોડ્યા છે,એક ઈચ્છા માટે ભગવાને રાજકારણ રમ્યું.

એક ભક્તની ઈચ્છા માટે ભગવાને કેટલું રાજકારણ રમ્યું..

           સબંધ તૂટ્યા બાદ જ્યારે બધી બાજુ થી અસફળતા મળતી હતી ત્યારે ભગવાનની સમક્ષ સાચા ભાવથી ઈચ્છા ને પ્રસ્તુત કરી જેના લીધે એ જ એક સબંધ નું જ્યારે માંગ્યું ત્યારે સામે વાળા સબંધને મનની અંદર વિચાર પ્રગટ થાય છે કે આપણે બધા એક થઈ જઈએ,

          ચાર સબંધો જેમાં બધા અલગ અલગ હતા પણ જે માણસે ભગવાન સમક્ષ માંગ્યું હતું તેમણે ખાલી એક જ સબંધ માંગ્યો હતો,અને સામે વાળા સબંધને ચારેય એક થવાનો વિચાર આવે છે.
          ઈર્ષાથી ભરેલો કેટલો ભલે હોય ઘડો,
           પણ મેદાને ઊભો એ ભગવાન મોટો.
ઈર્ષા ના સબંધને  મંજૂર ન હતું કે પહેલો સબંધ ઓલા માણસ સાથે થાય પણ અહીંયા ભગવાનની સામે ઈચ્છા છે,ભગવાન ઈચ્છા પૂરી કરે છે,તો પછી હજાર હાથ જેની સાથે હોય તેમને બે હાથ વાળો કેમ રોકી શકે?

                  ભગવાનથી સમયનો જન્મ થયો છે,
                  સમયથી ભગવાન નથી થયા.

અહીંયા ચારેય બાજુ થી બધા એક થાય છે,પણ સ્વાર્થી માણસ હોય ને એટલે એનો સ્વાર્થ એ કાઢી ઉભો જ રહ્યો હોઈ છે,
અભિમાની માણસ હોય ને એ પોતાની મરજી જ ચલાવે છે,
પણ અભિમાનને ઈર્ષા ત્યાં શું કરે ?
           જ્યાં ભગવાન ઈચ્છા બળવાન હોય.
બધા હતા એમની જેમ જુદા પડી જાય છે પણ ભગવાનની સમક્ષ જુકેલા માથા ની કદર અને સાચા ભાવ ના લીધે એ જ સબંધ એની સાથે છે અને ઇર્ષા ને પણ માથું જુકાવું પડ્યું,અભિમાની પણ દૂર થયું,ભગવાને રાજકારણ રમ્યું.

ભગવાને દોટ મૂકી છે,
ભગવાન ઈચ્છા પૂર્ણ કરે છે

જે માણસ સબંધમાં ભલે ગમે તે બોલ્યો હોય
એ છોળવાનું સાંભળી ન શક્યો હોય એટલે બોલી ગયો હોય
માણસ હંમેશા દિલનું સાંભળે છે મગજ નું સાંભળે છે પણ માણસ ક્યારેય પોતાની આત્માને સમજવાની કોશિશ નથી કરતો એ માત્ર બીજા બીજા ને સમજવાની ભૂલ વારંવાર કરે છે અને એ દુઃખી થાય છે.

સમય ભલે ગમે એટલો ખરાબ હોય,
ભગવાન હંમેશાં સાથે જ રહે છે.

માછલી પાણીમાં રહે છે અને તેમને પાણી મા જ રહેવું છે
માછલી ને બહાર કાઢો તો  મરી જ જાય પણ 
એ માછલી કહે છે પાણીમાં રહીને મગરમચ્છ થી ડરવાનું..

કહેવાનો તાત્પર્ય
:::::::::::::::::::::::::::::::

ભગવાન સાથે અડતાં છેડા વાળો માણસ જેની સાથે હોય ને એમને દુઃખ ક્યારેય આવી જ નથી શકતું
ક્યારેય પણ કોઈને એટલા દુઃખી ના કરો કે ભગવાન સમક્ષ આંસુ પાડે
ક્યારેય કોઈની લાગણી સાથે ના રમો કારણ કે વ્યાજ સાથે લાગણીની કિંમત વસૂલ કરવામાં આવે છે અને આ કિંમત ભગવાન વસૂલ કરે છે
જ્યારે કોઈ પોતાના કરેલા પાપોનો સ્વીકાર પોતાના મનથી નથી કરતો ત્યાં સુધી એ પાપી છે અને પાપીને ભગવાન એક મોકો આપે છે જે પ્રષ્યાતારપ છે,જો માણસ નથી સ્વીકારતો તો  માણસ એના વિનાશ તરફ છે,
અને  માણસને ત્યાં સુધી દંડ નહિ મળે જ્યાં સુધી એની હદ એ પૂર્ણ નહિ કરે.
માણસને દંડ મળવા છતાં  સમજતો નથી ત્યારથી એના પરિવાર ને ભોગવવાનું ચાલુ થઈ જાય છે,અને પરિવાર પર પડેલું દુઃખ એ હિમાલય પર્વત સમાન છે અને માણસ ત્યારે સમજે છે.

દંડ આપવામાં કર્મ મોડા પડી શકે,
પણ ભક્તિમાં ભગવાન ખુદ દંડ આપે છે
આજે ભગવાન દોડ્યા છે,
હાં ભગવાન ઈચ્છા પૂરી કરે છે.
ભગવાન રાજકારણ રમી ગયા.

ધવલ રાવલ
TRUST ON GOD