Attitude Dairy part 3 books and stories free download online pdf in Gujarati

એટીટ્યુડ ડાયરી ભાગ 3

Chapter : 5


***

"ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે 

ખુદા બંદે સે ખુદ પૂછે બતા તેરી રઝા કયા હે" - -(અલલામ ઇકબાલ)

***

આપણે આપણી જાત ને અતિ-સામાન્ય અને બીજા લોકો ને અતિ મહત્વ ના સમજવા લાગ્યા છીએ, આપણને એમની ગાડી થી લઈ એમની સાડી અને એનાં જોબ થી લઈ ને રોબ સુધી બધું એમનું જ સારું લાગે છે અને ખુદ ને તુચ્છ ગણીએ છે, અંદર ને અંદર પોતાની જાત ને બ્લેમ કરવમાં આવે છે, પોતાના માં કંઈક ઉણપ છે એવું સમજે છે કે એને લેવું લાગે કે બીજા લોકો ખુબ ખુશ છે અને તેનેજ તકલીફ છે, પછી ગમે તેટલું સારું કેમ ન હોય એને, પોતાની જાત પર વિશ્વાસ રેહતો નથી,કંઈક કર્યાનો સઁતોષ જાણતો નથી, તે પોતાની સ્કીલ માં, વેલ્યુ  અને સંસ્કાર માં સુધારો કરવાને બદલે બાહ્ય ભૌતિક સુખ ને જ સર્વસ્વ ગણે છે, અને અલ્ટીમેટલી એક જ વસ્તુની ઉણપ દર્શાવી અટકી જાય, એ છે "Love Yourself"

તેનો અર્થ સ્વ-આદર, પોઝિટિવ સ્વ-છબી, અને શરતો વિનાની ખુદની સ્વીકૃતિ હોય છે. તેનો અર્થ એ નથી હોતો કે તમે ઘમંડ કરો, ગર્વ અનુભવો અથવા વિચારી રહ્યા હો કે તમે બીજા કરતાં વધુ સારા છો. તેનો મતલબ એ છે કે તમે પોતે લાયક માણસ છો તે જાણીને સ્વસ્થ અભિગમ રાખી જિંદગી માં આગળ વધવું એ જ સનાતન ધ્યેય છે. 

ખુદ ને ચાહવાનું, સ્વયંને પ્રેમ કરવો એ છે કે તમે સ્વયંને તમારી જાત ને જેમ છે તેમ સ્વીકારો. દિલમાં અંદર ઉતરી ને જુવો કે કઇ વસ્તું સુધારવા ની જરૂર છે.તમારા પોતાના પાસાઓ સાથે સંમત થાઓ કે જે તમે બદલી શકતા નથી.આ વસ્તુ માં હાર માનવાની જરાય જરૂર જણાતી નથી પરન્તુ સત્ય ને સ્વીકારવાની જરૂર જણાય છે, શાંત ચિત્તે જોવામાં આવે કે ખરેખર શું તકલીફ છે કે ખૂટે છે.

આમ, પોતાની જાત માટે સ્વીકારવા પોતાની જાત માટે એટલો પ્રેમ હોવો જોઈએ એ વધુ પડતો થઈ છલકાઈ છલકાઈ ને બીજા લોકોને પ્રેમનો સ્વાદ ચખાવે.પોતાની જાત ને એ રીતે પ્રેમ કરવો જોઈએ જે રીતે તમે તમારી પ્રિયતમા ને ચાહો છો.જ્યાં સુધી તમે પોતાને પ્રેમ કરો નહીં ત્યાં સુધી તમે બીજા કોઈને પ્રેમ કરી શકશો નહીં.

***

"મોહ નથી, માયા નથી,
અમર તમારી કાયા નથી..

સુખેથી જીવી લો આ જિંદગી મિત્રો,
કારણ...દુઃખની અહીં કોઈ છાયા નથી....

ઉડવાની હિમંત હોય તો પાંખ ફૂટે,
બાકી બેસી રહો તો કિસ્મત પણ ફૂટે.
 નથી મળતું કોઈને કશું મહેનત કર્યા વગર,

મળ્યો મને મારો પડછાયો પણ તડકે ગયાં પછી.." --(અજ્ઞાત)

***

જો આપણાં મનમાં પણ એમ થતું હોય કે નથી તમે સક્ષમ તો મેનેજમેન્ટનો આ નિયમ અપનાવવો જૉઈએ.
પોતાની જાતનું મેનેજમેન્ટ માં ખુબ જ પ્રખ્યાત એવું SWAT એનાલિસિસ કરવામાં આવવું જોઈએ, S= Strength W = Weakness, A= Analysis and T=Threat

સઁટ્રેન્થ એટલે કે શક્તિ અને વિકનેશ એટલે કે નબળાઇ વારંવાર આંતરિક રીતે સંબંધિત હોય છે, જ્યારે ઓપોર્ટુનીટીે એટલે કે તકો અને થ્રેટ એટલે કે ચેતવણીઓ સામાન્ય રીતે બાહ્ય વાતાવરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ટેકનીક તપાસ કરે છે તે આ ચાર પરિમાણો માટેનું નામ એક ટૂંકું નામ છે

સ્ટ્રેન્થ : વ્યવસાય અથવા પ્રોજેક્ટની લાક્ષણિકતાઓ જે તેને અન્ય લોકો પર લાભ આપે છે.તમારી આવડત શું છે, તમે કઇ વસ્તુમાં ચપળ છો અને સાહેલાઈથી ક્યાં કાર્ય ને પછી એ તમારો આત્મવિશ્વાસ હોય કે બાદ તેને મજબૂત કઈ વસ્તુ તમે સરળતાથી કરી શકો છો શકો છો અથવા તો કાર્ય કરવામાં તમને આનંદ આવે છે તે.

નબળાઇ: વ્યવસાય કે જીવનની લાક્ષણિકતાઓ જે વ્યવસાય અથવા લાઈફના પ્રોજેક્ટને અન્ય લોકોની તુલનામાં ગેરલાભ પર મૂકે છે.કઈ વસ્તુ કરવામાં તમને ડર લાગે કરવામાં તમને ડર લાગે કઈ વસ્તુ તમે કરવા બેસો ત્યારે તમને થાય છે કે આ કંઈક ઊણપ છે છે આપણા જેમકે અમુક લોકોને અમુક લોકો સ્ટેજ પર જવાનો ડર લાગે છે યાદ ન રહેવાનો ડર ડર રહેવાનો ડર ડર રહે છે સત્ય સ્વીકારવાનો પરંતુ ઘણા બધા પ્રકારે માનવીઓની ખામી રહેલી હોય છે, ત્યારબાદ આવે છે

તકો: પર્યાવરણમાં એવા તત્વો કે જે વ્યવસાય અથવા જિંદગીના પ્રોજેક્ટ તેના લાભ માટે શોષી શકે છે. બધો સમયનો ખેલ હોય છે,તમે કઇ રીતે તે પાર પડી તક ઝડપી શકો એની ઉપર નિર્ધારિત છે આખી આ કહેવાતી લક ફેકટર ની રમત.

ચેતવણી: પર્યાવરણમાં એવા તત્વો કે જે લાઈફ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. આ વીકનેસ નો એક ભાગ હોય શકે એમ એ કહી શકો છો, જેમ કે ગુસ્સો. ગુસ્સો આવવું એ સ્વાભાવિક વૃત્તિ હોય છે, વાત વાત માં જયારે ગુસ્સો આવવાવા લાગે તો આ ટેક્નિક થી જાણ થઈ જશે ચેતી જવાની.આ તો વાત થઈ પોતાની જાત ને અંદર થોડું નિહાળી ને થોડા આંતરિક સુધારા કરવાની.

***

જે મગજથી વિચારે છે તે જીતે છે,જે દિલથી વિચારે તે પાછળ થશે પણ હારશે નહીં -- (કુંજદીપ)

***

હું હમેશાં કહેતો હોવ છું કે હિમંત અને હદય વચે સારી ફ્રેંડશિપ છે, જ્યારે પણ આપણે હીમત થી જીવવાની તરફ ડગલું માંડીયે ને ત્યારે હ્રદય ની દ્રઢતા થી જીવતા હોઈએ છીએ, ગમે તેવી પરિશ્થિતી કેમ ના હોય છાતી ઠોકી ને એ પ્રોબ્લેમ ને ફેસ કરો, લડી લેવાની હિમંત તો હોવી જ જોઈએ. સવેંદંશીલતા બોલેતો ફિલિંગ્સ, વિચારો અને ઈચ્છાઓને માર્યા વગર "કદમ સે કદમ બઢાતે ચલો, જીત કે ગુણ તુમ ગાતે ચાલો (લક્ષ્ય મૂવી નું સોંગ)".

પોતાને યાદ અપાવવું મહત્વપૂર્ણ છે કે કોઈ પણ સંપૂર્ણ નથી. દરેક માનવીમાં અમુક ખામીઓ રહેલી છે. આપણામાંના દરેક માનવી એક અલગ વૃત્તિ ધરાવે છે અને તેની પાસે વિશિષ્ટ પ્રતિભા અને ક્ષમતાઓ છે. તમે તમારી શ્રેષ્ઠ રુચિઓમાં તે શ્રેષ્ઠ છો તેમાં તમે કરી શકો એક અલગ સિદ્ધિ હાંસલ કરી શકો છો.

***

"તમે મને ચાહો એ જવાબદારી મારી નથી પણ હું ખુદ ને ચાહું એ જવાબદારી મારી છે"-- (વિશાલ તેરૈયા)

***