Vidhini Vakrata - 2 books and stories free download online pdf in Gujarati

વિધિની વક્રતા - ૨

         બસ મોમ... મને ઈર્ષ્યા થાય છે શું હું તારી દીકરી નથી ?  રૂબી એ ગુસ્સો ઠાલવ્યો...આરતીબેને રૂબી ને હેત થી ઞળે લગાવી અને કહ્યું તું અને સાવી બંને મારી આંખો છો....

         સાવી  બેડરુમમાં તૈયાર થવા ગઈ. એણે ગ્રે કલરનું ઓફ શોલ્ડર લોન્ગ ગાઉન પહેર્યું. સાથે મેચ્ડ બ્રેસલેટ અને સેન્ડલ પહેર્યા. અરીસામાં જોયું અને થોડો હળવો મેકઅપ કર્યો.અને કોલેજ જવા નીકળી. રૂબી રાહ જોઈને ઉભી જ હતી, સાવી ને  એ જોતી જ રહી ગઈ ! સામાન્ય મેકઅપ કરવાથી સાવી આટલી સુંદર દેખાઇ શકે એની પહેલીવાર ખબર પડી કારણ કે સાવી એ પહેલીવાર જ જાતે સુંદર દેખાવા નો પ્રયત્ન કર્યો હતો....સાવી પોતાનામાં આવી રહેલા બદલાવને અનુભવી રહી હતી પરંતુ અેનું કારણ ન જાણી શકી...સમય અેનું કામ કરી રહ્યો હતો...અહીં મેહુલભાઇ  મઠ માં સત્યેનદ્રનાથ ની પુજા સમાપ્ત થવાની રાહ જોઇને બેઠા હતા.

           " મને અણસાર હતો કે તમે આવશો જ....મેહુલભાઇ અચાનક આવેલા અવાજથી ચોંકયા.અેમની વિચારતંદ્રામાં ભંગ પડ્યો. એ ઞુરુજીને પગે લાગ્યા.સાવી હવે એકવીસમા વરસમાં બેસશે મને એના જીવનમાં કંઇક અકથ્ય ઘટના થવાની ભીતિ કોરી ખાય છે. કોઇ માર્ગ કે ઉકેલ ની આશાથી....વાક્ય ગળી ગયા મેહુલભાઈ, ઞુરુજી જાણતા હતા સાવી ના ભાવિ વિષે પરંતુ લેખ માં મેખ મારી શકાય નહીં એ સત્યથી અવગત હતા,
         જન્મ અને  મૃત્યુ એ ઇશ્વરાધિન છે, કંઈ કેટલીય જીંદગીઓ જોડાયેલી છે એના જીવન સાથે...બસ એટલું જ કહી શકું કે જે કંઇ થઈ રહ્યું છે ફકત એના સાક્ષી બનો...સત્યેનદ્રનાથ ની વાત પૂરી થઈ ચૂકી હતી,અેમણે હાથમાં માળા લઇ આંખો બંધ કરી, આ મેહુલભાઇ માટે જવાનો સંકેત હતો.

                 રૂબી...રૂબી...રૂબી...બધા જ સ્ટુડન્ટ ધક ધક ઞર્લ નો સ્ટેજ પર આવવાનો ઇંતેજાર કરી રહ્યા હતા.સાવી પણ અેમાથી બાકાત નહોતી, રૂબીની અેન્ટ્રી થઈ....આંખો પલક ઝપકાવવાનું ભૂલી જાય એટલી મનમોહક લાગી રહી હતી એ, અપ્સરાને પણ શરમાવે અેવું રુપ....ડાન્સ જોવા કરતાં  રૂબીના રુપ ને સૌ કોઈ વખાણી રહ્યા....અવિનાશ પણ રૂબી ને  એકટક જોઇ રહયો...આવું અદ્દભુત સૌંદર્ય એણે આ પહેલાં ક્યારેય જોયું ન હતું !!

            અવિનાશ ધનરાજ ...શહેરના સૌથી મોટા,જાણીતા ઉદ્યોગપતિ પરિમલ ધનરાજ નો એકમાત્ર પુત્ર...બિઝનેસની આંટીઘૂંટીઓને એ ચૂટકીમાં સોલ્વ કરતો.મોટી મોટી બિઝનેસ પાર્ટીઓમાં એના ઇન્ટરવ્યૂ માટે પડાપડી થતી. ઉદ્યોગ જગતના માંધાતાઓ પણ એનાથી ડરતા...એની પર્સનાલિટી પણ કોઇ હીરોથી કમ ન્હોતી,પિતરાઈ ભાઇ તથાગતની જીદ ના કારણે એ કોલેજના ફંક્શનમાં આવ્યો હતો.બંને ભાઈઓ વચ્ચે ખૂબ ઘનિષ્ઠ મિત્રતા હતી,કોઇપણ અંગત વાત બંને એકબીજાને જણાવતા,આમ તો સ્ત્રીમિત્રો ઘણી હતી અવિનાશને કારણ કે એ ખૂબ જ હેન્ડસમ અને શહેરનો મોસ્ટ એલજીબલ બેચલર હતો...છોકરીઓ એની આસપાસ ભમરાની જેમ મંડરાતી રહેતી છતાં કોઇ છોકરી એ હજુ સુધી એના દિલમાં અેન્ટ્રી નહોતી કરી... પરંતુ રૂબી ને જોતા જ એનું દિલ જોરથી ધડકવા લાગ્યું ,કોઇ છોકરી આટલી સુંદર હોઇ શકે અેનો પહેલીવાર અહેસાસ થયો એને...સામેથી ક્યારેય છોકરીઓને ના મળતો અવિનાશ રૂબીને મળવા માટે અધીરો થયો હતો !!!
      "લગ જા ગલે......રૂબીને મળવાના વિચારોમાં ખોવાયેલો  અવિનાશ સંભળાઇ રહેલા અવાજની દિશામાં ખેંચાયો.....અવાજ અેટલો મધુર નહોતો પરંતુ કંઇક અજીબ કશિશ અને  દર્દભર્યા અવાજથી ગવાઇ રહેલા ગીત તરફ બધાં જ જોવા લાગ્યા, સ્ટેજ પર સાવી ઞાઇ રહી હતી....સ્થળભાન અને સમયભાન ભૂલીને  એ ગાઇ રહી હતી....એના સ્વરમાં ભળેલું દર્દ અને કશિશ એ માત્ર અવિનાશને જ નહીં સમગ્ર વાતાવરણને ઞંભીર બનાવી દીધું...સાવીનું એ ફેવરિટ ગીત હતું....અચાનક અવિનાશને રૂબીને મળવાનું યાદ આવ્યું અને એની આંખો રૂબીને શોધવા લાગી....

           ઓહ ! આ તો અવિનાશ ધનરાજ છે. સો હેન્ડસમ...ડેશિંગ... છોકરીઓનું એક ટોળું અવિનાશ તરફ ધસી આવ્યું, બધી છોકરીઓ એની સાથે વાત કરવા તલપાપડ થઇ રહી હતી પણ અવિનાશ ની નજર રૂબી ને શોધતી હતી. અચાનક એને રૂબી દેખાઇ એ કોઈ છોકરી સાથે વાત કરી રહી હતી. એ રૂબીની નજીક ગયો અને શેકહેન્ડ કરવા હાથ લંબાવ્યો, હેલો મિસ રૂબી....રૂબીએ પણ હાથ લંબાવ્યો...અવિનાશ હું ઓળખું છું તમને, પણ તમે અહીં કઇ રીતે??? રૂબી એ પૂછ્યું. એણે તથાગતને આગળ ધર્યો.....બસ આની મહેરબાનીથી એક સુંદર પરીને મળી શક્યો હું ! એણે વાક્ચાતુર્ય દાખવ્યું, રૂબી ને શું કહેવુ સુઝયું નહીં એટલે એણે સ્માઇલ આપી...અવિનાશએ આ જોયું અેને હિંમત આવી રૂબી સાથે મિત્રતા માટે હાથ લંબાવ્યો....રૂબીને આવી પર્સનાલિટી સાથે મિત્રતા માટે  ના પાડવાનું કોઇ કારણ જ નહોતું, એણે તરત હા પાડી બંને વચ્ચે નંબરની આપ લે થઇ એટલામાં જ સાવી એને શોધતા આવી ચડી, અવિનાશ સામે એણે નજર પણ ના  કરી અને રૂબીને રીતસર ખેંચી......આપણે જવું જોઈએ હવે... એક મિનિટ મિસ.તમે આ રીતે મારી મિત્રને ના લઇ જઇ શકો..સાવી એ પાછું વળીને ધારદાર નજરે જોયું...અવિનાશ એ નજર જીરવી ના શક્યો આવી રીતે એની સામે જોવાની કોઇ હિંમત કરી શકતું નહી, એણે રૂબી સામે જોયું. માય લીટલ સિસ.સાવી...અવિનાશ સમજી ગયો, એ ત્યાંથી નીકળી ગયો. તથાગતના દિલની વાત દિલ માં જ રહી ગઈ.....