Careerna bhoge Relationship Nahi books and stories free download online pdf in Gujarati

Careerના ભોગે Relationship નહી...

                      આજકાલ આ દુનિયામાં વસતો  દરેક વ્યક્તિ પોતાના અમુક નિયમો થી જિંદગી જીવતો હોય છે.હવે 2018નું વર્ષ પૂરૂં થઇ રહ્યું છે ને,2019 ના વર્ષની શરૂઆત થવાની તૈયારી છે. જેથી સોશિયલ મીડિયા ઉપર કે પછી બધા ફ્રેન્ડ્સ એકબીજાને પૂછતા હોય છે કે, નવા વર્ષમાં શું સંકલ્પ લીધો કે કેટલા નવા નિયમો બનાવ્યા.આ પ્રશ્ન Most Common  થઈ ગયો છે.નિયમો મોટાભાગે દરેક વ્યક્તિ બનાવે છે, પણ શું વ્યક્તિ તે નિયમોને સો ટકા અનુસરી શકે છે? શું વ્યક્તિએ પોતે જ બનાવેલા નિયમોને આધીન રહી શકે છે? હું જાણું છું ત્યાં સુધી મોટાભાગના વ્યક્તિઓએ પોતાના માટે ઘડેલા નિયમો પ્રમાણે નથી ચાલી શકતા. મને ખ્યાલ છે ત્યાં સુધી દરેક વ્યક્તિ નક્કી કરતો હશે કે, હું મારી જિંદગી અમુક ઉંમર સુધી કેવી રીતે જીવીશ? અમુક ઉંમર પછી જ મારી જિંદગીની પ્રાયોરિટીમાં બદલાવ થશે ને એવું તો કેટકેટલું નક્કી કરે છે. પણ નિયમોને આધીન મોટાભાગે કશું જ થતું નથી. આ દુનિયાનો દરેક વ્યક્તિ પોતાના વિચારોમાં બનાવેલા રસ્તા ઉપર ચાલવાનો પ્રયત્ન કરે છે. પણ તે રસ્તા ઉપર ચાલે છે ત્યારે વ્યક્તિને ખબર નથી હોતી કે આગળ શું થવાનું છે.Even આપણે ગાડી લઈને જતા હોય ત્યારે જો રોડ ઉપર ચાલતી ગાડીઓ સાથે એક્સિડન્ટ થઇ જશે એવું વિચારીને એક જગ્યાએ ઊભા થઈ જશું તો  Lifeમાં  આગળ ક્યારે વધશું. એટલે જ આપણે ગાડીને ક્યાંય Stop નથી કરતા ને એક પછી એક ગાડીઓને overtake  કરી આગળ વધીએ છીએ. વ્યક્તિનો સરેરાશ આયુષ્યકાળ 70 વર્ષ છે. તે સમય દરમિયાન દરેક વ્યક્તિ નાના બાળકથી લઈને વૃદ્ધ થાય છે. તે સમયગાળા દરમિયાન વ્યક્તિની જિંદગીમાં કેટલીય પ્રાયોરિટી અને નિયમો બદલાય છે. કારણકે, પાંચ વર્ષના બાળકની જિંદગીની પ્રાયોરિટી જે હોય તે ૧૮ વર્ષના વ્યક્તિની જિંદગીની પ્રાયોરિટી ના જ હોઈ શકે... સમય સાથે દરેક વ્યક્તિની જિંદગીની પ્રાયોરિટી બદલાય છે. વ્યક્તિની પ્રાયોરિટી ગમે તે સેકન્ડે બદલાઈ શકે છે. એક છોકરો 18 વર્ષનો હોય છે.  તે છોકરો પોતાના નિયમો પ્રમાણે જિંદગી જીવતો હોય છે. તે વ્યક્તિની જિંદગીમાં તેના સપનાઓ અને તેનું Career સિવાય કોઈ વ્યક્તિનું Importance  હતું નથી. પણ તે સમયમાં જ એ છોકરા ના વિચારો સાથે Match  થાય તેવી છોકરી આવે છે. એ છોકરો અને છોકરી વાતોમાં એટલા ખોવાઈ જાય છે કે, ક્યા તેમને પ્રેમ થઈ જાય તેની ખબર જ નથી પડતી. પણ શું બંને વ્યક્તિ ને એકબીજા સાથે પ્રેમ થઇ જાય તો તેમને તે સમયે  Marriage  કરી દેવા જોઈએ? કે તે છોકરા અને છોકરીનો સંબંધ કરી દેવો જોઈએ? હું માનું છું ત્યાં સુધી ના કરવો જોઈએ. કારણકે, તે ૧૮ વર્ષના છોકરાની જિંદગીની પ્રાયોરિટીમાં તેના  Career  સિવાય કોઈ જ વ્યક્તિનું Importance  નહોતું. પણ તે વ્યક્તિને મળ્યા પછી તેની જિંદગીમાં 'પ્રેમ' પણ એક પ્રાયોરિટી બની ગઈ. છતાંય વ્યક્તિની જિંદગી ની પહેલી પ્રાયોરિટી એના સપના હોવા જોઈએ. એવું નથી કહેતી કે, પ્રેમ ને ભૂલી જવો જોઈએ. પણ તે પ્રેમને અમુક સમય પર છોડી દેવો જોઈએ. Life માં વ્યક્તિ ગમે તેટલું બસ...ચા સુધી! રહેવાનો પ્રયત્ન કરે છતાંય વ્યક્તિને ચા ના બદલે ક્યારે કોફી પસંદ આવતી થઈ જાય તે વ્યક્તિને પણ ખુદ ના સમજાય. ચા ની કોફી ભલે થઈ જાય પણ પોતે બનાવેલા નિયમોને ધ્યાનમાં રાખીને જ નવા નિયમો ઘડવા... બદલાતી પ્રાયોરિટી સાથે જૂના નિયમો ખોટા છે એવું ન હોય. જો તમે એકદમથી પોતાની જિંદગીની પ્રાયોરિટી બદલી નાખશો તો આગળ જતા જિંદગીમાં અફસોસ થવાની શક્યતાઓ વધુ છે. વ્યક્તિ ગમે તેટલો પોતાના વિચારોને દુનિયાથી સ્વતંત્ર રાખવાનો પ્રયત્ન કરે છતાંય એક Stage એ તો વ્યક્તિનો વિચાર સામાજિકતા ઉપર આવીને અટકી જ જાય છે. પ્રેમ થાય કે ન થાય પણ વ્યક્તિ જ્યાં સુધી પોતાની જિંદગી પ્રત્યે કે પોતાના Career  માટે  Serious  ન થાય ત્યાં સુધી તો વ્યક્તિનો સંબંધ ન જ કરવો જોઈએ... કારણકે કોઈપણ રિલેશનશિપ માટે મેચ્યોરિટી ખૂબ જ જરૂરી છે.