હું તારી યાદમાં

                               પ્રસ્તાવના

(આનંદ ગજ્જર અને નિકિતા પટેલના સંયુક્ત પ્રયાસ દ્વારા વાચકમિત્રો સમક્ષ એક કાલ્પનિક સ્ટોરીની રજુઆત કરવામાં આવી છે. હું તારી યાદોમાં એક લવ સ્ટોરી છે જેમાં અંશ અને અદિતિની વચ્ચેના અનકન્ડિશનલ લવની સફર ઉલ્લેખવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે વાચકમિત્રોને આ સ્ટોરી જરૂરથી પસંદ આવશે.)

★★★★★

અદિતી :-  આઈ એમ સોરી અંશ. હું માનું છું કે મારાથી ભૂલ થઈ છે પણ મેં જાણી જોઈને નહોતી કરી.

અંશ :-  હવે સોરી કહેવાનો કોઈ અર્થ નથી અદિતી. ઘણું બધું બદલાઈ ગયું છે આટલા સમયમાં અને સમય સાથે હું પણ બદલાઈ ગયો છું. 

અદિતી :-  પણ મને મારી ભૂલ પર પસ્તાવો થાય છે અને હું એ ભૂલ સુધારવા માંગુ છું. પ્લીઝ મને હજી એક ચાન્સ આપો મારી ભૂલ સુધારવા માટે.

અંશ :-  પણ હું એ ફરીવાર એ ભૂલને રિપીટ કરવા નથી માંગતો અને મને નથી ખબર કે હું તને ચાન્સ આપી પણ શકીશ કે નહીં.

આટલું બોલીને અંશ ત્યાંથી ચાલતો થઈ ગયો અને ફક્ત તેને જોઈ જ રહી. અદિતીને હવે ભાન થઈ રહ્યું હતું. એની પાસે અનેક સવાલો હતા જેના જવાબો ખુદ અદિતી પાસે પણ નહોતા.

 કેમ મેં આવું કર્યું હતું અંશ સાથે ?

શુ હું હજી પણ તેમની સાથે સિક્યોર ફીલ કરું છું ?

હજી પણ અંશને કન્વીનસ કર્યા પછી પણ હું એમનો સાથ છોડી દઈશ તો ?

પણ અદિતીએ પણ મનોમન નક્કી કરી જ લીધું હતું કે હવે ગમે તે થાય પણ આ વખતેએ કોઈ આવેશમાં આવીને વિચાર્યા વગર કોઈ નિર્ણય નહિ લે અને અંશને મનાવીને જ રહેશે. હવે તે અંશને પોતાનાથી દૂર નહિ થવા દે. ૪ વર્ષ પહેલાં નાદાનીના કારણે થયેલી ભૂલ એ બીજી વખત રિપીટ નહિ થવા દે.  હા, અંશ એટલે કે એનો પહેલો પ્રેમ અંશ ગજ્જર. એજ પહેલો પ્રેમ જેને પોતેજ પોતાના હાથે વિખેરી નાખ્યો હતો. એજ પ્રેમ જે એના માટે રાત - દિવસ પાગલ હતો. હમેશા અદિતીનું એક નાની છોકરીની જેમ ધ્યાન રાખતો. એના બધાજ નખરા સહન કરતો. એની બધીજ મસ્તીઓ સહન કરતો. એની નાનામાં નાની વાતનું પણ ધ્યાન રાખતો હતો. અંશ અદિતીને ખૂબ પ્રેમ કરતો હતો. એને મનતો અદિતી પોતાની જિંદગી હતી. જિંદગીતો શુ એના માટે તો જિંદગીથી પણ વધુ વ્હાલી હતી. છતાં પણ કાંઈક તો કારણ હતું જેના કારણે આજે અંશ અદિતીને સ્વીકારવા માટે હિંમત નહોતો કરી શકતો. ઘણીવાર જીવનમાં એવું બનતું હોય છે કે માણસ પોતાની લિમિટ સુધી કોઈ પણ દર્દ સહન કરતો હોય છે પણ અમુક સમય એવો આવે છે કે માણસને દર્દ સહન કરવાની આદત પડી જાય છે. અંશમાં પણ કદાચ એવોજ કોઈક ફેરફાર થયો હતો કારણકે અદિતીથી દૂર થવું એના કરતાં મોટું દુઃખ એના માટે બીજું કોઈ જ નહોતું અને અદિતીના વર્તનનાં લીધે કદાચ એને પ્રેમ નામના શબ્દ પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. જીવનમાં ઘણીબધી ઠોકરો એવી વાગતી હોય છે જે ખાઈને કોઈ માણસ ફરીવાર એજ વ્યક્તિ પર વિશ્વાસ કરી શકે છે પણ પ્રેમમાં ઠોકર ખાધેલો વ્યક્તિ કોઈ પર વિશ્વાસ નથી કરતો કારણકે એના મનમાં સતત એકજ સવાલ ગુંજ્યા કરે છે કે આ વ્યક્તિ પણ મારી સાથે દગો કરશે તો ? અને આ સવાલજ એ વ્યક્તિને બીજા કોઈનો થવા નથી દેતો.

(આ સાથેજ અદિતિનું સપનું તૂટે છે અને તે ઝબકીને જાગી જાય છે)

★★★★★

રાતનો 9 વાગ્યાનો સમય હતો. વાતાવરણ સન્નાટાથી ભરેલું હતું અને આખો બીચ ખાલીપાથી ઘેરાયેલો હતો. દરિયાની લહેરો આવીને રેતી પર પછડાતી હતી અને જાણે કોઈની તલાશમાં આવી હોય અને કોઈ ના મળતા ખાલી હાથે પાછી જતી હોય એવીરીતે નિરાશા સાથે પાછી જઇ રહી હતી. ચારે બાજુ અંધારામાં બીચ પર લાઈટનો આછો પ્રકાશ રેલાતો હતો જે ત્યાંજ ઉભેલી એક ફોર્ચ્યુનર કારમાંથી આવી રહ્યો હતો. કારના બોનેટ પર ત્રણ મિત્રો બેઠા હતા જેમા અંશ,રવિ અને નીલ નો સમાવેશ થતો હતો. ત્રણેયના હાથમાં સિગરેટ હતી અને ત્રણેય ધુમાડો છોડીને વાતાવરણ પ્રદુષિત કરી રહ્યા હતા. રવિ અને નીલ હસતા હસતા સિંગરેટની મજા લઈ રહ્યા હતા જ્યારે અંશ તણાવમાં આવીને સિગારેટનું સેવન કરી રહ્યો હતો. ત્રણેય મિત્રો વર્ષો પછી આજે સાથે હતા એટલે ફરીવાર કોલેજની યાદો તાજી કરવા માટે અચાનક જ બીચ પર બેસવાનો પ્લાન થઈ ગયો હતો. ત્રણેય મિત્રો હસી મજાક કરી રહ્યા હતા પણ અંશ આજે મનથી એ બંન્નેથી દૂર હતો અને કાંઈક અલગજ વિચારોમાં ખોવાયેલો હતો. રવિ અને નીલ અમુક વાતો યાદ કરીને યાદો તાજી કરી રહ્યા હતા જ્યારે અંશ એમાં હકારો ભણીને વાતને ટેકો આપી રહ્યો હતો. આમતો ત્રણેય મિત્રો ઘણીવાર મળતા હતા પણ ત્રણેયને એકસાથે મળીને બેસવાનો સમય નહોતો મળતો કારણકે ત્રણેય મિત્રો પોતાના જીવનમાં ઘણા આગળ નીકળી ગયા હતા જ્યાંથી ફરી એકસાથે બેસીને ગપ્પા મારવાનો સમય પાછળ ધકેલાઈ ગયો હતો. અંશનું મન ક્યાંક બીજે ભટકી રહ્યું હતું અને એના મનમાં કાંઈક અલગજ વિચારો ચાલી રહ્યા હતા. સિગારેટના દરેક કશ સાથે તેના મનમાં એકજ પ્રશ્ન ઉદ્દભવતો હતો કે જે ભૂતકાળ એ ભૂલવા માંગતો હતો એજ ભૂતકાળ આજે વર્તમાન બનીને એના જીવનમાં પાછો કેમ આવી રહ્યો હતો. રવિ અને નીલ ને લાગી આવ્યું હતું કે અંશ કાંઈક અલગ જ મૂડમાં છે. 

રવિ :-  શુ થયું છે તને આજે ? 

અંશ :-  કાંઈ જ તો નહીં.

નીલ :-  તું અમને ના બનાવીશ. કોલેજથી આપણે જોડે જ છીએ. તું કઈ બાજુ પડખું ફરીને સુવે છે એ પણ અમને ખબર હોય.

અંશ :-  અચ્છા, તો કારણ પણ તમને ખબર જ હશે ને ?

રવિ :-  ખબર તો છે પણ અમે ખાલી તારી પાસેથી કનફોર્મ કરવા માંગીએ છીએ.

અંશ :-  તમને ખબર છે આટલા વર્ષ પછી અદિતીને મળ્યો છું અને મને આશા પણ નહોતી કે હું અહીંયા એને મળીશ. આજે અદિતી સાથે મુલાકાત થતા ફરી એ ભૂતકાળ યાદ આવી રહ્યો છે. એની સાથે વિતાવેલી દરેક પળો યાદ આવી રહી છે. એકબીજાને આપેલો પ્રેમ યાદ આવી રહ્યો છે. ખબર નહિ ક્યાં સંજોગોને કારણે એણે મારો સાથ છોડી દીધો હતો. પણ આજે પણ એને ફરીવાર નજર સામે જોતા ફરીવાર એના તરફ મારુ મન આકર્ષાઈ રહ્યું છું એવું લાગે છે કે તનથી હું ભલે આટલા વર્ષો સુધી એનાથી દૂર હતો પણ મનથી આજે પણ એની સાથે જ છું.

નીલ :-  અમે તારી મુશ્કેલી સમજીએ છીએ ભાઈ પણ હવે તું એ સંબંધ ભૂલી જાય એ જ તારા માટે સારું છે. અદિતી તારો ભૂતકાળ હતો અને અત્યારે તું વર્તમાનમાં જીવી રહ્યો છે. એ સમયે તારી પાસે બધું જ નહોતું પણ આજે તારી પાસે બધું જ છે અને તું ધારે તો અદિતી જેવી 10 છોકરીઓને તારી સેક્રેટરી બનાવી શકે છે. એટલે તારા માટે એજ સારું છે કે તું અદીતીને ભૂલી જા અને કોઈ સારું પાત્ર શોધીને લગ્ન કરી લે.

રવિ :-  હા, નીલની વાત સાચી છે. તું લગ્ન કરીલે તો અમારે પણ તારા લગ્નમાં જલસા કરાય. આ જો મિતિયો (મિત) તારા કરતા નાનો છે તો પણ 2 દિવસ પછી એના લગ્ન છે. 

નીલ :-  સાચી વાત છે, ખાલી આપણે ત્રણેય જ હજી વાંઢા ફરીએ છીએ. પૈસા કમાવવાના ચક્કરમાં લગ્નની ઉંમર નીકળતી જાય છે. 

અંશ :-  ભલે ને નીકળતી પણ અત્યારે આપણે સક્સેસફુલ લોકોની કેટેગરીમાં આવીએ છીએ અને પૈસો હોય એટલે આરામથી છોકરી સામેથી આવે છે એ તો તમને ખ્યાલ હશે જ. 

રવિ :-  હા, હવે આવ્યોને લાઈન ઉપર. ચાલ નિલીયા મારબોલોના પેકેટમાંથી મને એક એડવાન્સ આપ. મારી તો પુરી થવા આવી.

અંશ :-  મને પણ આપ મારી પણ પૂરી થઈ ગઈ. 

નીલ :-  બહુ જલ્દી સ્વર્ગમાં તમારું આગમન થશે. આટલી બધી સિગરેટ પીવો છો અને અંશ તું તો હવે બંધ કર. અમને પિતા શીખવાડવામાં તારો જ હાથ છે.

અંશ :-  તો હું ક્યાં તમને સમ આપીને પીવડાવુ છું બંધ કરી દો તમે અને ગાડીની લાઈટો બંધ કરો ક્યારની ચાલુ છે.

રવિ :-  કોલેજ ટાઇમથી કેટલીયવાર નક્કી કર્યું છે પણ હજી સુધી બંધ થઈ છે એકેયને પણ ? 

( ત્રણેય મિત્રો હસવા લાગે છે અને રવિ ગાડીના બોનેટ પરથી ઉતરીને લાઈટો બંધ કરવા માટે નીચે જાય છે. તે જેવી ગાડીની લાઈટો બંધ કરે છે તેવામાં દૂરથી એકબીજી ગાડી આવતી આવતી દેખાય છે જેની હેડલાઈટના પ્રકાશ પરથી જણાય છે કે એ ગાડી એમની પાસે જ આવી રહી હતી. થોડીવારમાં એક ગાડી એમની નજીક આવીને ઉભી રહે છે અને તેમાંથી કાવ્યા,અદિતી અને પ્રિયા ઉતરે છે )

કાવ્યા :-  ઓહો, તો તમે લોકો અહીંયા છો એમ. અમને કીધા વગર આવી ગયા અમે તો તમને હોટેલમાં શોધતા હતા. પાછો તારો ફોન પણ નહોતો લાગતો નીલ.

નીલ :-  નેટવર્ક પ્રોબ્લમના લીધે નહિ લાગતો હોય. તમે લોકો અહીંયા કેમ આવ્યા ?

પ્રિયા :-  કેમ તમે લોકો જ ફરવા આવી શકો ? અમે ક્યાંય ના જઇ શકીએ અને અહીંયા શુ તમે સિગરેટો પીવાજ આવ્યા છો આટલે દૂર.

અંશ :-  અરે ના હવે, અમે તો ઘણા સમયે મળ્યા એટલે ખાલી એમજ……

પ્રિયા :-  હા એટલે એમને કીધું પણ નહીં અને એકલા આવતા રહ્યા એમ. અમારી લોકોની તો કોઈ ગણતરી જ નથીને.

રવિ :-  અરે એવું કાંઈ નથી આતો અચાનક નક્કી કર્યું એટલે નીકળી પડ્યા અને અહીંયા આવી ચડ્યા.

કાવ્યા :-  ખૂબ સરસ લો ત્યારે. અમે પણ જોઈએ તમે ત્રણેય જીગરજાન મિત્રો અહીંયા બેઠા બેઠા કરો છો શુ.

નીલ :-  કાંઈ નહિ પ્રેમ ભરી વાતો કરીએ છીએ અને તમે લોકો જ આવ્યા પેલા બેય લેલા – મજનું ક્યાં છે ?

કાવ્યા :-  એ બંન્નેતો લગ્નની તડામાર તૈયારીઓમાં પડ્યા છે. આખરે આટલા વર્ષ પછી બંન્ને એક જો થઈ રહ્યા છે.

રવિ :-  હા, હવે તો લગ્ન થવાના છે એટલે એ બંનેથી કંટ્રોલ પણ નહીં થતો હોય.

(બધા હસવા લાગે છે અને કોલેજની યાદો વાગોળીને તાજી કરવા લાગે છે. બધાજ મિત્રો ખૂબ ખુશ હતા ઘણા સમય પછી એકસાથે મળવાથી પણ આ બધા વચ્ચે બે દિલ એવાં હતા જે ખામોશ હતા અને એકબીજા સાથે અંદરો – અંદર વાતો કરી રહ્યા હતા તથા એકબીજાથી નજરો ચુરાવી રહ્યા હતા. )

To be Continued………

★ અદિતિને કેમ આવું સપનું આવ્યું હતું ?

★ અંશ – અદિતિ વચ્ચે શુ બન્યું હતું ?

★ હવે આગળ શું થશે બંને વચ્ચે ?

 વોટ્સએપ – 7201071861

ઇન્સ્ટાગ્રામ :- mr._author  &  nikitabhavani_

***

Rate & Review

nihi honey 3 weeks ago

Golu Patel 2 months ago

Rakesh 3 months ago

Vijay Kanzariya 4 months ago

Harsh Shah 4 months ago