Ijjat Khedutni in Gujarati Fiction Stories by Manoj Suthar Brc bhabhar books and stories PDF | ઈજ્જત ખેડૂતની

Featured Books
Categories
Share

ઈજ્જત ખેડૂતની

શિયાળામાં દિવસ નાના અને રાત મોટી થાય.  ખેડૂતને કામ નો સમય ઓછો રહે. ભગાબા ખેતરમાં રાયડામાં પાણી વાળવાની તૈયારીમાં હતા. એમની એકની એક દીકરી ના અઢાર વર્ષ થવા આવ્યા હતાં. એમણે ખેતરમાં જતા જતા દીકરીને સાદ કર્યો...

બેટા, અંજલિ સાંભળે છે કે...

હા બાપુજી..

બોલો કઈ કામ હતું કે.

હા , એમ કહેતો હતો કે તારે ભણવાનું કેટલું બાકી છે.

કેમ, બાપુજી

આ તો એમ જ યાદ આવ્યું કે દીકરી અઢાર વર્ષની થવા આવી તો કંઈક બાપ ની ચિંતા ય હોયને..

દીકરી શરમાઈને પોતાની ખેતરની ઝૂપડીમાં જતી રહે છે.

ભગાબા પોતાની દીકરી ને સારું સાસરિયું મળે તે માટે ચિંતામાં હોય એવું લાગે છે. તેઓ વિચારે છે કે આવતા વર્ષે તો દીકરી ના લગન થઈ જશે . પોતાને આ ઉંમરે ખેતરમાં આવી કડકડતી ઠંડીમાં રાત્રે પાણી વાળવામાં કોણ મદદ કરશે.

સંભાળો છો ભગાબા ... આ વખતે તમારું રાયડુ જોરમાં છે હો.

હા, આવ રવજી આવ.
આ તો પ્રભુ ની કૃપા છે દીકરીના પુણ્યનું છે.
આ વખતે દીકરી ના લગન લેવાનો વિચાર કરું છું . ભગવાને પણ મારી સાંભળી હશે. કે ખેડુ ને બીજું આપું તો શું આપું થોડો પાક વધારે પાકે તો ખર્ચા પાણી ના નીકળે બીજું શું. આ વર્ષે તો ભગવાને અમારી સામું જોયું લાગે છે દીકરીના લગન નો ખર્ચ નીકળે તો જગ જીવ્યા.

હા , ભગાબા આ વખતે ખર્ચો ય નીકળશે અને લગન પણ ધામ ધૂમથી કરી શકશો.

હા પણ એક ચંત્યા છે .

આ દીકરી સાસરે જશે તો આવી શિયાળાની રાતે પાણીત
માં મદદ કરનારું કોઈ નહીં હોય. દીકરો તો વર્ષો પહેલા એમ.બી.બી.એસ કરવા દિલ્લી ગયો તે ગયો હજુ આ બાજુ તેની પાછળ કોઈ છે કે નહીં તે જોયું જ નથી.

હે, ભગાબા સાંભળ્યું છે કે એમ.બી.બી.એસ કરવા તમે દસ વીઘા ખેતર વેચ્યું છતાં તમારો દીકરો દિલ્લી જઇ તમને ય ભૂલી ગયો.

શુ કરીએ કઈક અમારામાં સંસ્કાર આપવામાં કમી રહી ગઇ હશે

ભગાબા,

પેલા બાજુના ગામના કરશન ડોક્ટરની દીકરી પણ તમારા દીકરા સાથે એમ.બી.બી.એસ માં ભણતા ભણતા રાહુલ સાથે પ્રેમ લગન કરી લીધા છે . એવી વાત સાંભળી છે.

હા ગઈ કાલે રાતે બાજુ માં નીકળતી ગાડીમાં બે જણા વાત કરતા હતા.

અમને કમુત સુજી કે દીકરો ય ખોયો ને ઈજ્જતે ખોઈ.

પણ રવજી ભગવાને જે ધાર્યું તે કર્યા વિના રહેવાનો નથી.

એક કામ કરને  મારી આ ચિઠ્ઠી પેલા ટપાલમાં નાખતો જજે ને...

ભગાબા રાવજી ને ચિઠ્ઠી નાખવાનું કહે છે. રાવજી ચિઠ્ઠી લઈને ભગાબા ના ખેતરમાંથી ગામ બાજુ રવાના થાય છે

ભગાબા એકલા પડે છે વિચારે છે કે ચિઠ્ઠી મોકલવાથી શુ.  આવી તો કેટ કેટલી ચિઠ્ઠી દીકરા રાહુલ ને મોકલી , વાંચીને ઉત્તર મોકલે તો ને.

આ બાજુ

રાહુલ

ભગાબા એ દસ વીઘા જમીન વેચીને પોતાના એકના એક દીકરાને પોતાના ડોક્ટર બનવાના સપનાને પોતાના દિકરામાં પૂરું કરવા માટે દિલ્લી મોકલે છે.

રાહુલ દિલ્લીમાં પોતાના રાજ્ય બહાર જવાના પહેલા અનુભવના લીધે થોડી ગભરામણ અનુભવે છે.

એમ.બી.બી.એસ કોલેજમાં પ્રથમ દિવસે પરિચય બેઠકમાં તે થોડો પોતાની જાતને એક ખેડૂતના દીકરાના એક ખચકાટ સાથે પહોંચે છે. કોલેજમાં પચાસેક જેટલા વિધાર્થી એમ.બી.બી.એસ કરી ડોક્ટર બનવાની મહત્વાકાંક્ષા સાથે પોતાના પ્રથમ દિવસે એક અનેરા ઉત્સાહ સાથે આવે છે. બધાના ચહેરા પર એક એમ.બી.બી.એસમાં પ્રવેશ મળી ગયાની લાગણી સ્પષ્ટ જોવા મળે છે. સતરેક જેટલી વિદ્યાર્થિનીઓ પોતાની એક અલગ પર્સનાલીટી પાડવાનો પ્રયત્ન કરતી જોવા મળે છે.

કોલેજના અધ્યાપકો ના પ્રવેશ સાથે તમામ વિદ્યાર્થીઓ પોતાની બેઠકમાં સ્થાન લે છે.

કોલેજના એમ.બી.બી.એસ. વિભાગના અધ્યાપક શ્રી આશીર્વાદ ખુરાના ના પ્રથમ પરીચય બેઠક માં પોતાનો પરિચય આપ્યા બાદ તમામ વિદ્યાર્થીઓ એક પછી એક પોતાનો પરિચય આપવા આગળ આવે છે .

રાહુલનો વારો આવતા રાહુલ પોતાને થોડી નર્વસનેસ  અનુભવે છે. ખચકાટ સાથે સ્ટેજ પર જઇ પોતાનો પરિચય આપે છે. પણ પોતાના પિતાજી ખેડૂત છે તે છુપાવે છે. પોતાને ખેડૂતનો પુત્ર કહેતા શરમ અનુભવે છે.

ધરતી પુત્ર,  કહેતા ખબર નહીં કેમ દરેક વ્યક્તિ શરમ અનુભવે છે.

પરિચય બેઠકમાં રાહુલને જાણવા મળે છે કે પોતાના સિવાય એક અવિનાશ તેમજ ધરતી પણ પોતાના રાજ્યમાંથી એમ.બી.બી.એસ કરવા અત્રે આવેલ છે તેમાંય ધરતી તો પોતાના વિસ્તારમાં માં પોતાની બાજુમાં આવેલ ગામના કરશન ડોક્ટરની પુત્રી છે તે જાણી પોતે એક અલગ રોમાંચ અનુભવે છે . પોતે કેવી રીતે ધરતી સાથે પરિચય કરવો. તે માનસપટ પર વિચાર આવ્યા કરે છે. તે વિચારે છે કે મારી પહેલા જો અવિનાશ જો ધરતી સાથે દોસ્તી કરી લેશે તો કદાચ મારી સામે ધરતીને ડોકટર જીવનસાથી મેળવવાનું સ્વપ્ન સ્વપ્ન જ રહી જશે. આ સાથે તમામ વિધાર્થીઓ ને અધ્યાપકશ્રી ખુરાના કોલેજની લેબમાં ત્રીસેક મિનિટના વિરામ બાદ આવવાનું કહી વિરામ આપે છે.

આ બાજુ રાહુલ ધરતી સાથે જિંદગી જીવવાના સ્વપ્ન સાથે કેવી રીતે દોસ્તીનો હાથ લંબાવવો  કેવી રીતે અવિનાશ પહેલા ધરતી ને પોતાના તરફ વાળવી... એવા વિચાર સાથે કોઈ ક પ્લાન કરે છે.

વધુ. વાંચો આવતા અંકે.

રાહુલ શુ પ્લાન કરે છે . શુ રાહુલ ધરતીને પોતાની દોસ્ત બનાવી શકશે કે કેમ ??

મનોજભાઈ સુથાર
મો.૯૦૯૯૨૦૬૮૦૦

આપનો અભિપ્રાય આપતા રહો

( અઠવાડિયામાં બે વખત પ્રસારિત કરવામાં આવશે.)

વાંચતા રહો....

નોંધ:

આ લેખ કાલ્પનિક છે . આ લેખમાં આવતા પાત્રો નો કોઈ પ્રસંગ કે કોઈ વ્યક્તિ કે સમાજ સાથે કોઈ અનુબંધ નથી.