sankat - 7 in Gujarati Fiction Stories by kalpesh diyora books and stories PDF | સંકટ - (ભાગ-૭)

Featured Books
  • The Devil (2025) - Comprehensive Explanation Analysis

     The Devil 11 दिसंबर 2025 को रिलीज़ हुई एक कन्नड़-भाषा की पॉ...

  • बेमिसाल यारी

    बेमिसाल यारी लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००१गाँव...

  • दिल का रिश्ता - 2

    (Raj & Anushka)बारिश थम चुकी थी,लेकिन उनके दिलों की कशिश अभी...

  • Shadows Of Love - 15

    माँ ने दोनों को देखा और मुस्कुरा कर कहा—“करन बेटा, सच्ची मोह...

  • उड़ान (1)

    तीस साल की दिव्या, श्वेत साड़ी में लिपटी एक ऐसी लड़की, जिसके क...

Categories
Share

સંકટ - (ભાગ-૭)

ભાગ_૭
સંકટ 
લવ સ્ટોરી સસ્પેનસ નોવેલ

રુપાએ ચાવી હાથમાં લીધી..
જલ્દી રૂમ પાસે જઈ ને રૂમને ખોલિયો...
રૂમમાં જોતા જ તેની આંખો પહોળી થઈ ગઈ.

રુપા એ જલ્દી રૂમ બંધ કરી અને રવિની બાહોમાં
જઇને સુઈ ગઈ,રવિ હજુ એ જ વાત બક બક કરી રહ્યો હતો રુપા આઈ લવ યુ,હું તને ખૂબ પ્રેમ કરું
છુ.

જાણે કઈ બન્યું જ નો હૉય એમ રુપા રવિની બાહો સમાઈ ગઈ.તે થોડી વાર રવિની બાહોમાં રમતી રહી.તેને શું કરવું કઈ સમજ નોહતી પડતી.સામેની બારીમાંથી કોઈ જોઈય રહ્યું હતું.રુપા નગ્ન હતી તેને તેની જાણ થતાં જ,રુપા જલ્દી બ્રા અને કુરતી પહેરી ઉભી થઈ..

રુપાને હવે જલ્દી ફ્લેટ માંથી બાહર નીકળવું હતું.
રવિ..હું જાવ છું
કેમ મેડમ એટલા જલ્દી આજ..
આજ ઘરે કામ છે,મહેમાન આવાના છે અને અમિત પણ ઘરે આવી ગયો છે,મારે જવુ પડશે..

એમ નહીં જવા દવ.. મેડમ જી..!!!!
રવિ તું સમજ,મારે જાવું પડે એમ છે,
હા તો જા,અમિતને આઇ લવ યુ કે જે મારા તરફથી
રવિ તું શું બોલી રહ્યો છે તને ભાન છે.
રવિ શુ બોલી રહયો હતો તેને પણ ખબર પણ ન હતી,તું જા પણ મને એક ગ્લાસ પ્લીઝ..
રુપાને આમ પણ રવીથી છૂટકરો જોતો તો એણે એક નહીં બે ગ્લાસ આપ્યા...
રૂપાની સામે જ બે ગ્લાસ રવિ પી ગયો..

રુપા તું ફટકો છે, ફટકો
મનીષા મને જરા પણ ગમતી નથી,હવે તે મોડલ જૂનું થઈ ગયુ,તું મારુ નવું મોડેલ છે નવું..
જો.....જો. ....જો......આ તારા ગાલ કેટલા મુલાયમ છે, મનીષાના ગાલ તો ઠીક હવે....

રુપા હું તને એક વાત કહેવા માગું છું.
બોલ..શુ તું કેહવા માંગે છે
ચાર દિવસ પહેલાની વાત છે,રુપા હું અને મનીષા રાત્રે
બેડમાં હતા,કોણ જાણે મને કંઈક થયું કે રાત્રે સપનામાં તું આવી. મેં જોર થી રાડ નાખી....
રુપા ...રુપા...રુપા...આઈ લવ યુ....
તો શું મનીષા સાંભળી ગઈ?
હા...!!!રૂપા

તેણે તને કઈ કહ્યું કે નહીં,નહીં તે દિવસે બનાવ બન્યો ત્યારથી તે ગુમ છે.હજુ સુધી મળી નથી..
તો ગોત એને તું મારી સાથે શુ કામ અત્યાર રંગરસીયા 
મનાવે છો..
તું મારી મદદ કર,તેને શોધવામાં....
મને ખબર હતી કે તું હવે એવું કામ જરૂર કરીશ કે તારી ને મારી પોલ ખુલી જાય..
કેમ કે તું મારી સાથે રહેવા જ નથી માંગતો,એટલે જ તે આ પ્લાન કરો છે.
ના ,રુપા એવું નથી..તું સમજવાની કોશિશ તો કર
હું  સમજી શકી છુ, અને હવે મારે કઈ સમજવાની જરુર પણ નથી..

રુપા જઈ રહી હતી,તે થોડી વાર અટકી રવીના ફોનમાં કોઈનો ફોન આવી રહીયો હતો,રવીનો ફોન રૂપાએ હાથમાં લીધો,તેમાં મનીષાનો ફોન આવતો હતો...

રુપા થોડીવાર રવિ સામે જોઈ રહી..
રુપા જલ્દી ફ્લેટ માંથી નીકળવા માંગતી હતી.
પણ રવિ રુપાને રોકી રહીયો હતો,ફરી રુપાને રવિએ  પાછળ પકડી,તારા વિના મને નથી ગમતું રુપા..

ખબરદાર જો મને અડવાની કોશીશ કરી છે, તો
નપાવટ...રુપાના મોં પર આવા શબ્દ સાંભળી રવીને
બોટલનો કેફ પણ ઉતરી ગયો... 

ત્યાં જ કોઈએ ફ્લેટનો દરવાજો ખટખટાવ્યો...
રુપા અને રવિ બંને ડરી ગયા કોણ હશે દરવાજા પર..
તે કઈ ઓર્ડર કર્યો તો નહીં રુપા..
મેં પણ નથી કરો તો કોણ છે,મને પણ ખબર નથી..
રુપા ધીમે રહી દરવાજા પાસે ગઈ,દરવાજાની ઉપર સ્ટોપર ખોલી .....

તે ત્યાં જ મોં ફાડીને ઉભી રહી ગઈ.
કેમ કે રુપાની સામે જ રવિની પત્ની મનીષા હતી.. 






ક્રમશ:

લેખક -કલ્પેશ દિયોરા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ  માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે અભિપ્રાય મેકલી શકો છો
મો-8140732001(whtup)
વોટ્સપ કરી શકો....

ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા

આપનો ખુબ ખુબ આભાર.....