Avirat maitry books and stories free download online pdf in Gujarati

અવિરત મૈત્રી

તમે મારા માટે શું છો એ વર્ણવા માટે  શબ્દો નથી મારી પાસે............એમ કહી શકું કે મારું અસ્તિત્વ તમારાથી જ છે.......મારા માટે સુખ એટલે તમે......મારુ સ્વર્ગ એટલે તમે......તમે હોઈ એટલે મને મારી સંપૂર્ણતા નો અનુભવ થાય છે. તમે એટલે મને કદી થાકવા ના દે આવા સફર ના હમસફર ઈશ્વર પાસે થી મળેલી અનમોલ ભેટ એટલે તમે કેયુર.........
              તમને યાદ તો હશે જ આપણા આ સફર ને ત્રણ વર્ષ પુરા થવા આવ્યા. જિંદગી ના શરૂઆત ના પગથિયાં ચડતા ચડતા બાળપણ માંથી ક્યારે
 Maturity આવી ગઈ એ ખબર જ ન પડી......!
               પણ હા આ જિંદગી ને સાર્થક બનાવી એવું લાગે છે.... જિંદગી માં એકાદ મિત્ર તો હોવો જ જોઈએ...આ મારું પોતાનું મંતવ્ય.....છેલ્લા ત્રણ વર્ષ માં મેં અનુભવ્યું.......મારો મિત્ર એટલે મારા કેયુર એને ગમે કે ના ગમે હું બધું જ શેર કરું એમની જોડે....પણ આ બધી વાતો માં ખબર જ ન પડી ક we live like a Best Friend....Not a Husband Wife.....અમારા સબંધ માં હસબન્ડ વાઈફ જેવું વર્તન.  નઇ પણ મિત્ર જેમ જ ..  બધી વાત માં તને ખોટું લાગશે કે મને લાગશે એમ નઇ જે  છે એ છે ઍક્સેપટ કરવાનું......જે કેયુર પણ સ્વીકારતા અને હું પણ......

મૈત્રી ની ઉંચાઈ અને મિત્ર ની બેવફાઈ  વિશે ઘણું બધું લખાયું છે. આપણે મનુષ્ય ની સફળતાનો અંક સામાન્ય રીતે બેંક બેલેન્સ પર થી કાઠીએ છીએ. આતો દુન્વયી સફળતા થઈ.આવા શ્રીમંતો ની આસપાસ ખુસમતીયા ઓ હોઈ...મિત્રો નથી હોતા. ઓળખાનો ને સબંધો ઘણા હોઈ પણ મિત્રો તો કોઈક જ હોઈ.
મૈત્રી અવિરત છે. મિત્ર એટલે જેના સાનિધ્ય માં અષાયેશ નો અનુભવ થાય મિત્ર એટલે જેની સાથે વાત ન વિષય શોધવા ન પડે પણ વાત આપ મેળે ઉઘાડી આવે.મિત્ર ના સાનિધ્ય માં માત્ર વાત નો જ મહિમા નથી હોતો, શબ્દ ના હોઈ ત્યારે મૌન પણ આપમેળે બોલાતું આવે છે.
       જે માણસ સાથે આપણને રાહત,સગવડ અને સાંત્વના માલી રહે જે આપણા જીવનના અનાજ માં પડેલા કાંકરા અને ફોતરાં ઓ ને તારવી ને અલગ કરી આપે અને આપણ ને એની ખબર પણ ના પડવા દે તે છે જ સહજ વ્યક્તિ મિત્ર એટલે સમજણ પૂર્વક નું સબદમ્ય મૌન. જે આપણા આંતરિક વ્યક્તિત્વ ને ખોલી આપતી ચાવી. હસવાના પ્રસંગે ધરાઈ ને હસી ના શકીએ અને રાડવાના પ્રસંગે ધરાઈ ને રડી ના શકીએ ત્યારે માનવું કે આપણા ને અંગત મિત્ર ની ખોટ સાલે છે .
" અભરાઈ પર મુકેલી આનંદ અને ખુશીઓ થી ભરેલી બરની ઉતારવામાં જ્યારે પ્રેમ ની હાઈટ ઓછી પડે ત્યારે  જે આ બરની ઉતારી આપે એનું નામ મૈત્રી........ 
    
            "આંસુ જ્યાં થીજી ગયા હોય છે,
          અવિરત મૈત્રી એવી જગ્યા નું નામે છે"

દુનિયા માં જ્યારે આપણી ક્યાંક ભૂલ અને ક્યાક જીત થાય અને જે ગર્વ થી એમ કહે કે ....."that's my friend,"  અને જ્યારે આપણી હાર હોઈ પરિસ્થિતિ સાથે લડતા લાગતા થાકી જઈએ અને ત્યારે કોઈ આવીને આપણને એમ કહે કે " I m your friend,"  એ સાચો મિત્ર . મિત્ર એટલે કે જે વગર બોલાવયે જ આપણી પાસે આવી જાય, આપણે હજુ એક વાત કહી એ ત્યાં તે સાત વાત કહી દે , દરેક પ્રસંગો માં આપણી બજાવી દે....વાટ લગાવી દે......જ્યાં ત્યાં ફસાવી દે, પરંતુ ત્યારે કોઈપણ દુઃખ આવે તો એ વગર બીલયે આપણી બાજુમાં આવીને ઉભો રહી જાય.
            તમે તમારા પ્રેમ ને સમજવાનો પ્રયત્ન કરશો ....તો મારું વચન છે " જો તમે તમારા પતિ ને તમારા ગણસો તો એ તમને એટલા બાધા  પોતાના ગણશે કે તમને ક્યારેય કોઈ મિત્ર ની, સલાહકાર ની, કે કોઈ  support ની શોધ નહીં કરવી પડે !! આપના બધા રિલેશન માં close  છે એ જ આપનો મિત્ર ........પછી જોજો જીવન જીવવામાં માજા જ માજા છે.......જિંદગી માં સુખ ને દુઃખ તો બધા ને છે ભગવાન ને પણ છે......અને મીઠા ઝગડા ઓ તો બધા ની life  માં ચાલતા જ રેવાના એ જ પ્રેમ અને એ જ મૈત્રી......

    "द्वदीय अवस्ती गोविन्दम | तुभ्य मेव सम्रपयते || "