Nishwarth prem in Gujarati Love Stories by BHATT YOGA books and stories PDF | નિશ્વાર્થ પ્રેમ

Featured Books
Categories
Share

નિશ્વાર્થ પ્રેમ

કનકપૂર એક  કુદરતી સૌંદર્ય ધરાવતું એક નયનરમ્ય ગામ હતું , એ ગામ માં એક વણિક પરિવાર જેમાં પતિ પત્ની અને તેમના બન્ને બાળકો રહેતા હતા , વ્યોમા અને તેનો નાનો ભાઈ સાગર , સાગર નાનો એટલે તેને બધા છોટુ કહી ને બોલાવે , આ પરિવાર ની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં વ્યોમા અને સાગર ને તેના પિતા ને અભ્યાસ માટે કોઈવાર પણ રૂપિયા ની ખોટ ના આવા દીધી.
        વ્યોમા સ્વભાવે સંસ્કારી સુશીલ અને દેખાવે સુંદર હતી , ઘર નું કામ ની સાથે તે તેના કોલેજ ના અભ્યાસ માં પણ તે પૂરતું ધ્યાન આપતી। વ્યોમા તેના નિત્યકર્મ મુજબ સવારે મંદિરે દર્શન કરવા જાય , એ મંદિર પાસે આવેલા ઝરણાં પાસે બેસતી અને  સરસ મજાના ગીતો ગુનગુનાવતી। આજ રીતે કનકપુર માં શહેર થી એક એક પરિવાર રહેવા માટે આવેલો હતો।આ પરિવાર માં રાહુલ અને તેના માતા પિતા રહેતા। રાહુલ એક દિવસ વહેલી સવારે ગામ નો સુંદર રમણીય નજારો જોવા માટે નીકળ્યો।તેણે મંદિર પાસે ના ઝરણાં ને જોયો અને તેની નજર ઝરણાં પાસે સુંદર ગીતો ગાતી વ્યોમા પર ગઈ,પહેલી નજરે જ રાહુલ વ્યોમા ના પ્રેમ માં પડ્યો , જોગાનું જોગ રાહુલે પણ વ્યોમા જે કોલેજ માં ભણતી એજ કોલેજ માં એડમિશન મળ્યું।રાહુલ તો વ્યોમા પર ફિદા હતો તે રોજ વ્યોમા ને જોતો પણ વ્યોમા ને કહી ના શકતો। બીજી બાજુ વ્યોમા  પણ રાહુલ ના મન ની વાત જાણી ગઈ હતી અને તે પણ રાહુલ ને પ્રેમ કરવા લાગી હતી।પણ તેઓ એકબીજા ને કહી ના શકતા।હવે તો રોજ તેઓ મંદિર પર એકબીજા ને જોતા અને મનમાં ને મનમાં એકબીજા ને પ્રેમ કરતા, પણ હિમ્મત ના કરતા એકબીજા ને કહેવા ની . 
         એક દિવસ રોજ પ્રમાણે વ્યોમા ઝરણાં પાસે આવી પણ રાહુલ ના આવ્યો । વ્યોમા આકુળ વ્યાકુળ થઇ તેની રાહ જોતી હતી. બીજીજ ક્ષણે રાહુલ તેને દેખાયો પણ આરોજ દેખાતો રાહુલ ના થયો રાહુલ નો ચહેરો ઉદાસ હતો . વ્યોમા તેની સામે હસી પણ રાહુલએ પહેલા જીવી સ્માઈલ ના આપી। આ રીતે રોજ થવા લાગ્યું,વ્યોમા ને કંઈક ગડબડ થયા હોવા નો અહેસાસ થયો .થોડા સમય આમ ચાલ્યું પણ એક દિવસ તે કોલેજ માં પણ ના આવ્યો વ્યોમા ને તેની ચિંતા થવા લાગી પણ તે કઈ કહી ના શકી। પછી તો એ બીજા દિવસે ઝરણાં પાસે પણ ના આવ્યો વ્યોમા તો બપોર સુધી તેની રાહ જ જોતી રહી। વ્યોમા ને એ દિવસે એક ગંભીર સમાચાર માંડ્યા કે રાહુલ ને બ્લુડ કેન્સર છે। આ સાંભળી ને વ્યોમા હિમ્મત કરી તેના ઘર સુધી પહોંચી પણ તે રાહુલ ની હાલત જોઈ ના શકી રાહુલ તેના પલંગ પર સૂતો સૂતો તે તેની ઝીંદગી ના છેલ્લા શ્વાસ લઇ રહ્યો હતો। રાહુલ ને વ્યોમા આવ્યા નો અહેસાસ થતા તેણે આંખ ખોલી ને વ્યોમા સામે જોયું અને એક સરસ મજાની સ્માઈલ આપી જે રોજ રાહુલ તેણે આપતો હતો. આ રાહુલ ની છેલ્લી સ્માઈલ હતી અને રાહુલ વ્યોમા ને તેની નજર માં હંમેશા માટે કેદ કરી ને હંમેશા માટે સુઈ ગયો.વ્યોમા આ આઘાત ને સહન ના કરી શકી અને તેજ ક્ષણે તેનું પણ પ્રાણ પંખેરું ઉડી ગયું. 

                આમ, એકબીજાં ને કહ્યા વિના બસ મન થી કરેલો પ્રેમ એ વ્યોમા અને રાહુલ નો પ્રેમ એક નિશ્વાર્થ  પ્રેમ હતો.                         (નાની વાર્તા લેખક :- યોગા રાજ ભટ્ટ )