Savalchand-Savali books and stories free download online pdf in Gujarati

સવાલચંદ (સવાલી)

સવાલચંદ (સવાલી) Part-1

દરેક માનવી ની પ્રકૃતિ જુદી જુદી હોય છે તે વાત આપણે સહુ જાણીયે છીએ, પરંતુ જગત માં કોઈ કોઈ એવા કરમ-બુંધ ના બળિયા હોય છે જેની પનોતી અનંત અસિમ હોય છે. મિત્રો આપણી વાર્તા નું શીર્ષક (સવાલી/સવાલચંદ) એટલું ચોખ્ખા બોલું અનેં મુહ-ફટ છે કે તેની આવી આદત ના કારણે તે, ટકે ટકે ઢીબાય જાય છે. સવાલ ચંદ એક તો સવાલ પૂછ્યા વગર રહી શકતો નથી અને બીજું, તે સાચું બોલવા માં કોઈ થી ડરતો નથી. તો ચાલો આ ટચુકડી હાસ્ય કથા નો પ્રથમ ભાગ આરંભ કરીએં

જન્મ દિવસ ની સવાર -

મેહમાન - અલે બેટા સવાલી આજે તારો હેપ્પી બર્થ ડે છે નેં, અલે આ 100 રૂપિયા. મૌજ કર જે.

સવાલી ના બા - એટલા બધા પૈસા ના અપાય, 10 રૂપિયા જ આપો.

સવાલી - એ મારી બા... તું બા છે કે દુસ્મન? એક તો તું મને 50 રૂપિયા ની પત્તી સુંઘવા પણ દેતી નથી, માંડ કમાવા ની મોસમ આવી તો તું આડા ફાટક નાખે, પપા તને રોજ 200 રૂપિયા આપે ઘર ચલાવા તો, ત્યારે તો કેમ ડોરા કાઢી નેં 300 રૂપિયા કઢાવે અને અહીંયા મારી નુકસાની કરે, આતો મારી હારે અન્યાય કેવાય હો...

સવાલી ના બા - દે થપાટ...દે ઘૂસતો... દે ચીટલો...

સવાલી ના બાપુજી - નૌકરી પર જતા વખતે - સવારે

સવાલી - પપ્પા 10 રૂપિયા ઢીલા કરો. મારા બધ્ધા મિત્રો ગુલ્ફી ચાટતા હોય. હું એની સામે ઉભો અંગુઠો ચુસતો ભૂંડો લાગુ, તમારી કંજુસી માં મારી આબરૂ જાય એ મને ના પોસાય.

સવાલી ના બાપુજી - અહીં થી ભાગવા મંડ ને... તારુ લેસન કર.

સવાલી ના બા - કહું છું રાતે આવતી વખતે શાકભાજી લેતા આવજો.

સવાલી ના બાપુજી - બે મિનિટ રવેશ માં તાજી હવા ખાવા ઉભો તો... પણ તારી જીભ ચાલુ નેં ચાલુ, લાવ ટિફિન હું ભાગું નોકરી પર...

સવાલી - ખોટા સુકામ બોલો... અયા ક્યાં સગડી ના ધુંવાડા માં તાજી હવા આવી, હું જોવ છુ તમે ક્યારના સામે વારી મંજુ માસી નેં કપડાં સુકાવતી જોયા કરો છો, ઓલી ડોરા કાઢે છે ત્યાં થી તોય પણ, વારે વારે.. પોતાના ભૂખરા વાળ પર ઉભા ઉભા દાંતિયો ફેરવે જાવ છો.

સવાલી ના બાપુજી - દે ચીટલો... દે ટાપલી...દે લાફો (સવાલી છું મંતર)

સવાલી ના બા - દે સાવેણી... દે જટિયાં ખેંચ..(સવાલી ના બાપુજી ટીફની પકડી નેં ભાગ્યા)

સવાલી લેસન કરી નેં ચોક માં રમવા ગયો

સવાલી - જો ભાઈ આ બેટ-દડા મેં મારા બા-બાપુજી ના ભાઠા ખાઈ ખાઈ નેં લેવડાવ્યા છે માટે પેલો દાવ હું લઈશ, અનેં ફિલ્ડિંગ માં પણ મારા બદલે આ છગન્યા નેં ઉભાડવો પડશે, કબુલ હોય તો રમિયેં બાકી હું ઘેર જય નેં ટીવી જોવા માંડુ?

સવાલી ના મિત્રો - ભલે ભાઈ આજે તારો દિવસ છે, તું રાજ કરીલે, ઓમેય તું રોજ ભાઠા ખાતો હોય, આજ મૌજ માણી લે.

સવાલી- ધીમા ધીમા દડા નાખ માં ભિખલા... તારી બા નું દૂધ પીધું હોય તો સણસણતો બાઉન્સર માર, હું પણ છકડી મારી બતાવું।

(ભિખલા એ તાણમાં આવી નેં ઝીક્યો દડો... એ સીધો છૂટ ઘા થઈ નેં પાડોશી માલતી કાકી ના નાક પર વાગ્યો, પછી અધૂરા માં પૂરું સવાલી એ ઊંધું ઘાલી નેં બેટ ફેરવ્યું, જે તેના હાથ માં થી છટકી નેં માલતી કાકી ના જ જમણા ટાંગ માં લાગ્યું, સવાલી ના દોસ્તાર હડપ દઈ નેં પોત-પોતાના ઘર ભેગા થઈ ગયા, હવે બેટ-દડો જપ્ત ના થઈ જાય એ માટે સવાલી એ તો મેદાન માં થી ભગાય એમ ન હતું)

માલતી કાકી - ઓય માં.... ઓંય બાપા... મારું નાક તોડી નાખ્યું... મારો પગ ભાંગી નાખ્યો... અલ્યા મફતિયા સવાલી... ઉભો રે....

સવાલી - બસ બસ હવે જાજા નાટક કરો માં માસી.. એક રબ્બર નો દડો આ મજબૂત ભૂંગરા જેવા નાકે વાગ્યો એમાં આટલા ધતિંગ ના હોય, સવારે ઉઠી નેં કાકા લાફા ચોંટાડતા હોય, ચીટલા ભરતા હોય, ત્યારે બોવ ખી.... ખી... ખી.... કરતા હંસતા હોય, ત્યારે દુખતું નથી?

અને લતા માં છોકરા રમે તો બેટ ખપાટિયા તો उलर्या કરે. ઓટલે-ઓટલે પંચાત છોલવા કરતા રમવા ના સમયે ઘર માં ઘુસી નેં ટીવી જોતા હોય તો...? હવે લાવો મારા બેટ દડા.

માલતી કાકી - દે થપાટ.. દે ચીટલો... દે જટિયાં ખેંચ.. (સવાલી દોડી નેં ઘર ભેગો).

સવાલી પ્રાર્થના ખંડ માં....

ટીચર - સવાલી નાક માં થી આંગળી કાઢ, સીધો ઉભો રે, હાથ સરખા જોડી લે, પ્રાર્થના શરુ કરવાની છે...

સવાલી - મેં થોડી તમારા નાક માં આંગરી નાખી છે...? અમારે નાક સાફ તો કરવું નેં? મને સ્વાશ બીજે ક્યાંય થી લેવાની કળા આવડતી નથી, અને બીજી વાત ઈ કે પ્રાર્થના મારે મોઢે થી બોલવી છે, મારા હાથ ભલે નેં ગમેં ત્યાં ફેરવું। મારી બા એ કીધું છે કે પારકી પંચાત કરવા વારાઓ નેં મોઢે જ ચોપડાવી દેવું.

ટીચર - (તત્કાલ ટાપલી,,, સવાલી નૂ મોઢું બંધ)

ટીચર - પ્રાર્થના બાદ - ભારત આપણો દેશ છે... બધા ભારતીયો આપણા ભાઈ-બહેન છે.

સવાલી - ઊભાંરહો... તમારે 2 ટાપલી હજી ફટકારવી હોય તો છૂટ છે...પણ આ શું ધતિંગ બકો છો તમેં..? મારી બા ભારતીય નેં મારા બાપુજી ભારતીય તો એ બનેં ભાઈ-બહન કેવાય? પછી તો તમેં મને પણ ગામ નોં ભાણિયો બનાવી દેશો... અનેં કાલે સવારે મોટો થઇ નેં હું આ સેડારી દીપ્તિ હારે લગન માંડીશ તો...અમારા સબંધ નું શું...? ભાઈ-બહેન ના ભેળ-પાતરા બીજે ભણાવો... અમેં આયાં એબીસીડી નેં પાડા શીખવા આવીયૅ છીયેં સાહેબ.

ટીચર - દે ફૂટપટ્ટી.. દે ચીટલો.. દે થપાટ (સેડારી દીપ્તિ - દે વિચકો.. દે બટકું) સવાલી દક્તર મૂકી નેં ઘરે ભાગ્યો।

સવાલી મામા ના ઘરે જમવા ગયો

લતા મામી - બેટા સવાલી અભ્યાસ કેમ ચાલે છે? તારા સ્કુલ માં તને મજા આવે છે નેં?

સવાલી - આખો દી... રસોડા માં ચૂલો ફૂંકી નેં... હેઠા ઠામ ઊટકી ઊટકી નેં.... મારા મામા ની ચટ્ટા પટ્ટા રી લીલી પીળી ચડ્ડીઓ ધોઈ ધોઈ નેં મજા આવે છે? દિલ દુભાઈ જાય એવા સવાલ ના કરાય મામી, મારું મન જાણે છે હું મારી સ્કુલ અનેં અમારા સિક્ષકો નેં કેમ સહન કરું છુ.

લતા મામી - આલે લે... લે... લેલે।.. મારો ગગલો તો ખોટું લગાડી ગયો... જમવા માંડ.. હજી રોટલી આપું...?

સવાલી - એ મામી... આ રોટલી માં ઘી ચોપડવા નું હોય... ઘી માં રોટલી નેં ડુબાડી નેં એનો જીવ ના લેવાનો હોય... આ બટાકા ના સાક માં તમેં પાંચીકા રમવા ના પાણા નાખ્યા કે શું... આ ભીના ભીના ચીકણા ભાત... પાણી ના પચકા જેવી દાળ નેં ખારો ઝેર જેવો આ ટીંડોરા નો સંભારો.... આમાં મારે જમવું તો શું જમવું...

કઈ નય તો 250 ગ્રામ ઢોકરા લઈ અવાય.. તાજા ગરમ પાતરા હોય તો પણ ચાલે।... પૈસા ગાંઠ માં થી છૂટતા નથી તમને તો... જોજો બધા દોઢિયાં દવા માં જાશે... લખી લેજો.... મારવાડી મામી

લતા મામી - દે ઘૂસતો.. દે લાફો... દે થપાટ.. દે ચીટલો

સવાલી પોતાના પપ્પા સાથે, બીમાર માસા નેં જોવા હોસ્પિટલ ગયો.

સવાલી ના પાપા - હવે કેમ છે... સારું છે નેં તમને?

માસા - હા ફેર છે.... પણ... દુખાવો બહુ થાય છે.

સવાલી - એ પાપા આ કેવો સવાલ પૂછ્યો...? એને સારું થઈ જાય તો ઈ આયાં ઢાંઢુ કાઢી ખાટલે થોડા પડ્યા હોય. એને થોડા આ ડાકણ જેવી નર્સ નેં મોટા ડાબલા વારા ડોક્ટર ના મોઢા જોવા નો શોખ હોય.

અનેં તમેં માસા.. કરમ પીડા ભોગવો છો... ઘરે આવી નેં ત્રણ ત્રણ ટાણા ગરમ જમવાનું ઠુંસી જાતા, પણ કોઈ દી એમ થયું કે, મનેં એક રમકડું અપાવી દઉં, કે પછી રોકડા 100 રૂપિયા વાપરવા દઉ.

અનેં ખોટા ઉકાટા બંધ કરો... તમેં કઈ જંગ ના મેદાન માં ઘાયલ થઈ નેં ખાટલે નથી પડ્યા.... બીડી ના ઠૂંઠિયા ચૂસી નેં... તમ્બાકુ ચાવી નેં દવાખાને પડ્યા છો... મજબૂત બનો... સહન કરતા શીખો. "નશેડી માસા નેં નખરા જાજા... હુહ...."

સવાલી ના પાપા - દે ઢીંકો... દે લાફો.. દે ચીટલો.. (સવાલી દોડતો ઘર ભેગો).

(PART-1 END)