Kismat connection - 19 books and stories free download online pdf in Gujarati

કિસ્મત કનેકશન, પ્રકરણ ૧૯

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૧૯
સરલાબેન અને મોનાબેન પણ વિશ્વાસ અને નીકીની વાત સાંભળવા તત્પર હતાં. વિશ્વાસના દિમાગમાં નીકી શું પુછશે તેની ગડમથલ ચાલી રહી હતી અને નીકી ઉત્સાહના મુડમાં હતી.
નીકીએ વિશ્વાસને પુછ્યું,"વિશ્વાસ રેડી ફોર ધ કવેશ્ચન આન્સર ?"
વિશ્વાસે કંઇપણ બોલ્યા વગર ડોકુ હલાવી હા કહી.
"તો બોલ વિશ્વાસ, દુધ મોંઘુ કે ઘી? "
"ઘી."
"વિશ્વાસ, દુધમાંથી ઘી બનાવવા કેવી પ્રોસેસ કરવી પડે એ તો તને ખબર જ હશે."
"હા મને ખબર છે. પહેલા દુધમાંથી મલાઇ અલગ તારવવી પડે, માખણ વલોવવુ પડે અને માખણને વલોવી તેમાંથી છાશ નીકાળી તેને ઘણી મહેનતે ગરમ કરવુ પડે અને આખરે ઘી મળે. મને આટલી જ ખબર છે." વિશ્વાસ તેની મમ્મી અને સરલા આંટીની સામે હસીને બોલ્યો. 
"વેલડન વિશ્વાસ, તને ઘણુ બધુ ખબર છે. પણ જો તને ઓછી મહેનતે સારામાં સારુ ઘી મળતુ હોય તો તું આટલી બધી મહેનત કરીને ઘી બનાવે કે ના બનાવે? "નીકી હસીને હળવેકથી બોલી.
"ના નીકી. ઓછી મહેનતે સારુ ઘી મળતું હોય તો આટલી માથાકુટ ના કરાય. પણ તું આમ દુધ અને ઘી ના ચકકરમાં મારા મગજને વલોવ્યા વગર સીધો જવાબ આપ, નહિંતર રહેવા દે." વિશ્વાસ અકળાઇને બોલી ઉઠ્યો.
"અરે વિશ્વાસ! તને જવાબ મળી ગયો."મોનાબેન બોલ્યા.
"મને સમજાય એવો સીધો જવાબ જોઇએ નીકી. આમ આડીઅવળી રીતે નહી."
"તને મારા પ્રશ્નોના જવાબમાં જ તારા પ્રશ્નનો જવાબ મળી ગયો પણ તને સમજાયું નથી. અને તને ના પણ સમજાય કેમકે તારા જેવા ટેલેન્ટેડ છોકરાને દેશી ભાષામાં ન જ સમજાય એવું મને સમજાઇ ગયું."
વિશ્વાસ કન્ફયુઝ થઇને ગુસ્સામાં બોલ્યો, “અબે એયયય... આ શું ના સમજાય ને સમજાય ની વાર્તા કરે છે, સીધી રીતે જવાબ આપ ને."
નીકીએ ધીમે રહીને વિશ્વાસના ખભે હાથ મુકીને કહ્યુ,"ચિલ્ડ યાર ચિલ્ડ.આમ ગુસ્સે ના થઇશ. હું તને સમજાવું. જો વિશ્વાસ તું દુધમાંથી ઘી બનાવવા જેટલી જ મહેનત કરીને મટીરીયલ્સ ભેગા કરીને  નોટ્સ બનાવે છે અને મારા જેવીને આ નોટ્સ ઓછી મહેનતે સરળતાથી મળી જાય છે. એટલેજ ઓછી મહેનતે મને વધુ માર્કસ મળે છે."
નીકીની વાત સાંભળી વિશ્વાસને તેનો જવાબ મળી ગયો પણ તેના મનમાં નીકી માટે ગુસ્સો હતો. તેણે હસીને પોતાનો ગુસ્સો દબાવવાનો પ્રયાસ કર્યો પણ નીકીને વિશ્વાસના ચહેરાના ભાવ પરથી ખબર પડી ગઇ હતી કે તે મનોમન ગુસ્સે છે એટલે તેણે હસીને કહ્યુ,"થેન્કસ વિશ્વાસ, તારી નોટ્સ આપવા માટે."
"ઓકે .."
"ચલો બેટા, આપણે જઇએ હવે. માર્કેટમાં પણ કામ છે તે પતાવીને ઘરે જઇએ."સરલાબેને નીકીને કહ્યું.
સરલાબેન અને મોનાબેન ફરી જલ્દી મળીશું અને આજના દિવસ જલ્દી પસાર થઇ ગયાની વાતો કરતા કરતા ઘરના દરવાજા સુધી પહોંચ્યા.
નીકી હજુ પણ વિશ્વાસ પાસે જ ઉભી રહીને બોલી, "વિશ્વાસ, હવે તું મને તારી નોટ્સ તો આપીશ ને ?"
"વિચારીને કહીશ."વિશ્વાસે કટાક્ષમાં કહ્યું.
"હવે હું કોઇ જ ચિઠ્ઠી નહીં મુકુ. પ્લીસ મને ..."
"ચલો બાય આંટી, બાય નીકી."વિશ્વાસ ઉતાવળથી બોલીને બેડરુમમાં જતો રહ્યો.
નીકી તેને બાય કહીને એકીટસે જોતી જ રહી અને તેની પર તેની મમ્મીની અને મોનાબેનની પણ નજર હતી.
નીકી અને તેની મમ્મી રસ્તામાં અને ઘરે જઇને આજના દિવસની જ વાતો કરતા હતાં. નીકી રાતે સુતી વખતે વિશ્વાસના વિચારોમાં જ ખોવાયેલી હતી. મોબાઇલ હાથમાં લઇ તે વિશ્વાસને ગુડનાઇટ નો મેસેજ કરવાનું જ વિચારતી હતી ત્યાં તેના મોબાઇલની ફલેશ લાઇટ ઓન થાય છે અને વોટસઅપ મેસેજ રીંગટોન વાગે છે. તે બેડમાં સફાળી બેઠી થઇ અને મેસેજ જોયો તો તે વિશ્વાસનો હતો.
વિશ્વાસે મેસેજમાં લખ્યુ હતું,"સોરી. ગુડનાઇટ એન્ડ સ્વીટ ડ્રીમ."
નીકીએ પણ મેસેજનો રીપ્લાય કરવાનું વિચાર્યુ પણ ઉતાવળમાં કંઇ ના સુઝતા તરત જ મેસેજમાં સ્માઇલી રીપ્લાય કરીને ખુશ થઇને સુઇ જ ગઇ. નીકી સપનાઓની દુનિયામાં ખોવાઇ ગઇ હતી.
                       *******
વહેલી સવારે વિશ્વાસ નીકીના ઘરે પહોંચી જાય છે અને તેને જોઇને નીકીના મમ્મી પપ્પા ખુશ થઇ જાય છે. તેને નીકીની મમ્મી આવકારતા બોલે છે, "આવ બેટા, આટલી વહેલી સવારે...."
"હા આંટી. આટલી વહેલી સવારે તમારા હાથની ચા પીવા આવ્યો."
"હજુ તો અમારી નીકીની ગુડ મોર્નિંગ પણ નથી થઇ." નીકીના પપ્પા હસીને બોલ્યા
"તે રજાના મુડમાં છે એટલે. વાંધો નહીં તેને ડીસ્ટર્બ ના કરશો, આપણે ચા પીતા પીતા વાતો કરીએ ત્યાં સુધી કદાચ તે ઉઠી જશે."
નીકીના મમ્મી, પપ્પા અને વિશ્વાસ એકઝામની, સ્ટડીની, રાજકારણની વાતો કરતા કરતા ચા અને ગરમાગરમ બ્રેક ફાસ્ટ એન્જોય કરતા હતાં. નીકીની મમ્મી વાતો કરતા કરતા વારે વારે નીકીના રુમ તરફ અને વોલ કલોકમાં ટાઇમ જોયા કરતી હતી.
"ચલો બેટા, મારે ઓફિસ જવાનો ટાઇમ થઇ ગયો. તું નીકીના ઉઠવાની રાહ જો. તારી સાથે વાતો કરવાની મજા આવી."
"હા અંકલ મને પણ મજા આવી. બસ હવે, નીકી મેડમ ઉઠે એટલે અમારે થોડુ સ્ટડી મટીરીયલ્સ લેવા સીટીમાં જવું છે. મેં રાતે તેને વોટસઅપ મેસેજ તો કરેલો પણ તે ભુલી ગઇ હશે."
નીકીના પપ્પા ગયા પછી તેની મમ્મીએ વિશ્વાસના મનની કેટલીક વાતો જાણવાનો પ્રયાસ કર્યો. માસ્ટર કરવાનું શું પ્લાનિંગ છે અને નીકીની પણ કેટલીક વાતો કરી લીધી.
નીકીની મમ્મી બેડરુમ તરફ જોઇને બોલી,"તે નીકીને વોટસઅપ મેસેજ કર્યો તે નીકીએ જોયો નહીં હોય. તે કાલે થાકીને વહેલા સુઇ ગઇ હતી."
નીકીની મમ્મીની વાત સાંભળી વિશ્વાસ તેના વોટસઅપ મેસેજમાં જોયું તો, તેમાં તેના ફસ્ટ મેસેજનો રીપ્લાય તો નીકીએ સ્માઇલી મોકલીને આપ્યો હતો પરંતુ બીજા મેસેજનો રીપ્લાય નહોતો આપ્યો. પણ બીજા મેસેજની બ્લયુ ટીક જોઇ વિચારવા માંડયો કે તેણે જોયો હશે કે નહીં અને જોયો તો રીપ્લાય..."
"શું વિચારે છે બેટા? "
"કંઇ નહીં આંટી. બસ આ નીકી..."
એટલામાં જ નીકી તેના બેડરુમમાંથી બહાર આવે છે અને વિશ્વાસનો અવાજ સાંભળી સરપ્રાઈઝ થઇને ડાઇનીંગ ટેબલ પાસે આવીને બોલી,"વોટ અ પ્લીજન્ટ સરપ્રાઈઝ. વિશ્વાસ ...વિશ્વાસ તું."
"ગુડ મોર્નિંગ નીકી."વિશ્વાસે માતાના સામે હસીને કહ્યું 
"અરે! વિશ્વાસ. તું આટલો વહેલો અહીં ..શું થયું ..કેમ?" 
"બસ બેટા. આટલા બધા પ્રશ્નો એકસાથે..." નીકીની મમ્મી હસીને બોલી.
નીકી ઉત્સાહિત થઇને બોલી, "મમ્મી ખરેખર આ વિશ્વાસ છે કે મારુ સપનું છે? "
"અરે યાર! હું જ છું."વિશ્વાસે નીકીનો હાથ પકડીને કહ્યું.
નીકી વિશ્વાસને જોઇને બહુ જ ખુશ હતી. વિશ્વાસને આમ વહેલી સવારે પોતાના ઘરે જોઇને તેના મનમાં ગડમથલ ચાલુ થઇ ગઇ હતી. તે કેમ આવ્યો હશે અને વિશ્વાસના આ રીતે આવવાનું કારણ જાણવા તે ઉત્સુક હતી.
"બેટા, તું જલ્દી ફ્રેશ થઇ જા પછી વિશ્વાસ સાથે વાતો કરજે. વિશ્વાસ તો કયારનો આવી ગયો છે અને તારા પપ્પા જોડે ચા પીધી અને વાતો કરી. તે તારી જ રાહ જોવે છે."
નીકી ઉતાવળા પગે પોતાના રુમમાં ફ્રેશ થવા ગઇ અને ઝડપથી તૈયાર થઇને ડાઇનીંગ ટેબલ પાસે આવી ગઇ.
"વિશ્વાસ તને આમ જોઇ હું બહુ જ સરપ્રાઈઝ થઇ ગઇ અને મને બહુ ગમ્યું તને આમ અહીં જોઇ." વિશ્વાસની પાસે આવીને નીકી બોલી.
"જો બેટા, પહેલા મારી વાત સાંભળ પછી તમે નિરાંતે વાતો કરજો."
"હા બોલ મમ્મી ..જલ્દી બોલ."
"જો હું માર્કેટમાં શાક અને થોડી ગ્રોસરી લેવા જઉ છુ. થર્મોસમાં ગરમાગરમ ચા છે અને ડીશમાં નાસ્તો સર્વ કરેલો છે તે તારા અને વિશ્વાસ માટે છે. પહેલા ચા અને બ્રેકફાસ્ટ કરી લે જો પછી શાંતિથી વાતો કરજો. તમારે કયાંય બહાર જવું હોય તો જજો, મારી પાસે ઘરની ચાવી છે."
"બસ મમ્મી બહુ થયું ...બીજી વાત પછી."
નીકીની મમ્મી તે બંનેને એકલા વાતો કરવા મળે તે માટે થઇને માર્કેટમાં જવા નીકળે છે. નીકીની મમ્મી વિશ્વાસના બદલાયેલા સ્વભાવને કારણે ખુશ હતી અને નીકીને વિશ્વાસ સાથે ખુશ જોઇને પણ ખુશ હતી. તે મનોમન નીકી અને વિશ્વાસ વચ્ચે કંઇક વધુ ગાઢ રીલેશન બને તેવું વિચારતી હતી.
નીકી તેની મમ્મી ગઇ એટલે તરત બોલી, "કેમ આમ વિશ્વાસ ..તું .."
"નીકી બધી વાત પછી. આંટી કહીને ગયાને પહેલા ચા અને બ્રેક ફાસ્ટ."
નીકીને ચા અને બ્રેક ફાસ્ટ કરતા વિશ્વાસના આવવાનું કારણ જાણવા ઉત્સાહી હતી.
નીકીને વધુ કન્ફયુઝ કરવા માટે વિશ્વાસ બોલ્યો, "હું તને કંઇ ખાસ કહેવા આટલી વહેલી સવારે આવ્યો હતો પણ તું તો ..."
"સોરી વિશ્વાસ, હું ઘરે મોડી જ ઉઠું છુ અને મારી આટલી વેઇટ કરવા માટે રીયલી સોરી. પણ મને મમ્મીએ ઉઠાડી હોત તો "
"આંટીને મેં જ ના પાડી હતી, તને ડીસ્ટર્બ કરવા માટે."
"વિશ્વાસ કઇ વાત કહેવા .."
" નીકી, બધુ કહુ છુ પણ પહેલા મને આ ચા પી લેવા દે." વિશ્વાસ નીકીને હેરાન કરવા ધીમે ધીમે ચા પીતા પીતા બોલ્યો.
પ્રકરણ ૧૯ પુર્ણ
પ્રકરણ ૨૦ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.