Return of shaitaan - 3 books and stories free download online pdf in Gujarati

Return of shaitaan part 3

હેલો વાંચક મિત્રો. આભાર તમારો તમે મારી  સ્ટોરી પસંદ કરી રહ્યા છો અને રેટિંગ આપી રહ્યા છો તેની માટે.તમે  મને whats app પર  msg  કરી શકો મારો num  છે +61 0421 865 873 . મારુ ફેસબુક id https://www.facebook.com/jenice.turner  આ લિંક ઉપર ક્લિક કરી ને મને add  કરી શકો છો. લાસ્ટ પાર્ટ માં તમે વાંચ્યું  હત્યારા વિષે અને તે કોઈ brothrhood  માં જોઈન કેવી રીતે થયો અને  રાજ સુપર ફાસ્ટ જેટ પ્લેન માં બેસી ને જીનીવા આવી પહોંચ્યો છે અને તેની જે માણસ સાથે ફોન પર વાત થઇ હતી તે માણસ ને મળે છે હવે આગળ....

     મેક્સ વિલિયમ કોહલર. ડિરેક્ટર જનરલ ઓફ CERN . કોહલર ને બધા તેની પીઠ પાછળ કૉનીગ કિંગ બોલાવતા હતા. એક આગવો રૂતબો અને અસીમિત બુદ્ધિ નો માલિક હતો કોહલર. વ્હીલ ચેર પર હોવા છતાં આખી CERN ને રુલ કરતો હતો એવું કહીએ તો પણ અતિશ્યોકતિ ના કહેવાય.જો કે તેની પાછળ તેનો અથાગ પરિશ્રમ જ જવાબદાર છે.કોહલર થોડા કઠોર સ્વભાવ નો માણસ હતો. રાજ ને પણ એવું ફીલ થયું હતું.કોહલર તે રાજ ને ફોર્મલ હાઈ હેલો કરી ને તેની  વ્હીલ ચેર આગળ ચલાવા લાગ્યો અને રાજ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો.થોડી વાર માં તો રાજ ને રીતસર દોડવુ પડ્યું  કોહલર ની પાછળ. કોહલર ની વ્હીલ ચેર એકદમ અત્યાધુનિક હતી.કમ્પ્યુટર સ્ક્રીન ,પેજર સિસ્ટમ,ફોન કોલ ની સુવિધા, વિડિઓ કેમેરા વગેરે વગેરે ની સુવિધાઓ મોજુદ હતી. રાજ બસ દોડવા જેવી હાલત માં મોટા મોટા પગલાં ભરી ને ચાલવાં લાગ્યો.થોડી વાર માં તે લોકો લોબી માં આવી ગયા હતા.હવે ઘણા બધા સાયન્ટિસ્ટો રાજ ને દેખાવા લાગ્યા હતા.તેમના પગલાં ઓ નો અવાજ સંભળાવા લાગ્યો હતો.

"આ તરફ મી. રાજ...." ભારી અવાજ માં કોહલર એ કહ્યું.રાજ એ તરફ વળ્યો. બધા લોકો ના ચેહરા આ બન્ને તરફ હતા. બધા ને જ લાગ્યું કે કોઈ ખુબ જ જરૂરી અને અગત્ય નો મેહમાન છે નહિ તો ડિરેક્ટર જાતે કોઈ ને લેવા જાય એ ઈંપોસ્સીબ્લ હતું.

રાજે ધીરા અવાજે કહ્યું,"માફ કરજો મી. કોહલર પણ CERN  નું નામ મેં ક્યારે પણ નથી સાંભળ્યું."

"કોઈ આશ્ચ્રર્ય નથી મને મી.રાજ. અમેરિકનો ને યુરોપ એ સાયન્સ નો દેશ  લાગતો  જ નથી. પણ એ લોકો અહીં આવી ને શોપિંગ કરવા માં થી અને હરવા ફરવા માં થી ક્યારે ઊંચા આવ્યા છે? બસ એમની માટે યુરોપ નું આટલું જ મહત્વ છે પણ હું કહી દેવ તમને કે જરા ઇતિહાસ માં પાછળ ફરી ને જુઓ કે બધા મહાન સાયન્ટિસ્ટ્સ  ક્યાંથી આવે છે.ગેલેલીયો, એઇનસ્ટીન, ન્યુટન  આ બધા ક્યાંથી આવે છે? " કોહલર થોડા ઊંચા અવાજ માં બોલ્યો.

રાજ ને ખબર ના પડી કે શુ જવાબ આપવો.  તેણે પોતાના કોટ માં થી ફેક્સ નું કાગળ કાઢ્યું કે જેમાં હત્યા થઇ હતી એ  માણસ ની તસ્વીર હતી એ કોહલર ને બતાવી ને કહ્યું,"આ માણસ ફોટો માં છે એ............" કોહલર એ તેની વાત કટ કરતા કહ્યું ,"મી.રાજ પ્લીસ  અહીંયા નહિ હું તમને ત્યાં જ લઇ ને જાવ છુ. અને કોહલર એ તેના હાથ માં થી એ કાગળ લઇ ને કહ્યું હવે આ મને આપી દો."

થોડી વાર માં  ડાબી તરફ વળીને એક મોટા હોલવે તરફ કોહલર વળ્યો. કોહલર વાત કરતો હતો," અમારી પાસે  ૩૦૦૦ કરતા પણ વધુ physicist   છે.  આ દુનિયા માં સૌથી વધારે બુદ્ધિ ધરાવતા સાયન્ટિસ્ટ્સ અમારી પાસે છે. જરમન, જાપાનીસ ,ઇટાલિયન ,ડ્ચ, ઇન્ડિયન, ચીન અને બીજા ઘણા બધા ટોટલ ૫૦૦ થી વધારે યુનિવર્સિટી અને ૬૦ થી વધારે રાષ્ટ્રીયતા ધરાવતા સાયન્ટિસ્ટ્સ છે અમારી પાસે."

રાજ કોહલર ની પાછળ ચાલતા ચાલતા  શાંતિ થી તેની  વાત સાંભળતો હતો. તેણે પૂછ્યું,"કઈ ભાષા માં વાત કરો છો?"

"ઇંગલિશ માં ઓફ કોર્સ. યુનિવર્સઅલ language છે સાયન્સ ની." કોહલર એ જવાબ આપ્યો.

રાજ મન માં બોલ્યો કે સાયન્સ ની યુનિવર્સલ language તો મેથ્સ છે. પણ તેને આર્ગ્યુમેન્ટ કરવાનું મન ના થયું અને બસ તે કોહલર ની પાછળ ચાલવા લાગ્યો.

"તમને પાર્ટિકલ વિષે કઈ સમજ પડે?"કોહલર એ પૂછ્યું.

"વેલ જનરલ ફિઝિક્સ  માં થોડી ખબર પડે છે.પાર્ટિકલ ફિઝિક્સ એ એટમ્સ ની સ્ટડી છે ને?" રાજે જવાબ આપતા કહ્યું.

કોહલર એ માથું હલાવી હા પડી પછી કહ્યું,"એટમ્સ કેવા દેખાય છે અમારો રસ એની અંદર છે. એટમ્સ ના nucleus  માં એટલે કે એક atom ના દસ હાજર માં ભાગ માં . અહીંયા બેઠેલા વૈજ્ઞાનિકો તેનો જ જવાબ શોધે છે. આપડે ક્યાંથી આવ્યા છે? અને આપડે બન્યા છે શેમાંથી?" કોહલર એ કહ્યું.

"અને તમને લાગે છે કે એ જવાબ અહીં મળશે આ ફિઝિક્સ  ની  લેબ માં? રાજે કહ્યું.

"તમને આશ્ચર્ય થતું હોય એવું લાગે છે? કોહલર બોલ્યો.

"હા થાય છે કેમ કે આ સવાલ ધાર્મિક છે." રાજ એ જવાબ આપ્યો.

"મી.રાજ બધા જ સવાલ એક સમયે ધાર્મિક હતા.માણસે જાતે ધર્મ અને ધાર્મિકતા ને બોલાવી છે કે  જેથી  એ જગ્યા ભરી શકે કે જેનો જવાબ સાયન્સ નથી આપી શકતું. પહેલા ના જમાના માં જો દરિયા માં ભરતી આવતી તો એવું કહેવાતું હતું કે ગ્રીક ગોડ પસાઇડન આ બધું કરે છે. પણ સાયન્સ હવે સાબિત કરી આપ્યું છે કે જુના ગોડ( ગ્રીક ) બધા પૂતળા હતા. બહુ જલ્દી અમે સાબિત કરીશું કે ગોડ જેવું કશું  હોતું નથી સાયન્સ પાસે બધા હા બધા જ સવાલો ના જવાબ હશે. બસ થોડા જ સવાલ ના જવાબો બાકી છે જેમ કે આપડે આવ્યા ક્યાંથી? આપડે આ પૃથ્વી પર શુ કરીએ છે? લાઈફ અને યુનિવર્સ નો મતલબ શુ છે?" કોહલર એજ જ શ્વાસ માં બધું બોલી ગયો.

રાજ અચ્મ્બિત થઇ ને બધું સાંભળી રહ્યો હતો. તે ધીરે રહી ને બોલ્યો," ઓકે તો આ બધા સવાલ ના જવાબ શોધવાનો પ્રયતન CERN કરી રહી છે?"

" કરેકશન મી.રાજ. અમે લોકો પ્રયત્ન નથી કરી રહ્યા અમે લોકો બસ થોડા સમય માં જવાબ આપીશું. લક્ષ્ય થી ૨ કદમ દૂર છે  બસ થોડી રાહ જુઓ." કોહલર ગુરુર સાથે બોલ્યો.

રાજ શાંત થઇ ગયો કેમ કે તેમની બાજુ માંથી ૨ સાયન્ટિસ્ ચાલતા નીકળ્યા.એટલા માં અવાજ સંભળાયો ," સિલ્વયોસ"  

રાજે એ તરફ નજર ફેરવી એક ઉમર વાળો માણસ ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. તે પાસે આવ્યો અને કોહલર તથા રાજ ને હેલો કરી ને આગળ વધ્યો.

" કૉંગ્રટસ મી.રાજ તમે હમણાં જ નોબેલ પ્રાઈઝ  વિનર ને  મળ્યા. જ્યોર્જ ચર્પક ને.તેઓ મલ્ટી વાયર  ચેમ્બર ના સંશોધક છે." કોહલર હસતા બોલ્યો.

"મારો આજનો દિવસ શુભ છે." રાજે પણ હસતા હસતા જવાબ આપ્યો.

તેમને ૫ મિનિટ ઔર લાગી નિયત સ્થાન સુધી પહોંચવામાં. રાજે એક બૉર્ડ  દેખ્યું જેની ઉપર  ઉપર લખ્યું હતું. બિલ્ડીંગ C .  એ જગ્યા આવી ચુકી હતી જ્યાં બધા વૈજ્ઞાનિકો ના ઘર હતા.

રાજ ને થોડું અજુગતું લાગી રહ્યું હતું.થોડી વાર તે લોકો લિફ્ટ માં થી બહાર નીકળ્યા અને કોરિડોર તરફ વળ્યાં. રાજ ધ્યાન થી જોતો હતો કે કોરિડોર ખુબ સુંદર રીતે સજાવેલો હતો.પોરસીલોન ના ફૂલ વાસ , ફ્રેન્ચ ડેસાઇન નું hallway ટેબલ  અને બીજી ઘણી વસ્તુઓ.

કોહલર તેની તરફ જોઈ ને બોલ્યો,"અમે ઉમર વાળા  સાયન્ટિસ્ટ ને ઘર જેવું ફીલ કરવા માંગીએ છે."

"ઓકે જે માણસ ની હત્યા થઇ છે તે અહીંયા રહે છે? રાજે પૂછ્યું.

" હા આજે સવારે મિટિંગ હતી અમારી  નિયત કરેલા સમય થી એક કલાક જેવું ઉપર થઇ ગયું પણ તે આવ્યા નહિ . એવું કોઈ દિવસ બન્યું ના હતું કે એ સમય પર મિટિંગ માં ના આવે . મેં ફોન કર્યો તો એ પણ ના ઉઠાવ્યો. હું જલ્દી થી અહીં આવ્યો અને જોયું તો એ મૃત અવસ્થા માં પડ્યા હતા."કોહલર બોલ્યો.  

રાજ ની બેચેની વધતી જતી હતી તેને ખબર હતી કે થોડી વાર તે એક ડેડ બોડી જોવા જઈ રહ્યો છે. આ તરફ તેને કોહલર કોરિડોર ના એન્ડ તરફ લઇ ગયો. ત્યાં એક નેમ પ્લેટ હતી જેની પર લખેલું હતું." લિયોનાર્ડો વેત્રા" 

કોહલર બોલ્યો,"લિયોનાર્ડો આવતા વીક માં ૫૮ વર્ષ ના થવાના હતા. આ ખુબ જ હોશિયાર અને જબરજસ્ત બુદ્ધિમત્તા ધરાવતા સાયન્ટિસ્ટ હતા. એમના જવા થી અમે ઘણું ગુમાવ્યું છે."

રાજ બધું જોઈ રહ્યો હતો એક સેકન્ડ માટે તેની નજર કોહલર પર ગઈ  તેણે જોયું કે તેના મોં ઉપર દુઃખ ના ભાવ હતા જે બીજી જ પળે ગાયબ થઇ ગયા. રાજ ને તરત જ એક વિચાર આવ્યો કે આટલી મોટી બિલ્ડીંગ છે CERN  ની તો આ બિલ્ડીંગ આટલી ખાલી કેમ? બધા લોકો ક્યાં છે? અહીંયા તો આસ પાસ કોઈ દેખાતું  નથી.

"બધા ક્યાં છે?" રાજે પૂછ્યું.

"અહીંયા જે લોકો રહે છે એ લોકો અત્યારે લેબ માં કામ કરી રહ્યા છે."કોહલર એ જવાબ આપ્યો.

"મારો મતલબ પોલીસ થી છે.હજુ સુધી પોલીસ આવી નથી કે આવી ને જતા રહ્યા?"રાજે થોડી ગભરાહટ સાથે પૂછ્યું.

"પોલીસ?" કોહલર એ  રિપીટ કર્યું.

"હા પોલીસ , અહીંયા મર્ડર થયું છે મી.કોહલર તમે હજુ સુધી પોલીસ ને કેમ નથી બોલાવી? " હેરાની સાથે રાજ એ પૂછ્યું.

"હું નથી બોલાવી શકતો મી.રાજ અહીં ની પરિસ્થિતિ ઘણી ગંભીર છે."કોહલર બોલ્યો.

"પણ કોઈક ને તો ખબર પડશે જ ને?"રાજ એ કહ્યું.

"હા વેત્રા ની દીકરી પણ અહીંયા જ કામ કરે છે.તે પણ physicist છે.તેના પિતા અને તે આ લેબ માં સાથે કામ  કરે છે. તે અત્યારે રિસર્ચ ના કામે બહાર ગઈ છે. મેં તેણે જણાવ્યું છે તેના પિતા ના મોત વિષે. અને એ પાછી આવી રહી છે.

"હા એ જે પણ હોય મી.કોહલર પણ એક માણસ નું મર્ડર થયું છે અને તે પણ કેવી હાલત માં. પોલીસ ને તો......" રાજ ના શબ્દો અધૂરા રહ્યા અને તેની વાત ક્ટ કરતા કોહલર બોલ્યો,"હા ઇન્વેસ્ટિગેશન થશે . સ્પેશ્યલી લેબ નું કે જે ડો. વેત્રા અને તેમની દીકરી ની પ્રાઇવેટ જગ્યા છે. એટલા માટે જ તેમની દીકરી ના આવાની હું રાહ જોઈ રહ્યો છુ.મને લાગે છે કે તેમની પ્રાઇવસિ ની આટલી કદર તો મારે કરવી જ જોઈએ." 

આટલું કહી ને કોહલર એ દરવાજો ખોલ્યો. તરત જ એકદમ ઠંડી હવનો સ્પર્શ રાજ ને થયો . સૂકા બરફ માં થી જેમ ધુમાડો નીકળે છે તેવો ધુમાડો એ રૂમ માંથી નીકળવા લાગ્યો.

"આ બધું શુ છે?"  રાજ એ મન માં વિચાર્યું.

તેના મન ના ભાવ કોહલર જાણી ગયો હોય તેમ એ બોલ્યો,"ક્રાયોન કુલિંગ સિસ્ટમ. મારે આ ઓન કરવી પડી જેથી કરી ને બોડી ને ડિકોમ્પોઝ થતી અટકાવી શકાય મી.રાજ."

રાજે હાથ માં પકડેલું જેકેટ પહેરી લીધું. તેણે ખુબ જ ઠંડી લાગી રહી હતી.  

રાજ  જેવો રૂમ માં આવ્યો તેવો જ ઑટોમૅટિક ડોર બંધ થઇ ગયો. રાજ ની નજર ફ્લોર પર પડેલી લાશ પર ગઈ. લાશ એક્દમ જ બિહામણી લાગી રહી હતી.મરેલો માણસ જેનું નામ ડો.લિયોનાર્ડો વેત્રા હતું તે તેની પીઠ ઉપર પડેલો હતો. તેના શરીર પર કપડાં નું આવરણ ના હતું. તેની ચામડી થોડી બ્લુ અને ગ્રે કલરથી મિક્સ હતી. તેની  ગરદન ના હાડકા બહાર નીકળી ગયા હતા અને તેનું માથું 180  ડિગ્રી એટલે કે આખું ઊંધું (પીઠ ની side પર) ફરેલું હતું.તેનું યુરિન પણ બહાર નીકળી ગયું હતું જે દુર્ગંધ મારતું હતું. રાજ ની તો હાલત ખરાબ થઇ ગઈ હતી તેને આજ સુધી આટલી ભયાનક ક્રૂરતા થી કોઈ ની હત્યા થયેલ જોઈ હોય એવું તેને યાદ નથી.તે ક્યારેય પણ ક્રાઇમ સ્પોટ પર ગયો ના હતો.ના તેને આટલો ભયાનક મંઝર જોયો હતો.વોમિટ જેવું થતા તે બહાર ની તરફ દોડવા લાગ્યો. બાથરૂમ ની અંદર જઈ થોડી વાર રિલેક્સ થઇ ને તે પાછો આવ્યો.જેવો તે પાછો આવ્યો આવી તેની નજર ગઈ લાશ ની છાતી ઉપર કોતરાયેલા શબ્દો પર."ILLUMINATI " 

રાજ નું હૃદય ખુબ જ જોરથી ધડકી રહ્યું હતું.તેણે વારંવાર લાશ ની આજુ બાજુ ચક્કર લગાવી ને ઉપરથી, નીચે થી,સાઈડ માં થી બધી તરફ થી નામ વાંચ્યું.બધી બાજુ થી નામ એક સરખું જ વંચાતું હતું.  

"મી.રાજ??????" કોહલર એ બોલાવ્યો.

........................

"મી.રાજ? " કોહલર એ ફરીથી રાજ ને ઉદેશી ને કહ્યું. 

"હા....હા.... અચાનક તંદ્રા માં થી રાજ બહાર આવ્યો અને કોહલર ને તેણે પૂછ્યું," તમને કેટલી ખબર છે આના વિષે મી.કોહલર?"

"બસ તમારી વેબસાઈટ ઉપર જે વાંચવા મળ્યું એ જ .ઈલુમિનેટી નો મતલબ થાય છે "પ્રકાશિત લોકો" કોઈ વર્ષો પુરાણી " બ્રથરહૂડ" નામની સભ્યતાઓ નું કોઈ ગ્રુપ હતું.

"હમમમ તમે આ નામ પહેલા ક્યારેય સાંભળ્યું છે?" રાજે વળતો સવાલ પૂછ્યો.

"ના જ્યાં સુધી આ લાશ ની છાતી ઉપર જોયું ત્યાં સુધી તો નહિ."કોહલર એ જવાબ આપ્યો.

"ઓકે તો તમે વેબ સર્ચ કરી?રાજ એ પૂછ્યું.

"હા"કોહલેર એ રિપ્લાય કર્યું.

"અને આ વર્ડ નો મીનિંગ ૧૦૦ વેબસાઈટ ના રેફેરેંસ લઇ ને આવ્યું હશે એમાં કોઈ શક નથી." રાજ એ પૂછ્યું.

"૧૦૦૦ રેફેરેંસ લઇ ને આવ્યું પરંતુ  તમારી સાઈટ ઉપર હાવર્ડ યુનિવર્સિટી અને ઓક્સફેર્ડ તથા એક રેપ્યુટેબલ પબ્લીશર ના રેફેરેંસ જોયા અને બીજા ઘણા રેપ્યુટેડ પબ્લીકેશન ના નામ જોયા. અને એક સાયન્ટિસ્ટ તરીકે એટલું તો ખબર જ છે કે એના સોર્સ ઉપર ડીપેન્ડ કરે છે કે ઇન્ફોરમેશન કેટલી અગત્યની અને સાચી છે. તમારી વેબસાઈટ મને એકદમ ભરોસાપાત્ર લાગી." કોહલેર બોલ્યો.

રાજ ની આંખો હજુ પણ લાશ ઉપર જ ફરી રહી હતી.કોહલર આગળ કઈ ના બોલ્યો બસ તે રાજ ના જવાબ ની રાહ જોવા લાગ્યો.

રાજ એ ઉપર જોયું અને બોલ્યો કે, " આપડે આ બધી વાતો કોઈ ગરમ જગ્યા એ જઈ ને કરી શકીએ?"

"આ રૂમ બરાબર છે મી.રાજ આપડે અહીંયા જ વાત કરીશું."કોહલર બોલ્યો.

રાજ એ વાત ની શરૂઆત કરતા કહ્યું કે ઈલુમિનેટી હિસ્ટરી એ કોઈ સિમ્પલ હિસ્ટરી  નથી . હું આ બધું કહેતા ફ્રીઝ ના થઇ જાવ તો સારું છે. રાજે તેની વાત ચાલુ રાખી. ઈલુમિનેટી સભ્યતા ભલે ઘણી જૂની હશે પરંતુ તેમના સિમ્બોલ,સાંકેતિક ચિહ્નો, સંજ્ઞા ઓ નો સમાવેશ મોડર્ન સિમ્બોલોજી માં થાય છે.હજુ સુધી કોઈ ના જોવામાં આવ્યા નથી પણ એન્સીયેન્ટ (પૌરાણિક) દસ્તાવેજો એના સિમ્બોલ ને રજુ કરે છે "અમ્બિગ્રામ" (ambigram ) તરીકે.મતલબ કોઈ પણ બાજુ થી વાંચો એક સરખું જ વંચાય. સિમ્બોલોજી માં અમ્બિગ્રામ ઘણા કોમન છે.જેમ કે સ્વસ્તિક ,યીન-યંગ , જ્યુઈશ સ્ટાર , સિમ્પલ ક્રોસ  વગેરે.

 "ઓકે તો એકચૂલ માં ઈલુમિનેટી હતા કોણ?" કોહલર એ પૂછ્યું.

"ઓકે એકચૂલ માં ઈલુમિનેટી.............રાજે તેની કહાની ચાલુ રાખી.

" હિસ્ટ્રી ની શરૂઆત થી જ વિજ્ઞાન અને ધર્મ વચ્ચે ઊંડી ખાઈ છે જે પુરાવાથી રહી. ઘણા વિજ્ઞાનીઓ એ તેમના જીવ ગુમાવ્યા છે સાયન્સ ની નવી શોધખોળ કરી ને. વિજ્ઞાની જેવા કે જીરદાનો બ્રુનો."

"હત્યા થઇ હતી તેમની. ચર્ચ દ્વારા વિજ્ઞાન નું કોઈ રાઝ ખોલવા માટે. ધર્મ એ હંમેશા વિજ્ઞાન ની સતાવણી કરી છે." કોહલર એ કહ્યું.

"હા અને ઈ. સ. ૧૫૦૦ ની આસપાસ એક ગ્રુપ ના માણસો એ રોમ માં ચર્ચ નો વિરોધ કર્યો.ઈટાલીના ઘણા વિદ્વાન માણસો જેવા કે ફીઝીસીસ્ટ,મેથેમેટિશ્યન, એસ્ટ્રોનોમેર વગેરે લોકો એ સિક્રેટ માં એક મિટિંગ કરી.અને ત્યાં એ લોકો એ ચર્ચા કરી કે ચર્ચ લોકો ને ખોટું શીખવાડે છે.તેઓ ને બીક હતી કે સત્ય હકીકત છુપાવી ને ચર્ચ વિદ્વાન લોકો ને મારી નાખે છે.આ રીતે તો વિજ્ઞાન કે ટેક્નોલોજી ક્યારે પણ આગળ નહિ વધી શકે અને  લોકો સુધી સચ્ચાઈ ક્યારેય પણ  નહિ પહોંચે. અને એ વિદ્વાન લોકો નું જે ગ્રુપ કે સંગઠન હતું તેને તે લોકો આ નામ આપ્યું," પ્રકાશિત લોકો.""  રાજ બોલ્યો.

"The  illuminati "કોહલર બોલ્યો.

"હા યુરોપ ના સૌથી વધારે જ્ઞાન ધરાવતા લોકો ડેડીકેટેડ એટલે કે સમર્પિત લોકો પોતાની રીતે વિજ્ઞાન અને અન્ય બીજી જગ્યા એ નવી નવી શોધ કરતા રહ્યા. આ બધી વાત ની ખબર રોમ ચર્ચ ને થવા લાગી.અને ચર્ચ દ્વારા ઈલુમિનેટી સભ્યો ની હત્યા થવા લાગી. ઈલુમિનેટી સભ્યો એકદમ સિક્રેટ અને પ્રાઇવેટ જગ્યા એ મિટિંગ કરવા લાગ્યા.એકેડેમિક લેવલ પર જેમ જેમ તેઓ વધતા ગયા તેમ તેમ ઈલુમિનેટી સંગઠન નો પણ વિકાસ થતો રહ્યો.રોમ માં એક ખુબ જ સિક્રેટ જગ્યા એ ઈલુમિનેટી સંગઠન મળવા લાગ્યું.અને તેને નામ આપ્યું,"ચર્ચ ઓફ ઇલ્લુમિનશન". હવે ઘણા બધા સભ્યો એ આ ચર્ચ ઓફ ઇલ્લુમિનશન જોઈન કરવા લાગ્યા. છતાં પણ તેમની હત્યા રોમ ચર્ચ દ્વારા થવા લાગી. ઘણા ઈલુમિનેટી સભ્યો આનો બદલો લેવા માંગતા હતા પણ તેમનો જ એક સભ્ય આ બધા ની વિરુદ્ધ માં હતો. તે શાંતિવાદી હતો તેનું માનવું હતું કે રોમ ચર્ચ જે હિંસા કરે એ કરે પણ ચર્ચ ઓફ ઇલ્લુમિનશન એવું કઈ નહિ કરે.એ લોકો એ ક્યારેય પણ હિંસા ના માર્ગ પાર ના જવું જોઈએ.હિસ્ટ્રી નો સૌથી મોટો ફેમસ  સાયન્ટિસ્ટ હતો એ."

રાજ ને લાગ્યું કે કોહલર ઓળખી જશે કે એ કોણ હતો જે લોકો સાયન્સ સ્ટ્રીમ થી નથી આવતા એ લોકો ને  પણ ખબર છે કે એ કોણ હતો.પણ કોહલર તરફ થી કોઈ જવાબ ના મળતા તે આગળ બોલ્યો,"એ સાયન્ટિસ્ટ ને મારવાની સાજીશ થઇ હતી રોમ ચર્ચ દ્વારા.કેમ કે એ સાયન્ટિસ્ટ એ શોધ કરી ને લોકો ને  જણાવ્યું કે પૃથ્વી નહિ પણ સૂર્ય એ આપણા સૌર મંડળ નું કેન્દ્ર છે. તેને  રોમ ચર્ચ એ સખત સજા ફરમાવી હતી.કેમ કે તેને એ પણ બયાન આપ્યું હતું કે ઈશ્વરે માનવજાત ને સાઈડ(પૃથ્વી ) પર મૂકી છે  કેન્દ્ર માં નહિ.(સૂર્ય ) .

તેનું નામ હતું.........

કોહલર આતુર હતો એ નામ જાણવા માટે ......

દોસ્તો આ હતો રીટર્ન ઓફ શૈતાન નો પાર્ટ ૩ . પાર્ટ ૪ લઇ ને બહુ જલ્દી  આપની સમક્ષ આવીશ.ત્યાં સુધી વાંચતા રહો રીટર્ન ઓફ શૈતાન. મને તમારા ફીડબેક નો ઇન્તેઝાર છે. પ્લીસ તમારા રિવ્યૂ આપવાનું ચુકતા નહિ અગર સ્ટોરી ગમે તો ફ્રેંડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરજો.મારો whats app num  છે +61 0421865873 મને મેલ કરી શકો છો તમે jsm86@rediffmail.com પર https://www.facebook.com/jenice.Turner  ફેસબુક id છે ત્યાં તમે મને add  કરી શકો છો. થૅન્ક યુ દોસ્તો જલ્દી મળીશુ.