ચીસ

(પાછળના ભાગમાં આપણે જોયું કે પુરાતન અવશેષ સમી હવેલીનો રખેવાળ પીટર અંગ્રેજ યુવતીનુ બિહામણુ રૂપ જોઈ ત્યાંથી ભાગી નીકળે છે આકસ્મિક જ તે એક ગુફામાં સ્થિત ભૈરવના મંદિરમાં એક તપસ્વી મળે છે એને પોતાનો જીવ બચાવવા પીટર વિનંતી કરે છે.. આખરે રહસ્યમય લાગતો એ તપસ્વી પીટરને હવેલીમાં પાછા ફરવાની ફરજ પાડે છે હવે આગળ..)

મૃત્યુથી બચવા ફરી મૃત્યુ સાથે બાથ ભીડવાની હતી..
પોતાની કિસ્મત પર પીટર અકળાઈ રહ્યો હતો.
અત્યારે પોતાની જાત પ્રત્યે એને ખૂબ જ ગુસ્સો આવ્યો.
આમ તો આ પુરાતન હવેલીને જોવા ઘણા ટુરિસ્ટો આવતા.
જેમાં ક્યારેક-ક્યારેક ગોરાઓની ટોળકીઓ પણ હોતી.
કુતુહલવશ એક રંગીન મિજાજી સમ્રાટના શબાબ-એ-મોહની દાસ્તાન કહેતી હવેલીની જાહોજલાલી જોવા અચૂક આવતા..
બસ એવી જ રીતે માર્ટીન અને લ્યુસીની ચંડાલ ચોકડીનો ભેટાળો થઈ ગયેલો.
શરૂઆતમાં માર્ટીને પીટરને એક ગાઈડ તરીકે યુઝ કર્યો હતો.
પીટરને ફોડવા આ અંગ્રેજ ચંડાળ ચોકડી એ પીટરના ખાસ મિત્રો યાદવ, કામલે સુખા અને રઘુને મંત્રી દીધા.
પીટરે વિચાર્યુ અહીં ભૂલ પોતાની જ હતી. કારણ કે હવેલીની ચાવી હાથ લાગ્યા પછી શાહી ખંડોમાં પંચધાતુના બર્તનો માં સચવાયેલા એન્ટીક વસ્તુઓ અને ખજાનાની વાત પોતાના મિત્રોને એનેજ કરી હતી. પછી એ ખજાનાની વાત ત્રીજા કાન સુધી પહોંચે એ સ્વાભાવિક હતું.
ધનનો લોભ અચ્છા અચ્છા લોકોની દાનત  ફેરવી નાખે છે પછી આતો મજૂરીયાત વર્ગમાંથી આવતા લોકો હતા.
કિન્તુ સાવ એવું પણ નહોતું કે ફક્ત પૈસા માટે આ લોકોએ હવેલીની એન્ટીક વસ્તુઓ ચોરવાના પ્રસ્તાવને સ્વીકારી લીધેલો.
લ્યુસીની હમશક્લ જેવી લાગતી ઈન્દ્રના દરબારમાં શોભતી અપ્સરા જેવી નીલ નયનની વિજવેધા ગૌરાંગના ના દેહ વૈભવે ચારેયની ઊંઘ ઉડાડી દીધી હતી.
ચંડાળ ચોકડીની સેવા કરતા-કરતાં ચારેય જણાએ મોકો જોઈને તૃષ્ણા તૃપ્ત કરી લેવાનો તખ્તો ગોઠવી દીધો હતો.
અંગ્રેજો ગયા પણ હજુય tourist બની ભારતના ઇતિહાસની ધરોહર ગણાતી અજાયબીઓની એન્ટિક વસ્તુઓ યેનકેન પ્રકારે લૂંટવાનું ગદ્દારો હજુય છોડતા નથી..!
કામલે અને યાદવની વાતોમાં આવી ને મેં પણ મોટી મૂર્ખામી કરી નાખી. અપરાધી હું પણ હતો દેશની પૂંજી સમી ખાનગી ખાનગી માહિતી લીક કરીને.
પણ હવે પાણી વહી ગયા પછી પાળ બાંધવી નકામી.
'હાથના કર્યા હૈયે વાગ્યાં' એવો ઘાટ થયો હતો.
માર્થા નોકરીએ મોકલતી વખતે પીટરને યાદ કરીને મોબાઈલ સાથે આપતી.
નાઈટ ડ્યુટી કરી પીટર દિવસે ઘરે ચાલ્યો જતો હતો.
માર્થાની તકેદારી કામ કરી ગઈ.
માર્થા સિવાય એનુ આ દુનિયામાં કોઈ નહોતુ.
પોતાનો જીવ બચાવવાની લ્હાયમાં  ભાગતાં-ભાગતાં કેટલો દૂર આવી ગયો હતો એનુ ભાન હવે જ એને થયું રસ્તો કેમેય કરીને ખૂટતો નહોતો. પવનના સૂસવાટા સંભળાતા હતા. વૃક્ષો જાગતાં હોય એમ ઘૂઘવતાં હતાં.
સંભાળીને પગ મૂકતી વખતે નજીકથી ફફડીને ઉડી જતાં તેતર અને ચામાચીડિયાં એનો જીવ અધ્ધર કરી જતાં હતાં.
વારંવાર પીટર દૂર-દૂર ઝાડીઝાંખરા વચ્ચે આળોટતા અંધકારમાં મોબાઇલ ટોર્ચ વડે જોવાનો મિથ્યા પ્રયાસ કરી રહ્યો હતો.
હવેલીમાંથી પાછી ફરેલી યુવતી અને સુખાનુ ભયાનક રૂપ નજરે નિહાળ્યા પછી ફરી ત્યાં જ પ્રવેશવાના વિચાર માત્રથી એનું અંગેઅંગ ધ્રુજી રહ્યું હતું.
માત્ર થોડા રૂપિયા અને દારૂની લાલસાએ એનો જીવ જોખમમાં મૂકી દીધો.
તપસ્વી બાબાએ હવેલીમાં જવાનું સૂચન કર્યું હતું જે ખરેખર યોગ્ય હતું કે નહીં એ સમજવા વિચારવા એની બુદ્ધિ ટૂંકી પડી.
પર્વતાળ ઢોળાવની વચ્ચે કોઈ મોટા  રાક્ષસના બાવડાંની જેમ દેખાતી ચટ્ટાન જેવી હવેલી દૂરથી દેખાઈ..
અર્ધ ચંદ્રમાનો પ્રકાશ એને ઉજાળતો હતો. આછેરા પ્રકાશમાં હવેલી ઉપર મંડરાતાં નિશાચર પક્ષીઓનાં ટોળેટોળાં દેખાયાં.
વળતી વખતે જાણે કે તપસ્વી સાધુ ના આશીર્વાદ એના માથે હતા.
હવેલી સુધી પહોંચી ગયો હતો પરંતુ જરા સરખું છમકલું પણ થયું નહોતું.
મુખ્ય ડોર ખુલ્લું હતું દૂર દૂર સુધી ભેંકાર સન્નાટો હતો.
પોતાની રૂમ આગળ હળવો સળવળાટ જોઈ એણે દબાતા પગલે છુપાઈને ભીતર જોયું.
વરુઓનું એક મોટું ટોળું યાદવ અને રઘુ ની લાશને ખેંચતાણ કરી માંસના લીરેલીરા ઉતારી મિજબાની કરી રહ્યું હતું. એ નજારો જોઇને પીટરના ચહેરા પરથી લોહી સુકાઈ ગયુ..!

પોતાનો જીવ બચાવી પીટર હવેલી માંથી બહાર નીકળી શકશે..? નવાબ જાદા અને શાહીનની આત્માઓ આખરે શું ચાહતી હતી

 

***

Rate & Review

Nilam Mistry 3 days ago

Joshi Bijal 4 days ago

my list 1 week ago

Pravin shah 1 week ago

Tejal patel 1 week ago