aabhas-3 books and stories free download online pdf in Gujarati

આભાસ-૩

રિયા ને ગયા ને કલાક ઉપર થઈ ગયો હતો..સૌમ્ય એ રિયા ને ફોન કર્યો તો એનો ફોન પણ ન લાગ્યો.હવે સૌમ્ય ને ચિંતા થવા લાગી હતી.એણે પોલીસ સ્ટેશન માં ફોન કર્યો તો રિયા ત્યાં પણ પહોંચી ન હતી.સૌમ્ય ને હવે ડર લાગવા લાગ્યો હતો.ક્યાંક રિયા કોઈ મુસીબત માં તો નહીં હોય?સૌમ્ય આમતેમ આંટાફેરા મારતો હતો.હજુ રિયા દેખાયી નહિ.હવે સૌમ્ય એ નક્કી કર્યું કે તે રિયા ની ખબર કાઢવા જશે.આમ વિચારી એને ફટાફટ કાર ની ચાવી લીધી હજુ કાર સુધી પહોંચ્યો જ હતો કે રિયા ની ગાડી ગેટ માં આવતા દેખાયી.તેને હાશ થઈ.તે ઝડપ થી રિયા પાસે પહોંચ્યો પરંતુ રિયા નું વર્તન કઈક અજીબ હતું.તેને સૌમ્ય તરફ કાઈ જ ધ્યાન ન આપ્યું. એના ચહેરા પર કાઈ અલગ જ ભાવ હતા.જાણે કશું જ ન બન્યું હોય એમ રિયા સીધી અંદર ચાલી ગઈ.સૌમ્ય ને પણ એને કંઈજ પૂછવાનું યોગ્ય લાગ્યું નહિ.કેમકે એ રિયા ને જાણતો હતો એ કદી સૌમ્ય ને ડ્યુટી ની વાત જણાવતી નહિ.તેને પણ ઑફિસ જવાનું મોડું થતું હોય સૌમ્ય પણ રેડી થઈ ઓફીસ જવા નીકળી ગયો.
આજનો આખો દિવસ માં ગઈકાલ નું બાકી કામ પૂરું કરવાનું હોવાથી આખો દિવસ કામ માં નીકળી ગયો.કામ ના ભારણ ને લીધે સૌમ્ય પણ દિશા ની વાત અત્યારે ભૂલી ગયો હતો.રાત્રે ઘરે પહોંચતા જોયું તો રિયા પણ આજે જલ્દી ઘરે આવી ગઈ હતી.જમવાનું પણ એણે એકલા જ જમી લીધું હતું.આજે પેહલી વાર સૌમ્યએ એકલા જમવું પડ્યું.એણે જોયું તો નિશા સ્ટડી રૂમ માં પોતાના લેપટોપ પર કઈ કામ કરી રહી હતી.સૌમ્ય ને પણ એને ડિસ્ટર્બ કરવાનું યોગ્ય ન લાગ્યું.તેના મનમાં ઘણા  સવાલ હતા પરંતુ આજે એને રિયા ને એકલા રહેવા દેવાનું નક્કી કર્યું.એ બેડરૂમ માં જઇ સુઈ ગયો.રાત નો એક વાગ્યો હશે પરંતુ રિયા હજુ પણ સ્ટડીરૂમ માં હતી.સૌમ્ય ને આજે રિયા નું વર્તન રહસ્યમય લાગી રહ્યું હતું.એ પડખા ઘસતો હતો પરંતુ ઊંઘ આવતી ન હતી.એ વિચારો માં ને વિચારો માં સુઈ ગયો.
સવારે સૌમ્ય ની આંખ ખુલી તો નવ વાગી ગયા હતા.તેને આજે રિયા સાથે દિલ ખોલી ને વાત કરવી હતી તે જલ્દી થી ઉભો થયો. ડ્રોઈંગરૂમમાં જઇ જોયુ તો રિયા પોતાના યુનિફોર્મ માં ઉભેલી હતી.સાથે જ એની સાથે કામ કરનાર સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ પણ હતા.સૌમ્ય ને નવાઈ લાગી,કેમકે આથી પેહલા કદી આવું બન્યું ના હતું.સૌમ્ય એ બધા ને ગૂડમોર્નિંગ વિશ કર્યું.એના જવાબ માં રિયા એ કહ્યું:"અમે અહિયાં તમારી પૂછતાછ માટે આવ્યા છે મિસ્ટર સૌમ્ય, આશા છે તમે સાથ આપશો".સૌમ્ય રિયા નું આવું રૂપ જોઈ ડઘાઈ ગયો.એને લાગ્યું કે કદાચ રિયા ને પોતાના ભૂતકાળ ના કરેલા ગુના ની ખબર પડી ગઈ છે. રિયા કઈ બોલે એ પહેલાં જ એ બોલી ઉઠ્યો,"રિયા મહેરબાની કરી પેહલા મારી વાત સાંભળ,હું પહેલાજ તને બધું જણાવી જ દેવાનો હતો,પરંતુ મારી હિંમત ના ચાલી,મને માફ કરી દે,મારી ભૂલ થઈ ગઈ".રિયા એ કંઈજ ઉત્તર આપ્યો નહિ એટલે સૌમ્ય ફરી બોલ્યો,"મને બીક હતી કે મારી વાત સાંભળી તને ઝટકો લાગશે,તું મારા થી નફરત કરીશ".આ સાંભળી રિયા બોલી,"ઝટકો તો હવે તને લાગવાનો છે સૌમ્ય".આટલું બોલી એણે બાજુ માં ઉભેલા કોન્સ્ટેબલ તરફ ઈશારો કર્યો.થોડી જ વાર માં તે બહાર થી બે જણ ને લઈ ને અંદર આવ્યો. સૌમ્ય ની નજર એ આવનાર આગંતુકો પર પડી કે એ ચોકયો.એ ચીસ પાડી ઉઠ્યો,દિશા.........?????

(ક્રમશઃ)

શુ તે ખરેખર દિશા હતી?રિયા ના અજીબ વર્તન નું કારણ શું હતું?જાણવા માટે વાંચો આભાસ ભાગ -4.