Premno swash vishwas - 1 in Gujarati Love Stories by ashvin chaudhary books and stories PDF | પ્રેમનો શ્વાસ વિશ્વાસ - 1 - ઓળખ...

Featured Books
Categories
Share

પ્રેમનો શ્વાસ વિશ્વાસ - 1 - ઓળખ...

શિવ બંગલોઝ, મુંબઇ
બહારથી મકાન કોઇ અમીર માણસ ને શોભે તેવો લાગી રહ્યો છે. મકાન ના ઉપરના રૂમના એક ટેબલ પર સવારના છ વાગે એલાર્મ વાગી રહ્યો છે. જય સ્વપ્ન ની દુનિયા માંથી બહાર આવે છે. તેને આવા સમયે એલાર્મ ના કર્કશ અવાજ થી ગુસ્સો આવે છે. તે ઘડિયાળ તરફ હાથ લંબાવે છે. પરંતુ એલાર્મ ને જોતા તેના મુખ પર એક અજીબ ભાવ છવાઈ જાય છે. તેને કોલેજ ના એ છેલ્લા દિવસો યાદ આવી જાય છે. જ્યારે શિવાંગીએ તેને આ એલાર્મ ગિફ્ટ આપ્યું હતું.

જય તે વિચારો ખંખેરી ને તૈયાર થાય છે. તે બ્લુ shurt & white પેન્ટ માં ખુબજ સરસ દેખાઈ રહ્યો હતો. તે તૈયાર થઈ ને નીચે જાય છે જ્યાં સરલાદેવી તેનો નાસ્તા માટે intazar કરતા હતા.

જોઈએ તોસરલાદેવી જય ના કાકી થાય પરંતુ જય ના માતા-પિતા ના સ્વર્ગવાસ પછી સરલાદેવી એ જય ને પોતાના સંતાન ની જેમજ ઉછેર્યો હતો.

શુભાસવાર બેટા....

good morning maa... તું હજી પણ ગુજરાતી ભાષા માજ બોલશે ને.

હા કેમ નઈ મારી માતૃભાષા છે અને તું પણ મારી સામે તો ગુજરાતી જ બોલ સમજ્યો.

હો હો માં તારો દીકરો સમજી ગયો બસ ...

hamm

આમતો સરલાદેવી ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરેલ પણ તેમને ઘરમાં ગુજરાતી બોલવાનો ઉગ્ર આગ્રહ હતો. અને તેમનો સ્વપ્નો હતો કે તેમના જય ના લગન પણ કોઈ ગુજરાતી ખાનદાન માં જ થાય.
બેટા રાવીન્દ્રભાઈ કહેતા હતા કે બે- ત્રણ દિવસ પછી બિઝનેસ ને લાગતી ખાસ મિટિંગ છે. તે અવતા જ હશે. વાત કરી લેજે તેમની સાથે. ok.....
ok ......... મા
આવતા હશે નહીં આવી ગયા. સુભસવાર સરલાબેન.

રવિન્દ્રભાઈ જય ના ઓફિસ ના એક કર્મચારી હતા પણ ઘણા સમયથી સાથે કામ કરવાથી અને ઓફિસ માં સૌથી મોટા હોવાથી એક સંબંધ બંધાઈ ગયો હતો. તે સરલાદેવીને પોતાની બહેન ની જેમજ રાખતા હતા. ઓફિસ નો બીજો staff પણ જય ને તેના દરેક કામ માં સપોર્ટ કરતો હતો. જય દરેક ને પોતાના જ છે એમ ગણી ને સાચવતો હતો. ઓફિસ માં પહોંચતાજ જય તો સ્તબ્ધ થઈ ગયો...

હેપી બર્થડે જય ની બુમો સંભળાવા લાગી .

જય ને યાદ આવ્યું કે આજે તેને બર્થડે હતો. જે તેને યાદ પણ ન હતો. ત્રણ વર્ષ પહેલાનું જન્મદિવસ શિવાંગી સાથે કેટલા ધૂમ-ધામથી મનાવ્યું હતું. અને વચ્ચે ના ત્રણ વર્ષ તો ન જાણે ક્યાં પસાર થઈ ગયા હતા. આ નકકી મા અને રવીન્દ્રકાકા નું કામ હશે તે વિચારી રહ્યો . તે બધાનો આભાર માની અને gift સ્વીકારી પોતાના કેબીન માં ગયો.
ત્રણ વર્ષ ના ટૂંકા ગાળા માં તેણે એક અવિશ્વાસનીય સિદ્ધિ હાંસલ કરી હતી. આ દુનિયા કેટલી સ્વાર્થી છે તે વીચારી રહ્યો. શિવાંગીને એવી તો કઇ મજબૂરી હશે કે તેણે મને છોડી દીધો. શુ આ દુનિયા મારી મા ની જેમ ના રહી શકે કે જેમણે મને કોઈ પણ સ્વાર્થ વગર મોટો કર્યો. અને તેની આંખ માંથી આંશુ આવી જાય છે.

બે જ દિવસ પછી મિટિંગ હોય છે.આ મિટિંગ માટે કેનેડા ની 7 STAR કંપની ના CEO આવવાના હોય છે અને ઇન્ડિયામાં જે કંપની નું પ્રેઝન્ટેશન સારું હોય તે કંપની સાથે કામ કરવાના હતા. આ મિટિંગ માટે જય ની કંપનીએ ખુબજ મહેનત કરી હોય છે અને જય કોઇ પણ ભોગે આ ડીલ પાક્કી કરવા માંગતો હોય છે.
અને આખિર આ દિવસ આવી જાય છે. જય અને રવીન્દ્રકાકા પુરી તૈયારી સાથે એ દિવસે મિટિંગ માટે પહોંચી જાય છે. ભારત ની મોટી મોટી કંપનિઓ આવેલ હોય છે. દરેક ના મનમાં એક જ વિચાર આવતો હતો કે નક્કી આ ડીલ માં જય ઇન્ડસ્ટ્રીઝ જ બાઝી મારી જશે. દરેક 7 star company. ના ceo ની વાટ જોઈને જ બેઠા હોય છે અને medom આવે છે. દરેક કંપની પોતાની ક્ષમતા પ્રમાણે પ્રેઝન્ટેશન આપે છે.

આ બાજુ જય ની હાલત ખુબજ ખરાબ હોય છે. કારણ કે ceo. બીજું કોઇ નહીં પણ શિવાંગી જ હોય છે. આવા સમયે જય ને ખુબજ ગુસ્સો આવે છે. તેને જોઈ ને જયનું આખું હૃદય નફરત થી ભરાઈ જાય છે. અને તે પ્રેઝન્ટેશન આપ્યા વગર બહાર નીકળી જાય છે. અને આ ઘટના શિવાંગી ની નજરની બહારની નથી. રવિન્દ્રકાકા એકલા જેમ તેમ કારી ને પોતાની સ્પીચ પુરી કરે છે. અને તેમની નવાઈની વચ્ચે 7 star company તેમની સાથે ડીલ પાક્કી કરે છે. રવિન્દ્રભાઈ medom નું આભાર માની જય પાસે જાય છે.

3 દિવસ પછી ...

કેમ જય જ્યારથી આ ડીલ પાક્કી થઈ છે તું ખુબજ ઉદાસ રહે છે..રવીન્દ્રકાકા એ પુછયુ

કાકા તમને યાદ છે મેં તમને શિવાંગી ની વાત કરી તી.

હા બેટા પણ તેને આ વાત સાથે શુ લેવા દેવા

આ ceo છે એ શિવાંગી જ છે.

ઓ હ હ..

કાકા અને જય વિચારે છે કે તો શિવાંગી એ આ ડીલ પાક્કી કેમ કરી? જેનો જવાબ ખુદ શિવાંગી પાસે પણ ન હતો કે તેને જય ની કંપની સાથેજ કેમ ડીલ કરી તે વિચારતી હતી . પણ તે ખૂબ ખુશ હતી કે એ હવે જય ની સાથે કામ કરશે.

જય ના આવા ઉદાસી ભર્યા વર્તનથી સરલાદેવી ઉદાસ થઈ ગયા. અને તેમણે રવીન્દ્રભાઈ ને વાત કરી.

હું ખુદ પણ એ જ વિચારું છું બેન.

રવીન્દ્રભાઈ જય નો મૂડ ફ્રેસ કરવા તેમના ઘરે આવાનું કહે છે.

આ બાજુ જય આવાનો છે એવી વાત સાંભળીને અંજલિ ખૂબ જ ખુશ થઈ જાય છે. અંજલિ રવીન્દ્રભાઈની બેટી છે. રવીન્દ્રભાઈ ને બીજું કોઈ સંતાન ન હોવાથી અંજલિ ને ખૂબ જ લાડકોર થી ઉછરેલી છે. અંજલિ ને નાનપણ થી કોઈ જ વસ્તુ ની કમી મહેસુસ થવા દીધી નથી. અંજલિ ના સંસ્કાર પણ તેના માતાપિતા જેવાજ ઊંચા છે. અંજલિ 17 વર્ષ ની થઈ ત્યારની જય ને ઓળખતી હતી તે મનોમન જય ને પ્યાર કરતી હતી. આમતો અંજલિ જય થી 5 વર્ષ નાની હતી. અંજલિ કયારેક પિતા સાથે ઓફિસ જતી હતી ત્યારે તેને જય ને જોયેલો.

એક દિવસે સવારે 10 વાગે અંજલિ બાથરૂમમાં નહીં રહી હતી અને પછી ખબર પડે છે કે ટુવાલ તો બહાર જ ભૂલી ગઈ. તેને બહાર કોઈ છે જણાતાં તે ટુવાલ માંગે છે. તેને એમ કે માં હશે અને તે હક થી ટુવાલ માંગે છે. તે ટુવાલ પહેરી ને બહાર આવે ત્યારે સ્તબ્ધ થઈ જાય છે.

અરે ..તમે ...

કેમ હું ટુવાલ ના આપી સકુ...

ના આતો મને ખબર ન હતી કે તમે આવેલ છો.

અરે બેટી જય ને પાણી પણ આપશે કે બસ અમજ વાતો કરશે ..રવીન્દ્રભાઈએ બહારથી આવતા કીધું.

આ લાઇ પાણી . કહી ને અંજલી જય ને પાણી લાઇ આપે છે.

આમતો જય અને અંજલિ કયારેય પણ ઘણા મળેલ નહિ પણ બંનેને એકબીજા સાથે મળતા ત્યારે વાત કરવી ગમતી.

તો બોલો અંજલિ ભણવાનું કેવું છે .

સારું . એકદમ મસ્ત. અંજલિ એ કહ્યું.

ચા પીધા પછી જય જાય છે .

અંજલિ ને તો બસ જય ના જ વિચારો આવે છે. તેના મનમાં ઘણા પ્રશ્નો હોય છે. શું તે જય ને ચાહે છે? તેને આવા વિચારો પીછો છોડતા ના હતા. તે આજે અરીસા સામે ઉભી રહીને પોતાના શરીરનો નિરીક્ષણ કરી રહી. શું જય પણ મને ચાહતો હશે? સુ તેના મનમાં પણ મારા વિચારો હશે.જ્યારે જય વિચારી રહ્યો કે અંજલિ અને શિવાંગી માં સુ ફરક છે. તે જાણે અજાણે બંને ની સરખામણી કરી બેઠો. પણ શા માટે હું અંજલિ નો વિચારું છું.શુ સંબંધ છે મારે અને અંજલિ ને. તેના મનમાં આજે પણ શિવાંગી જ વસતિ હતી. તે આજે પણ શિવાંગી ને ચાહતો હતો. શુ શિવાંગી ફરીથી મારી ઝીંદગી માં ના આવી શકે? ના ના હું શું કામ તેના વિશે વિચારું છું?તેના મનમાં આવા ઘણા પ્રશ્નો ઘર કરી ગયા હતા.શુ આજે પણ શિવાંગી ની કોઈ મજબૂરી હશે અહીં આવાની.

ક્રમશઃ.......