A story... - ( Chapter - 20 ) books and stories free download online pdf in Gujarati

અ સ્ટોરી.. - ( Chapter - 20 )














અમુક જ ક્ષણોમાં હું સંપૂર્ણપણે એનો બની ચુક્યો હતો અને એ મારી. આ પ્રથમ વખત હતું જયારે પુરા હોશમાં અમે બંને શારીરિક અવેગોમાં તણાઈ રહ્યા હતા. કદાચ આગળ કઈ થાય એ પહેલા જ ઘરની ડોરબેલ વાગી.

અચાનક વાગેલી ડોરબેલ મારી ચિંતામાં જાણે વંટોળ બનીને ફૂંકાવા લાગી હતી. અડધી રાત્રે મારા ઘરે કોણ...? અને જીનલ... મારું મન જાણે આ ઘટનાથી જ બહેર મારી ગયું હતું. કઈ જ સમજવું મારા માટે અશક્ય લાગવા લાગ્યું હતું. રાત્રે મારા ઘરે કોઈ છોકરીનું હોવું જ મારા માટે અકલ્પનીય હતું. માસી હશે તો... કે માસા...? મારું રોમ રોમ આ વિચાર માત્રથી કંપી ઉઠ્યું હતું. હું તરત જ જીનલને મારાથી દુર કરીને ઉભો થઇ ગયો. મેં જીનલને ધાબા પરથી જ પાછા ઘરે મોકલવા માટે દરવાજો ખોલ્યો, પણ બાજુના ધાબે શૈલી આંટી અને અંકલ હજુ હવા ખાતા બેઠા હતા. મેં એમને હાય કર્યું અને પાછો નીચે ઉતરી ગયો. જીનલને જો આ સમયે અહીંથી ધાબુ કુદતા અંકલ આંટી જોઈ જાય તો પણ સમસ્યા સર્જાય, એના ઘર સુધી પણ વાત પહોચે અને મારા વિષે જેવી તેવી વાતો થાય એ તો અલગ. આત્યારે જો કાઈ પણ થાય તો અમે બંને ફસાઈ જઈએ એવી સ્થિતિ હતી. જાણે કે આગે ખાઈ અને પીછે સમંદર. પણ હવે બંને તરફ બચવાના અણસાર શૂન્ય હતા. જો માસી કે માસા આવ્યા હોય અને એ અમને સાથે જોઈ જાય તો પણ એજ ડરની બીક મને સતાવી રહી હતી.

‘તું મને પણ આજે ફસાવીશ, અને તું પણ ફસાઈ જઈશ. મેં પહેલા પણ તને કહ્યું જ છે કે તારે આમ વિચાર્યા વગર મારા ઘરે નહિ આવી જવાનું, અને એ પણ રાત્રે તો કોઈ કાળે નહિ. પણ, મારા લાખ કહેવા છતાં પણ તું આવી જ જાય છે. તે આવતા પહેલા કોઈ પણ જાતનો વિચાર સુધ્ધા કર્યો છે ખરો...? તને અંદાઝ પણ છે, કે કોઈ તને અહી આવતા જોઈ જાય તો...?’ મારા ચહેરા પર ભય અત્યારે તાંડવ કરી રહ્યો હતો. આછા અંધારામાં પણ જીનલ કદાચ એ ડર સ્પષ્ટ પણે જોઈ શકતી હશે. પણ, એના ભાવ કોઈ જ ડરને દર્શાવતા ન હતા.

‘તું પાગલ છે કે શું...?’ મેં સહેજ સમય એના બિંદાસ હાવભાવ જોતા કહ્યું. અને પછી એને હાથથી પકડીને નીચે લઇ ગયો. એને ધાબા કુદીને ઘરે જવા દેવાય એવું પણ ન હતું. છેવટે મેં એને છુપાવી લેવા માટે વીચાર કર્યો, મેં એને મારા રૂમમાં લઇ આવીને પલંગ નીચે છુપાઈ જવા કહ્યું. પણ, એ મારી સામે વિચિત્ર નજરે તાકી રહી હતી.

‘તું આ બધું શું કરે છે...?’ ઘરમાં જયારે ત્રીજી વખત ડોરબેલનો અવાજ ગુંજ્યો ત્યારે એણે મને બેફિકરાઈ પૂર્વક કહ્યું. મારા દિલમાં ફાળ પડી રહી હતી, અને એનું મન એકદમ શાંત હતું. ખરેખર આ દુનિયામાં લાગણીઓના પ્રવાહ કરતા લાગણીઓની પવિત્રતાને સાબિત કરી શકવી બહુ અઘરી છે. પ્રેમ કરવો અઘરો નથી પ્રેમને છુપાવીને અથવા સામે લાવવો બહુ અઘરો છે.

‘તો તું દરવાજો નથી ખોલવાનો...?’ એણે કહ્યું.
‘તું છુપાય તો ખોલું ને...?’
‘મારે શું કામ છુપાઈ જવું પડે...?’
‘આટલી રાત્રે તને કોઈ મારા ઘરે, અને મારા બેડરૂમમાં જોશે તો...?’
‘તો હું મારા ઘરે જતી રહું એમ કહેવા માંગે છે.’
‘એ પણ શક્ય નથી.’
‘કેમ...?’
‘અરે જીનલ બાજુ વાળા અંકલ અને આંટી ધાબા પર બેઠા છે. અને ઘરના દરવાજા પર પણ કોઈક છે. તો તું ઘરે કઈ રીતે જઈ શકીશ...?’

‘પણ, તું દરવાજો તો ખો...?’
‘હા, પણ તું...’
‘હું અહિયાં જ બેઠી છું.’
‘નાં, તું અહી કાઈ રીતે...’ મારા ચહેરા પર તરવરતો ભય મારા શરીર પર હાવી થતો જઈ રહ્યો હતો. આ સ્થિતિ મારા માટે કલ્પના શક્તિ બહારની હતી. જો માસી કે માસા બેમાંથી કોઈ પણ હોય તો...? એમાં પણ જીનલ વિષે જો ખબર પડી જાય તો શું સ્થિતિ સર્જાય એની ચર્ચા તો દુર વિચાર પણ મુશ્કેલ છે.’

‘જો દરવાજો ખોલ તું પહેલા...’ એણે સાવ સહજ ભાવો સાથે જ મને કહ્યું. એના આત્મવિશ્વાસ પાછળના કોઈ જ કારણો સમજી શકવા મારા માટે મુશ્કેલ હતા. એ સમયે તો હતા જ...

‘તું નાહક ડરી રહ્યો છે. એમ કર મારી પાસે આવીને બેસ. હું તને શાંત કરવાનો પ્રયત્ન કરું.’ જીનલ મારી સામે જોઈ રહી હતી.
‘જો હું જોરથી બોલું તો ખતરો સમજીને તું સંતાઈ જજે. હું કઈક કરીને સાચવી લેવા પ્રયત્ન કરીશ.’ મેં આટલું કહેતા કહેતા મારા રૂમમાંથી દરવાજા તરફ ચાલવાનું શરુ કર્યું. મુખ્ય દરવાજા તરફ વધતા દરેક પગલામાં એક વિચિત્ર ભયનો દાવાનળ મારા અંતરમાં જવાળાથી દઝાડતો હતો. મારા ચહેરા પર ભય હતો અને પેટલા વિચિત્ર સંકુચન પામતી આંતરડાની એઠન અનુભવાતી હતી.

‘છેવટે હિમ્મત કરીને મેં દરવાજો ખોલ્યો. ત્યાં અન્ય કોઈ નહિ પણ મિત્રા જ હતી. એ મારા ચહેરાના ભાવ કદાચ સમજી શકી હોય એમ નિશ્ચિત પણે અંદર ચાલી આવી.

‘ક્યાં છે પેલી વાંદરી...?’ મિત્રાએ આવતા વેત જ પૂછ્યું.
‘કોણ... જીનલ...’ મેં અટકતા શબ્દે પૂછ્યું.
‘એણે તમને કઈ નથી કહ્યું...?’
‘શું કહેવાનું હતું...?’
‘એને મારી સામે લાવો તો જરા.’ દરવાજો બંધ કરીને મિત્રા મારા ઘરની અંદર સુધી આવી ગઈ હતી.

‘પણ, થયું શું છે...?’ હું વધુ પૂછું એ પહેલા જ મિત્રા અને જીનલ બંને એકબીજાને મળી રહ્યા હતા. મિત્રા મારા રૂમમાં જીનલ પાસે જઈને બેસી ગઈ હતી.

‘તમારે હજુ કાઈ કહેવાનું છે...?’ મિત્રા મારી સામે જોઇને બોલી. જીનલ અને મિત્રા બંનેની નજર અત્યારે મારા પ્રતિભાવ પર જ સ્થિર હતી. કદાચ...
‘મારે... તો... ના... હું તો આને પણ...’ હું કઈ જ બોલી ન શક્યો.
‘એટલે એણે કાઈ કહ્યું...?’
‘હા મિત્રા.’ જીનલે વચ્ચે જ બોલીને નીચું જોઈ લીધું.
‘મને કાઈ સમજાયું નહી.’ હું આટલું કહેતા કહેતા રૂમમાંથી બહાર લીવીંગ રૂમમાં ગોઠવાયો.

‘એ તો કાઈ જ નહિ ભાઈ, અહી આવતા પહેલા આણે જ મને ફોન કરીને અહી આવવાનું કીધું હતું.’ મિત્રાનો અવાજ અંદરથી મને સંભળાયો.

‘તમારી બેયની બુદ્ધિમાં જે ઓછપ છે, એને સુધારવાની જરૂર છે.’ મેં સહેજ ઊંચા અવાજે સંભળાય એમ કહ્યું.

‘તો હું જાઉં હવે...?’ થોડોક સમય પછી મિત્રાએ કહ્યું.
‘આને પણ લઇ જા ને...’
‘ઈ તો ગઈ હમણાં જ.’
‘હા... તો જા ભલે...’ હું દરવાજો બંધ કરીને રાહતભર્યો શ્વાસ લેતા સોફા પર પડ્યો અને પગ પાથરીને સુઈ ગયો. પછી અચાનક જ મને કઈક યાદ આવ્યું એમ હું ઝડપભેર સીડીઓ ચડવા લાગ્યો. દરવાજો બંધ હતો, પણ એ અંધારા ખૂણામાં અનુભવાતો સળવળાટ હું મહેસુસ કરી શકતો હતો.

‘એક કિસ પ્લીઝ...’ અંધારામાંથી અવાઝ સામો ફેંકાયો.
‘તારે ઘરે જવું છે કે નહિ...?’
‘તું નાં પાડે તો નથી જવું. હવે મારે તો તારા કહ્યા પ્રમાણે જ કરવાનું ને...?’
‘તું જા ઘરે, દરેક વખતે મારું કહ્યું કરવાની જરૂર નથી.’
‘તો મારી કિસ...’ એણે ઈશારામાં જ કહ્યું.
‘આ બધું શું છે, જીનલ...? અચાનક આમ મારા ઘરે આવવું, આ બધી વાતો, મિત્રને બોલાવીને તો તે મને ડરાવી જ દીધો હતો અને હવે પાછું આ નવું...’ હું સહેજ ગુસ્સાભર્યા અવાજે બોલ્યો.

‘મેં તારી વાત માની તો તારે પણ મારી વાત માનવી જોઈએ ને...?’
‘ના... તું ઘરે જા.’
‘હું નહિ જાઉં.’
‘જીનલ સમજવાની કોશિશ કર યાર.’ હું એને સમજાવવા માટે એની વધુ નજીક સરક્યો. એના શ્વાસોના પડઘાઓ હું મારા શ્વાશોની અથડામણ સાથે અનુભવી શકતો હતો. પણ, અંધારામાં એનો ચહેરો અસ્પષ્ટ હતો. ‘આઈ લવ યુ...’ એણે કહ્યું અને મને બળપૂર્વક પોતાની તરફ ખેંચી લીધો. એનો સ્પર્શ મારામાં વધુ ઝડપે ઉન્માદ ભરી રહ્યો હતો. એ સ્પર્શનો લાવા મારા લાગણીના બરફને ક્ષણિક સમયમાં પીગળાવી દેવા પુરતો હતો. મારા પર એનું અધિપત્ય બાધવા લાગ્યું હતું, જાણે એ ધીરે ધીરે મને એના મોહજાળમાં કેદ કરી રહી હતી. પહેલા મારા ગાલ પર અને પછી હોઠની કિનારી પર તસતસતું ચુંબન મૂકી દીધું. પછી ધીરેકથી મારા કાનની બુટને બચકું ભર્યું અને હું કઈ બોલું એ પહેલા જ એ બસ આટલું બોલી. ‘બાકીનું કાલે... ત તૈયાર રહેજે...’

હું કાઈ કહેવાના વિચારથી હજુ બહુ દુર હતો. એની મોહજાળ મારી મક્કમતા કરતા બમણી મજબુત હતી. આટલું કહીને એણે મને આઝાદ કરતા દરવાજો ખોલ્યો અને નીકળી ગઈ. હું બસ એના અહેસાસમાં અને એના સ્પર્શના નશામાં સીડીઓમાં જ બેઠો રહ્યો. મારા પર જે મોહજાળ હતું એ બસ કાળના દ્રશ્યને વિચારતું હતું. એ શબ્દોમાં જ ખોવાયેલું હતું જે એણે કહ્યા હતા ‘બાકીનું કાલે...’. કાલે એવું શું હતું, જે આજે ન થઇ શક્યું...? મનમાં કઈ જ સ્થિર રહ્યું ન હતું. લાગણીઓના થોથવાઈ રહેલા અહેસાસો સપનાની શેરીઓમાં છુપાઈ જવા ઉતાવળા થઇ રહ્યા હતા.


( ક્રમશ: )