The Author Akshay Follow Current Read મુંઝવણ એક એન્જીનીયર ની...ભાગ -૩ By Akshay Gujarati Short Stories Share Facebook Twitter Whatsapp Featured Books Purasra Kitab - 1 جیسا کہ آپ جانتے ہیں ہر انسان کا ایک پَیشن ہوتا ہے کسی کو کہ... تلاش کریں تلاش کریں۔ کوئی ایسا منظر تلاش کریں جو روح کو سکون دے سکے۔ ا... ہنسنا اور گلے لگانا ہم ہنسی سے گلے لگاتے ہیں۔ ساری رنجشیں بھول کر ہم ہنسی سے گلے... سائنسی نظر، رُوح کیا ہے؟پارٹ:-4 ظہران ممدانی نے تاریخ رقم کی مشہورکہاوت ہے کہ ”محنت اتنی خا... سائنسی نظر، رُوح کیا ہے؟پارٹ:-3 ایک سائنسی نظر، رُوح کیا ہے؟ویسَئلونک عَنِ الرّوح قُلِ الرُّ... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Akshay in Gujarati Short Stories Total Episodes : 3 Share મુંઝવણ એક એન્જીનીયર ની...ભાગ -૩ (7.2k) 1.4k 3.4k 4 કોલેજ માં મિત્રોને મળીને આરવ માતા-પિતા ને મનમાં કહેવાના નિશ્ચય સાથે કોલેજની બહાર બસ ની રાહ જોતા ઊભો હતો.સમય કેવી રમત રમી જાણે છે તેનો પરિચય આરવ ને આજે થયો હતો. ગઈ કાલનો ટોપર આજે પાસ થવા માટે વલખાં મારી રહ્યો હતો. વિધિ ની કેવી આ વક્રતા...? તેવામાં તેનો બીજો એક મિત્ર આવી ને મળ્યો. તેને પણ આરવ નાં પરિણામ વિશે ખબર હતી. થોડી સાંત્વના આપી તેણે આરવ ને હવે ભવિષ્ય માં શું કરવું તે અંગે પૂછ્યું...આરવે તેની યોજના જણાવી પરંતુ મિત્ર એ આ યોજના વિશે શંકા વ્યક્ત કરતાં કહ્યું કે શું તારા માતા-પિતા તારી વાત ને સમજશે તું જે સમજાવા માગે છે શું એ તેમને મંજૂર કરશે....?"તેમના મગજ માં તારા વિશે ઉલટાના કંઈક ઊંધા વિચારો આવવાના શરૂ થઇ જશે કે આ કોલેજ માં શું કરતો હશે ક્યાંક કોઈ ખરાબ લતે તો નઈ લાગી ગયો હોય ને..!! આવા ને આવા વિચારો તારું અને એમનું બન્નેનું મન વિચલિત કરી નાંખશે".મિત્ર એ એક સારી ભાવના થી આરવ ને ભવિષ્ય વિશે ચેતવ્યો હતો પરંતુ આરવ માટે તો આ મહામુશ્કેલી સમાન કોયડો હતો જેને તે અત્યારે સુલજાવી શકતો નહતો... આરવ નું મગજ ફરી ચકરાવા લેેેવા લાગ્યું. તેેેણે મિત્ર ને પૂછ્યુંકે તો હવે બીજો શું ઉપાય છે.? મિત્રએ જણાવ્યું કે "જો તું અત્યારે ઘરે આ વાત જણાવીશ તો તારા માતાપિતાને તારા વિશે ઘણાબધા આડાઅવળા વિચારો આવશે અને એના જવાબ પણ તારે જ આપવા પડશે જે તું અત્યારે નહિ આપી શકે...હવે આગળ તું વિચારી લે તારે શું નિર્ણય કરવો છે તે"....આટલું કહીને આરવનો મિત્ર અટક્યો પરંતુ આરવ નું મગજ નહોતું અટક્યું એ હવે વધુ તીવ્ર ગતિએ ભમવા લાગ્યું હતું. આરવ ને લાગતું હતું કે હમણાં જ મગજની બધી નશો ફાટીને તેના હાથમાં આવી જશે....પરંતુ પોતાના વિચારો પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી આરવે તેના મિત્ર સાથે વાત આગળ વધારી અને હવે તેના ઉપાય વિશે જાણવાની કોશિશ કરી..."આના સિવાય બીજો કયો રસ્તો છે આ સમસ્યા માંથી નીકળવાનો...?"આરવે પુછયું. મિત્ર એ કહ્યું તું હમણાં ઘરમાં જે કંઈ પણ બન્યું તે ના જણાવીશ જેમ ચાલે છે તેમ જ ચાલવા દે પછી જ્યારે તારે એક વધુ વર્ષ ભણવાનું આવે ત્યારે ઇન્ટરનશિપ નો એક વર્ષનો કોર્ષ કરવાનો છે તેમ જણાવી દેજે ખોટા અત્યારે માબાપને દુઃખી ન કરીશ અને તું પણ ખોટું ટેન્શન લઈને ના ફરીશ...આ બંને સમસ્યાઓ નો આ એક ઉપાય છે. આ વાર્તાલાપ ને ત્યાંજ અટકાવી બસ મળતા આરવ બસમાં બેસી ગયો.પરંતુું તેનું મન હવે કઈ નક્કકી નહોતું કરી શકતું. માતા પિતાને સત્ય જણાવવું કે મિત્ર એ જણાયા મુજબ માતાપિતાને દુઃખ ના પહોંચાડવા માટે તેમના થી હકીકત છૂપાવી આગળ અભ્યાસ ચાલું રાખવો.હજુ આરવ કંઈ નિર્ણય લે તે પેહલા જ તેનું સ્ટોપ આવી ગયું. એને ખબર પણ ના પડી કે બે કલાક નો લાંબો રસ્તો જે દરરોજ કાપવો ખૂબ જ કપરો લાગતો હતો આજે એક ક્ષણ ની અંદર જ જાણે પૂરો થઈ ગયો હોય તેમ લાગ્યું. સ્ટેશન પર ઉતરી આરવ ઘર તરફ ધીમા અને ગભરાયેલા ડગલાં ભરી રહી રહ્યો હતો.ઘરે પહોંચીને આરવે દરવાજો ઉઘાડ્યો દરરોજની જેમ મમ્મી કામ માં વ્યસ્ત હતી એટલે આરવ કંઈ પણ બોલ્યા વગર જ કોલેજ બેગ મૂકીને તેના બેડમાં પછડાયો. મમ્મી એ પૂછ્યું "આવી ગયો આરવ....?" આરવ વળતો જવાબ ના આપી શક્યો...એનો જવાબ એના ગળામાં આવેલા ડુમાં ના કારણે ત્યાજ અટકી ગયો. પોતાની જાતને સ્વસ્થ કરીને આરવે જવાબ વાળવાનો પ્રયત્ન કર્યો.આરવને લાગ્યું કે "જો આમ વર્તન કરીશ તો મમ્મી ને ચોક્કસ જ ખબર પડી જશે", માટે તેણે પોતાની જાતને સાચવી ને પછી રોજ મુજબ જ ચા નાસ્તો પતાવીને તે પોતાના રૂમ માં પુરાઈ ગયો... ‹ Previous Chapterમુંઝવણ એક એન્જીનીયર ની - 2 Download Our App