Shikaar - 11 books and stories free download online pdf in Gujarati

શિકાર। - પ્રકરણ ૧૧

                                    શિકાર 
                                 પ્રકરણ  ૧૧
આકાશ વાસ્તવમાં  આવ્યો  ,"કાંઇ  નહીં ,એક મસ્ત  વાત  યાદ  આવી  ગઇ  પણ  એ પછી અત્યારે  ચલ તનિષ્કમાં.. "
"ના !આકાશ, એવાં  ખોટા  ખર્ચા  નથી  કરવા... "
"એ તું  દોઢીનો  થા  માં , ખોટા  ખર્ચા  વાળી!!  આ તો  તારૂં લેણ છે યાદ  છે તારી  ઘડીયાળ ના મેં ભુક્કા બોલાવી દીધાં  હતાં? "
"હા! પેલી  શિલ્પા વાળી  ઘડીયાળ.."
 "હા! એ શિલ્પા  યાદ  આવી  એટલે  જ હસી  પડ્યો  હતો  ને  તારી  બર્થડે  પણ  છે એ વિચારી  ઘડીયાળ આપવાનું  સુજ્યો એટલે  હું  ઝુમી  ઉઠ્યો... "  આકાશને આમ  વાત  વાળતા કે  ઘડતાં  સારૂં ફાવતું.... 
 ગૌરવ ને મનગમતી  ગોલ્ડ ડાયસ રેડ બ્રાઉન લેઘર બેલ્ટ વાળી  ઘડીયાળ  અપાવીને  જ આકાશ  માન્યો,  લગભગ દશેક વાગ્યે  તેનાથી  છુટો  પડી  તાજ ઉમેદનાં  રૂમમાં  એ પહોંચ્યો...  હવે  જો કે  એરપોર્ટ  નજીક  રહેવાનો  અર્થ  નહોતો, એનો  અર્થ  સરી  ચુક્યો  હતો... ગૌરી ને  મળી  ને.... 
ગૌરી....  ગૌર વર્ણ લીધી સુંવાળી  એની  ત્વચા....  ચૂમવા નું  મન  થઈ જાય  એવી જ પણ,  આકાશે  ચૂમવા  ની વાત  તો દૂર રહી  પણ  સ્પર્શ પણ  ખાસ નહોતો  કર્યો  એકાદ  વાર  ખભે હાથ મુક્યો  હશે  કે  સેકહેન્ડ....  ને  બંનેના  ખભા  સ્પર્શયા  હોય  એ જ... હા એ જે રીતે  ગૌરી  ને  તાકી  ને  જોઇ  રહ્યો  હતો...  "ગાંડો  જ સાવ હું ય તે! " આકાશ વિચારી  રહ્યો  હતો.... 
                             **************  
 "ગાંડો  જ સાવ આકાશ! "
એ જ વખતે  ગૌરી  પણઆકાશનના વિચારમાં  જ ખોવાઇ  હતી, "જાણે  કોઇ દિવસ  છોકરી  જોઇ જ ન હોય , જો  કે  અચાનક  મળ્યા  એટલે  જ કદાચ  ...ચોંકી  તો હું  પણ  હતી..  ક્લિનશેવ  ન હતો  પણ  કેવો  શોભતો  હતો  આવાં  જ છોકરા  સારા  બહું  ચોકલેટી  ના  સારા  લાગે.... "
ત્યાં  બહાર  થી  SD નો  અવાજ  આવ્યો, " ગૌરી, .... જમવાનું  નથી?  આ છોકરી અઠવાડીયું  અમદાવાદ  શું  આવી  જમવાનું  ય નથી  પુછતી  , સાસરે  જશે  ત્યારે  બોલાવશે  ય કે  કેમ? "
ગૌરી  તરત  દોડી ને આવી...  SDના વાળમાં હાથ ફેરવતાં  બોલી,"  કેમ પણ આજે  ટોણા  મારો  હેં??? "
"ઘડીયાળ તો જો  નવ વાગ્યા  શ્વેતલ  મનમાં  ગાળો  દે  કે  ભુખ્યા  મારી  નાંખે  આમની  ભેગા ફરવી  તો...."
શ્વેતલ  ને  SD  જોડે  જ આવ્યા હતાં  રાજકોટ થી  ઉમેશને  મળવા ... આમતો  ઉમેશ ફોર્ચ્યુન લેન્ડમાર્ક માં ઉતર્યો  હતો પણ  SD શ્વેતલને એનાં  ફ્લેટ  પર લેતો  આવ્યો  હતો આમેય SD હોટલમાં  રહેવાનું ટાળતો...  શ્વેતલ બે ય ની વાત  સાંભળી  હસતો  હતો   ... ગૌરી  ખીજાઈ શ્વેતલભાઇ  પર ....,"કાકા   શું  તમે ય તે પણ  ... ખાવાનું  તૈયાર  જ રખાવ્યું  છે જીણી  માસી  જોડે.... "
જીણી માસી ગૌરી  ની સાથે  જ રહેતાં  જ્યાં  ગૌરી  હોય  ત્યાં  જીણીમાસી  હોય જ,  એની ખાવાપીવાથી  લઈ  પહેરવાં  ઓઢવા  સુધીનું  બધું ય...  જીણી  માસી  જો  કે  બહું ભાગ્યે  જ બોલતાં  કદાચ  SD   એ એનો   આવાજ  માંડ બે ત્રણ  વાર  સાંભળ્યો  હશે.... 
બધાં  માટે   ચણા પુરી  પીરસાયા... શ્વેતલભાઇ ને નવાઈ લાગી  એમણે  પુછી  જ લીધું  "હેવમોર થી મંગાવ્યા  કે શું? "
"ના હવે , હેવમોર માં આવી નાની  ગોળ પુરી ક્યાં  હોય? "
"પુરી  ઘરે  બનાવી  લીધી  હોય "
"અરે !ગ્રેવી  મેં જ મિક્સી માં ગ્રાઇન્ડ  કરી  છે ."
SDએ જીણી બેન ને  પુછી  જ લીધું ," જીણી  બા!  બીજુ શું  શું  બનાવતાં  ફાવે "
જીણી  બેને ગૌરી  સામે  જોઈ  કહ્યું  ,ગૌરી  કહે  એ બધું ... " એ એટલું  ધીરે થી  બોલ્યા  કે  SD ને  માંડ સંભળાયું... 
ગૌરી  એના ડ્રેસ  ના કોલર  ઉંચા કરવા  લાગી....   
SD એ કહ્યું  ," આને  બહું  માથે  ન ચઢવો એને લગ્ન પછી  તકલીફ  પડશે... "
"પપ્પા!"ગૌરી  તરત જૂઠા  ગુસ્સાની  સાથે  બોલી  પણ આજ પહેલી  વાર   આ વાત  સાથે  એને  આકાશ યાદ  આવી ગયો....  ગાલ શરમથી  વધુ  રાતા  થઇ  ગયાં........ 
                  *****************************                 *******************************
 આકાશે  સવારે પરવારી  સૌથી  પહેલાં  બેંક માં  જઇ સ્ટેટમેન્ટ કઢાવ્યું   એન્ટ્રી  બધી  સરખી એમાઉન્ટની  હતી , અલગ અલગ  એકાઉન્ટ  થઇ  ને  કુલ્લે  પાંચ  લાખ  આવ્યા  હતાં;  એટલે  કે  કુલ્લે  દસ લાખ  નો  શોટ હતો  જેમાં  અઢી  લાખ  ઈન્દોર  નાં અનાથ આશ્રમ માં ને  અઢીલાખ  પુનાના  ઓલ્ડ એજ  હોમ માં  ગયાં  હતાં  રોહિત મામા  ની  આ જ ઢબ હતી  એ પચાસ ટકા  અલગ  અલગ  સંસ્થા  માટે  ફાળવી  જ દેતાં.... 
સવાલ એ નહોતો  કે  કેટલી  રકમ આવી?   મુખ્ય  મુદ્દો એ હતો  કે  આ થયું  એનો  અર્થ  એ  કે રોહિત મામા  ક્યાંક  હોવા જોઈએ  અને સક્રિય  પણ....   એટલે  કે  એ સ્વસ્થ  પણ  હોવા  જોઈએ..... 
એને  ફરી  થી  યાદ  આવ્યાં  મનહર  શેઠ  અને  આંગડીયા  માધવ વેણીદાસ  નું  નામ  પણ  હા શ્વેતલભાઇ  તે દિવસે  આની  જ વાત  કરતાં  હતાં..... સાથે  SD  એ શ્વેતલભાઇ ને  રોક્યા  હતાં  તે ય યાદ  આવ્યું....   શ્વેતલ ભાઇ  એ હાથે  કરીને  તો આમ નહીં  કહ્યું  હોય ને?  
શ્વેતલભાઇ  થી  સાચવવું  તો રહ્યું  જ.... 
આકાશને  જરૂર  નહોતી  તો પણ  એણે સેલ્ફ નો ચેક  લખી  પૈસા  ઉપાડ્યા   અને  એક થિયેટરમાં  મુવી  જોવા  જતો  રહ્યો.....  એની  શંકા  સાચી  ઠરી  કોઈ  એની  પાછળ  હતું  જ....... 
                ***************       ****************
શ્વેતલભાઇએ બધી  માહિતી  લીધી , એમની  પાછળ  આકાશ પણ અમદાવાદ  આવ્યો  જ હતો  પણ આકાશે  કોઈ  ને  મળવાનો  પ્રયત્ન  નહતો  કર્યો   એ સાંજે  એરપોર્ટ  આસપાસ  મળવા  પ્રયાસ  કરશે  એનો  એમને  અંદાજ  બાંધ્યો  બે કારણ સર...  એક તો  એ એરપોર્ટ  જોડે  રોકાયો  હતો  વળી  આકાશને  એમણે  જ કહ્યું  હતું કે  , ઉમેશ ને  વળાવવા  એ લોકો  અમદાવાદ  જવાના...... 
પણ એમનાં  માણસને  એ ખબર  નહોતી  કે  આકાશને  ગૌરી  મળી  ચુકી  હતી  ગઈકાલે  જ ...... ગૌરી  આવી  રીતે  મળે  એવું  એમને  કલ્પનામાં પણ  ન હોય , હા દૂરથી  આકાશને  એક છોકરા  સાથે  બે  છોકરીઓ  ને  મળતાં  મજાક  મસ્તી  કરતાં  જોયા  હતાં  અને  એ એમણે  શ્વેતલભાઇ  ને  જણાવ્યું  પણ હતું  .......
                         *****************                   *****************
આકાશ મુવી જોઈ  આવી  સૌથી  પહેલાં હોટલમાં થી ચેક આઉટ કર્યું, હવે  આ રૂમની  જરૂર જ નહોતી...  એ સીધો  ઉપડ્યો  ગૌરવ પાસે.......   
આ બાજુ ગૌરવની  બર્થડે ઉજવણી ચાલતી અને પેલી તરફ ઉમેશ પેરિસ  જવા  રવાના  થયો  લગભગ કાયમ માટે જ....
શ્વેતલભાઇ  ની  ધારણા  પ્રમાણે  આકાશ  એરપોર્ટ  પર ક્યાંક ને  ક્યાંક  ભટકાશે  જ પણ  ક્યાંય  દેખાયો  જ નહી  અમદાવાદ માં  આકાશ  હતો  તો  આવ્યો  કેમ નહી, એમણે  એની  પાછળ  લાગેલા  માણસને  ફોન  કરી  માહિતી  મેળવી...  આકાશ કોઈકની  બર્થડે  ઉજવતો  હતો  કોઇ હોટલમાં  એટલી  માહિતી  એને  મળી.... વધુ  નજીક તો એ ન જઇ શક્યો  પણ  એક જૈ કાલે  હતો  એ છોકરો  પણ  હતો  ને  બર્થડે  કદાચ  એની  જ હોય  એમ લાગ્યું...... 
શ્વેતલભાઇને  નિરાંત  થઇ , આકાશને બ્લેકમેઇલર  સાથે  કોઈ  જ લેવાદેવા  નહી  જ હોય ...
અને  આ તરફ  આકાશે  અમદાવાદમાં  ગુજરાત યુનિવર્સિટીના  કેમ્પસમાં રેગ્યુલર  આવવાની ગોઠવણ  આરંભી  દીધી.... એનો  ટાર્ગેટ હવે  ગૌરી  હતી  ના કે  SD... 
 એ માટે  સૌથી  પહેલાં  તો એણે  યુનિવર્સિટી નજીક  એક ફ્લેટ ભાડે  રાખવાની  તજવીજ  કરી  જેથી  એ અને  ગૌરવ  સાથે  રહે....   પણ  ગૌરવ  નો  સવાલ  ખટક્યો  પણ  વ્યાજબી  એ લાગ્યો  ...." અહીં  તું  રહીશ શા માટે  ?કે  કરીશ  શું  અહીં  રહીને?  .....  આ સવાલ  તો  દર  વખતે  આવશે  જ...... "
(ક્રમશ:......)