Shikar books and stories free download online pdf in Gujarati

શિકાર - The Hunt

શિકાર 2

સંદીપ ભાઇ ને આમતો ખાલી સંચાલન અને પર્દા પાછળ જ ભુમિકા ભજવવા ની હતી એ રીતે જ ગોઠવણ કરી આપી હતી.રોહિત જાણતો હતો કે, SD એમસીધેસીધા હાથ નહિં જ મુકવા દે એટલે સંદીપ ભાઇ ને સાત આઠ વિઘા નો એક ટુકડો શોધી રાખવા કહ્યું હતું જેનાં પર શામજી ની નજર હોય અથવા એની જમીનોની નજીક હોય. એટલે સંદીપ ભાઇ એ શામજીની રિલાયન્સ ની આસપાસ ની જગ્યાઓ અલગ તારવી જે બીજી તરફ શામજી ની જ હતી પણ એનાં નામે ન હતી.વળી શહેર ને જોડતા હાઇ થી નજીક હતી સાત વિઘા નો એ ટુકડો બે ભાઇઓ નાં નામે તકરારી માં ચાલતો જે સંદીપ ભાઇ ની સમજાવટથી સમાધાન પર બેસવા તૈયાર થયાં હતાં.

સંપત્તિ નાં બે ભાઇઓ નાં ઝઘડામાં મોટાભાગે એવું જોવાયું છે કે કોઇ ત્રીજો વ્યક્તિ વધું લઇ જાય એ સહન થતું હોય છે જ્યારે મા જણ્યો ભાઇ એક તસુભાર વધું પામે એ પોસાતું નથી એ અન્યાય રૂપ જણાય છે એવું ઘણીવાર જોવાયું છે...જોકે દર વખતે એવુંય નથી બનતું રામાયણ જેવાં કિસ્સાઓ. પણ હાલની તારીખે ય બનતાં હોય છે ....

સંદીપભાઇ ની સમજાવટથી બંને ભાઇ માં કડવાશ તો દૂર થઇ જ હતી સાથે પરસ્પર સ્નેહ આદર પણ વધ્યો હતો બંને જમીન જાળવવા તૈયાર થયાં હતાં...

સંદીપભાઇ એ બંને ભાઇઓ આગળ જમીન વેચાણ કરવાનું નાટક કરવા પ્રસ્તાવ મુક્યો હતો ...અને એ યોજના પ્રમાણે જ બાનાખત કરી આપવા પણ તૈયાર થયાં હતાં બંને ભાઇ...સંદીપભાઇ એ માટે જ આકાશ ની રાહ જોતાં ઉભાં હતાં...આકાશ આવતા જ કહ્યું, "બહું વાર લગાવી ભાઇ!"

"અરે કાકા! આકાશ કહો ...રોહિત કાકા મારાં પિતા તુલ્ય છે..."

"સારું સારું ચલ નોટરી ને ત્યાં પહેલાં..."

આકાશે જે જે બન્યું હતું તે બધુંય સંદીપભાઇ ને કહ્યું...

સંદીપભાઇ બોલ્યા ," હમમ્!..એક કામ કરીએ તો હવે નોટરી ની જરુર નથી પહેલાં એક મુલાકાત જલ્દી ગોઠવીએ તારી SD સાથે, તારા કાકા ને ફોન કર."

આકાશે એનાં કાકા ને ફોન લગાવી સંદીપભાઇ ને આપ્યો.

"SJ! બોલો"

"રોહિત! હવે ડાયરેકટ એક મુલાકાત કરાવીએ યોગાનુયોગ બહું નહી ચાલે...એ સચેત થઇ જશે..."

"હમમ્! તો પહેલાં એને એક નામ યાદ દેવડાવવું પડશે ..."

"આટલું જલ્દી?"

"હા..હું સાંજે જ કોલ કરીશ એને ...આકાશ ને ફોન આપો ..."

"હા કાકા !"

તું સંદીપભાઇ કહે એમ સાંભળી સીધો મળવા જજે અને 5:30 થી 6:00ની વચ્ચે તું એની ઑફિસમાં રહેજે ખાલી એનાં હાવભાવ નોંધજે તું સામાન્ય રહેજે ભુલે ચુકે તને ફોનની ખબર છે એ કળાય નહી!!!!"

"ઓકે!હું ત્યાં હોઇશ જ..!"

સંદીપભાઇએ જમીન વાળી વાત સમજાવી ત્યાં વિદાય લીધી...

સાંજે બરાબર 5:30 આકાશ કાર્ડ લઇ શામજી નીઑફિસે પહોંચ્યો ઑફિસ તો શોધવાની હતી જ નહિ કારણ સવારે જ આવી ચુક્યો હતો અહિં ગૌરીને મુકવા... રીસેપ્શનમાં એણે એનું અને SDનું કાર્ડ ધર્યુ ...રિસેપ્શનીસ્ટ અહોભાવ થી જોઈ રહી કારણકે આ કાર્ડ વાળા ની મુલાકાત માટે SD. ને સીધું પુછવું એ સુચના હતી..આ કાર્ડ વાળા સ્પેશ્યલ ગણાતા ...

SD નું કાર્ડ પાછું આપી આકાશ ને સોફા પર બેસવા કહિ એનાં માટે વેલકમ ડ્રીન્ક મંગાવ્યું... અને આકાશ નું કાર્ડ લઇ ઇન્ટરકોમ પર વાત કરી...આ બાજુ લીચીનું શરબત પીતાપીતાં કાકા ને પોતે પહોંચી ગયો છે એ સુચના આપી...

રિસેપ્શનીસ્ટ પોતે ઉભી થઇ એને અંદર જવા કહ્યું....

એક વિશાળ હોલ બે એટેચ રુમ સાથે નો ...આકાશ ઑફિસ ની સજાવટ જોઇ રહ્યો જાણે એક 3bhk નો ફ્લેટ હોય એવી તો ઑફીસ હતી SD ની પણ ભપકો ઓછો લાગે આમ બધી જ સગવડો થી પરીપુર્ણ એક વિશાળ ટેબલની સામે રાખેલ પાંચ એક 'ગુફી'ની ચેર હતી. SD એ પ્રાથમિક અભિવાદન કરી આકાશ ને બેસાડ્યો. SD બોલ્યો , "દોસ્ત થોડીવાર પછી આપણે વાત કરીએ...

SD કેટલીક ફાઇલ તપાસતો અને ફોન પર સુચના આપવા લાગ્યો..થોડીવાર બાદ..

"બોલ આકાશ! શું લઇશ ઠંડુ કે ગરમ!?"

" ના તમારું લીચીનું શરબત પીધું બહાર "

એણે ફાઇલ દેખાડતાં દેખાડતા વાત કરી..અને સાથે કહી જ દિધુ...

"એક્ચ્યુઅલી મને પેલાં પ્રોજેક્ટ માં રસ છે એ મારે અહિં શરું કરવો છે...."

SD પ્રતિભાવઆપે એ પહેલાં જ ફોન રણક્યો ...

"સર, કોઇ R.R. અમીન વાત કરવા માંગે છે .."

"શ્વેતલભાઇ જોડે વાત કરાવી લે તો .."

શ્વેતલ SD નો પર્સનલ આસીસ્ટન્ટ કે મેનેજર કે પછી જરૂર પડે તો ડ્રાઇવર પણ બની જતો ... શ્વેતલ ને SD ના કાળા ધોળા સારાં નરશા બધાં કામ એ જાણતો એનો ડાબો હાથ કહિ શકો ..એને જરૂર પડે ત્યારે એ એક્ટીવ થતો બાકી એને ચિંધવામાં આવેલ કામ સિવાય એ લગભગ ઓછું બોલતો કે વર્તાતો...

"પણ શ્વેતલ ભાઇએ જ તમારી સાથે વાત કરાવા કહ્યું ."

"હમમ્ આપ લાઇન!"

"હેલ્લો!"

"હું R.R.Amin બોલું છું, એક કન્સાઇન્મેન્ટ શામજી માણેક ના નામે કંડલા ની એક જેટ્ટી પર કેટલાય વર્ષોથી પડ્યું છે..પણ એનો લેવાલ કોઈ ન હતું ...બહું તપાસ અંતે મને તમારો નંબર મળ્યો તો ...એ જોવડાવી લો તમે ...."

અને ફોન...કપાઈ ગયો ...

બહું દિવસો બાદ શામજી માણેક નામ એનાં કાને પડ્યું હતું ... દામજી માણેક અને શામજી માણેક ના નામે ચાલતાં આ ધંધાઓને લગભગ હવે કોઇ જાણતું નહતું એ ભુતકાળ બની ચુક્યો હતો ...હવે SD group બહું મોટું નામ બની ચુક્યું હતું...

કોણ હશે એ R R Amin? આ પહેલાં નામ સાંભળ્યું નહતું ..ક્યાંથી શી ખબર એ ત્રીસ વર્ષ જુનું પોટલું ખોલી લાવ્યો હશે ? શું હશે કન્સાઇન્મેન્ટ માં ? સોનું?....

ના ના.એવું તો કાંઈ...........

તો પછી....

એ ભુલી ગયો હતો ....એણે ઇન્ટરકોમ હાથમાં લઇ કહ્યું

"શ્વેતલ ની સાથે વાત કરાવ"

"શ્વેતલ ભાઇ બહાર જ છે ..રિસેપ્શનમાં"

"હમમ્ આપ.."

"Hello !તમે એકલાં જ છો ઓફિસમાં? "

અચાનક એને આકાશ યાદ આવ્યો... ઑહ! શામજી સ્વસ્થ થતાં ફોન પર બોલ્યો...

"હું તને પંદરેક મિનીટ પછી બોલાવું .."

કહી ફોન મુકી દિધો...

બને તેટલા સ્વસ્થ થઇ આકાશ ને કહ્યું .."ઓહ! સોરી દોસ્ત તને ખોટી રાહ જોવડાવી એ માટે !"

"અરે હોતું હશે તમારાં જેવો મોટા વ્યક્તિનું વ્યસ્ત હોવું સ્વાભાવિક છે.આ તો તમે આટલી વાત કરો છો એ પણ બહું છે.."

આકાશ અત્યાર સુધીના એક એક હાવભાવ નોંધતો હતો .....

પણ હવે SD સ્વસ્થતા કેળવી ચુક્યો હતો, ફોન આવ્યો જ ન હોય એ રીતે વાત કરવા લાગ્યો હતો..એને જમીન અંગેની ડીટેઇલ પણ પુછી.. રેઝિન પ્રોડક્ટ માટે એણે બહું રસ ન દાખવ્યો પણ જમીન માટે એણે કહ્યું , "હાઇવે નજીક છે લેવાય, બે વર્ષ કાઢી નાંખ આપણે જ કાંઇક કરીશું..."

અને થોડીક વાત કર્યા પછી એણે મુલાકાત ટુંકાવા કહ્યું ..

"આકાશ! એક કામ કરીએ મારે કાલે અમદાવાદ જવું પડે તેમ છે...અને આજે જામનગર મારાં અંગત કામે જવું છે તો એક કામ કર ત્રણેક દિવસ પછી તું આવ, ત્યાં સુધી આ જમીનમાં શું થઇ શકે તે જોઈએ મને પણ આ જગ્યા જોઇ એક વિચાર સ્ફુર્યો છે...પણ આપણે પછી વાત કરીશું..."

આકાશ સમજી ગયો કે હવે મુલાકાત પુરી થઇ ગઇ એણે પણ ફાઇલ સરખી કરતાં કરતાં કહ્યું," સારું! તમે કહો પછી જ હું આગળ વધીશ...અને થેન્કસ ફોર ઓલ ધીસ..!!"

આકાશ રવાના થયો ...અને તુરત જSDએ શ્વેતલ ને અંદર બોલાવ્યો.

"શ્વેતલ! કોણ છે આ અને કયાં કન્સાઇન્મેન્ટ ની વાત કરે છે?"

"મને આજ સવારે માટે ફોન આવ્યો પણ..મેં પહેલાં ટાળ્યો...પણ પછી મને ફરી સાંજે ફોન આવ્યો અને એ વખતે માણેક ભુવન નું પણ કહ્યું એટલે મેં તમારાં જોડે વાત કરાવડાવી..."

"માણેક ભુવન ની વાત જાણે એવો કોણ હશે?"

શ્વેતલ મુંગા મુંગા જોઇ રહ્યો..

"એની કોલ ડીટેઇલ કઢાવ.."

"ઓલરેડી મેં કહી દીધું છે.."

"એ તું ફોડી લેજે ..."

"જોશી સાહેબ ની ડિટેઇલ કાઢી?"

"હા ! જામનગર નાયબ કલેકટર તરીકે જોઇન કરી લીધું છે ,પરીવાર સારો છે બે દિકરા વ્યવસ્થિત છે ..નાનો દિકરો ચિંતક પણ યુ એસ જવાનો છે..સંજય ની જેમ જ ..આમ તો સંજય બધી રીતે યોગ્ય છે આપણી સંધ્યા માટે....પણ એ લોકો વૈષ્ણવની દિકરી સ્વીકારે તો.."

"SD ની દિકરી ને ના પાડશે?"

"હમમ્! આ તો સંજય ને સંધ્યા બંને એકબીજાને પસંદ કરે છે . એટલે એવી શક્યતા નથી."

"ઠીક છે એમની સાથે મારી વાત કરાવ..."

શ્વેતલે ઇન્ટરકોમ પર વાત કરી જોશી સાહેબ ને કોલ કરવાનું કહ્યું.

ઇન્ટરકોમ પર કોલ લાગતા SD ને આપ્યો.

"હેલ્લો જોશી સાહેબ! હું SD બોલું છું સંધ્યા નો પિતા, મારી દિકરી તમારાં દિકરા સંજયને અમેરિકા માં મળ્યા છે અને કદાચ! બંને એકબીજાને પસંદ કરે છે તો એક પિતા તરીકે હું તમને મળવા માંગું છું...શક્ય હોય તો સાંજે મળીયે...."

ચોંકાવાનો વારો સંદીપભાઇ નો હતો જેને શિકાર બનાવવા જતાં હતાં એમણે જ સબંધ માટે હાથ લંબાવ્યો હતો ...

"જોશી સાહેબ!"

"હા! સ્યોર આ તો તમારાં જેવી હસ્તી સામે થી આ માટે મળવા માંગે એ આંચકા રુપ લાગ્યું એટલે થોડો ખચકાયો...આવો સાંજે ઘરે જ મલીયે...."

"જોશી સાહેબ! શક્ય બને તો તમે જ આવો તો ? "

"સંદીપભાઇ બોલ્યા ,"એ માટે મારે ઘેર વાત કરવી પડે ....અડધો કલાક પછી કહું..."

સારું સાહેબ 02812xxxxxx8પર કોલબેક આપજો આપણે નક્કી કરી લઇએ....

સંદીપભાઇ જેમાં ઇન્વોલ્વ નહતા થવાનાં એ વાર્તા માં એમને ફરજીયાત જોડાવું પડશે એમનાં દિકરા સંજય ના કારણે... (ક્રમશઃ...)