Articles of Fate Part-2 books and stories free download online pdf in Gujarati

નિયતિના લેખ ભાગ-૨

(પાછલા પ્રકરણમાં ધારાવી ધોરણ-૧૨ માં સારા માર્ક્સએ પાસ થઇ જાય છે ને કૉલેજમાં પ્રવેશ લે છે તેના પછી આગળ શું થાય છે તે હવે જોઈએ)

ધારાવી એ પાછળ ફરીને જોયું તો એક સ્માર્ટ યુવક હતો જે તેનું નામ લઇ રહ્યો હતો. ધારાવીએ તેને પોતાનો પરિચય આપવા કહ્યું, તેણે જણાવ્યું કે તે સૌરાષ્ટ્રના એક નાના ગામમાંથી ભણવા આવેલો છે તેણે અહીં કૉલેજની હોસ્ટેલમાં રહેવા માટે એડમિશન લીધું છે, તેણે પોતાનું નામ રૃચિત કહ્યું. ધારાવીને કોઈ ખાસ છોકરાઓ જોડે મિત્રતા હતી નહિ પણ કેમ રૃચિત પ્રત્યે એક અલગ જ ખેંચાણનો અનુભવ થયો. થોડા સમયમાં ધારાવી અને રૃચિત ખાસ મિત્રો બની ગયા. રૃચિત આમ તો સીધો છોકરો હતો તેનું ધ્યાન માત્ર ભણવા પાર જ કેન્દ્રિત હતું. ધારાવીને તો કૉલેજ લાઈફ એન્જોય કરવી હતી એટલે મિત્ર હોવાને કારણે રૃચિત ધારાવી જોડે તેના કહેવા પર પિક્ચર જોવા ને ફરવા માટે મને કમને હા પાડતો. જોત જોતામાં પ્રથમ સેમિસ્ટર પૂરું થવા આવ્યું ને પરીક્ષા શરુ થાય ગઈ. રૃચિતના મનમાં તો બસ ગમેતેમ કરીને પ્રથમ નંબર પ્રાપ્ત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરી લીધું હતું.

ધારાવી મનોમન રૃચિતને પસંદ કરવા લાગી હતી તેના મનમાં રૃચિતને જોઈને અજીબ તરંગો ઉઠતા પણ તેને ડર હતો કે જો રૃચિત પણ તેના જેવી લાગણી અનુભવતો હશે કે નહિ. આમ ને આમ પ્રથમ સેમિસ્ટરની પરીક્ષા પૂર્ણ થઇને કૉલેજમાં દસ દિવસનું વેકેશન પડ્યું. આજે રૃચિત તેના ગામ જવાનો હતો દસ દિવસ સુધી રૃચિત નહિ મળે તે વિચારે ધારાવીનું મન ઉદાસ બન્યું હતું. દસ દિવસની રજામાં કૉલેજમાંથી કેટલાય ગ્રુપ બહાર ફરવા જવાનો પ્લાન કર્યો આવાજ એક ગ્રુપમાં ધારાવી અને પિયા જોડાઈ ગયા બંનેના ઘરેથી બ્હાર ફરવા જવાની આજ્ઞા પણ મળી ગઈ. દીવ જવાનો પ્લાન બન્યો. નિર્ધારિત દિવસે ટૂર ઉપડી દીવ સિટીમાં કિલ્લાની નજીક નક્કી થયેલ હોટેલ રોયલ પેલેસમાં આવ્યા ધારાવી મનમાં ને મનમાં જો રૃચિત હોત તો કેટલું સારું થાત તે વિચારીને તેની મિત્ર પિયાની સાથે પુરી ટૂર આનંદ ઉત્સાહની સાથે પૂર્ણ કરીને અમદાવાદ પરત ફર્યા. કૉલેજની રજાઓ પૂર્ણ થઇને સેમિસ્ટર ૨ ચાલુ થયું. દસ દિવસ બાદ રૃચિતને જોઈને ધારાવીના મનમાં નવી ચેતનાનો સંચાર થયો. રૃચિતને જોઈને ધારાવી સીધી તેણે મળવા દોડી અને રૃચિતના મનમાં પણ હવે ધારાવી માટે કૂણી લાગણીઓ પ્રવેશવા લાગી હતી . ધીમે ધીમે કૉલેજના ત્રણ વર્ષ વીતી ગયા અને છેલ્લા વર્ષની સેમિસ્ટર-૬ ની પરીક્ષા આવી અને હંમેશાની જેમ રૃચિત પ્રથમ ક્રમે અને ધારાવી સારા માર્કસે પાસ થઇ ગઈ. આ બાજુ દીકરીની કૉલેજ પુરી થતા ધારાવીના પપ્પા તેના માટે સારો મુરતિયો શોધવા લાગ્યા. રૃચિતને અમદાવાદમાં જ નોકરી મળી ગઈ હતી એટલે તેણે ગામ જઈને તેની માતાને અમદાવાદ લઇ અવાનો વિચાર કર્યો પરંતુ ગામ જતા તેને ખબર પડી કે તેના માટે ગામની જ એક છોકરી નેંના સાથે તેના લગ્ન નક્કી કરી દીધા છે. ધારાવી સાથે રૃચિતએ પોતાની લાગણીઓની આપ લે કરી નહોતી એટલે રૃચિતને ખબર જ નહોતી કે ધારાવી પણ એ જ પ્રકારની લાગણીઓ પોતાના માટે ધરાવે છે. ધારાવીએ રૃચિત ને મળવાના ખુબ જ પ્રયાસ કર્યા અને આખરે એક દિવસ રૃચિત એ ધારાવી ને ફોન કરીને એક કોફી શોપમાં મળવા બોલાવી. ધારાવી સમય પ્રમાણે ત્યાં કોફી શોપમાં પહોંચી. ત્યાં રૃચિત પહેલેથી જ ધારાવીની રાહ જોતો હતો. ત્યાં પહોંચતા જ ધારાવીએ પ્રશ્નોની વર્ષા કરી. રૃચિતએ પહેલા તો ધારાવીના પ્રશ્નો ના જવાબ આપ્યા પછી બને કોફી નો ઓર્ડર આપ્યો. આજે ધારાવી મનમાં નીર્ધાર કરીને જ આવી હતી કે પોતાના મનની વાત જે તેણે ત્રણ વર્ષથી નથી કહી તે આજે કહી દેશે. પણ ત્યાં જ રૃચિત એક ઘટસ્ફોટ કરે છે.કે તેના લગ્ન તેના ગામની એક છોકરી નેના જોડે નક્કી થઈ ગયા છે અને તે પોતાની માતાની વાતનો ઇન્કાર કરી શકે તેમ નથી. ધારાવીને તો જાણો કાપો તો લોહીના ના નીકળે તેવી સ્થિતિ થઇ ગઈ. પોતાના મનની વાત મનમાં જ રહી ગઈ. રૃચિતે પણ પોતાની લાગણીઓ નો સ્વીકાર ધારાવી સામે ના કર્યો બસ ખાલી એટલું કહ્યું કે હું મારી માતાની આજ્ઞા વિરુદ્ધ જઈ શકું તેમ નથી ભલે તેમાં મારી ખુશી હોઈ કે ના હોઈ. આટલું કહીને એક બીજા ને પ્રેમ કરતા હોવા છતાં બને અલગ થયા. ધારાવી પણ રૃચિતની વાત સાથે સહમત થતા પોતે પણ પોતાના માતા પિતા જ્યાં લગ્ન નક્કી કરે ત્યાં લગ્ન કરી લેવાનું મનોમન નક્કી કર્યું. રમેશભાઈએ પોતાની પિતરાઈ બહેનની મિત્રના છોકરાને પોતાને ત્યાં ધારાવીને જોવા બોલાવ્યા. ધારાવી પણ વિના વિચાર્યે તે છોકરા એટલે કે સંકેત સાથે લગ્ન કરવા માટે હા પડી દે છે. એક મહિનામાં બનેની સગાઇ થઈ જાય છે. સંકેત એક ખાનગી કંપનીમાં કામ કરતો ડિપ્લોમા સિવિલ એન્જીનીર યુવક હોઈ છે જયારે ધારાવી સરકારી નોકરી કરતી હોઈ છે. ધારાવી પોતાનો પ્રથમ પ્રેમ કહો કે આકર્ષણ તે બધું ભૂલીને પોતાની પત્ની તરીકેની તમામ ફરજો મન થી પુરી કરશે તેવો નિશ્ચય કરે છે. સગાઇથી લગ્ન વચ્ચેના ગાળા દરમિયાન સંકેત પોતાને એક સારો વ્યક્તિ તરીકે ધારાવીની સામે પ્રસ્તુત કરે છે. ધારાવીને ઇમ્પ્રેસ્સ કરવાનો મોકો સંકેત કે તેના પરિવારમાંથી કોઈ પણ છોડતા નથી અને ધારાવી ઇમ્પ્રેસ્સ થઇ જાય છે અને વિચારે છે કે તેની નિયતિમાં સંકેત જ લખાયો છે તે યોગ્ય જ છે. આ બાજુ રૃચિત પણ નેના સાથે લગ્ન કરીને પોતાની પતિ તરીકેની તમામ ફરજો પુરી કરવાનો નિશ્ચય કરે છે. બંને ઘરોમાં લગ્નની પુરજોશમાં તૈયારીઓ શરુ થઇ જાય છે યોગાનુયોગ રૃચિત અને ધારાવીના લગ્ન એક જ દિવસે નક્કી થઇ છે. ધામધૂમથી ધારાવીના લગ્ન સંકેત જોડે થાય છે.
ઘરને સ્વર્ગ બનવાના વિચારો સાથે ધારાવી ગૃહ પ્રવેશ કરે છે પણ શું તેના આ વિચારો સાર્થક થશે કે પછી તેનાં જીવનમાં એક નવું તોફાન આવવાનું છે? આ બધું આપણે આવતા પ્રકરણમાં જોઈશું.