પ્રિતની તરસ ભાગ - ૭

    બીજા દિવસે સવારે કેન્ટીનમાં તાન્યા, સલોની, નિખિલ,રિષભ સમીરની રાહ જોતા કેન્ટીનમાં બેઠા હતા. 

તાન્યા:- "આ સમીર ક્યાં રહી ગયો?"

રિષભ:- "મારી ફોન પર વાત થઈ. રિહર્સલ હોલમાં છે, આવતો જ હશે."

તાન્યાએ વિચાર્યું કે 'સમીર રિહર્સલ હોલમાં અત્યારે એકલો છે. આ જ મોકો છે પોતાના મનની વાત કહેવાનો. આજે તો હું સમીરને કહી જ દઈશ કે હું એને કેટલું ચાહુ છું.'

તાન્યા:- "હું જઈને બોલાવી લાઉં છું."

રિષભઃ- "હું જ બોલાવવા જાઉં છું." 

    તાન્યાએ જે વિચાર્યું હતુ તેના પર રિષભે પાણી ફેરવી દીધું. તાન્યા મનોમન બોલી 'આ રિષભ છે ને હંમેશા કબાબમાં હડડી બને છે. પણ કંઈ વાંધો નહિ. રિષભ અને સમીર બેસ્ટ ફ્રેન્ડ છે. સમીર પોતાના મનની વાત હંમેશા રિષભને જણાવે છે. અત્યારે સમીર અને રિષભ રિહર્સલ રૂમમાં છે. સમીરના મનમાં મારા પ્રત્યે પ્રેમ છે કે નહિ તે જાણવાનો આ સારો અવસર છે.'

     રિષભ સમીરને બોલાવવા ગયો. રિષભના ગયા પછી તાન્યા પણ રિહર્સલ રૂમમાં જવા માટે ઉભી થઈ. રિહર્સલ હોલમાં સમીર એકલો બેસીને વિચાર્યાં કરતો હતો. એટલામાં જ ત્યાં રિષભ આવ્યો. 

રિષભઃ- "ક્યારના કેન્ટીનમાં બેસી તારી રાહ જોઈએ છીએ....તું બહુ ઊંડા વિચારમાં છે ને? શું વાત છે? મને પણ જણાવ."

સમીર:- "પહેલાં મને વિચાર આવ્યો કે આ વાત હું કોઈને નહીં કહું. મારાથી બનતા બધાં પ્રયત્ન કર્યાં. પણ એ છોકરીને હું શોધી ન શક્યો."

રિષભ:- "શું કહે છે? કંઈ છોકરી? જે તે કહ્યું ને તે બધુ ઉપરથી જતું રહ્યું. સ્પષ્ટ શબ્દોમાં અને શરૂઆતથી કહે કે આખરે થયું છે શું?"

સમીર:- "એક છોકરી છે જે મને એક વર્ષથી લેટર લખે છે. એ છોકરીનું નામ પણ નથી ખબર. આજ સુધી મેં એ છોકરીને જોઈ પણ નથી. લેટર પરથી જાણવા મળ્યું કે એ મને પ્રેમ કરે છે. મારે એ છોકરીને મળવું છે. એ મારી સામે નહિ આવે. કારણ કે એ ડરે છે."

રિષભ:- "પણ તું એ છોકરીને કેમ મળવા માંગે છે? એવી તો કેટલીય છોકરી છે જે તારા પર ફિદા છે. એ છોકરીઓને તે આજ સુધી ભાવ નથી આપ્યો તો તારે આ જ છોકરીને કેમ મળવું છે.?"

સમીર:- "કારણ કે મને એ છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે. ખબર નહિ કેવી રીતે પણ બસ થઈ ગયો છે." 

રિષભ:- "તો હવે આગળ શું કરવાનો વિચાર છે?"

સમીર:- "એ છોકરીએ લેટર લખ્યો છે અને એમાં જણાવ્યું છે જો મારી હા હોય તો આ લેટર મારી બેંચ ઉપર મૂકવા કહ્યું છે."

રિષભ:- "તો તારો જવાબ શું છે?"

સમીર:- "Of course કે મારો જવાબ તો હા જ છે. હું પણ એ પાગલ છોકરીને પ્રેમ કરવા લાગ્યો છું."

રિષભ:- "તો ચાલને એ લેટર મૂકી આવીએ."

સમીર:- "અત્યારે નહિ. સાંજે મૂકીશ."

    રિહર્સલ હોલની બહાર ઉભેલી તાન્યાએ સમીર અને રિષભની બધી વાતો સાંભળી લીધી. તાન્યા મનોમન બોલી "સમીર મારો છે. માત્ર અને માત્ર મારો જ. એટલી આસાનીથી હું સમીરને મારી જીંદગીમાંથી નહિ જવા દઉં." 

     સાંજે સમીર લેટર પોતાની બેંચ પર મૂકી આવ્યો. સાથે સાથે એક લાલ ગુલાબ કવર પર મૂક્યું. સમીર લેટર મૂકીને રિહર્સલ હોલમાં ગયો. તાન્યાની નજર સમીર પર હતી. સમીર રિહર્સલ હોલમાં ગયો કે છૂપાઈને જોઈ રહેલી તાન્યાએ લેટર લઈ લીધો. અને તાન્યા પણ ઝડપથી રિહર્સલ હોલમાં પહોંચી ગઈ.

કોલેજમાંથી બહાર આવ્યા પછી શ્યામલી ઊંડા વિચારમાં હતી. 

રિયા:- "શ્યામલી શું વિચારે છે? ચાલ ઘરે જવામાં મોડું થાય છે."

શ્યામલીને એ વાતની ઈંતજારી હતી કે સમીરે લેટર મૂક્યો હશે કે નહિ? શ્યામલીને વિચાર આવ્યો કે "અત્યારે ક્લાસમાં કોઈ હશે નહિ. હું ક્લાસમાં એક ચક્કર લગાવી આવું."

શ્યામલી:- "રિયા, મારે લાઈબ્રેરીમાંથી એક બુક લેવાની છે. હું બસ પાંચ મિનીટમાં આવી."

રિયા:- "Ok...જલ્દી આવજે." 

    શ્યામલી ઝડપથી ક્લાસમાં ગઈ. શ્યામલીની ધડકનો વધી ગઈ હતી. મનમાં ગડમથલ ચાલતી હતી. ક્લાસની બહાર ઉભી રહી ગઈ. મનોમન બોલી "I hope કે સમીરે લેટર લખ્યો હોય. પ્લીઝ God મને બચાવી લેજે." 

   શ્યામલી ઈશ્વરને યાદ કરતી ક્લાસ રૂમમાં પ્રવેશી. સમીરની જગ્યા પર જોયું તો શ્યામલીના ધબકારા વધી ગયા. કોઈ લેટર ત્યાં નહોતો. શ્યામલી પોતાની જાતને સંભાળી ન શકી. નીચે જ બેસી ગઈ. આંખોમાંથી દડ દડ કરતા આંસુ વહેવા લાગ્યા. થોડી મિનીટો પછી રિયાએ શ્યામલીને ફોન કર્યો. ફોનની રીંગ વાગતા શ્યામલીને ખ્યાલ આવ્યો કે રિયા મારી રાહ જોતી હશે. 

      ડાન્સની પ્રેક્ટીસ પછી સમીર એક ચક્કર ક્લાસરૂમમાં લગાવી આવ્યો. પોતાની બેંચ પર જોયું તો ત્યાં લેટર નહોતો. સમીર સમજી ગયો કે એ Mystery girl ને મારો લેટર મળી ગયો. આખરે એ Mystery girl સાથે આજે મુલાકાત થશે. સમીર આજે ખૂબ ખુશ હતો. 

શ્યામલી રિયા પાસે ગઈ. રિયાની પાછળ એક્ટીવા પર બેસી ગઈ. 

રિયા:- "આ વખતે મામાને ત્યાં ખૂબ મજા આવી.

    પણ શ્યામલી તો પોતાના જ વિચારોમાં ગરકાવ હતી. શ્યામલીનો કોઈ જવાબ ન આવતા રિયાએ કાચમાંથી શ્યામલીના ચહેરા તરફ જોયું. શ્યામલી ખૂબ ઉદાસ હતી. 

રિયા:- "શ્યામલી શું થયું? તું આટલી ઉદાસ કેમ છે?"

રિયાના સવાલ સાંભળી શ્યામલીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. રિયાએ સાઈડ પર એક્ટીવા ઉભી રાખી અને પૂછ્યું કે "શ્યામલી કેમ રડે છે? શું થયું?" 

શ્યામલી:- "કંઈ નથી થયું."

રિયા શ્યામલીને સારી રીતે જાણતી હતી. એટલે એને થોડી સ્વસ્થ થવા દીધી. શ્યામલી થોડી વાર પછી સ્વસ્થ થઈ.

રિયા:- "ચાલ ત્યાં થોડીવાર રેતીમાં બેસીએ."

   શ્યામલી અને રિયા દરિયાકિનારે રેતી પર ચાલવા લાગ્યા. શ્યામલી જ્યારે પણ અપસેટ થતી ત્યારે કંઈ જ બોલતી નહિ. બસ ચૂપચાપ જ રહેતી. આજે પણ ચૂપચાપ ચાલતી રહી. થોડું ચાલ્યા પછી શ્યામલીની નજર અનાયાસે જ સમીર પર પડે છે. સમીરને જોઈ શ્યામલીની આંખમાંથી ફરી દડદડ કરતાં આંસુ વહેવા લાગ્યા. 

શ્યામલી:- "રિયા ચાલ ઘરે જઈએ."

રિયા અને શ્યામલી ત્યાંથી નીકળી ગયા.

    સમીર ખુશનુમા સાંજને માણતો Mystery girl ની રાહ જોતો ઉભો હતો. જુદે જુદે સમયે સંધ્યા જુદાં જુદાં રૂપ ધારણ કરે છે. સંધ્યાનો ભવ્ય રંગ હ્રદયમાં અવનવો પ્રકાશ પાડે છે. કોઇવાર તેના કપાળ ઉપર બીજની રેખા તરી આવે છે ત્યારે તે કેટલી સુંદર લાગે છે! સાગર તીરે સમીર સંધ્યાનું સૌન્દર્ય પી રહ્યો હતો. એ વખતનું સંધ્યાનું દશ્ય ખરેખર અલૌકિક હતું.

    સંધ્યા સમયે પક્ષીઓ કલશોર કરી મૂકે છે. અનિલ પણ મત્ત બની વહેવા માંડે છે. વૃક્ષો નૃત્ય આરંભે છે. આકાશમાં અવનવા રંગોની જાજમ પથરાય છે.વાતાવરણમાં એક વિશિષ્ટ પ્રકારનો વિશુધ્ધ વિલાસ છવાઇ જાય છે. માનવવૃંદો સૌન્દર્યના આવા અનુપમ દર્શનથી ઘડીભર પોતાનો શોક અને પરિશ્રમ વિસારી દે છે. જીવનની અનેકવિધ વ્યાધિઓ જાણે થોડી ક્ષણો માટે પોતાની દાહકતા ભૂલી જાય છે.

    પ્રત્યેક સૌન્દર્યની માફક સંધ્યાનું સૌન્દર્ય પણ ક્ષણિક છે. તેથી જ કદાચ તે આટલું મોહક અને આહ્‌લાદક હશે. સૌન્દર્યની વિશિષ્ટતા ક્ષણિકતામાં રહેલી છે એ વાસ્તવદર્શન કેટલું ક્રૂર છે !

    કોઇ લેખકે ઉષા અને સંધ્યાને સૂર્યદેવની પ્રિયતમાઓ કલ્પી છે. એ બંન્ને તેમના પતિને ભિન્ન સમયે મળે છે, પણ તેમના નસીબમાં વિરહ લખાયેલો છે. સંધ્યા રવિરાજને થોડી ક્ષણ મળે ન મળે ત્યાં તે ક્યાંના ક્યાં દોડી જાય છે.

   જેમ પાણી વગર માછલી તડપે તેમ સમીર પણ Mystery girlને મળવા માટે તડપી રહ્યો હતો. સમીરની અશ્રુભીની આંખો Mystery girl ને શોધી રહી હતી. બુઝાતા દીપકની છેલ્લી શિખાના દેદીપ્યમાન પ્રકાશની માફક ડૂબતા સૂર્યનાં છેલ્લાં કિરણો આકાશમાં વિલક્ષણ પ્રકારની ભવ્યતા પાથરી દે છે.ધીરે ધીરે સૂર્ય પશ્ચિમાબ્ધિમાં ડૂબે છે અને ચંદ્રનો ઉદય થાય તે પહેલાં જગત પર સંધ્યાનું સામ્રાજય છવાઇ જાય છે. આકાશ રતાશ રંગથી છવાય જાય છે. સમીરની આંખોમાં પણ રતાશ છવાઈ જાય છે. એ ક્ષણ હવે સમાપ્ત થાય છે. સંધ્યાનું તેજ ઓસરતું જાય છે. રજનીનું રાજ્ય હવે શરૂ થાય છે. સંધ્યા ચાલી જાય છે. પણ સંધ્યાનાં સ્મરણો હ્રદયમાં રમી રહે છે. સમીરની Mystery girlને મળવાની આશા ઠગારી નીવડે છે. 

    રિયાએ નક્કી કરી લીધું કે શ્યામલીના મનમાં શું ચાલી રહ્યું છે તે પોતે જાણીને જ રહેશે. સાંજે રિયા શ્યામલીના ઉપરના રૂમમાં ગઈ. ચાનો એક મગ આપતા કહ્યું " જો શ્યામલી કોઈપણ વાત હોય તો મારી સાથે Share કર. આમ મનમાં ને મનમાં ગૂંગળાયા ન કર." 

શ્યામલી:- "કંઈ નહિ. જીવનમાં હંમેશા આપણે ઈચ્છીએ છીએ એવું તો ન થાય ને..!"

રિયા:- "શું થયું? લાગે છે કે તને કોઈએ બહું હર્ટ કરી લાગે છે. પ્લીઝ શ્યામલી મને કહે કે આખરે થયું છે શું?"

શ્યામલી:- "પહેલાં તું મને પ્રોમિસ કર કે આ વાત તું કોઈને કહીશ નહિ."

રિયા:- "Ok હું તને પ્રોમિસ કરું છું કે આ વાત હું કોઈને કહીશ નહિ. બસ..."

શ્યામલી:- "actually મેં સમીરને એક લેટર લખ્યો હતો." 

રિયા:- "એ જ સમીરને જે ડાન્સર છે." 

શ્યામલી:- "હા એ જ સમીરને."

રિયા:- "તારે એને લેટર લખવાની જરૂર નહોતી શ્યામલી. મેં તને કહ્યું હતું ને કે એ લોકો Attitude માં જ રહે છે."

શ્યામલી:- "શું કરું હું એને ક્યારે મનોમન ચાહવા લાગી તે ખબર જ ન પડી. અને હું લેટર લખતી જ રહી." 

રિયા:- "What? આ શું કર્યું તે? I See કે તું આટલી Hurt કેમ છે? એણે તને જોઈને જ ના પાડી દીધી હશે નહિ? શ્યામલી તું સમજે છે એવી આ દુનિયા નથી. સમજી? અને ખાસ કરીને આ અમીર ઘરના છોકરાઓનો ભરોસો ન કરાય. છોકરીઓની લાગણી સાથે રમતા હોય છે."

શ્યામલી:- "ના રિયા. મને એ જ વાતનો ડર છે કે એ મને ના પાડી દેશે. એટલે તો હું એની સામે નથી ગઈ. Infact મે જેટલા લેટર લખ્યા એમાં મારું નામ સુધ્ધા જણાવ્યું નથી. એને મારા વિશે  કંઈ જ ખબર નથી."

શ્યામલીએ રિયાને વિગતવાર વાત કહી. 

રિયા:-  "શ્યામલી ભૂલી જા સમીરને. તું એને જેટલું યાદ કરશે એટલું તને hurt થશે. એના કરતા better છે કે તું એને ભૂલી જાય." 

શ્યામલી:- "Ok હું કોશિશ કરીશ. Thank you રિયા."

રિયા:- "એમાં thank you કહેવાની જરૂર નથી. OK?" 

શ્યામલી:- "OK...."

ક્રમશઃ


***

Rate & Review

Verified icon

Pooja shah 5 months ago

Verified icon

Nirali Chikani 5 months ago

Verified icon

Shital Vithlani 5 months ago

Verified icon

Nilu Patel 6 months ago

Verified icon