Preet ni taras - 11 books and stories free download online pdf in Gujarati

પ્રિતની તરસ - ભાગ ૧૧

       સવારની પહોરમાં સમીર જીપ લઈને આવી ગયો. જીપમાં સલોની,તાન્યા, નિખિલ,રિષભ, રિયા બધા જ હતા. સમીર હોર્ન મારે છે. એટલામાં જ શ્યામલી આવે છે. 

તાન્યા:- "middel class...dressing સેન્સ પણ નથી."

સલોની:- "yaa right...તાન્યા..."

સમીર તો શ્યામલીને જોઈ જ રહ્યો. Light pink ચુડીદાર ડ્રેસમાં શ્યામલી સુંદર લાગી રહી હતી.  

પાયલ:- "nice શ્યામલી...તારા પર આ ડ્રેસ ખૂબ સરસ લાગે છે."

શ્યામલી:- "Thanks..."

સમીર:- "you looking very beautiful..."

શ્યામલી:- "Thanks સમીર."

રિયા:- "ચાલ જલ્દી બેસી જા."

શ્યામલી રિયા પાસે બેસવા જતી હતી ત્યારે જ
સમીરે કહ્યું "શ્યામલી ત્યાં ક્યાં બેસે છે. અહીં આવતી રહે. મારી બાજુમાં."

શ્યામલી સમીરની બાજુમાં આવી બેસી જાય છે. તાન્યાને આ જરાય ન ગમ્યું. 

    સમીરે જીપ સ્ટાર્ટ કરી. શ્યામલી માટે આ પળ ખૂબ ખાસ હતી. કારણ કે એ સમીરની બાજુમાં બેઠી હતી. આસપાસની લીલોતરી જોતી શ્યામલી ક્યારેક ક્યારેક સમીરને ત્રાંસી નજરથી જોઈ લેતી. સમીર પણ જ્યારે ચાન્સ મળે ત્યારે શ્યામલી બાજુ નજર કરી લેતો. રિયા અને રિષભ પોતાની દુનિયામાં જ મસ્ત હતા. 
મસ્તી કરતા કરતા ખંડાલા ક્યારે પહોચી ગયા તેનો પણ ખ્યાલ ન રહ્યો.

     ચોમાસાનું કુદરતી સૌંદર્ય માણવા ખંડાલા-લોનાવલાંમાં ઘણાં લોકો આવતા હતા. શ્યામલી કુદરતી સૌદર્યંને મન ભરી માણી રહી હતી. નદી નાળાં છલકાઈ જાય અને સાથે સાથે આભ ને ચુમતાં વાદળો મન મુકી ને પોતાને સુંદરતા વિખેરી રહ્યા હતા. અસંખ્ય ધોધ નાનાં મોટાં ડુંગરાઓ માંથી માર્ગ કાઢતાં કાઢતાં, ખળ ખળ વહેતી નદીઓમાં સમાવા અને પછી અરબી સમુદ્ર તરફ ધસમસતાં જોતાં નિહાળવાં એટલે જાણે દુનિયાભરની સુંદરતાને મનનાં અરીસામાં હંમેશ માટે કંડારી હ્ર્દય માં સ્થાપી કુદરતને પામવું. 

    રોજેરોજના રૂટિનમાંથી બ્રેક અને થોડી માનસિક શાંતિ જોઈતી હોય તો લોનાવાલા અને ખંડાલા રિલેક્સ થવા માટેની બેસ્ટ જગ્યાઓ હતી. 

    ખંડાલા ખૂબ જ નાનકડું હિલ સ્ટેશન છે. આ સ્થળ મુંબઈની ભીડભાડથી લગભગ 101 કિલોમીટર દૂર છે. દરરોજના કામથી કંટાળી ગયા હોય તો ખંડાલા ખૂબ જ સારી જગ્યા છે. અહીંના સુંદર પહાડો થાક પળભરમાં ગાયબ કરી દેતા અને થોડી જ ક્ષણોમાં મનને શાંતિ મળતી. 

    સાંજે છ વાગ્યે રિયા, રિષભ, શ્યામલી, સમીર, નિખિલ,સલોની,પાયલ,અપૂર્વ,દિશા, અને રિયા બહાર બેઠા હતા. 

તાન્યાએ શ્યામલીને કહ્યું "શ્યામલી તારા શ્યામ રંગ સાથે આ ડ્રેસ બિલકુલ શોભતો નથી." 

સલોની:- "હા સાચી વાત...થોડો લાઈટ કલરનો ડ્રેસ લેવો જોઈતો હતો."

સલોની અને તાન્યાની વાત સાંભળી શ્યામલીને થોડું દુ:ખ થયું પણ એ કંઈ ન બોલી. સમીરે શ્યામલીના ચહેરા પરના ભાવ વાંચી લીધા. એટલામાં જ વેઈટર ચા-કૉફી અને નાસ્તો મૂકી ગયો. 

તાન્યા:- "અરે સમીર તું તો કોફી પીતો હતો ને? અચાનક ચા પીવાનો શોખ ક્યારથી થઈ ગયો?"

સમીર:- "એ બહુ પહેલા પીતો હતો. ચાની જ વાત ચાલે છે તો ચા પરથી એક શાયરી કહેવાનું મન થયું." 

રિષભ:- "હા...બોલી દે. કોની રાહ જોય છે?"

"जान लेवा था उसका सांवला रंग...
और हम भी कड़क चाय के शौक़ीन थे...!!!" સમીરે શ્યામલી તરફ જોઈને કહ્યું. શ્યામલીએ સમીર તરફ જોયું. સમીરે શ્યામલીની આંખમાં એક પ્રકારની ચમક જોઈ.

નિખિલ:- "વાહ..! શું વાત છે..! સેમી હજી એક થઈ જાય."

"चाय के बाद दूसरा रंग तुम्हारा है,
जो मुझे साँवला अच्छा लगता है..." સમીરે ફરી શ્યામલી તરફ જોઈને કહ્યું. થોડી પળો પહેલાં શ્યામલીને સલોની અને તાન્યાની વાતનું જે દુ:ખ થયું હતું તે સમીરની શાયરી સાંભળી ક્યાં ઓગળી ગયું તેનો શ્યામલીને ખ્યાલ જ ન રહ્યો.

રિયા:- "શું વાત છે મિ.શાયર..! પણ અમારી સખી પણ કંઈ ઓછી નથી. એને પણ શાયરી કરવાનો શોખ છે."

સમીર:- "ઑહ શું વાત કરે છે? ખરેખર? મહેફિલ જામી જ છે તો એક શાયરી તો બને જ છે કેમ..!"

પાયલ:- "હા શ્યામલી...Come on."

શ્યામલી:- "છોડી ના શકાય એવી...
વર્ષોથી પડેલ નશીલી આદત છે તું..."

સમીર:- "superb....હજી એક..."

શ્યામલી:- "ના હવે નહિ....બસ...."

સમીર:- "પ્લીઝ..."

શ્યામલી:- "Ok...ok...પણ આ શાયરી ચા પર નથી."

દિશા:- "જેના પર હોય તેના પર. અમને તો બસ શાયરી સાંભળવી છે. કેમ મિત્રો સાચું કહ્યું ને?"

બધાએ દિશાની વાતમાં સૂર પૂરાવ્યો.

શ્યામલી:- "तुम मिले तो क्यो लगा मुझे....
खुद से मुलाकात हो गई..
कुछ भी तो कहा नहीं..
मगर जिन्दगी से बात हो गई..!"

શ્યામલીની આ બંને શાયરી સમીરના દિલને સ્પર્શી ગઈ. સમીરને અનુભૂતિ થઈ કે શ્યામલીએ આ બંને શાયરી મને ધ્યાનમાં રાખતા કહી છે. 

હોટલના રૂમમાં સમીર ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગયો હતો. રિષભનું ધ્યાન જાય છે.

રિષભ:- "શું વિચારે છે?"

સમીર:- "વિચારું છું કે શ્યામલીને ડાન્સ માટે કેવી રીતે ટ્રેઈન કરું?"

રિષભ:- "હું તને એ જ પૂછવાનો હતો કે તે ડાન્સ માટે શ્યામલીની જ પસંદગી કેમ કરી? I mean કે તું ધારતે તો આના કરતા પણ વધારે સારી ડાન્સ પાર્ટનર તને મળી જતે."

સમીર:- "એ જે રીતે દોઢિયાના સ્ટેપ લેતી હતી...એ જે રીતે પોતાનામાં જ મગ્ન થઈ નાચતી હતી તે મારા મનને સ્પર્શી ગયું..."

રિષભ:- "તું જે રીતે શ્યામલી તરફ ઢળતો જાય છે તે જોતા એવું લાગે છે કે તને..."

સમીર:- "બોલ કેમ અટકી ગયો."

રિષભ:- "તારા મનમાં શ્યામલી માટે Soft corner છે. I mean કે શ્યામલી સાથે Love..."

સમીર:- "ના એવું કંઈ નથી પણ એ મને ગમે છે...ખબર નહિ કેમ પણ...સાદગી જ સ્પર્શી જાય છે મનને બાકી ઝગમગાટથી તો ફક્ત આંખો જ અંજાય છે. ઘણીવાર વ્યક્તિની સુંદરતા કરતા સરળતા વધારે સ્પર્શી જાય છે. Right?"

રિષભ:- "કેટલીય સુંદર છોકરી તારી પાછળ છે. તાન્યા પણ સુંદર અને સ્માર્ટ છે. અને શ્યામલી તો...."

"તારા કહેવાનો મતલબ શું છે? Look રિષભ શ્યામલી વિશે હું કંઈપણ ન સાંભળી શકું." સમીર થોડુ ગુસ્સામાં બોલ્યો.
ત્રણ-ચાર મિનિટ પછી સમીર રિષભને શાંતિથી સમજાવતા બોલ્યો "ખુબસૂરત કે રૂપાળો ચહેરો, એ કોઈ સુંદરતાની નિશાની નથી હોતી...પણ ચહેરા પરનું નિર્દોષ હાસ્ય અને માસૂમિયત તેને આપોઆપ સુંદરતા બક્ષે છે. અને શ્યામલીની આ જ અદા મને ગમે છે." 

રિષભ:- "Sorry...મારો ઈરાદો તારા હ્દયને ઠેસ પહોંચાડવાનો નહોતો. શ્યામલી નિર્દોષ અને ભોળી છોકરી છે. એ તો તારા મનની વાત જાણવા માટે મેં આમ કર્યું.

સમીર:- "રિષભ તું નથી સુધરવાનો. અને દોસ્તીમાં Sorry કે Thanks કહેવાની જરૂર નથી."

રિષભ:- "Ok...ok...પણ ખરેખર હો શ્યામલી અને તારી શાયરી સાંભળવાની મજા આવી ગઈ હતી."

સમીર:- "અરે હા શ્યામલીને પણ આ શાયરીનો શોખ છે."

રિષભ:- "શ્યામલીને પણ છે. એટલે તારા કહેવાનો મતલબ શું છે. તારા અને શ્યામલી સિવાય કોને શાયરી આવડે છે?"

સમીર:- "પેલી લેટરવાળી Mystery girl ને પણ શાયરીનો શોખ છે."

આટલું બોલી સમીર થોડો વિચારમાં પડી ગયો. 

રિષભ:- "પાછો કોના ખ્યાલોમાં ખોવાઈ ગયો?"

સમીર:- "રિષભ...શ્યામલી અને Mystery girl એ બંને એક જ તો નથી."

રિષભ:- "તું છે ને શ્યામલી અને Mystery girl બંનેને તું સરખાવે છે એટલે તને એમ લાગે છે કે બંને કદાચ એક જ છે. પણ સમીર તું જ વિચાર કર આ દુનિયામાં તો કેટલાંયને શાયરી કરવાનો શોખ હશે..!"

રિષભની વાત પર વિચાર કરતા સમીરને પણ મનમાં થયું કે રિષભની વાત સાચી છે. 

ખંડાલા જઈ બધાએ ખૂબ એન્જોય કર્યું. અને એક દિવસ રહી પાછા ફર્યાં.

બીજા દિવસે રિહર્સલ હોલમાં બધા ડાન્સ કરી રહ્યા હતા. ક્લાસમાં જવાનો ટાઈમ થયો. એટલામાં જ ત્યાં રિયા આવે છે.

રિષભ:- "શું થયું? આજે લેક્ચર ભરવાનો વિચાર નથી કે શું?"

રિયા:- "આજે દર્શનામેડમ નથી આવ્યા. Free લેક્ચર છે."

સમીર:- "Good...એ બહાને વધારે પ્રેક્ટીસ થઈ જશે."

રિયા:- "હું શ્યામલીને બોલાવવા આવી છું...hey guys ચાલોને નાસ્તો કરીએ."

પાયલ:- "હા યાર ભૂખ તો મને પણ લાગી છે."

રિષભ:- "હા...હા...ચાલો...પેટપૂજા કરી આવીએ."

શ્યામલી બેગ સરખુ કરતી હતી. બેગની ચેન બંધ કરે છે.

રિયા:- "ચાલને યાર જલ્દી ભૂખ લાગી છે."

રિયા શ્યામલીને ખેંચીને લઈ જાય છે.

શ્યામલી:- "અરે યાર બેગની ચેન તો બંધ કરવા દે."

રિયા:- "આ કોનું બેગ છે? એ બેગ તારા બેગ ઉપર મૂકી દે."

શ્યામલીએ બાજુમાં પડેલું બેગ પોતાના બેગ ઉપર મૂકી દીધું.

રિયા:- "શ્યામલી યાર ચાલને જલ્દી..."

રિયા શ્યામલીનો હાથ પકડી કેન્ટીનમાં લઈ આવી. બધા જ કેન્ટીનમાં આવી ગયા. 

સમીર પણ રિહર્સલ હોલમાંથી ઉતાવળમાં આવતો જ હતો કે સમીરથી શ્યામલીની બેગ નીચે પડી ગયું. શ્યામલીના બેગમાંથી બધા ચોપડા નીચે પડી ગયા. બધા ચોપડા સમીરે સરખી રીતે બેગમાં મૂકી દીધા. એક બુક થોડે દૂર પડી. સમીરે તે બુક લીધી. તે એક ડાયરી હતી. સમીરને તે ડાયરીમાં શું લખ્યું છે તે વાંચવાની ઈચ્છા થઈ પણ પછી વિચાર્યું કે આ રીતે કોઈકની પર્સનલ સિક્રેટ વાત લખી હોય તો એની અનુમતિ વગર કેવી રીતે વાંચી શકાય. સમીર ડાયરી શ્યામલીની બેગમાં મૂકવા જ જતો હતો કે બારીમાથી પવન આવ્યો અને ડાયરીના પાના ખુલી ગયા. સમીરથી અનાયાસે જ એક લીટી વંચાઈ ગઈ. સમીરને યાદ આવ્યું કે આ લીટી તો મેં કશે વાંચી હતી. ક્યાં વાંચી હતી તે યાદ કરવા બીજી લીટી વાંચી. 

સમીરને ખ્યાલ આવી ગયો કે આ તો પેલી લેટર વાળી Mystery girl એ લખ્યું હતું. સમીર પાના ફેરવીને વાંચવા લાગ્યો. લેટરમાં જે લખ્યું હતુ તે બધુ જ આ ડાયરીમાં છે. સમીરે વિચાર્યું કે આ તો શ્યામલીના બેગમાંથી ડાયરી મળી. તો શું શ્યામલી જ એ લેટર વાળી છોકરી છે.
સમીરે પહેલું પેજ જોયું તો શ્યામલીનું નામ હતું અને શ્યામલીએ પોતાના વિશે થોડા વાક્યો લખ્યા હતા.

"મારામાં જે નથી તેનો કોઈ અફસોસ નથી અને જે છે તેનું અભિમાન નથી. 
ખુદને ખુદમાં શોધી રહી છું..
જાણે ભવસાગરમાં ભટકી રહી છું..
તલાશ છે એક પળના સુકૂનની..
એ પળ માટે કેટલોય સંઘર્ષ કરી રહી છું..
"જો",  "તો"  અને "કાશ" માં છું,
હું ખુદ જ ખુદની તલાશમાં છું...
લોકોથી કંટાળીને ખુદથી થાકીને સુકૂનની તલાશમાં ભટકું છું..ખ્વાબોની દુનિયામાં એક ઉમ્મીદની તલાશ છે."

વાંચીને સમીરે ડાયરી વ્યવસ્થિત રીતે શ્યામલીના બેગમાં મૂકી દીધી.

શ્યામલી અને રિયા બેગ લેવા રિહર્સલ હોલમાં આવે છે. શ્યામલીએ જોયુ તો સમીર નહોતો. પછી ક્લાસમાં જાય છે. સમીર એના મિત્રો જોડે વાત કરવામાં વ્યસ્ત હતો. શ્યામલીએ આખો દિવસ નોટીસ કર્યું કે સમીર પોતાને ઈગ્નોર કરી રહ્યો છે. પણ કેમ..??? એ જ શ્યામલીને ન સમજાયું. 

ક્રમશઃ