quarters - 1 books and stories free download online pdf in Gujarati

ક્વાર્ટ્સ - 1

ચાર વર્ષ પહેલાની વાત છે યશ એમ.બી.બી.એસ પુર્ણ કરી અને સામુહિક આરોગ્ય કેંદ્ર મેઢાસણ ખાતે નોકરી જોઇન કરી અને તે ઘરે થી અપડાઉન કરતો હતો પરંતુ નોકરીનું સ્થળ દુર હોવાથીએ અએ સરકારશ્રીના આદેશ મુજબ તેમને હેડ ક્વાર્ટ્સ પર રહેવાનું હોવાથી તે મેઢાસણ ખાતે રહેવા ગયો રહેવા તો ગયો પરંતુ એના બુરા દિવસોની શરુઆત થઇ ચુકી હતી એને ક્યા ખબર હતી??

મેઢાસણ ખાતે તેને બી/13 નમ્બરનુ મેડિકલ ઓફિસર માટેનું ક્વાર્ટ્સ ફળવાયું હતુ તેથી તેના મૂળ વતનથી તે અને તેમના પાપા મમ્મી સામાન ભરી અને ક્વાર્ટ્સ ખાતે પોહચી સાફ સફાઇ કરી રહ્યા હતા ત્યારે એક રૂમ ના એક કબાટ માથી લાલ કંકુ ભરેલી ડબ્બી ચુંદરી અને શુંગાર સામાન મળી આવ્યો પરંતુ તેમને એમ કે પેહલા કોઇ રહતા હશે એમને એમની પુજામાં મુક્યુ હશે એવુ યશે કહ્યુ અને આમેય ડૉક્ટર હોઇ આ બધામાં વિશ્વાસ ધરાવતા નહોતા પરંતુ એમેને ક્યા ખબર હતી કે આ ક્વાર્ટ્સ તેમને અભિશાપ નિવડશે તેમના મમ્મી પાપા સામાન ગોઠવી અને બે ચાર દિવસ સુધી રહી તેઓ તેમના વતન જતા રહ્યા

પહેલા દિવસે સવારે નોકરીની ડ્યુટી પુર્ણ કરી સાંજે યશ ક્વાર્ટ્સ પર આવી જમવાનું બનાવી અને જમી પરવારી અને ટીવી જોવાનુ ચાલુ કર્યુ થોડીવાર પછી એક રૂમમાથી બીજા રૂમમાં જવાનો દરવાજો ખુલ્લો હતો તે એની જાતે બંધ થઇ ગયો અને ઘરમાં ટીવી ચાલુ હતું છતાં લાઇટ જતુ રહ્યુ અને બાથરૂમમાં પાણીનો નળ ચાલુ થઇ ગયો પરંતું તે ગભરાયો નહી અને નળ બંધ કર્યો અને દરવાજો ખુલ્લો કર્યો

અને શાંતિથી સુઇ ગયો

બીજે દિવસે ડ્યુટી પુર્ણ કરી ક્વાર્ટ્સ પર આવી અને રાતે ફરીથે ઉપર મુજબની ઘટના થઇ અને તે સુઇ ગયો પરંતું અચાનક રાતે બુમો પાડવા લાગ્યો અને જોર કરતા ઉભો થઇ ગયો ગભરામણ થવા લાગી અને સ્વિચબોર્ડ સામે નજર કરતા તેને એક સુંદર છોકરીનો એક ભયાનક ચેહરો જોયો તે ખુબ જ ઘબરાઇ ગયો હનુમાન ચાલીસા બોલવા માંડી અને જોરથી આંખો બંધ કરી અને સુઇ ગયો ત્યારે જોરદાર અવાજે આવવા લાગ્યા અને વાસણ ખખડવાના અને હસવાના આવાજે આવવા લાગ્યા અને મહામહેનતે એને રાત પુરી કરી

ત્રીજે દિવસે સવારે એને એના એક સહ ડૉકટરને વાત કરી અને ડૉકટરે જણાવવ્યુ કે ત્યા એક ડૉક્ટરની પુત્રીની કોઇકે હત્યા કરી છે અને ત્યા બધાને દેખાય છે એ ક્વાર્ટ્સ પહેલેથી જ ભયાનક છે ત્યારે યશ વિચાર્યુ કે ખરેખર એવિ વાત છે તો હુ જાણી ને જ રહીશ કે તે કેમ લોકોને હેરાન કરે છે અને તેની કૈ ઇચ્છા બાકી છે

આ ઘટનાઓ બનતા યશ પોતાને મળતી રજાઓ લઇ અને તેના મુળ વતન કડીયાદરા જાય છે અને ત્યા અચાનક ઘરે આવેલો જોઇ તેના મમ્મી પાપા પુછે કે બેટા કેમ ઘરે તો યશ ક્વાર્ટ્સ પર બનેલી ઘટના બાબતે કઇ કોઇને જણાવતો નથી બસ એમ્જે કે ઘરની યાદ આવતી હતી એટલે હું રજા લઇ અને અહી થોડા સમય રહીશ એમ કહી ત્યાથી ગામમાં જવા નિકળી જાય છે ત્યા એક મંદિરના ઓટલે બેસી વિચારે છે કે છોકરીની આત્માને મુક્તિ અપાવા માટે ઉ કરવુ જોઇયે આમ કહેવાય છે ને સારા કામ કરવા જાઇએ તોરસ્તા આપમેળે મળી જાય છે એટમા એને એક અવાજ સમ્ભળાય છે અને તે વિચારો માથી બહાર આવે છે અને સામે જુવે છે તો તેની પ્રેમિકા રચના ઉભી હોય છે

રચના એને પુછે સે કે તુ અચાનક અહી ક્યાથી મને જણાવવ્યુ પણ નહી કે તુ અહી આવવાનો છે અને આટલી બધી ચિંતામાં અને વિચારમગ્ન કેમ છો મને જણાવ તો યશ ના પાડે છે બસ એમજ રચના જિદ્દ પકડે છે કે જણાવ તુ મને પોતાની માનતો હોયતો તો યકહે છે તારે સાંભળવુંં હોય તો સાંભળ પણ ઘભરાતી નહીં તો તે બનેલી સમગ્ર ઘટના વર્ણન કરે છે અને કહે છે કે મારે આત્માને મોક્ષ અપાવા માટે સું કરવું જોઇયે તે બાબતે સલાહ માગે છે તો રચના યસ ને જણાવવે છે કે મારા પાપાના ગુરૂમહારાજ આ બાબતે બહું જાનકારી ધરાવે છે તો આપણે એની પાસે જઇયે તે આપણે યોગ્ય માર્ગદર્શન આપશે

રચના તેના પાપાને આ માટે બધી વાત કરે છે અને યોગ્ય માર્ગદર્શન આપવા કહે છે તો તેના પાપાના પાડે છે એને કહે છે કે આ બધી બાબતમાં તમારે પડવાની કોઇ જરૂર નથી આમ તેના પાપા રચના અને યશના પ્રેમ પ્રકરણ વિશે જાણતા હતા અને બન્ને એક જ કાસ્ટના અને યશ એમ.બી.બી.એસ હોવાથી તેમને આ સબંધમાં કોઇ વાંધો નહોતો પરંતુ તે આ ભુત પ્રેમ આત્મા બાબતમાં કોઇક ને કઇક થઇ જાય એત્લે તેમને મનાઇ કરી દિધી પણ રચના તો એક જીદ્દ લઇ બેઠી હતી કે મારે મહારાજ ને મળવું એટ્લે મળવું તો દિકરીના પ્રેમ સામે જુકી અને તે મહારાજ અવધુતાનંદ્જે નો સમ્પર્ક કરે છે તો સામેથી જ મહારજ કહે છે કે દવાખાનાની આત્માની મુક્તિ માટે ફોન કરેલ છે તો તેના પાપા હા પાડે છે અને મહારાજે જણાવવ્યુ કે અમાસના દિવસે રાતે અવવા માટે જણાવ્વ્યુ

યોગાનુંયોગ બીજે દિવસે જ અમાસ હોઇ યશ રચના અને રચનાના પાપા અઘોરી અવધુતાનંદજી મહરાજ ને મળવા સાંજે 6.00 વાગે ની મહીસાગર નદીના કોતરોમાં જવા નીકડે છે તેઓ જતા જતા રાત પડી જાય છે અને કઠલાલથી આગળ જતાં એમની ગાડી બંધ પડી જાય છે અને કાચ પર લાલ અક્ષરે હું તને નહી છોડૂ તુ પાછો જતો રે એવુ લખાઇ જાય છે અને ગડી ઉપરથી કળી બિલાડી કુદે છે અને તેની આંખ માથી લાલ ખુન વહી રહ્યુ હોય છે ગાડીમાં બેઠેલા ત્રનેય ઘભરાઇ જાય છે અને રચના ના પાપા કહે છે આપડે પાછા વળી જઇયે પરંતું રચના અને યશ એમને સમજાવે છે કે પોહચવા આવ્યા હવે થોડી વારમાં પોહચી જઇસુ જેમતેમ કરી રચના ના પાપાને સમજાવી ઇષ્ટદેવનું સ્મરણ કરી અને ગાડી ચાલુ કરી અને મહિસાગર નદીના કોતરોમાં અઘોરી મહારાજના ડેલા પર પોહચે છે ત્યાજ બાબા જણાવ્વ્યુ કે બહોત ઘભરા ગયે થે બચ્ચે વો તુમ કો યહાં નહી પોહચને દેતી આપ મહાકાલ કી કૃપા છે બચા ગયે


આવતાં અંકે

બાબા યશ ને સુ રહસ્ય જણાવશે

સુ યશ આત્માનો સમ્પર્ક કરી શકસે

વાંચતા રહો ક્વાર્ટ્સ

આપનો અભિપ્રાય જણાવવો

પાર્થ ચૌહાણ "અભેદ"

મો-૭૪૩૬૦૨૯૪૨૫