Khimali nu khamir - 6 books and stories free download online pdf in Gujarati

ખીમલી નું ખમીર - ભાગ 6

બન્ને ઝીપ નીકળી વચ્ચે ના નાકે થી એક ઝીપ સાસણ તરફ વળી અને બીજી ઝીપ આલાવાણી નેસ તરફ ના રસ્તે વળી....

                       *    *    *    *
સમી સાંજ નો સમય હતો. આલાવાણી નેસ માં પંખીઓ કલરવ કરતા હતા. સાંગા આતા કરણ ને દાધિયા થી લાવ્યા હતા અને કરણ ને હવે પહેલા કરતા સારું હતું. 
   જુઠા ભાઈ એક તરફ થી ભેંસો લઇ ને નેસમાં આવી ગયા હતા અને ભેંસો ને ઝોક માં પણ પુરી દેવાઈ હતી.ભેંસો માટે દાણ તૈયાર થતા હતા. બીજી તરફ સાંગા આતા એ ફળી માં ખાટલો ઢાળીયો હતો.અને જૂઠો ડંકીએ હાથ મોઢું ધોઈ રહ્યો હતો.
      ત્યાં એક ઝીપ આવતી દેખાઈ . ઝીપ માં બેઠેલા ગાર્ડ ગીર ના નેસડાઓ ના માણસો ને સારી પેઠે ઓળખતા કારણ કે અવાર નવાર ત્યાં જવાનું થતું હોય અને સિંહ ગણતરી વખતે પણ તેઓ ની મદદ ની જરૂર પડતી હોય. સિંહ ની ભાણ પણ ઘણી વાર અહીંથી મળી રહેતી.
     ગાર્ડસ નીચે ઉતરે છે. જુઠા ભાઈ તરફ જોઈ ને તેઓ ફળી માં પ્રવેશ કરે છે. સાંગા આતા ના ખાટલા તરફ જાય છે.
 ' અરે  આવો આવો..ચા મૂક જે જમાલભાઈ આયવા સે....'
' ના આતા ચા નથી પીવી પછી ક્યારેક'
' અરે પિતા જાવ ને તમારે ક્યાં કાયમ આવવું સે'
'સારું..' ગાર્ડ એ ચા નો પ્રસ્તાવ સ્વીકાર્યો.
' ભઈલા કેમ આ બાજુ અને એ ય પાછું આ ટાણે, મોટા ભાગે તો સવારે કે ભયરે દી એ આવતા હોવ સો..આજ સાંજે આય માલીપા કેમ વળી?' આતા એ પૂછ્યું.
'આતા આગળ એક સિંહ ને ઇજા કરવામાં આવી સે...એના નહોર કાઢી લીધા છે..'
'રામ રામ રામ.....વરહ માં ચોથી વાર આવા હમાસાર સાંભળું સુ' આતા એ દુઃખ વ્યક્ત કર્યું.
'તમને ઝાલા સાહેબે ખાતે બોલાવ્યા છે ' ગાર્ડ એ વાત આગળ વધારી.
'કેમ વળી?'
'આજ ની આ ઘટના બની ત્યારે તમારી છોકરી ખીમલી અને એક બીજો છોકરો ત્યાં હાઝર હતા અને જોતા તો એવું લાગે સે કે આ બેય એ બધું કર્યું છે... છોકરા ના હાથ માં ચાકુ હતું અને એની બેગ માંથી દોરી પણ મળી છે..'
'અરે પણ એ તો કાઠીતળ ફરવા ગયા તા ને..'
' આતા એ બરાબર ..પણ અત્યારે તો અમે આ જોયું'
આતા ના ચહેરા પર દુઃખ ના ભાવો વ્યક્ત થતા હતા..
ગાર્ડ એ આગળ વધાર્યું...
' આતા...ખીમલી તો આય જ મોટી થઇ એટલે તમારા લીધે એને જામીન થઇ જશે પણ પેલા છોકરા નું નક્કી નઈ...કોર્ટ માં જે થાય એ...'
'જમાલ ભાઈ પણ એ છોકરો પણ આય જ જન્મેલો સે અને તમને ય ખબર સે ખીમલી ની સગાઈ થઇ સે એની હારે...'
' હા બાપા પણ કોર્ટ તો પુરાવા માંગે ને..'
' કોરાટ માં હું આવીસ ને , હું ઓળખું ને બેય ને..એમ સેના ગમે ઈને લઇ જાય'
' આતા પણ તમે અત્યારે ખાતે આવો..રાત થઇ જાહે તો કાલ પાછો રવિવાર એટલે સોમવારે જ મેડ પડશે પછી'.
ગાર્ડ એ ઉતાવળ કરી..
આતા ઉભા થઇ ને એની ઝુંપડી ના રૂમ માં ગયા.' હે માતાજી હારા વાના કરજો કહી ને એક દીવો પ્રગટાવ્યો...પછી આતા કમીઝ પહેરતા પહેરતા ઓસરી માં ને ત્યાંથી પાછા ફળી માં આવ્યા..
'હાલ જમાલ...'
'જુઠા ભાઈ ને પણ લેવાના છે'
'હારું...જુઠા ખાતે જવાનું સે...'આતા એ જુઠા ને પણ સાથે લીધો ને પછી બધા એ ખખડધજ ઝીપ માં બેસી ને સાસણ બાજુ રવાના થયા..
' જો જમાલ તું અમને પેલે થી ઓળખે સે....તને ખબર સે આમાં ખીમલી ને ફસાવામાં આવી સે...એટલે બનતી કોશિશ કર જે બાપ..'આતા એ ઝીપ મા જમાલ ને સમજાવવા પ્રયત્ન કર્યો.
' આતા હું સમજુ છું. તમે ક્યારેય કોર્ટ માં ગયા નથી એટલે તમને અઘરું પડે એમ છે. કોર્ટ ખાલી વાતું કરવાથી કે બોલવાથી માફ ના કરે.ત્યાં પુરાવા અને સાબિતી જોઈએ.'


                         *    *    *    *
બીજી બાજુ ખીમલી અને દેવ ને ફોરેસ્ટ ઓફિસ લઇ જવા માં આવ્યા. મુખ્ય ડીએફઓ ની ઓફીસ માં ઝાલા સાહેબે પ્રવેશ કર્યો ને થોડી વાર પછી ત્યાંથી બહાર નીકળી ખીમલી અને દેવ ને અંદર લાવવા ઈશારો કર્યો.
મન માં માતાજી ના રટણ કરતી ખીમલી અને ડાઘાયેલો દેવ ધ્રુજતા પગે ઓફીસ માં પ્રવેશ્યા.
     ડીએફઓ શ્રીકાંત વર્મા સાહેબ પોતાની ખુરશી પર બેઠા બેઠા કટ્ટર નજર થી બન્ને ને જોઈ રહ્યા.
     ઝાલા સાહેબે વાત કરતા કહ્યું.
 ' સાહેબ આ આલાવાણી નેસ ના સાંગા આતા ની પૌત્રી અને એનો જમાઈ છે , આ ભાઈ ન હાથ માં ચાકુ પણ હતું અને રંગે હાથ ઝડપાયા છે '
વર્મા સાહેબે બન્ને તરફ જોઈ અને પૂછતાજ શરૂ કરી
'સિંહ ના નહોર કાઢવા છોકરી ને સાથે લીધી..દાદ છે તારી હિંમત ને ..શું નામ કીધું ?'
' સાહેબ આ દેવ અને આ ખીમલી' ઝાલા સાહેબ એ નામ સાથે ચહેરા ની ઓળખાણ આપી.
'સાહેબ અમે ગીર ના માણસો છીયે. ગીર ની રક્ષા કરવી એ અમારી ફરજ છે અને અમે એને ભલી ભાતી જાણીએ છીયે . અમારા બાપ દાદા વખત થી આ ગીર સાચવાયું છે. અમે આ બધા પાછળ જ્વાબદાર નથી. તમે પણ જાણો છો કે ગીર , સિંહ અને માલધારી આ એક આખી સાંકળ છે જો આમાંથી એકેય ને એમ તેમ થાય તો આખું ગીર ખોરવાય જાય. એ અમે જાણીએ છીયે. અમારા આવક ના સાધન કેટલાય ઢોર માલ પર સિંહે હુમલો કર્યો છે અને અમારી નઝર સામે અમે એના ભાગ નો ખોરાક ગણી ને અવગણના કરી છે.પણ અત્યાર સુધી સામે ઉભા હોવા છતાં ક્યારેય એના પર હુમલો નથી કર્યો .અને આજે સાહેબ અમારા પર આવો આક્ષેપ ?'
ખીમલી ના શબ્દો માં રોષ અને દર્દ બન્ને દેખાતું હતું અને ન પણ કેમ દેખાય જયારે રખવાળા પર જ ભક્ષક નો આરોપ લાગે ત્યારે સારા સારા ને હચમચાવી મૂકે.
વર્મા સાહેબ હજુ બોલવા જતા તા ત્યાં સાંગા આતા અને જુઠા ભાઈ એ કેબીન માં પ્રવેશ કર્યો.
'પ્રણામ સાહેબ ' આ બધું શું બની ગયું સાહેબ .સાંગા આતા ની નિર્દોષ આખો એ સવાલ કર્યો.
'પૂછો તમારી દીકરી ને અને જમાઈ ને..'
' સાહેબ માફ કરો ને કંઈક સમજણ ફેર થાય સે આ બધી બાબત પાછળ બીજા કોઈ નો હાથ હોય એવું લાગે સે આ ચોથી વાર થયું છે દર વખતે ખીમલી ક્યાં મળી તમને?'
' આતા પણ બન્ને રંગે હાથે પકડાયા છે'
' અરે બાપ..આ ગીર માં પ્લાસ્ટિક ની એક કોથળી દેખાય જાયતો ય પારો ચડાવી જાય સે અને એ એવુ કામ કરે જ નઈ '
' આતા સમજુ છું તમારી વાત. અને તમારી દીકરી છે એટલે જ જામીન થશે પણ એક શરત પર જ જામિન થશે કે એ એની નિર્દોષતા કોર્ટ માં સાબિત કરી શકવા જોયીયે બાકી કોર્ટ જે ફેંસલો આપશે એ જ અમારે માન્ય રાખવો પડે ' વર્મા સાહેબે યોગ્ય ભાષા માં વાત કરી.
દેવ એક ડગલું આગળ આવી બે સાહેબ ને વિનંતી કરે છે કે ' સાહેબ અમને એક મહિનો આપો અમારી નિર્દોષતા સાબિત કરવા માટે અને આની પાછળ જેનો પણ હાથ હોય એની યોગ્ય  તપાસ થાય એવું કૈક કરો તો અમને ન્યાય મળવા માં મદદ મળે '
વર્મા સાહેબે પ્રત્યુતર આપ્યો ,' સાંગા આતા અને અમારે બે પેઢીનો સંબંધ છે મારા બાપુજી અહીં ફરજ બજાવતા ત્યાર ના અમે એક બીજાને ઓળખીએ અને અવાર નવાર આલાવાણી બાજુ જવાનું થાય તો વિસામો સાંગા આતા ને ઘરે જ હોય એટલે એમના પરિવાર ને હું ઓળખું છું અને એટલા માટે જ તમને બન્ને ને જામીન પણ મળી શકે એવું કર્યું છે.પણ આ ઘટના માટે હાઈ કમાન્ડ માંથી ખુબ પ્રેશર આવશે એટલે તમારી પાસે ખુબ ઓછો સમય છે , અમારાથી બનતી અમે કોશિશ કરીયે છીયે અને જયારે પણ તમને અમારી મદદ ની જરૂર પડે તો ઝાલા સાહેબ તમને મદદ કરશે એની ખાત્રી આપીએ છીયે.'
'ખુબ ખુબ આભાર સાહેબ આપનો .' દેવ અને ખીમલી એ થોડી રાહત અનુભવી અને આભાર માન્યો.
' પણ હા..સમય ખુબ ઓછો છે અને કદાચ આની પૂછ તાજ માટે અલગ થી ટુકડીઓ પણ આવશે માટે ખુબ ઓછા સમય માં તમારે તમારી જાત ને સાબિત કરવી પડશે ' વર્મા સાહેબે મીઠી ચેતવણી આપી.
'મહેરબાની સાહેબ 'સાંગા આતા અને જુઠા ભાઈ એ આભાર માન્યો.
બહાર કાગળિયા પર સહી અંગુઠા કરી ને ઝાલા સાહેબ આ લોકો ને મૂકી આવો અને આગળ ની હાઝરી માટે તમને ઝાલા સાહેબ આવી ને જાણ કરશે ત્યારે હાઝર થવાનું રહેશે.
' જી સાહેબ 'જુઠા ભાઈ એ હાથ જોડ્યા..
અને બધા સાહેબ ની કેબીન માંથી બહાર નીકળ્યા.બહાર નીકળીને સહી કરી અને જુઠા આતા ના અંગુઠા નું નિશાન લઇ અને ઝાલા સાહેબ જોડે બધા બહાર નીકળ્યા.
ઝીપ આલાવાણી તરફ ઉપડી બધા ના ચહેરા એક માયુષ અને થોડો જામીન મળવાનો હાશકારો હતો.
' આતા જરૂર પડ્યે મને જીવલા ના ફોન માંથી ફોન કરજો હું આવી જઈશ અને કઈ માહિતી જોયે તોય કે જો 'ઝાલા સાહેબે આતા ને દિલાસો આપ્યો.
પણ બધા હવે એ ચીંતા માં મગ્ન હતા કે પોતાની જાત ને સાબિત કઈ રીતે કરવી?
આ જ ચિંતા ની વચ્ચે આલાવાણી આવ્યું અને ઝીપ ઉભી રહી.



વધુ આવતા અંકે....
લેખક : ડો રાકેશ સુવાગિયા..
લેખન ને રીવ્યુ  9586048450 પર વોટ્સએપ કરી શકો છો , એ ઉપરાંત https://www.facebook.com/rakesh.suvagiyasagar  આ લિંક દ્વારા ફેસબુક પર પણ જોડાય શકો છો અને પ્રતિભાવો આપી શકો છો...ખુબ ખુબ આભાર...