Tiffin books and stories free download online pdf in Gujarati

ટિફિન

    "ટિફિન"--                                                                - -અમારી ઓફિસ માં એક ભાઇ મુન્ના ભાઈ ,ખુબ જ હોંશિયાર,પણ વધુ પડતાં.સાથે સાથે ભૂલકણા પણ.એક દિવસ ની વાત છે.ટપરવેર ની એજન્સી વાળા ભાઈ પાસે થી મુન્ના ભાઈ એ ટપરવેર નું ટિફિન લીધું.ફક્ત ₹૫૦૦ માં જેની બજાર કિંમત ₹૮૦૦ હતી. એ પણ બે દિવસ પછી  રુપિયા આપવાની શરતે.આમ મુન્ના ભાઈ તો ખુશ થયા.મુન્ના ભાઇ તો ટિફિન ઘેર લઈ ગયા.બીજા દિવસે મુન્ના ભાઈ ઓફિસમાં આવ્યા, જુનું ટિફિન લઈને.                                          બધા એ પુછ્યુ ભાભી ને ટપરવેર કેવું લાગ્યું? મુન્ના ભાઈ-' અરે પુછો જ નહીં.મને તો ખખડાવી દીધો કે એક ટિફિન તો છે,ને બીજા માટે ખર્ચ કરો છો.ત્યારે મેં કહ્યું,કે ગાંડી આતો બિલકુલ મફત ના ભાવ માં, ફક્ત ₹૨૫૦ માં જ,એ પણ ઉધાર." આ સાંભળીને ને મુન્ના ભાઈ ની પત્ની ખુશ થઈ.આટલી વાત કર્યા પછી બપોરે મુન્ના ભાઈ પર તેમની ધર્મપત્ની નો ફોન આવ્યો.ને બોલ્યા  કે ,તમે જે ટપરવેર નું ટિફિન લાવ્યા હતા તે બાજુ વાળા બહેન ને વેચી દીધું.      આ સાંભળી ને મુન્ના ભાઈ નો જીવ અધ્ધર થયો.અને પુછ્યું કે કેટલા માં?  જવાબ આવ્યો કે ₹૫૦ નો નફો થયો.ખુશ થાવ.મુન્ના ભાઇ-" અરે પણ કેટલા માં?" જવાબ-" ₹૩૦૦ માં,હવે કાલે ટપરવેર વાળા ભાઈ ને ટિફિન ના ₹૨૫૦ ચુકવી દેજો.બાકી ના ₹૫૦ આવતી કાલ ની શાકભાજી માટે રાખીશ."આ સાંભળીને ને મુન્ના ભાઈ ના હાવભાવ જોવા જેવા હતાં.                                                           સારાંશ- આ વાત નો સાર એ છે કે તમારા કરતાં ઘરવાળી હોશિયાર હોય છે તેથી કોઈ વાત ખાનગી રાખવી નહીં ને ખુલ્લા દિલથી સાચી વાત કરવી. **********"***"***********                                "ગુમ ટિફિન"-                                                               -.  આપણે મુન્ના ભાઈ ના ટપરવેર ટિફિન ની વાત જાણી.આ મુન્ના ભાઈ હોશિયાર હોવા ની સાથે સાથે બહું જ ભુલકણા .આવી એમની ભૂલી જવાની આદત ની એક ઝલક.એક દિવસ ની વાત છે.ઓફિસ માં લંચ ટાઈમ ની રિશેસ હતી.ઓફિસ સ્ટાફ ના મિત્રો એ પોત પોતાનુ  ટિફિન કાઢ્યું.મુન્નાભાઈ તો પોતાનું ટિફિન ની શોધ માં લાગેલા હતા.બધા એ પુછ્યુ કે મુન્ના ભાઈ ટિફિન નથી લાવ્યા? અમારા ટિફિન માં થી જમજો.મુન્નાભાઈ એ કહ્યું કે ના ,ના, ટિફિન તો લાવ્યો હતો પણ મલતુ નથી.કોઈ એ મારી મજાક તો નથી કરી ને?એટલા માં અમારી ઓફિસ ના શાહ ભાઈ ,જે બહુ જ મઝાકીયા સ્વભાવ ના હતા,તેઓ બોલ્યા,"ભાઈ, ભાભી સાથે ઝગડો તો નથી થયો ને?. ચાલો સાંજે તમારી સાથે ઘેર આવી ને સમાધાન કરાવું.અત્યારે અમારી સાથે જમવા બેસો."                                                              આ સાંભળીને ને મુન્ના ભાઈ રઘવાયા થયા.ને ટિફિન માટે આખી ઓફિસમાં ફાંફાં માર્યા.પણ ટિફિન મલ્યુ નહીં.એક જણે કહ્યું કે તમારી એક્ટિવા માં તપાસ કરો.મુન્નાભાઈ એ એક્ટિવા માં તપાસ કરી પણ ટિફિન મલ્યુ નહીં.બધા એ સમજાવી ને સાથે જમવા બેસાડ્યા.પણ મુન્ના ભાઈ એ ઉચાટમાં બરાબર જમ્યા નહીં.એટલા માં મુન્ના ભાઈ ના પત્ની નો ફોન આવ્યો કે જમ્યા કે નહીં? મુન્ના ભાઈ એ કહ્યું કે જમી લીધું.ઘણુ સરસ હતું.            થોડી વાર પછી મુન્ના ભાઈ એ સ્ટાફ ના એક ભાઈ જોષી ભાઈ ને કહ્યું કે ટિફિન તો શોધવું જ પડશે.જોષી ભાઈ એ ઉલટતપાસ કરી કે તમે ટિફિન ઓફિસ માં લાવ્યા હતા? કે રસ્તા માં પડી ગયું? મુન્ના ભાઈ-" ઓફિસ માં લાવ્યો હતો કે નહીં તે યાદ નથી.પણ ઘર થી નિકળ્યો ત્યારે ટિફિન લીધું હતું." જોષી ભાઈ બોલ્યા. -"ઘરે થી રસ્તા માં થી ક્યાંક ગયા હતા?"મુન્ના ભાઈ-" ઘરે થી ડીવીઝન ઓફિસ એક ફાઈલ આપવા ગયો હતો પછી રસ્તા માં પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવ્યું હતું" જોષી ભાઈ-" ડીવીઝન ઓફિસ ફોન કરી પુછો". મુન્ના ભાઈ એ ડીવીઝન ઓફિસ ફોન કર્યો તો જવાબ મલ્યો કે ત્યાં કોઈ નું ટિફિન રહી ગયું નથી.ને મુન્ના ભાઈ તો ઓફિસ માં ટિફિન લાવ્યા જ નહોતા.હવે તો મુન્ના ભાઈ ને ફાળ પડી કે સાંજે ઘરે જઈશ તો ઘરવાળી ખખડાવી દેશે કે સાવ ભુલકણા જ છો?. હવે જોષી ભાઈ એ ગમ્મત કરી કે પેટ્રોલ પંપે તો ભુલી ગયા નથી ને? મુન્ના ભાઈ મુંઝાયા ને કહ્યું કે પેટ્રોલ ભરાવતો હતો ત્યારે એક માણસ મને ટીકી ટીકીને જોતો હતો.જોષી ભાઈ ને ટીખળ સુજી ને કહ્યું કે તો તો એજ માણસ! " હવે તો મુન્ના ભાઈ નું મોઢું પડી ગયું ને કહેવા લાગ્યા કે સાલું મને લાગતું જ હતું કે ટિફિન પેટ્રોલ પંપ થી જ ગયું હશે. થોડી વારમાં મુન્ના ભાઈ ની પત્ની નો ફોન આવ્યો.બોલ્યો કે જમવાનું કેવુ લાગ્યુ? મુન્ના ભાઈ બોલ્યા" સરસ,ને બટાટાનું શાક તો બહુ જ સરસ હતું.".                                     મુન્ના પત્ની-" બોલો તો શું શું જમ્યા? હવે તો તેમની પત્ની પણ મજાક ના મુડ માં આવી ગયી.મુન્ના ભાઈ-" અરે ગાંડી,રોજ ની જેવું જ,બે રોટલી, બટાટાનું શાક,દાળ ને ભાત . એમાં શું પુછવાનું?" હવે મુન્ના ભાઈ ની પત્ની એ કહ્યું કે આજે તો ટિફિન માં દાળ,ભાત,પુરી,તમારું ભાવતું ભીંડા નું શાક ને મોહનથાળ પણ હતો.તમે કોનું ટિફિન જમ્યા? હવે ગભરાવાનો વારો મુન્ના ભાઈ નો આવ્યો ને પુછ્યુ કે આજે શું છે કે મોહનથાળ ને પુરી બનાવી? " પત્ની બોલી -"અરે તમે તો કેવા ભુલકણા  છો? આજે આપણા બાબા ને ચોથું વર્ષ બેઠું.તેનો જન્મ દિવસ છે.ને બીજી વાત તમે તમારું ટિફિન તો તમારા કબાટ ના ખાનામાં ભુલી ગયા હતા તે મને મલ્યું ને તમને ફોન કર્યો.ને હા બાબા નો જન્મ દિવસ છે તો ઘરે આવતી વખતે ચોકલેટ, બિસ્કીટ ને કેક લાવવાનું ભુલતા નહીં." આ સાંભળીને ને મુન્ના ભાઈ એ સાંજે ઘરે આવતા બધી વસ્તુઓ ને કેક લેતો આવીશ એવું કહ્યું.ને ફોન મુકી દીધો.હવે મુન્ના ભાઈ ને યાદ આવ્યું કે ઓફિસ ની ફાઈલ કબાટમાંથી લેવા જતી વખતે જ ટિફિન ભુલી ગયો હોઇશ.      આ વાર્તા લેખ નો સાર-  પત્ની એ પ્રેમ થી બનાવેલા ભોજન નો આદર કરવો ને મહેનત થી બનાવેલુ ટિફિન ભુલી જવું નહીં.અને હા, ઓફિસ ના કામ ના ચક્કર માં ઘર ની વ્યક્તિ નો જન્મ દિવસ તો ભુલશો નહિ.ભુલી જવાનો સ્વભાવ ધણી વાર ખોટું બોલાવે છે .ને ઘર ની વ્યક્તિ ના સન્માન ને પણ ઠેસ પહોંચે છે.હંમેશા કામની કદર કરવી.
લેખક- કૌશિક દવે