Love quadrilateral - 8 books and stories free download online pdf in Gujarati

પ્રણય ચતુષ્કોણ - 8

સવારે 7.30 વાગ્યે રાજ ઉઠે છે અને direct ફ્રેશ થવા જાય છે. Reebok નું રેડ t-shirt, સાથે બ્લુ ડેનિમ, બ્લેક sunglass, reebok ના sports shoes અને fogનું deo લગાવીને એ તૈયાર થઈને નીચે આવે છે. રામુકાકા જે એના ઘરઘાટી છે એમને રાજ માટે પ્રોટીન shake તૈયાર રાખ્યું હોય છે. રાજ પ્રોટીન shake પી ને તેની sports car લઈને નીકળી જાય છે.  રાજનો આ જ નિત્યક્રમ. એના મમ્મી અને પપ્પા બંને આખો દિવસ પોતાના માં જ busy હોય. ઘણી વાર તો એવું પણ બનતું કે આખા દિવસમાં ક્યારેય ત્રણ જણા એકબીજાને મળ્યા જ ન હોય. મહિને એકાદ વાર ત્રણેય dining table પર સાથે બેસીને જમતા..બાકી બધા પોતપોતાના કામ થી કામ રાખે.

રાજ સીધો સારાને પિક અપ કરવા પહોચી જાય છે. કોલેેજ જતાં રસ્તામાં  રાજ સારાને એના સપના વિશે  કહે છે અને  સારા એ સાંભળીને હસવા  લાગે છે. રાજને ગુસ્સો  આવે છે એ જોઈ સારા હસવા ઉપર કંટ્રોલ કરે છે અને કહે 
છે કે આજે અત્યારે જ જઈને એ પિયાને મળીને કહી દે કે રાજ ગેંગ શુ છે ? રાજ પણ સહમત થતા કહે છે કે એને તો હું અત્યારે જ જઈને એની જગ્યા બતાવી દઈશ.

પિયા બ્લુ ચુડીદાર અને પેરોટ ગ્રીન ટોપ, ખુલ્લા વાળ, નાની blue બિંદી, એક હાથમાં મેટલની સિલ્વર watch અને બીજા હાથ માં સિલ્વરનું dimand વાળું delicate બ્રેસલેટ પહેર્યું હતું. અને સાથે મેચિંગ parrot ગ્રીન મોજડી પહેરી હતી અને બ્લુ કલરના એર-રિંગ્સમાં તે સિમ્પલ સોબર અને એકદમ સુંદર લાગી રહી હતી. રાજ થોડી વાર તો બધું ભૂલીને બસ એને જોતો જ રહી જાય છે. પછી સારા સામે ધ્યાન જતા સારા એને યાદ કરાવે છે, એટલે રાજ પિયાની નજીક જઈને એનો હાથ કાંડેથી પકડીને એને નજીક લાવે છે અને કહે છે તું મારી અને મારા ગ્રુપથી દૂર રહેજે અને આને તું warning સમજે તો warning અને ધમકી સમજે તો ધમકી..તને શું લાગે છે તું પ્રિન્સીપાલ સર પાસે જઈને અમારી complain કરીશ અને અમને ખબર પણ નહીં પડે ? તને કાલે જ અવનીએ જોઈ લીધી હતી..અને આમ પણ તું ગમે તેને complain કર અમને કઈ ફરક નહીં પડે કેમકે કોઈ અમારું કાંઈ બગાડી શકવાનું નથી.. so just get lost કહીને રાજ પિયાને ધક્કો મારી એનો  હાથ છોડી દે છે...

હવે પિયાનો વારો છે જવાબ દેવાનો...રાજ જતો હોય છે ત્યારે પિયા તેને રોકીને કહે છે...જો તને કંઈ ફેર ન પડતો હોય તો તું અત્યારે મને warn કરવા શુ કામ આવ્યો ? અને રહી વાત પ્રિન્સિપાલ સરને complain ની તો તું તારી ફ્રેન્ડને શીખવાડ કે atleast તને સાચી માહિતી તો આપે. હું પ્રિન્સિપાલ સરને શુ કામ મળવા ગઈ હતી એ તો તને આજે assembly માં ખબર પડી જશે...અને બાકી રહી વાત તારી અને તારા ગ્રુપની તો મને 1% પણ એમાં ઇન્ટરેસ્ટ નથી મારી પાસે already કરવા માટે ઘણું કામ છે..તારા ગ્રુપ મેમ્બર્સ...oh sorry.. let me correct ..તારા ચમચાઓની જેમ કોઈની ચોકીદારી અને કાન ભંભેરણી કરવાનો મારી પાસે જરાય time નથી.. See you at assembly hall... એટલું કહીને એ ત્યાંથી ચાલી જાય છે. રાજ અને તેના ફ્રેન્ડ્સ ગુસ્સામાં લાલચોળ થઈ જાય છે અને સહેમી જાય છે. સારા તો રાજ પાસે આવી એનો કોલર પકડીને એને કહે છે અમે તારા ચમચા છીએ??
રાજ કહે છે no sara ...you all are my friends...તો ચૂપચાપ ઉભો ઉભો સાંભળતો શુ હતો ? જવાબ કેમ નો દીધો એ બહેનજી ને ??? બેલ પડે છે અને બધા assembly hall તરફ જાય છે.

કડવીબાઈ કોલેજમાં every saturday એસેમ્બલી થતી. જેમાં કોઈ એક branch ના સ્ટુડન્ટસ અલગ અલગ પર્ફોર્મન્સ આપતા. આજે આર્ટસના સ્ટુડન્ટ્સનો વારો હતો. એ લોકોએ ખૂબ સરસ એસેમ્બલી કરી. પછી મિસિસ. નાયડુ કે જે એસેમ્બલી ઇન્ચાર્જ હતા તેમણે થોડા announcement કર્યા અને લાસ્ટમાં તેમણે પિયાને stage પર આવવા invite કરી. બધા એવું વિચારવા લાગ્યા કે હજી તો એડમિશન લીધા ને 1 વીક થયું છે ત્યાંતો આ છોકરી એસેમ્બલી માં પણ announce કરવા લાગી. ઘણા આ જોઈ ખુશ થયા અને ઘણાને jealousy ફિલ થઈ.
પિયાએ માઇક હાથમાં લઇ announce કર્યું, "respected faculty members and my dear friends, today I would like to share my opinion on social work. Might be you all are knowing about  the incident happened before 2 days with me and how we all helped to Bahadur chacha. Happiness on his face was incredible. So there are so many people near by us who also need our help. We can not help them in all way but ofcourse we can help them according to our capacity. I would like to start one campaign for them. All those who are interested in that please come tommorow to school. I know tomorrow is Sunday but if we want to do any extra activity other than study then we have to give time only on Sunday. So please come tomorrow I will explain in detail about this campaign. Then after those who want to join can join ".

રાજને તરત જ strike થાય છે કે પિયા સામે કઈ રીતે જીતવું?  એ તેના ફ્રેન્ડસને કહી દે છે કે આવતી કાલે આપણે બધાએ આ campaign માં જોડાવા માટે આવવાનું છે અને બધાના ભવા ચડી જાય  છે કે આપણે શું કામ આમાં જોડાવું ? આપણે એની સામે બીજું campaign ચાલુ કરવું જોઈએ જેથી બધા students આપણાં campaign માં જોડાય અને એનું campaign માત્ર નામનું બનીને રહી જાય પણ રાજ કહે છે તમને મારા ઉપર ટ્રસ્ટ હોય તો કાલે આવજો અને ટ્રસ્ટ ન હોય તો ન આવતા બાકી હું તો આ campaign માં જોડાવાનો છું. બધા છુટા પડે છે અને પોતપોતાના કલાસમાં જાય છે.
ક્રમશઃ




એ તો નક્કી છે કે રાજ બદલો લેવા માટે જ પિયા સાથે જોડાવાની વાત કરે છે. પણ રાજ શુ કરશે? આ વખતે એ સફળ થશે કે હારીને રહી જશે કે પછી એનું દિલ હારશે ? જાણવા માટે વાંચતા રહો પ્રણય ચતુષ્કોણ.