Panwalo pako books and stories free download online pdf in Gujarati

પાન વાળો પકો

દરબારગઢ વિસ્તારમાં પીપળાના જાળ પાસે છેલ્લી દુકાન કેટલા સમયથી ખાલી પડી હતી. પ્રકાશના બાપુજી પોસ્ટ ઓફિસમાં થી રીટાયર થયા એટલે તેણે દીકરા માટે કરજો લઇનેં તે દુકાન ખરીદી આપી. પકો પણ રાજી-ખુશી થી પાન-મસાલાનો ધંધો કરવા લાગ્યો. નવો નવો ધંધો માંડ્યો હોવા ના લીધે પકા નેં કામ માટે ખુબ જ ઉત્સાહ હતો, તે દિવસે દુકાને વહેલો જતો અનેં રાત્રે 11 વાગ્યા સુધી દુકાન ચલાવતો.

એક દિવસ ખુબ જ ઘરાકી હોવા ના કારણે પકો રાત ના 12 વાગ્યા સુધી દુકાને જ રોકાઈ ગયો, અનેં પછી બધું વધાવી અને સુમસામ રસ્તે ઘર બાજુ ચાલી નીકળ્યો, થોડી જ વાર માં તેને ભાસ થયો કે પાછળ થી કોઈ પીછો કરે છે, પ્રકાશ ના હૃદય ના ધબકારા એક દમ વધી જાય છે, તેના માથા પર પરસેવાની ધારાવાળી છૂટી નીકળે છે.

પકો હવે પાછળ જોયા વિના, ઝડપ ઝડપ ડગલાં માંડવા લાગે છે, થોડી જ વારમાં તેને ધીમો ધીમો જાંજરા નો અવાજ સાંભળવા લાગે છે, આવી બધી ઘટનાઓ થી પકો ધ્રુજી ઉઠે છે, તે બીક ના માર્યો ત્યાં જ ઉભી જાય છે, ધીમે ધીમે એક લામ્બો પડછાયો તેની સામે આવી ને ઉભી જાય છે, પ્રકાશ ની નજર પોતાના પગ પાસે જ હોય છે, તે બીક નો માર્યો સામે જોવાની હિમ્મત પણ નથી કરતો.

સામે ઉભો વિકરાળ પડછાયો થોડી જ વાર માં એક સુંદર સ્ત્રી માં બદલાઈ જાય છે, હવે તે સ્ત્રી ઠંડા-ઠંડા સ્વાશ છોડતા પ્રકાશ ના મોઢા સામે આવી ઉભે છે, અને પ્રકાશ નેં સામે જોવા માટે કહે છે, એકાદ મિનિટ વિચાર્યા બાદ પ્રકાશ હાંફતો ધ્રૂજતો તેની આંખોં માં જુએ છે, પેલી રહસ્યમય સ્ત્રી ધીમે થી પ્રકાશ નેં કહે છે કે, મરવું ના હોય તો દુકાન મૂકી નેં હંમેશા માટે ભાગી જા જે,

આટલી વાત સાંભળતા જ ડરતો કાપતો પ્રકાશ ગુસ્સા અને જોશ થી ભરાઈ જાય છે, તે એક જાટકે જવાબ આપી દે છે કે, એ તો નહીં બને, મારા બાપ એ જિંદગી આખી ઢસેડા કરી મને કમાતો કર્યો, કર્જા કરી નેં દુકાન અપાવી, હવે હું દુકાન પણ ના ચાલવું તો મારી જિંદગી પર લાનત છે, દુકાન તો નહીં છોડું, થાય ઈ કરી લેજે,,, (જોશ જોશ માં પ્રકાશ એ પણ ભૂલી ગયો કે પેલી ભૂતડી કે ચુડૈલ હોઈ શકે).

આટલું સાંભળી નેં પેલી રહસ્યમયી સ્ત્રી જોર જોર થી હંસવા લાગી અનેં અચાનક પકા ની બોચી પકડી અનેં તેને, જોરદાર ચુંબન કરીનેં અલપો થઇ ગઈ. આવી અદભુત ઘટના થી પકો ડઘાઈ ગયો, તે બૂમો પાડતો, ઉથમાં પગે દૌડતો પોતાની દુકાન પર પાછો ચાલ્યો ગયો, અનેં દુકાન ની અંદર પોતાને પુરી નેં આખી રાત બેઠો રહ્યો.

બીજા દિવસે તે ઘરે આવ્યો, પણ કોઈ નેં આ વાત કરી નહીં. 2 દિવસ તાવ આવી ગયો એટલે દવા લઇનેં સૂતો રહ્યો, ત્રીજા દિવસે તેના મિત્ર ગોટીયા એ ફોન કર્યો કે, દુકાને કેમ નથી આવતો? વેચી મારી દુકાન કે શું? ત્યારે પકો તેને બધી વાત કરે છે, આવી વાત સાંભળી તેનો મિત્ર ગોટીયો તેને ઉથમાં રવાડે ચડાવે છે કે, ઈ પરી હશે? તું દુકાન મુકતો નહીં, એની હારે દોસ્તી કરી લે અનેં માને તો લગન પણ કરી લેજે, તું રૂપિયા વાળો થઇ જઈશ.

પકો આવી વાત સાંભળી નેં ગેલ માં આવી ગયો, હવે તેને તો એ ચુડૈલ ગમવા લાગી, રોજ રાતના 2 વાગ્યા સુધી એ દુકાને થી હટતો નહીં, અને રાતે ઘરે આવતા પહેલા રોજ પેલી ચુડૈલ નેં "પરી આઈ લવ યુ" કઈ નેં લલકારતો, અનેં મુખડું દેખાડવાની ફરમાઈશ પણ કરતો.

એક દિવસ પેલી ચુડૈલ અકળાઈ ગઈ, તે ધુંવાફુવા થતા સામે આવી, અને બોલી,,,

મારા કરમ-ફૂટ્યા તી મેં ગુસ્સામાં તને ચુંબન કર્યું, તને દુકાન નથી મુકવી નેં તો મર તારી દુકાન માં, હું જ ક્યાંક બીજે ચાલી જઈશ, પણ હવે મારો પીછો છોડ, વારે વારે મને બોલાવ માં,,, હું આરામ કરતી હોય, શિકાર પર નીકળી હોય, તો ત્યારે મારુ ધ્યાન ભંગ થાય, હું ચુડૈલ છું, સમજ્યો? બહુ પરી વારી નો થતો નહીં, બાકી તારા કપડાં ફાડી લઈશ.

પકો તો ચુડૈલ ની વાત ધ્યાનથી સાંભળવાના બદલે તેને ટુકુર ટુકુર જોયા કરે છે, અનેં ઝટપટ ખીચા માં થી એક લવ લેટર કાઢી નેં પેલી ચુડૈલ નેં હાથમાં પકડાવી દે છે, અનેં ફટાફટ લગન કરવા માટે પણ પ્રસ્તાવ આપી દે છે... એના જવાબ માં પેલી ચુડૈલ નું મગજ છટકી જાય છે, અનેં તે કહે છે કે,,,

વગદી વાંદરી જેવા, તું અહીં રાતે 2 વાગે મારા ઉપર લાઈન મારે છે, તારા ગોબારા મગજ માં એક વાત ઘૂસતી નથી કે, હું ચુડૈલ છું, ભટકતી ચુડૈલ જે લોકો ના લોઈ પી નેં ભટકે છે. ચૂપ-ચાપ ઘર ભેંગીનો થઇ જા નહીંતર ગાયબ કરી દઈશ.

ઉત્સાહી પકો ડરવાના બદલ પેલી ચુડૈલ નો હાથ પકડી લે છે અને પેલી નેં ઘરે આવવા નોતરું આપવા લાગે છે,,, અનેં કહે છે કે...

તું ભલે કે પણ તું ચુડૈલ જેવી તો લગતી જ નથી, મારા એક મિત્ર એ કીધું છે કે તું પરી જ છે, માટે હું તને ક્યાંય જવા નહિ દઉં, તું મારુ લોઈ પી કે મને બટકા-ભર બસ રહે તો મારી ભેગી જ,,, અને મારી માં પણ તને ખુબ લાડ લડાવશે, તને અમારા ઘરે પણ પરી જેમ રાખીશું, તને જેમ ગમે તેમ તારી બધ્ધી ઈચ્છા પુરી કરીશું. કોઈ દિવસ તને ત્રાસ નહીં આપીયે, બસ તું બધી માયા મૂકી નેં મારી બની જા... આખો જન્મારો સુખે થી સાથે રહેશું.

પકા દ્વારા આવી બધી વાત સાંભળી નેં પેલી ચુડૈલ પોતાનો સ્વભાવ ભુલી બેસે છે, અને એક પળ માટે હંસી પળે છે, તે પ્રકાશ નેં સમજાવે છે કે, ઘરે ચાલ્યો જા, હું કોઈ પરી નથી, અહીંયા તારી દુકાન આસપાસ ભટકું છું... કુદરત ની આપેલી સજા ભોગવું છું,,, મારા જીવન-કાળ માં મારે જેની સાથે પરણવું હતું તે મને મળ્યો નહીં એટલે તારી દુકાન પાસે આવેલ પીપળાના ઝાડ પર લટકી નેં મેં આપઘાત કરી લીધો હતો.

ક્રોધમાં ખોટું પગલું તો ભરી બેઠી પણ મૃત્યુ બાદ આ ભટકાવ અનેં ખીજાળ સ્વભાવના કારણે મેં પ્રેમી જોડાઓ નેં ત્રાસ આપવા નું શરુ કરી દીધું, પાપ ના પોટલાં અને દ્વેષ ની ભાવના નેં કારણે હું આજે ચુડૈલ યોની માં સળુ છું. તારું ભવ સુધાર અનેં પેલા ઘેલસફ્ફા ગોટીયા ની દોસ્તી મૂકી દે, કોઈ દિવસ મરવી નાખશે ઈ તને.... અહીંયા અંધારા માં ક્યાંય પરિયું રેઢી ના પડી હોય - ચાલ આવજે - હું જાઉં છું. આટલું કહી ચુડૈલ ચાલતી થઇ,,,

પ્રકાશ ફરી એક વાર દોડી નેં તેનો હાથ પકડી લે છે, અનેં રસ્તા ઉપર થી ધૂળ ની ચપટી ઉપાડી ચુડૈલ ની માંગ ભરી દે છે, અને આટલું જ કહે છે કે, તું પરી હોય કે ચુડૈલ હોય હવે આજ થી મારી થઇ ગઈ... તને મુક્તિ અપાવવી એ હવે મારી જવાબદારી, તેં આજ સુધી જે પાપ કર્ય એ, તારી પોતાના પ્રેમ પીડાનેં કેન્દ્ર માં રાખીનેં કર્યા, તને એનો પસ્તાવો પણ છે માટે હવે તું એકલી નથી, તારો ફેરો મેં આજે પૂરો કરી દીધો. મારી દુકાનનું તાળું હવે તારી મુક્તિ બાદ જ ખોલીશ. - આવજે વહાલી

આટલું કહી, પકો ચાલતો થઇ ગયો, પેલી ચુડૈલ પકા ની આવી વાતથી મંત્ર-મુગ્ધ થઇ ગઈ અનેં પકા નેં જતો એકી ટસે જોતી જ રહી, થોડી જ વાર માં સવાર પડી ગય. ઘરે જઈ નેં પકાએ બધી વાત પોતાના બાપુજી નેં કરી,

અનુભવી બાપુજી બધી જ વાત સમજી ગયા, બીજા જ દિવસે તે એક જ્ઞાની શાસ્ત્રીજી નેં લઇ અનેં પેલા પીપળા પાસે ગયા, અને પેલી ચુડૈલની મુક્તિ માટે જરૂરી પાઠ-પૂજા અને દાન-ધર્મ, પ્રકાશના હાથે સંપન્ન કરાવ્યા,

જતા જતા શાસ્ત્રી જી બોલ્યા કે હવે પેલી સ્ત્રી / ચુડૈલ મુક્ત થઇ ગઈ, ત્યારે પકો બોલ્યો કે, તેનું નામ હવે પરી છે, કાલે રાત્રે જ મેં તેની સાથે ધરતી માતા ની સાક્ષી એ લગ્ન કર્યા હતા, મારી પત્ની ના ઉદ્ધાર માટે વિધિ કરી આપવા માટે આપનો ખુબ ખુબ આભાર.

બીજી રાત્રી એ પકો દુકાન પર 12 વાગ્યા સુધી બેઠો હોય છે ત્યારે, જાંજર રણકે છે,,,

પકા ની પરી દિવ્ય તેજ સાથે તેની સામે પ્રકટ થાય છે, અને ભીની આંખો સાથે પૂછે છે, કે,,,

હવે રાત્રે મોડે સુધી કેમ બેસો છો?

હું તો મુક્ત થઇ ગઈ, જેના માટે મેં જીવ આપ્યો હતો તેના કરતા પણ વધારે પ્રેમ કરવા વાળો પતિ અહીંયા મને મળ્યો, મારો ફેરો પૂરો થયો, પાપ નષ્ટ થયા, અનેં મારા કાળજા નેં પણ ઠંડક થઇ ગઈ, હવે જો તમે મારી યાદ માં તમારું જીવતર બગાડશો તો ફરી એક વાર હું તમારા માટે ભટકી પડીશ. મને યાદ કરો પણ ખુશી થી યાદ કરો ઉદાસ થઇ નેં નહીં,

આ ભવ માં ભલે આપણે એક ના થઇ શકીયે પણ એક જન્મ એવો સાથે લેશું કે બન્ને સાથે જીવતર વિતાવી શકિયેં. હું તમારા વિના સ્વર્ગના દરવાજે પણ પગ નહીં મુકું , બસ તમે આ જન્મારો લગ્ન કરી સુખે થી વિતાવો પછી સાથે ઈશ્વર ના ધામ જશું. અને આવતા ભવમાં હું તમારી પત્ની બની નેં સેવા કરીશ - આ મારુ વચન.

આટલું સાંભળી પકા ની આતેડી માં ઠંડક પડી જાય છે અને તે, પરી નેં હંસતા મોઢે વિદાઈ આપીદે છે... એકાદ બે વર્ષ માં પ્રકાશ લગ્ન કરે છે અને વાત વાતમાં તેની પત્ની 7 જન્મના સાથની વાત કરે તો પ્રકાશ મોઢું મલકાવી નેં કહે છે કે,,, એ બધું પછી જોશું - લવ ઇઝ લાઈફ -