Preetni taras - 14 books and stories free download online pdf in Gujarati

પ્રિતની તરસ - ભાગ ૧૪

બધા જતા રહ્યા હતા. શ્યામલી અને સમીર બે જ હતા. 

સમીર:- "હવે ઘરે જઈએ."

શ્યામલી:- "સમીર શું થયું? તું આજે કંઈ ચૂપચાપ છે."

સમીર:- "ના કંઈ નહિ. બસ એમજ ચૂપ રહેવાનું મન થયું."

શ્યામલી:- "તું કોઈ દિવસ નહિ ને આજે કેમ ચૂપચાપ છે? આજે તું અલગ વર્તન કરે છે. શું થયું?"

સમીર:- "મારી મરજી."

શ્યામલી:- "સમીર પ્લીઝ મને કહે ને કે તું મારી સાથે આવું વર્તન કેમ કરે છે? તું મારી સાથે પહેલાં કેવી રીતના વાત કરતો હતો અને આજે તો તું એકદમ ચૂપ થઈ ગયો. શું ચાલે છે તારા મનમાં."

સમીર:- "પ્લીઝ શ્યામલી તારા સવાલો પૂરા થઈ ગયા હોય તો ઘરે જઈએ?"

શ્યામલી:- "સારું."

      બંને બાઈક પાસે પહોંચે છે. પણ એટલામાં જ શ્યામલી બેહોશ થઈ જાય છે. શ્યામલી નીચે પડે એ પહેલા સમીરે એને કમર પરથી પકડી લીધી. સમીર એને હોંશમાં લાવવાની કોશિશ કરે છે. એના ચહેરા પર પાણી છાંટે છે પણ હોંશમાં નથી આવતી. શ્યામલીને પોતાની બાઈક પર પોતાની સામે આગળ બેસાડે છે. સિફ્તથી શ્યામલીને પોતાના ખભા પર સૂવાડી દઈ એક હાથ શ્યામલીના માથા પર મૂકે છે અને બીજા હાથે બાઈક ચલાવે છે. બાઈક હોસ્પિટલ પાસે ઉભી રખાડી શ્યામલીને ઊંચકી એના ફેમિલી ડોક્ટર પાસે લઈ આવે છે. 

ડૉ.અભિનવ:- "સમીર કોણ છે આ છોકરી? શું થયું આને?"

સમીર:- "અંકલ આ મારી ક્લાસમેટ છે. અચાનક બેભાન થઈ ગઈ."

ડૉક્ટરે એને ચેક કરી.

ડૉક્ટર:- "ઘબરાવવા જેવી કોઈ વાત નથી. શરીરમાં થોડી કમજોરી છે. લાગે છે કે છ-સાત દિવસથી સરખી રીતના ખાધું નથી. ડોન્ટ વરી થોડીવારમાં એને હોંશ આવી જશે."

સમીર:- "Thank you ડોક્ટર."

સમીર શ્યામલીને બે હાથે ઊંચકી લે છે. બાઈક પર પોતાની સામે જ પહેલાંની માફક બેસાડે છે. 
એક હાથથી બાઈક હંકારી મૂકે છે. સમીર સ્વગત જ બોલતો હતો.
 " શું કરું આ છોકરીનું? હેરાન કરી મૂક્યો છે મને. પોતે તો રડે છે અને સાથે મને પણ રડાવે છે. અને સવાલ તો એટલા પૂછે છે કે વાત જ ન પૂછો. શું થશે આ છોકરીનું મારા વગર. એવી રીતના રિસાઈ જાય છે કે મારે એને મનાવવી જ પડે. ન મનાવું ત્યા સુધી તો બોલતી પણ નથી એટલી જીદી થઈ જાય છે." શ્યામલી હોંશમાં આવે છે અને એને સમીરના છેલ્લાં શબ્દો સંભળાયા.

     સમીરની છાતી પર માથું રાખી શ્યામલી મનોમન વિચારી રહી હતી કે કાશ આમ જ સમીરની બાહોમાં જ આખી જીંદગી નીકળી જાય. થોડી પળો માટે સારું લાગ્યું પણ પછી વિચાર આવ્યો કે સમીર મારા મનની વાત જાણે છે તો સમીર મને કહેતો કેમ નથી કે એ મને પ્રેમ કરે છે. પ્રેમ કરતો હતે તો આટલી વખત મને કહી દેતે. પણ હજુ સુધી મને કહ્યું નથી એનો મતલબ કે એ મને નથી ચાહતો. આવા વિચારો કરતા કરતા શ્યામલીની આંખોમાંથી આંસુ સરી પડ્યા. હૂંફાળા આંસુ સમીરના શર્ટ પર પડતા સમીરને ખ્યાલ આવી ગયો કે શ્યામલીને હોંશ આવી ગયો છે. સમીરે બાઈક ઉભી રખાડી. 

સમીર:- "Thank God કે તને હોંશ આવી ગયો. પણ તું રડે કેમ છે? હવે શું થયું? 
શ્યામલી ચૂપચાપ પાછળ બેસી જાય છે."

શ્યામલી:- "કંઈ નહિ. તું બસ મને જલ્દીથી ઘરે મૂકી આવ." 

સમીર:- "Ok. કહી સમીરે બાઈક હંકારી મૂકી. 
રસ્તે ફરી પૂછ્યું પણ શ્યામલીએ કંઈ કહ્યું નહિ. શ્યામલી રડી રહી હતી. સમીરને એક બે વાર શ્યામલીના ડૂંસકા સંભળાયા." 

સમીર:- "શ્યામલી શું થયું? પ્લીઝ મને કહે..."

શ્યામલી:- "કંઈ નથી થયું. પ્લીઝ સમીર મને અત્યારે કંઈ ન પૂછ."

    શ્યામલીનું ઘર આવતા શ્યામલી બાઈક પરથી ઉતરી સમીરને Bye કે Good night કહ્યા વગર જતી રહી. સમીર શ્યામલીને કંઈ પૂછે એ પહેલાં તો શ્યામલી ઘરમાં જતી રહી. રૂમનો દરવાજો બંધ કરી રડવા લાગી. "શું કરવા રડું છું એ પણ એને ખબર નથી. જાણે છે તો પણ પૂછે છે? શું એને સાચે નહિ ખબર હોય કે હું શું કામ રડું છું? સમીર પ્લીઝ મને આટલી મોટી સજા ન આપ. પ્લીઝ મને કહી દે કે તું પણ મને પ્રેમ કરે છે. જો તું મને નહિ ચાહતો હોય તો હું હંમેશ માટે આટલેથી જતી રહીશ અને ફરી કદી આ શહેરમાં નહિ આવું." એમ વિચારી શ્યામલી રડવા લાગી. 

    સમીરે ઘરે જઈ શ્યામલીને કેટલીય વાર ફોન કર્યાં પણ શ્યામલીએ ફોન જ ન રિસીવ કર્યો.
બીજા દિવસે શ્યામલી કોલેજ ન ગઈ. એમ પણ હવે ફાઈનલ એક્ઝામ નજીક હોવાથી વાંચવાની રજા હતી. 

    શ્યામલી ન આવતા સમીર બેચેન થઈ ગયો. સમીર દરરોજ મેસેજ કરતો અને ફોન પણ કરતો. પણ શ્યામલી માંડ માંડ રિપ્લાય આપતી. એને જેમ બને એમ સમીરથી દૂર રહેવું હતું. 
 એક્ઝામ આવી ગઈ. એક્ઝામ વખતે પણ સમીર સાથે બોલવા પૂરતું બોલતી. 

   શ્યામલીએ વિચાર્યું કે "સમીરના ડાન્સ શો પર ડાન્સ કરી તે જ દિવસે સાંજે હંમેશ માટે સુરત જતી રહીશ. હું નથી ઈચ્છતી કે મારે લીધે એને ડાન્સ શો પર કંઈ અસર થાય. એટલે છેલ્લી વખત ડાન્સ કરીને પછી નીકળી જઈશ." 

    સમીરની શ્યામલી તરફ વધતી જતી લાગણીઓને જોઈને તાન્યાને સ્પષ્ટપણે સમજાઈ ગયું હતું કે સમીર શ્યામલીને પ્રેમ કરવા લાગ્યો છે. કોલેજનો છેલ્લો દિવસ હતો એટલે દિશા, અપૂર્વ, નિખીલ, સલોની, રિષભ,  સમીર અને તાન્યા કેન્ટીનમાં બેઠા હતા. બધા નાસ્તો કરી જતા હતા કે તાન્યાએ સમીરને રોકતા કહ્યું "સમીર મારે તારી સાથે વાત કરવી છે." 

દિશા, અપૂર્વ, નિખીલ, સલોની અને રિષભ જતા રહ્યા હતા.

સમીર:- "બોલ શું કહેવું છે?"

તાન્યા:- "સમજમાં નથી આવતું કઈ રીતે કહું?"

સમીર:- "હું તને નાનપણથી ઓળખું છું. કોઈ દિવસ તું કોઈપણ વાત કહેતા અચકાઈ નથી ને આજે અચાનક કેમ અચકાય છે?"

થોડી પળો પછી સમીર કહે છે "I know કે તારા મનમાં મારા પ્રત્યે Soft corner છે.  તાન્યા તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે. અને હંમેશા રહેશે.
Sorry તાન્યા..."

તાન્યા:- "Sorry તો મારે બોલવું જોઈએ." 

સમીર:- "It's ok...તારે Sorry બોલવાની જરૂર નથી."

તાન્યા:- "પ્લીઝ સમીર મને Sorry બોલવા દે. નહિ તો મારા દિલનો ભાર હળવો નહિ થાય. તને યાદ છે તે પેલી લેટર વાળી છોકરી."

સમીર:- "તને કેવી રીતના ખબર આ લેટર વાળી છોકરી વિશે."

તાન્યા:- "Actually સમીર તે એને મળવા બોલાવી હતી પણ એ લેટર તો મારી પાસે હતો. એ લેટર એ મિસ્ટરી ગર્લ પાસે પહોંચ્યો જ નહોતો. મેં તારી અને રિષભની બધી વાતો સાંભળી લીધી હતી. સમીર મને માફ કરી દેજે."

"મેં પહેલા પણ કહ્યું છે કે તારે માફી માંગવાની જરૂર નથી." એમ કહી સમીર તાન્યાને Hug કરે છે.   

   આખરે એ દિવસ આવી ગયો જે દિવસની શ્યામલી રાહ જોતી હતી. આ ડાન્સ શૉ પતી જાય પછી પોતે જતી રહેશે એવું શ્યામલીએ વિચાર્યું હતું. તે દિવસે શ્યામલીએ સમીર સાથે પહેલાંની જેમ વાત કરી. સમીર સાથે Couple ડાન્સ પણ હસીખુશી કર્યો. સમીરને એમ કે હાશ શ્યામલી પહેલાંની માફક હસતી બોલતી થઈ. 

ઑડિયન્સ ઉભી થઈ તાળીઓના ગડગડાટ કરતી હતી કે એનાઉન્સમેન્ટ થયું કે દોસ્તો હજી એક ડાન્સ બાકી છે. 

સ્ટેજ પરની લાઈટ બંધ થઈ અને સેન્ટર પર લાઈટ થઈ. એક છોકરી ઉભી હતી. તે શ્યામલી હતી. Song ચાલું થયું.

ले जा.. ले जा.. 
ले जा.. ले जा.. 
ले जा ले जा रे.. 
मुझसे दूर कहीं ना जा 
बस यहीं कहीं रह जा 
मैं तेरी दीवानी रे.. 
अफ़सोस तुझे है क्या 
ये तेरी मेरी बातें ये मीठे मीठे पल 
ये भीगे-भीगे मौसम मिले ना हमें कल 
तेरे लिए मैं हूँ मेरे लिए तू है 
डर किस बात का है
I wanna know you right 
Boy you gonna hold me tight 
Now I wanna hear you say 
जहाँ जाए तू संग मुझे ले जा..
ले जा.. ले जा.. ले जा, ले जा..

     શ્યામલીએ એકલીએ જ ડાન્સ કર્યો. ડાન્સ કરતા કરતા સમીર તરફ જોતી હતી. સમીરને એવો અહેસાસ થયો કે શ્યામલી મને એવી રીતના જોઈ રહી છે કે જાણે છેલ્લી વખત જોઈ રહી છે. એક ક્ષણ માટે તો સમીર ડરી ગયો કે સાચે શ્યામલી અહીંથી હંમેશ માટે જતી રહેવાની હોય એવું લાગ્યું. અને બીજી ક્ષણે શ્યામલીના ચહેરા પરના હાવભાવ બદલાયેલા જોઈ સમીરને એવું લાગ્યું ના આ મારો વ્હેમ હતો. શ્યામલી અહીંથી ન જાય. અને જવાની હોત તો રિયાને કહીને જતે. શ્યામલી જવાની હોત તો  રિયા મને કે રિષભને કહતે. શ્યામલી છેલ્લે છેલ્લે સમીરને સ્ટેજ પર હાથ પકડી લઈ આવી. Song ની છેલ્લી લીટી બાકી હતી કે શ્યામલીનો પગ મચકોડાયો ને એ પડતી જ હતી કે સમીરે એને બચાવી લીધી. ઓડિયન્સને ખબર પણ ન પડી કે ખરેખર શ્યામલીનો પગ મચકોડાયો છે. ઓડિયન્સને તો એમ જ લાગ્યું કે નાયકે નાયિકાને કમર પર પકડી અને બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા છે. એ સાથે જ તાળીઓનો ગડગડાટ થયો. 

થોડીવાર પછી રિયા પર સુધાબહેનનો ફોન આવે છે. 

સુધાબહેન:- "તમે પહોંચ્યા કે નહિ રેલ્વે સ્ટેશન."

રિયા:- "માસી હું તો ડાન્સ શોમાં છું. અને અમે રેલ્વે સ્ટેશન શું કામ જવાના?"

સુધાબહેન:- "તું શ્યામલીને રેલ્વે સ્ટેશન મૂકવા જવાની હતી ને..!! એ તો કહેતી હતી ને કે રિયા મને મૂકવા આવશે એમ. એ તો હવે સુરત જ રહેવાની છે. મુંબઈ નથી આવવાની."

રિયા:- "જી માસી હું એને મૂકવા જાઉં છું."

    આટલું સાંભળતા જ રિયાએ આસપાસ જોયું તો શ્યામલી નજરે ન પડી. પાયલ, સલોની, દિશા, અપૂર્વ, નિખીલ બધાંને પૂછ્યું. બધાએ એમ જ કહ્યું "હમણાં થોડીવાર પહેલાં તો અહીં જ હતી. પણ પછી ખબર નહિ ક્યાં ગઈ તે." રિયા વિચારવા લાગી કે શ્યામલી આ ડાન્સ ટીમ છોડીને સુરત શું કામ જાય છે?

રિયા ઝડપથી સમીર પાસે ગઈ અને સમીરને કહ્યું "સેમી શ્યામલી હંમેશને માટે સુરત જાય છે. પાછી ક્યારેય નથી આવવાની?"

સમીર:- "What? પણ શું કામ?"

રિયા:- "મને પણ નથી ખબર."

સમીર:- "Ok બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન?"

રિયા:- "રેલ્વે સ્ટેશન."

  સમીર દોડતો દોડતો ગયો અને બાઈક હંકારી મૂકી...રેલ્વે સ્ટેશન તરફ...

  રેલ્વે સ્ટેશન પર પહોંચ્યો તો ટ્રેન જઈ ચૂકી હતી. સમીર નિરાશ થઈ ગયો. બાંકડે જ બેસી ગયો. સમીરની નજર સામેના પ્લેટફોર્મ પર પડે છે. ત્યાં એક છોકરી બેઠી હોય છે. સમીરે જોયું તો એ શ્યામલી જ હોય છે. સમીર ઝડપથી જાય છે. 

સમીર:- "તું મારી મરજી વગર નહિ જઈ શકે સમજી?"

   શ્યામલીને ખુશી થઈ કે સમીર આટલે આવ્યો પણ સમીરને કોણે કહ્યું કે હું અહીં છું. 

શ્યામલી:- "દર વખતે તારી મરજી નહિ ચાલે. મારી પણ મરજી તો હોય ને..!"

સમીર:- "ચાર વર્ષ તે તારી મરજી ચલાવી અને ચાર દિવસ મેં મારી મરજી ચલાવી તો તું આટલી હેરાન પરેશાન થઈ ગઈ કે આ જગ્યા જ છોડીને જવાનો નિર્ણય લઈ લીધો. ચાર વર્ષ તારું મૌન મને કેટલું અકળાવતું હતું ને હું ચાર દિવસ મૌન શું થઈ ગયો તું તો આ જગ્યા જ છોડીને જવાનો નિર્ણય લઈ લીધો. તો તું વિચાર કર ચાર વર્ષ હું તારા માટે કેટલો તડપ્યો હોઈશ."

શ્યામલી:- "Sorry...સમીર પણ મારો ઈરાદો તને hurt કરવાનો બિલકુલ નહોતો. મારો વિશ્વાસ કર. "

સમીર:- "એમ હું તને માફ નહિ કરું. તે મને ચાર વર્ષ હેરાન પરેશાન કરી મૂક્યો હતો. હવે હું તને આખી જીંદગી હેરાન કરવા માંગુ છું."

શ્યામલી:- "શું કરું તો તું મને માફ કરીશ?"

સમીર:- "હું જે કહું તે તારે કરવું પડશે."

શ્યામલી:- "તું કહે એ કરવા તૈયાર છું."

સમીર:- "Ok તો ચાલ આપણે લગ્ન કરી લઈએ."

શ્યામલી:- "શું કહ્યું?"

સમીર:- "Will you marry me? તું મારી સાથે લગ્ન કરીશ?"

શ્યામલી સમીરને જોઈ રહી. 

સમીર:- "ઑહ Sorry તું જે સાંભળવા માંગતી હતી તે તો કહી દઉં. I really love you..."
એમ કહી સમીર શ્યામલીને Hug કરે છે. શ્યામલી પણ  સમીરને વળગી પડે છે. શ્યામલીની આંખમાંથી આંસુ સરી પડે છે...એ પણ ખુશીના..."

શ્યામલી:- "I love you...સમીર...મારે હવે કશે નથી જવું...બસ તારી સાથે જ રહેવું છે."

સમીર:- "જવાની હશે તો પણ નહિ જવા દઉં..સમજી? તને મારી પાસે જ રાખીશ...હંમેશા..."

   શ્યામલીને સમીરની બાહુપાશમાં સૂકુન મળી રહ્યું હતું. 

સમાપ્ત....