A rainbow girl - 8 books and stories free download online pdf in Gujarati

અ રેઇનબો ગર્લ - 8

અ રેઇનબો ગર્લ - 8
સવારે હું ઉઠી ત્યારે મને માથું સહેજ ભારે ભારે લાગતું હતું, આંખો બોજીલ લાગતી હતી અને પગમાં કળતર થતું હતું, મેં ચાદર હટાવીને જોયું તો હું નિર્વસ્ત્ર સૂતી હતી, મારા કપડાં બેડની બાજુમાં અસ્ત વ્યસ્ત ફેલાયેલા પડ્યા હતા, હજુ હું કઈ યાદ કરવાની કોશિશ કરું એ પહેલાં જ બાથરૂમનો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો, મેં તરત ચાદર ખેંચીને મારા શરીર ફરતે વીંટાળી દીધી.
ક્રિશ નાહીને બહાર આવ્યો હતો, તેના ભીના વાળમાંથી પાણીનાં ટીપાં પડતા હતા, મને જાગી ગયેલી જોઈને તે મારી પાસે આવ્યો અને મારા માથા પર કિસ કરતા બોલ્યો,"ઉઠી ગઈ? પગમાં કેમ છે હવે? બહુ દુખાવો તો નથી થતો ને?"
"ક્રિશ આ બધું??" મને રાતે બનેલી ઘટના ધીરે ધીરે યાદ આવી રહી હતી, હું અને ક્રિશ બહાર ચાલવા ગયેલા ત્યાં મને પગમાં મોચ આવી હતી અને ક્રિશ મને અહીં તેના રૂમમાં લઈ આવ્યો હતો, તેણે મને પેઈન કિલર આપી અને પછી ખબર નહિ કેમ પણ હું બહેકી ગઈ હતી.
"ઇટ્સ ઓકે ડીયર, રિલેક્સ, ચાલ ફ્રેશ થઈ જા પછી આપણે નીકળવાનું છે" ક્રિશે મને રેડી થવા માટે કહ્યું.
મેં નીચે પડેલા કપડા ઉઠાવ્યા અને બાથરૂમમાં દોડી ગઈ, કપડાં પહેરીને હું મારા રૂમમાં આવી અને ફ્રેશ થવા જતી રહી, શાવર નીચે ઉભા રહીને મને સારું ફિલ થતું હતું. પરંતુ રાતે જે કઈ બની ગયું તે મારા દિમાગમાંથી નીકળતું નોહતું, જે પણ થયું તે આટલી જલ્દી નોહતું થવું જોઈતું, એક રાહત એ પણ હતી કે ક્રિશ મને લવ કરતો હતો.
મને એક બીજી મૂંઝવણ પણ હતી કે રાતે અમે જ્યારે રૂમ પર આવ્યા ત્યારે નમન ક્યાં હતો? અને હું આખી રાત ક્રિશના રૂમમાં હતી તો એ ક્યાં ગયો હતો? અને હસ્તિ ક્યાં છે એ પણ ક્યાંય દેખાતી નથી.
હું ફ્રેશ થઈને બહાર આવી અને નેવી બ્લુ શોર્ટ્સ પર બ્લેક સ્લીવલેસ ટોપ પહેર્યું, આંખો પર આઈ લાઈનર અને આઈ શેડો લગાવી, હોઠ પર લાઈટ પિંક લિપસ્ટિક લગાવી, હેર ભીના હોવાથી ઓપન જ રહેવા દીધા અને શૂઝ પહેરી નીચે આવી.
નીચે બધા એક ટેબલ પર નાસ્તો કરવા બેઠા હતા, હસ્તિ પણ ત્યાં જ હતી, હું ત્યાં જઈને હસ્તિની બાજુમાં ગોઠવાઈ, મારા માટે મેં બ્રેડ બટર એન્ડ કોફીનો ઓર્ડર આપ્યો.
"કોંગ્રેચ્યુલેશન હાર્વિ" હસ્તિએ મને નાસ્તો કરતા કરતા ધીમે ધીમે કહ્યું.
"શેના માટે?" 
"તારા અને ક્રિશ માટે" હસ્તિની વાતથી મને વિસ્મય થયું હજુ રાતે જ ક્રિશે મને પ્રપોઝ કર્યું અને આને કઈ રીતે ખબર પડી ગઈ.
"થેન્ક્સ બટ હાઉ ડુ યુ નો અબાઉટ ધીસ?"
"અરે પાગલ કાલે આખી રાત તું ક્રિશના રૂમમાં હતી આથી નમન મારા રૂમમાં આવ્યો હતો, તેણે જ મને બધું કહ્યું, તને પગે કેમ છે હવે?"
"સારું છે" અમે નાસ્તો પતાવ્યો. 'હું અને ક્રિશ જ્યારે રૂમ પર આવ્યા ત્યારે નમન તો ત્યાં હતો જ નહીં તો તેને કેવી રીતે ખબર પડી કે મને પગે વાગ્યું છે અને ક્રિશે મને પ્રોપોઝ કર્યું' મને આમા કઈ સમજ નોહતી પડી રહી.
અમારી ગાડી રીપેર થઈને આવી ગઈ હતી, અમે બેગ્સ લઈને નીચે આવ્યા અને ચેક આઉટ કરીને ગાડીમાં ગોઠવાયા.
અમે સુરત જવા માટે રવાના થયા, ગાડીમાં બધા મજાક મસ્તી કરતા હતા જ્યારે હું કઈક વિચારોમાં ખોવાયેલી હતી, હું વિન્ડો સીટ પાસે બેઠી હતી, મારી નજર બારી બહાર મારી વિરુદ્ધ દિશામાં જઇ રહેલા વૃક્ષો પર હતું જ્યારે મારુ મન તો ક્યાંક બીજે જ ભટકતું હતું.
મને ક્યાંક કઈક અજુગતું લાગતું હતું, "હાર્વિ..." હસ્તિએ મને બોલાવી ત્યારે મારુ ધ્યાન અંદર ગયું, "હા બોલ" મેં કહ્યું.
"બહાર જોઈને ક્યારની શુ વિચારે છે?" હું ક્યારની શાંત બેઠી હતી જેની નોંધ હસ્તિએ લીધી હતી.
"કઈ નહિ, બસ એમ જ" કહીને મેં વાત ઉડાડી દીધી.
"ઓકે, એન્જોય"
મેં આગળ જોયું ક્રિશ તેની મસ્તીમાં ગાડી ચલાવતો હતો, મેં પણ બધા વિચારોને સાઈડમાં મૂકીને મસ્તીમાં મન લગાવ્યું.
બપોરે અમે એક રેસ્ટોરન્ટમાં લંચ કરવા રોકાયા, મને ખાસ કંઈ ખાવાની ઈચ્છા નહીં હતી આથી મેં પનીર મસાલા અને પરોઠા ઓર્ડર કર્યા, બાકી બધાએ પણ પોતપોતાનું મનપસંદ મેનુ ઓર્ડર કર્યો. ઓર્ડર સર્વ થતા બધા વાતો કરતા કરતા જમવા લાગ્યા, મારુ જમવાનું પહેલા પતી ગયું આથી હું ત્યાં બહાર મુકેલા હીંચકા પર આવીને બેઠી.
થોડીવાર પછી ક્રિશ પણ ત્યાં આવ્યો, "હાઈ" તેણે ચપટી વગાડતા કહ્યું અને મારી બાજુમાં બેઠો, "હાઈ" મેં પણ સામે કહ્યું.
"શુ થયું ક્યાં ખોવાયેલી છે?" તેણે મને પૂછ્યું.
"બસ ક્યાંય નહીં, અહીં જ તો છુ" મેં એક સ્મિત સાથે કહ્યું.
ક્રિશે બન્ને હાથ વડે મારો ચહેરો પકડ્યો અને કહ્યું," હું આપણે નીકળ્યા ત્યારથી નોટિસ કરું છું તું કોઈ વિચારોમાં ખોવાયેલી છે, શુ વાત છે, કોઈ મુશ્કેલી હોય તો તું મારી સાથે શેર કરી શકે છે, હું તારી સાથે જ છુ"
મને ક્રિશની આંખોમાં મારી કેર કરવાની લાગણી દેખાઈ, મેં તેને મારી મૂંઝવણ જણાવી અને કહ્યું કે," નમનને કઈ રીતે આપણી ખબર પડી, એ તો રાતે હતો પણ નહીં"
મારી વાત સાંભળી ક્રિશ હસવા લાગ્યો," પાગલ આટલી નાની એવી વાતમાં તું ક્યારની વિચારે ચડી છે?"
"મતલબ??" મને તેનું હસવાનું કારણ નોહતું સમજાઈ રહ્યું.
"અરે સાંજે તને વાગ્યું ત્યારે મેં રસ્તામાં જ નમનને મેસેજ કરી દીધો હતો કે તે કોઈ બીજી રૂમમાં આજ રાત માટે એડજસ્ટ કરી લે કારણ કે તને વાગ્યું હતું, અને હું નૉહતો ઈચ્છતો કે રાતે તને કોઈ તકલીફ પડે તો હું ત્યાં ના હોવ, સવારે હું અને નમન જોગિંગ કરવા જતા હતા ત્યારે હસ્તિ આવી હતી તારી ખબર પૂછવા પણ તું સૂતી હતી એટલે મેં તેને કહ્યું કે તે તને ડિસ્ટર્બ ના કરે આથી તે બહારથી જ જતી રહી"
"ઓકે" મેં રિલેક્સ થતા કહ્યું, મારી મૂંઝવણ દૂર થઈ ગઈ હતી.
"ચલ હવે એક મસ્ત તારી સ્પેશિયલ સ્માઈલ આપી દે" ક્રિશે મને સ્માઈલ આપવા કહ્યું.
મેં ક્રિશ સામે જોઇને એક સ્માઈલ આપી, "આહ.., શુ કાતિલ અદા છે?" ક્રિશે નાટકીય અંદાજમાં કહ્યું, તેના આવા નખરા જોઈ હું ખડખડાટ હસી પડી.
બધા જમીને આવી ગયા હતા એટલે અમે ઉભા થયા અને ગાડી તરફ ચાલ્યા, હસ્તિ અને નિધીને સુઈ જવું હતું આથી તેઓ પાછળની લાસ્ટ સીટ પર જતાં રહ્યાં, ડ્રાઈવર સીટ પર નમન બેઠો આથી ક્રિશ કૃપાલીને આગળ મોકલીને તે મારી સાથે વચ્ચેની સીટ પર આવીને બેઠો.
હસ્તિ અને નિધીને સૂવું હતું થોડીવાર એટલે તેમણે મ્યુઝિક બંધ કરાવી દીધું હતું, નમન અને કૃપાલી પણ વાતો કરતા હતા, ક્રિશે તેનો મોબાઈલ બહાર કાઢ્યો અને તેમાં ઈયર ફોન લગાવીને રોમેન્ટિક સોંગ્સ ચાલુ કર્યા, એક પ્લગ તેણે મને આપ્યો.
અમે એકસાથે સોન્ગ સાંભળતા હતા, ધીરે રહીને તેણે તેનો એક હાથ મારી પીઠ ફરતે વીંટાળ્યો અને મેં પણ આહીસ્તા થી મારુ માથું તેના ખભે ઢાળી દીધું.
અમે મૌન રહી આ સ્થિતિમાં સોન્ગ સાંભળતા રહ્યા, અમને ક્યારે ઊંઘ આવી ગઈ તેનો અમને ખ્યાલ પણ ના રહ્યો, સાંજે જ્યારે નમને એક સ્ટોપ લીધું ત્યારે અમે ઉઠ્યા.
અમે ફ્રેશ થઈને નાસ્તો કર્યો અને થોડીવાર ત્યાં આરામ કરવા રોકાયા, હવે સુરત બહુ દૂર નોહતું, બે ત્રણ કલાકનો જ રસ્તો હતો, નમને ઘણી સ્પીડ રાખી હતી, આમ પણ તેને ફાસ્ટ ડ્રાઇવિંગનો શોખ હતો.
થોડીવાર આરામ કરી લીધા પછી અમે ત્યાંથી આગળ વધ્યા, હવે ક્યાંય સ્ટોપ લેવાનો નહોતો, ડિનર પણ સુરત પોહચીને જ કરવાનું હતું, હવે આ વખતે ક્રિશ ગાડી ચલાવતો હતો, નમને ફૂલ વોલ્યુમમાં મ્યુઝિક સ્ટાર્ટ કર્યું અને અમે જગ્યા પર બેસીને ડિસ્કો કરતા હતા.
આમ ધમાલ મસ્તી કરતા રાતે નવ વાગે અમે સુરત પોહચી ગયા, ક્રિશે ગાડી સીધી અઠવાલાઇન્સ પર આવેલી બાર્બીક્યું નેશન રેસ્ટોરન્ટ પર લાવીને ઉભી રાખી, અમે ત્યાં સાથે ડિનર લીધું અને અમારા ફોટોસ શેર કર્યા જે અમે સાથે પાડ્યા હતા.
"હસ્તિ તે મારા માટે રૂમ બુક કરાવી દીધીને?" સવારે હું નાસ્તો કરતી હતી ત્યારે મેં હસ્તિને મારા માટે એક રૂમ બુક કરાવવા કહ્યું હતું કારણકે મારી મુંબઈની ટ્રેઈન બીજા દિવસે સવારની હતી.
"ના, નથી કરાવી"
"વ્હોટ? પણ કેમ? હું કરતી હતી તો તે જ મને કહ્યું હતું કે હું કરાવી દઈશ તો કેમ ના કરાવી" મને હસ્તિ પર અત્યારે ગુસ્સો આવી રહ્યો હતો, "હવે અત્યારે લાસ્ટ ટાઈમ પર હું અહી ક્યાં શોધવા બેસીસ?"
"તું ચિંતા ના કર હું કઈક કરું છું, હસ્તિ ભૂલી ગઈ હશે" મને ગુસ્સે થયેલી જોઈને ક્રિશે મને શાંત પાડી આશ્વાસન આપતા કહ્યું.
"ના ક્રિશ, તારે કઈ કરવાની જરૂર નથી, મેં જાણી જોઈને જ નથી કરાવી" 
"શુ? પણ કેમ?" હસ્તિની વાતથી બધા ચોકયા હતા.
"એની પાછળ એક કારણ છે..."

(ક્રમશઃ)

સ્ટોરી રીડ કરીને આપના પ્રતિભાવો જરૂર આપશો...

Thenk you.
                   - Gopi Kukadiya & Mer mehul.