Black eye - 12 books and stories free download online pdf in Gujarati

બ્લેક આઈ પાર્ટ - 12

બ્લેક આઈ પાર્ટ 12

અમર અને દ્રષ્ટિ બીજે દિવસે કોલેજ જાય છે . કોલેજ નું વાતાવરણ એકદમ ખુશનુમા હોય છે . આજે વેલન્ટાઇ ડે હોય છે તેથી જ્યાં જોવો બધું રણબેરંગી નજર આવે . સાગર -સંધ્યા અને અમર - દ્રષ્ટિ આ બધું માણતા માણતા કોલેજ ના ઓડિટરિયમ જાય છે . દર વર્ષે આજ દિવસે તેમની કોલેજ માં fest હોય છે . તેમની કોલેજ ના પ્રિન્સિપાલ પણ માનતા હતા કે સ્વત્રંતા આપવી જોયે જેથી તેઓ ભણવાની સાથે સાથે તેમનો આંતરિક વિકાસ પણ કરી શકે , આથી ખુદ પ્રિન્સિપાલ આ fest નું આયોજન કરતા . તેમાં પ્રેમ ને લક્ષી અમુક વાત થતી અને અમુક સોશ્યિલ વર્ક ને લગતી ,અને તેઓ આગામી વર્ષે ગરીબ , વૃદ્ધો , અનાથ ને કેવી રીતે મદદ કરશે તેનું પ્લાનિંગ થતું . આ સાથે જ તેમનો કાર્યક્રમ પૂરો થતો . આ વર્ષે પણ તેવો જ કાર્યક્રમ હતો

ધીમે ધીમે કોલેજ માં દ્રષ્ટિ અને અમર વિશે બધાને ખબર પાડવા લાગી , આમને આમ તેમનો સમય પણ નીકળવા લાગ્યો .

દ્રષ્ટિ ને આજે મુંબઈ માં છેલ્લો દિવસ હતો કેમ કે તેને ફેશન ડિઝાઇનિંગ ના 2 જ વર્ષ હતા , જયારે અમર ને હજુ 1 વર્ષ કોલેજ નું બાકી હતું . તે બંને આખો દિવસ સાથે ને સાથે વિતાવે છે , બંને પોતાની બધી ફેવરિટ જગ્યા એ જઈ આવે છે અને છેલ્લે નીકળવા ટાઈમે દ્રષ્ટિ પ્રોમિસ લે છે કે આપણે વર્ષ માં ખાલી બે જ વાર તારા અને મારા જન્મ દિવસે વાત કરશું . હું ઈરછુ છુ કે તું તારા બધા સપના પુરા કરે અને એમાં વચ્ચે હું ક્યાંય બાધા ન બનું તેથી જ કહું છુ . હું તને તારા બધા સપના પુરા કરતા જોવા માંગુ છું .

અમર પણ દ્રષ્ટિ ને પ્રોમિસ આપે છે અને પછી કહે છે હું કંઈક બની પછી તરત જ તારા પપ્પા પાસે તારો હાથ માંગીશ એ હું તને પણ નહીં જાણવું કે હું આવવાનો છુ અને સીધો તારા ઘરે આવીશ , તો તારે મારા વિશે તારા પપ્પા ને વાત કરવી હોય તો કરી દેજે . આવી જ રીતે તેમનો તે દિવસ પૂરો થયો અને તેમનું તે પ્રોમિસ અત્યાર સુધી ચાલુ હતું.

*** વર્તમાનમાં ***

અત્યારે અમર કાર માં હોય છે અને તેના ખોળા માં દ્રષ્ટિ નું માથું હોય છે , તેને હોસ્પિટલ લઈને જતા હોય છે . આ આખી સ્ટોરી અમર ને રીલ ની માફક પોતાની આંખ સામેથી પસાર થઇ ગઈ જે આંખે હજુ પટ્ટી બાંધેલી જ હોય છે .

દ્રષ્ટિ ને હોસ્પિટલ માં લઇ જવામાં આવે છે જ્યાં સારવાર દરમિયાન ડોક્ટર જણાવે છે કે તેને મેજર શોક લાગેલો આથી જ તે વારંવાર બેભાન થાય છે . બે દિવસ હોસ્પિટલ માં રહેશે તો તેની તબિયત સારી થઇ જશે .

બે દિવસ બાદ અમર ની પણ આંખ ની પટ્ટી ખોલવાની હોય છે . આથી તે ઇરછે છે કે તેની પહેલા દ્રષ્ટિ સાજી થઇ જાય.

2 દિવસ બાદ

ડોક્ટર : ( પટ્ટી ખોલીને ) હવે તમે ધીમે ધીમે આંખો ખોલો , તમે જેને જોવા માંગતા તે ત્રણેય વ્યક્તિ તમારી સામે છે .

અમર આંખ ખોલે છે તેની સામે તેના માતા - પિતા અને દ્રષ્ટિ ઉભી હોય છે , તે જોઈને ખુશ થઇ જાય છે . દ્રષ્ટિ એ પણ ધીમે ધીમે પરિસ્થિતિ સ્વીકારી લીધી હોય છે . ડોક્ટરોએ અમર 1 મહિના માટે ક્યાંય બહાર જવાની ના પાડી હોય છે કારણ કે પોલ્યૂશન ના લીધે કે ધૂળ ના લીધે તેની આંખ માં ઇન્ફેક્સન થઇ શકે . દ્રષ્ટિ પણ તેમની સાથે જ રહેતી હતી , તેને ઘણી વાર અમર ના મમ્મી ને સમજાવવાની કોશિશ કરી કે તે બાજુમાં જ રેન્ટ પર ફ્લેટ લઈને ત્યાં રહેવા ચાલી જાય પણ તેઓ ટસ ના મસ ન થયા અને પોતાની સાથે જ રાખી .

અમર પણ તેમની વચ્ચે મા - દીકરી જેવો પ્રેમ જોઈને ખુશ હતો . તે હવે વધારે ઘરે બેસી શકતો ન હતો તેને પોતાની ડ્યૂટી જોઈન કરવી હતી . આથી તેના આરામ નો મહિનો પૂરો થાય તેના 10 દિવસ અગાઉ જ તે પોલિશ સ્ટેશન ગયો . તેને જોઈને બધા ખુબ ખુશ થયા . બધા તેને અભિનંદન આપે છે અને સ્પેશિયલ રાહુલ તો તેની કેબીન માં આવીને તેને ગળે મળીને કૉંગ્રચ્યુલેટ કરે છે . રાહુલ કેબીન માંથી બહાર નીકળે છે . થોડીવાર અમર ચેર માં માથું ટેકવીને બેઠો હોય છે , જેવું તે તેનું અત્યાર સુધીનું પેન્ડિંગ કામ હાથ માં લે છે તેવી જ તેની વૉચ વાઈબ્રેટ થાય છે. તે તેના પેન્ટ ના પોકેટ માં રહેલો નાનો એવો જે બંધ હાથ માં પણ સમાય જાય તેવો ફોન કાઢે છે , સામેથી કહેવાયેલી વાત સાંભળે છે અને જય હિન્દ કહીને ફોન મૂકી દે છે .

અમર ને કોણે ફોન કર્યો હશે ? અને આધુનિક ગેઝેટ શું કામ ? બધી વાતો જાણવા માટે વાંચતા રહો બ્લેક આઈ અને તમને સ્ટોરી કેવી લાગી તેના રિવ્યૂ ચોક્કસ થી આપજો .

Share

NEW REALESED