Ghoda tantrik books and stories free download online pdf in Gujarati

ઘોડા તાંત્રિક

બાપુજી - એલા ભરતા તારે હવે નક્કી કરવું જોશે કે, તું જીવન માં શું કામ કરવા માંગે છે. મને ઈ ખબર છે કે, તું મારી ગોળ ની હાટડી (દુકાન) પર ઢાંઢુ ખોળી નેં બેસવાનો તો નથી, અને તારે ભણવામાં પણ ભલીવાર ના હતો, માટે તને ફાવે એવું કામ ગોતી લે એટલે હું ફોરો થઇ જાઉં.

ભરત - એક તો મને સરકારી નિશાળમાં ભણાવ્યો, ઉપરથી ગુજરાતી મીડીયમ અનેં એમાં પણ ઓલા ચાઈના ના મોબાઈલ જેવા શિક્ષક, આમાં મારુ કેરિયર કેમ બને? હવે પાછલા ઉકેડા ઉખેડવા કરતા મને થોડા પૈસાનો જુગાડ કરી આપો તો હું એક ટ્રાવેલ્સ લઇ લઉ અથવા દુબઇ ચાલ્યો જાઉં, ત્યાં મારો દોસ્તાર રાજ્યો (રાજુ)પણ સેટ છે. એ મને પણ લાઈને ચડાવી દેશે.

બાપુજી - તારું મોઢું જૂની રીક્સાની ધુવાળીની ભુંગરી જેવું છે, તને ટ્રાવેલ્સ લેવી? તને મે સરકારી સ્કૂલમાં તો મોકલ્યો, મારા બાપ એ તો મને બાલમંદિર એ પણ ના મુક્યો હતો, ચા ની લારી પર કપ-રકાબી સાફ કરી-કરી નેં મેં જીવનમાં પ્રગતિ કરી હતી, પૈસા વૈસા નઈ મેડ થાય, ક્યાંક નૌકરી એ લાગી જા નકર ઘર મૂકી નેં બીજે ઉપડી જા, મેં અહીંયા ધર્મશાળા નથી ખોલી, રોટલા ઠુસવા હોઈ તો હાથ-પગ હલાવવા જોશે.

ભરત - છાપરું ઘોરૂં થઇ ગયું પણ પાવર નથી જતો, તમેં શું સમજો છો? તમારી મદદ વિના હું આગળ નહીં આવી શકું? આ લીધા મારા બિસ્તરા પોટલાં અનેં આ હું ચાલ્યો, હવે તમારા હાથ પગ ઢીલા પડે નેં ત્યારે ફોને કરી દેજો, હું ઘર ખર્ચ મોકલતો રહીશ. રામ રામ બાપુજી

ભરત ફોને પર વાત કરે છે પોતના મિત્ર રાજુ સાથે...

રાજુ - એલા ભરતા શું વાત છે? આજે તો તેં દુબઇ ફોન લગાવ્યો? બોલ બોલ શું કામ હતું?

ભરત - ગાંભા લઇ નેં બસ સ્ટેશન પાસે ઉભો છું, મને પણ તું હવે તત્કાળ દુબઇ તેડાવ, મારી પાસે પાસપોર્ટ છે, વીટી વેચીનેં ટિકિટના પણ થઇ જશે, બસ તું નૌકરી અનેં વિઝા નું પતાવ.

રાજુ - વગદી વાંદરી જેવા, દુબઇ થોડું કઈ અમદાવાદ ની બાજુમાં પડ્યું છે તી ઠેક મારી નેં પુગી જઈશ ! એમ અહીંયા કઈ ના થાય, એકાદ મહિના નો સમય આપ તો કોઈ નેં વાત કરી જોઉં, દુબઇ માં સંડાસ સાફ કરવાને કચરા-પોતા કરવા ના કામ એટલી આસાનીથી ના મળે.

ભરત - એય, એય મોઢું સંભળી નેં હો,,, મદદ માંગુ છું ભીખ નહીં, અને સાલા તું તો કહેતો હતો કે ચિપ્સ બનાવવા ની ફેક્ટરી માં કામ કરે છે? ત્યાં જય નેં આવા કામ કરે છે? એના કરતા અહીંયા આવતો રેવાય ને? આબરૂ વિનાના, તારા બાપ ની ચા ની દુકાન શું ખોટી હતી.

રાજુ - મારી ચિંતા પછી કર જે, અત્યારે તારી ચકલી ફૂલ્લકે ચડી છે એનું કર, હવે મારે કામ છે, ચાલ ફોને મુકું છું, તું તો પેલા એ નવરી-બજાર હતો, આજે પણ એજ છે. હૈડ...નકામા દોસ્તાર.

"સગા-વહાલા પણ ભરત નેં ઠેંગો બતાવી દે છે, ભરત ના પૈસા પણ પુરા થઇ જાય છે, વીંટી પણ વેચાઈ જાય છે, અંતે ભરતનેં ભીખ માંગવાનો વારો આવી જાય છે. એક મંદિર ના પગથિયે ભરત મોઢૂં ઢાંકી નેં બેઠો હોઈ છે ત્યારે, તેની પાસે એક તાંત્રિક આવે છે અનેં કહે છે કે, બેટા 50 રૂપિયા આપ મારે સફરજન ખાવું છે...."

ભરત - મેં અહીંયા બે દિવસ થી પારલેજી નું બિસ્કિટ એ ખાધું નથી અનેં તમારે સોંસરવું સફરજન ઠુસવું છે? બાપા કંઈક તો શરમ કરો, માણસ ચા ના પૈસા માંગે, રોટલી કે પાઉં માટે ભીખ માંગે, તમે તો સીધી એપલ ની ડિમાન્ડ કરી? હદ્દ છો...

તાંત્રિક - અલે આ 100 રૂપિયા મારા તરફ થી, ગોબારા મોઢા વારા મને લેક્ચર આપ માં , પૈસા તો હાથ નો મેલ હોય, ગધેડા ઢસેડા કરી નેં કમાય અનેં શ્યાણા બુદ્ધિ હલાવી નેં કમાય અનેં જે લોકો ના ભેજામાં છાણ ભર્યું હોય નેં ઈ તારી જેમ મંદિરના ઓટલે બેસી નેં લોકો નેં ડાંચકા ભરે... પૈસા તો પાટુ મારી નેં પણ પેદા કરી શકાય, કઈ ના આવડે તો આવા મારા જેવા ચિત્તકાબર વાઘા પેરી નેં તાંત્રિક બની જા.. ખાધે પીધે નહિ જાય - ચાલ જય મહાકાલ

"થોડી વાર તો ભરત સ્તબ્ધ થઇ ગયો, અને ત્યાર બાદ જોશ માં આવી ગયો અનેં તેણેં નક્કી કરી લીધું કે હું પણ ફર્જી તાંત્રિક બની જાઉં. ક્યાંક જાળ નીચે ડેરો જમાવી નેં જ્યોતિષ અનેં ભૂત-પલિત ના નામે 100 નેં 50 લૂંટે રાખીશ, ખાવા પીવાનું તો લોકો તરફ થી ફ્રી માં કોમ્પ્લિમેન્ટ્રી મળે જ રાખશે. અનેં માન મળશે ઈ નોખું. 2 દિવસ માં જુગાડ કરી નેં ભરત એ તાંત્રિક નું ગેટઅપ કરી લીધું."

હવે ભરત નોં તાંત્રિક દરબાર પીપળા ના જાળ નીચે ચાલુ....

પીડિત - મહારાજ ચક્કર આવે છે અનેં રાત્રે બીક લાગે છે, શું કરું?

ભરત - ચડી પહેરો છો?

પીડિત - હા? લાલ, પીળી અનેં સફેદ ત્રણ છે...

ભરત - સફેદ ચડ્ડી સળગાવી નાખો, લાલ ચડ્ડી માં અગરબત્તી થી 2 કાણા પાડી દેજો, એક આગળ અનેં એક પાછળ, અનેં પીળી ચડ્ડી મેંદા ના લોટ માં ડબોળી નેં એક અઠવાડિયા સુધી પહેરી રાખજો. ભય દૂર થઇ જશે અનેં શરીર માં ઉર્જા નો સંચાર થઇ જશે.. દસ રૂપિયા અહીંયા મુકતા જાઓ અનેં, પાછા એક અઠવાડિયા પછી અહીંયા કેળા નેં સંતરા લઇ નેં આવી જજો.

પીડિત 2 - મહારાજ ધંધો નથી ચાલતો, દિવસે ને દિવસે કર્જ વધતો જાય છે. શું કરવું?

ભરત - નાક માં શેડા છેલ્લી વાર ક્યારે આવ્યા હતા?

પીડિત 2 - શરદી થઇ ત્યારે.

ભરત - ઈ તો મને પણ સમજાય છે કે શેડા જાડા માં ના આવે શરદી માં જ આવે, સમય કહો?

પીડિત 2 - એકાદ મહિના પહેલા,,,

ભરત - ઘર ની આસપાસ ગાય કે ભેંસ છે?

પીડિત 2 - અમારે ભેંસ નો તબેલો જ છે...દૂધ વેચીયે છે.

ભરત - સવારે પાંચ વાગે ઉઠી નેં બને તેટલા ઢીલા પોદરા ભેગા કરી લો અનેં પછી ખોબે ખોબે પાડોશીઓ ના વંડાઓ માં ઘા કરતા જાઓ, અને પછી છાના-માના ઘર માં જઈ અનેં સુઈ જવું। પશું છાણ વિતરણ પ્રયોગ થી તમારું દારિદ્ર દૂર થશે... 25 રૂપિયા મુકતા જાઓ.

પીડિત 3 - મારી દીકરી નેં છોકરા નથી થતા. કંઈક ઈલાજ બતાઓ?

ભરત - બગલ માં પરશેવો વરે છે?

પીડિત 3 - ના બાપુ, પણ મને ત્યાં વાળ બહુ ઉગે છે, અનેં ખંજવાળ પણ એવી આવે કે સહન ના થાય..

ભરત - મેં તમારું પૂછ્યું? છોકરા તમારે જોઈએ છે? તમારી દીકરી ની વાત થાય છે ડોશી માં,,,

પીડિત 3 - નાના.. મારી દીકરી તો બહુ ચોખલી છે, ઈ તો માથા વાળ પણ ટૂંકા ટૂંકા રાખે.

ભરત - તમારી દીકરી નેં કેહજો કે, ચણા ના લોટ નું પાતળું ડૉણ બનાવી તેમાં, કરિયાણા ની દુકાન એ થી, મુઠ્ઠી ભરી નેં ચોરેલા મેગ ભેળવી નેં, રવેશ માં ઉભી નેં કોંગરા કરે, અને ખાસ, જયારે કોંગરા કરે ત્યારે એ ડોણ ભંગારવાળા, બકાલા વારા, ઢોકળા વારા કે પાણીપુરી ની લારી વારા નેં થોડુંક ઉડવું જોયે,

પીડિત 3 - તો પછી ઓલા બગલ ના વાળ નું તમે પૂછ્યું એનું?

ભરત 3 - ઈ મારી મરજી હતી એટલે પૂછ્યું...હું કહું એટલું કરો નેં માળી, ખોટી જગ્યા એ ખોટું મગજ ના ઘસાય, મુકો 50 રૂપિયા, તમારી દીકરી થોડાક તોફાન કરશે એટલે રાજકુમાર જેવો તોફાની દીકરો આવશે.

પીડિત 4 - મારા દીકરા નેં ભૂત દેખાય છે, કામે જાય એટલે ભૂત બીવડાવે છે.

ભરત - ઘરે જમવાનું રાંધો છો?

પીડિત 4 - હા તો, ઢોર ની જેમ ગલીમાં ચરવા તો ના જતા હોય નેં, રસોઈ તો બનતી જ હોય ને?

ભરત - ખુબ સરસ, હેઠવાડ ફેંકવાનો નહીં, વાસી હેઠવાડ તમારા દીકરા ના માથા ઉપર ભૂંસી નેં એના નાક ના બન્ને ફોયણા માં લાલ મરચા વારી આંગળી ફેરવવાની, ગંધ અને જલન ના ત્રાસ થી ભૂત 10 ફૂટ આઘું ના ભાગે તો મારુ નામ ભરત મહારાજ નહીં.

પીડિત 4 - અરે પણ આમ તો મારા દીકરા ની હાલત બગડી જાય ને?

ભરત - ભૂત-પ્રેત તમારા દીકરા નેં લૂલો-લંગડો કે અંધારો બેરો કરી નાખે એના કરતા તમેં જાતે જ તમારા દીકરા નેં થોડા દિવસ ગંધારો કરી મુકો, એટલે બધી તકલીફ દૂર થાય. કામ તો એવું કરીયે નેં કે બીજા દિવસે સામે વાળો ઘરે આવી નેં વિદાય માંગી જાય. ભૂત હોય કે પ્રેત ગોબરા માણસો થી બધા દૂર ભાગે. હવે મુકો 100 રૂપિયા અનેં ભરોસો રાખો. કામ થઇ જશે.

આમ ભરત નેં તો ઘોડા તાંત્રિક ના ધંધા માં મૌજ આવી ગઈ, લોકો બેવકૂફ બનવા આવતા ગયા અનેં ભરત નેં મસ્તી મજા સાથે જ પૈસા કમાવા નું સરસ સાધન મળી ગયું. અંતે એક એવું પાત્ર ભરત ની સામે આવ્યું કે....

પીડિત 5 - છુટકારો જોઈએ છે....

ભરત - લગન કર્યા છે?

પીડિત 5 - હા, પતિ એ જ મને મારી નાખી હતી... અહીંયા જાળ પાછળ જ મને દાટી છે. ખોદી નેં મારુ પિંજર કાઢો.

ભરત - તમારા પતિ નેં હરસ ની તકલીફ હતી? કે પછી દારૂ કે જુગાર નું કઈ?

પીડિત 5 - ઈ તારા બધા ધતિંગ બંધ કર, મારો ઈલાજ કર, નહીંતર અહીંયા જ તારું કાસળ કાઢી નાખીશ.

ભરત - સભ્યતા નથી? જા, નથી કરવું તારું ઈલાજ, મારી સાથ ધતિંગ નહિ કરવાના, ચાલવા મંડ નહીં તો તને આ બાટલી માં પુરી મુકીશ.

પીડિત 5 - તો, હવે તારે પરચો જોવો છે ને? ચાલ તૈયાર થઇ જા... બહુ મજા લૂંટી લીધી તેં... હવે મારો વારો.

પેલી ભટકતી આત્મા (પીડિત 5) એ ભરત નેં પહેલા તો જટિયાં પકડી નેં ઢસેડ્યો ત્યારબાદ તેના કપડાં ફાડ્યા, પછી તેને ગટર માં જબોળી જબોળી નેં અનેં રેતી ના ઢગલા માં રગદોડીયો, આ કાર્યક્રમ 30 મિનિટ ચાલ્યો એમાં ભરત મહારાજ ની શાન ઠેકાણે આવી ગઈ. લોકો નેં વાત ની જાણ થઇ એટલે પેલી આત્મા ના પિંજર નો નિકાલ થઇ ગયો અનેં તેને શાંતિ પણ મળી ગયી. અને ભરતભાઈ એ પાણી મૂકી દીધું કે દુખિયારા પીડિત લોકો ની મજાક બનાવવી નહીં અનેં તેને કદી લૂંટવા નહીં. ચૂપ-ચાપ ઘરે જઈ અનેં ભરત એ બાપુજી ની માફી માંગી લીધી અનેં 2 દિવસ માં જ એક સારી એવી નોકરી ગોતી લીઘી.- સમાપ્ત