bhul thi thai gai bhul books and stories free download online pdf in Gujarati

ભૂલથી થઈ ગઈ ભૂલ

ગુજરાતનો છોકરો દિલ્હી જેવા અજાણ્યા શહેર માં આવે છે.જ્યાં તેની નોકરી લાગી છે.ચારે તરફ લોકોની દોડધામ ચાલી રહી છે.આ દોડધામનુ વાતાવરણ એક એડ બનાવતી કંપનીમાં ચાલી રહ્યું હતું .આ દોડધામના વાતાવરણ વચ્ચે દીપકનો આજે પહેલો દિવસ છે.ત્યા જ પ્યુને જોરથી બુમ પાડી( જાણે હમણાં જ કોઈએ એને ખખડાવ્યો હોય)
" ક્યાં છે દીપકભાઈ બોસ બોલાવી રહ્યા છે.."
દીપક જલ્દી ભાગતો ભાગતો જઈ રહ્યો હતો ત્યાજ અચાનક સામેથી કોઈ સાથે અથડાયો અને  જાણે સ્વર્ગ માંથી દેવતાએ એમનું સ્વાગત કર્યું હોય તેવી રીતે તેના ઉપર કાગળો વરસી રહ્યા હતા. તેણે ઉતાવળમાં માફી માંગી અને પાછો દોટ લગાડવા માંડ્યો.

   તે હાંફી હાંફી ને  બોસના કેબીનના દરવાજે પહોંચ્યો.
દીપક બોલ્યો(હાંફી હાંફી ને) :"સોરી બોસ થોડું લેટ થઈ ગયું.."
બોસ બોલ્યા: "ચાલો હવે અહી બેસો,અને લો પેલા આ પાણી પીવો"
દીપકને લાગ્યું જાણે તેને ભગવાન મળી ગયા હોય.એક નિસાસો નાખતા દીપકે કપડાં સરખા કર્યા અને સરખો બેસી ગયો.
અને દીપક બોલ્યો :" વોટ ઇઝ ધ વર્ક ફોર મી ટુડે? "
  બોસ ( પોતાનું કામ કરતા કરતા ) "આજે આખા ઓફિસ માટે તારે ચાઈ બનવાની છે "
દીપક :"પણ હું તો" દીપક હજી વાત પૂરી કરે તેના પહેલા જ 
બોસ: "તારાથી કામ થશે કે નહીં એ બોલ ? પછી બીજી વાત"
દીપક: ( મુંઝવાતા બોલ્યો ) " હા.. ઓકે "
ઓફિસના કેબિન માથી બહાર નીકળી તેણે પ્યુને પુછ્યું,
દીપક: "અહી ચાઇ ક્યાં બનાવો છો"
પ્યુન: "કેમ?" "તમે નવા પ્યુન તરીકે જોઈન થયા છો? " 
દીપક : " ના..રે " " હુ તો એડ ડિઝાઈનર છું" " સ્ટાફ તરીકે જોઈન થયો છું" " પણ..." " કઈ નહીં"
દીપક જઈ રહ્યો હતો.ત્યાં જ પાછળથી કોઈએ બૂમ પાડી 
" ઓ હેલ્લો " દીપકે પાછળ જોયું.ત્યાજ તેણે જોયું કે તે જેની સાથે થોડીક વાર પહેલા અથડાયો હતો તે જ છે. 
( બને સાથે ચાલતા ચાલતા વાતો કરતા હતા) 
દીપક : " તારું નામ શું છે ? "
છોકરી બોલી : " મિતાલી "," તારું નામ ?"
દીપક : "દીપક "," એન્ડ સોરી ફોર ધીસ "
મિતાલી : " સેના માટે ? "
દીપક : "  જલ્દી જલ્દી માં ઠોકર વાગી ગઈ હતી" 
મિતાલી : " ઓહ .. કોઈ વાંધો નહિ , ઇટ્સ ઓકે"
દીપક : " તું અહ્યા શું કામ કરે છે ? "
મિતાલી : " હું આસિસ્ટન્ટ એડ ડિઝાઈનર છું"
દીપક : " ઓહ, ગ્રેટ જોબ "
મિતાલી ( કંટાળીને ) : " શું ગ્રેટ જોબ.. "
દીપક : " કેમ? "
મિતાલી જવાબ આપે તેના પહેલા જ ચાઈ બનવાની જગ્યા પર બને પહોંચી ગયા.મિતાલી એ ચાઈના મશીન માથી ચાઈ લઈ લીધી.
દીપકે પુછ્યું : "તું આનામાંથી ચાઈ ના પી, હુ ચાઈ બનાવું જ છું,હુ બઉ મસ્ત ચાઈ બનાવું છું "
મિતાલી : " કેમ તું અહી પ્યુન તરીકે જોઈન થયો છે ? "
દીપક : " ના, ખબર નહિ પણ કેમ આજે પહેલા દિવસે મને ચાઈ બનવાનું કામ સોંપ્યુ છે "
દીપકે આજે આખો દિવસ મિતાલી સાથે વાત કરવામાં અને ચાઈ બનાવમાં જ વિતાવ્યો.સતત પાંચ દિવસ માત્ર તેને આજ કામ સોંપવામાં આવ્યું.રોજ રોજ તેને લોકો ચીડવતા હતા.તે રોજ દિવસ આખાની વાત મિતાલી ને કહેતો.મિતાલી અને દીપક ખાસ મિત્રોથી પણ ખાસ બની ચૂક્યા હતા.એક દિવસ દીપક ગુસ્સા માં આવી બોસ ના કેબિન માં પ્રવેશ્યો.
દીપક (ગુસ્સા માં અને  પ્રભાવ પડે એટલે ઇંગ્લિશ માં બોલ્યો): " હેવ યુ કેપ્ટ મી ટુ મેક ટી ? "
બોસ : " આવ બેસ અને શાંત થા,આ લે પાણી "
" સાંભળ હુ તને શું કામ છેલ્લા બે અઠવાડિયાથી
ચાઈ બનાવાનું કામ સોંપુ છું"
આજે દીપક ની સામે તેના ઓફિસ નો આખો ઈતિહાસ ખૂલવાનો હતો.દીપક જે ઓફિસ માં કામ કરતો હતો તે ઓફિસ નો બહુ લાંબો ઇતિહાસ હતો
( વર્ષો પહેલા આ કંપની માં બે ટેલેન્ટેડ હેડ એડ ડિઝાઈનર નિમવામાં આવ્યા હતા.અને કોઈ એક પ્રોજેક્ટ ને લઈને તે બને વચ્ચે ઝઘડો થયો હતો અને આજ સુધી તેમના વચ્ચે સુલેહ ન તો થયો.તે બંને માં જે છોકરી હતી તેનું નામ ડેની અને બીજા છોકરા નુ નામ રમેશ.બંને વારસો થી એક જ ઓફિસ માં કામ કરતા પણ અલગ રહીને.જેમાંથી ડેની અને રમેશ બંને દીપક માટે ઝઘડતા હતા.બંને ની માંગ હતી કે દીપક તેમના ગ્રૂપ સાથે જોડાય.એટલા માટે આટલા દિવસ થી તેને ચાઈ બનાવવાનું કામ આપવામાં આવતું હતું.)
બોસે તેને આ બધી વાત જણાવી.દીપક  વાત સાંભળી કેબીનની બહાર નીકળ્યો.તે સીધો મિતાલી પાસે પહોંચી ગયો. તેણે મિતાલી ને પૂછ્યું
દીપક : "મિતાલી તું કોની આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે.
મિતાલી ( જાણે તેને પસ્તાવો થતો હોય તેવી રીતે બોલી ) : " હુ તો ડેની માટે આસિસ્ટન્ટ તરીકે કામ કરું છું " મિતાલી ની બીજી કોઈ પણ વાત સાંભળ્યા વગર દીપક બોસના કેબિન માં પહોચી ગયો અને કહી દીધું કે હું ડેની માટે કામ કરવા તૈયાર છું.તે જ સમયે કેબિન માં ડેની પહોંચી ગઈ અને જાણે તે જ બોસ હોય તેવી રીતે બોસ સાથે વાત કરવા લાગી.
ડેની : " શેખર, વ્હોટ ઈઝ ધિઝ, તેને ફરી મારી સાથે ઝઘડો કર્યો મને મારું અલગ કેબિન તું ક્યારે આપીશ "
શેખર : " ડેની શાંત , જલ્દી જ તને તારું કેબીન મલી જસે."
ડેની ની નઝર દિપક ઉપર પડી જે આખી ઘટના આશ્ચર્ય થીં જોઈ રહ્યો હતો.
ડેની : " આ કોણ છે ? "
શેખર : " આ દીપક જેના માટે તમે કેટલાયે દિવસો થઈ ઝઘડી રહ્યા છો "
ડેની : "તો શું તે કઈ નક્કી કર્યું આ કોના માટે કામ કરશે ? "
શેખર : "એણે હમણા જ કહ્યું કે તે તારા માટે કામ કરશે "
ડેની ( અહંકારમા ) : " ઓકે કાલે મારી પાસે ઓકલી દેજે " ને મોઢું ફેરવી ચાલી ગઈ.
દીપકનું કામ સારી રીતે ચાલી રહ્યું હતું. કામની સાથે જ મિતાલી અને દીપકની દોસ્તી અલગ વળાંક લઈ રહી હતી .ઓફિસનું કામ પૂરું કરી બંને રોજ કોફી પીવા માટે જતા હતા.રોજ બંને ઓફિસ પુરી થતા અલગ જ દુનિયા જીવતા હતા.
પણ ના તો દીપક ની અને ના તો મિતાલી ની હિમત ચાલતી હતી એક બીજાને પોતાના દિલ ની વાત કહેવાની.અચાનક એક દિવસ ઓફિસમાં બોસ બંને ને પોતાના કેબીન બોલાવે છે અને આજે તેમને ખબર નતી પણ તે બંન્નેની જિંદગી માં એક ભયાનક વળાંક આવવાનો હતો.બંને કેબીન માં પ્રવેશે છે.
બોસ : "આવો,બેસો, આજે એક માટે ખુશખબર છે અને એક માટે ખરાબખબર છે.
દિપક અને મિતાલી બંને ના ચિંતા ભર્યા મુખ એકબીજા ની સામે જોઈ રહ્યા હતા.
બોસ : " ડેની નો ઓર્ડર છે કે હવેથી તેનો આસિસ્ટન્ટ ડિઝાઈનર મિતાલી નહી પણ દીપક હશે " , "મિતાલી તને આજથી આ પદથી ફાયર્ડ કરવામાં આવે છે".
એક પળ માટે તો મિતાલી ના મુખ પર શુન્યતા છવાઈ ગઈ.દિપકને એ જ ખબર ના પડી કે તે આ વાત થી ખુશ થાય કે નહીં .
દીપકે બોસ ને કહ્યું : " મિતાલી મારા કરતા સારું કામ કરે છે , હું એનું સ્થાન બિલકુલ પણ ના લઇ શકું , ડેની આવું ના કરી શકે.
દિપક બોસ ને સમજાવી રહયો હતો પણ મિતાલી ના મુખે શુન્યતા છવાયેલી હતી.
બોસે કહ્યું : "ડેની નો ફેસલો હું ના બદલી શકુ."
દિપક અને મિતાલી બોસ ના કેબીન માથી બહાર નીકળ્યા.
દિપક :"મિતાલી.. મિતાલી.."
મિતાલીએ કોઈ જવાબ ના આપ્યો.એટલે દીપકે ફરી વાર પુછ્યું. આ વખતે મિતાલી કહ્યું "કૉંગ્રાચુલેશન્સ , તને મુબારક હો"
દિપક " પણ તું.. "
મિતાલી : "જો હું ખુશ છું હું નહીતો તું આ કામ કરીશ "
દિપક : "તું સાચે ખુશ છે ?"
મિતાલી : "હા,હું સાચે ખુશ છું "
મિતાલી અને દિપક બંને વાતો કરતા કરતા કામ પર લાગી ગયા.
આજે પણ રોજ ની જેમ બંને કામ પતાવી કોફી પીવા ગયા.
આજ નો દિવસ બંનેના જીવન માં અલગ વળાંક આવવાનો હતો.
રેસ્ટરન્ટમાં કોફી પીતા હતા ત્યાં જ દિપક ના ફોનમાં રિંગ વાગી.નામ ડેની લખ્યું હતું.દીપકને આશ્ચર્ય થયું કે અત્યારે ડેનિનો ફોન?દીપકે સાઈડમાં જઇ તેનો ફોન ઉપાડ્યો.
ડેની :" હેલો દિપક..? "
દિપક : "યા મેમ "
ડેની : "મારે કામ છે ,તું અત્યારે મારા ઘરે આવી શકે છે."
દીપક : "હા ઓકે હું આવું છું."
દિપક મિતાલીને ઘરે મૂકી ડેનીના ઘરે પહોંચી ગયો
ડેની : " આવ ..,બેસ મારે તારું કામ છે "
દિપક બેઠો નહીં અને તેણે પુછ્યું " મેમ શુ કામ છે"
ડેની " અરે તું પહેલા બેસ તો ખરા"
દિપક ઘણાં આગ્રહ પછી બેઠો. ડેનિ : " તું શું લઇશ ચા , કોફી.."
દિપક :" ના, મેમ મને કંઈ નથી જોઈતું "
ડેની દિપક ને તેના રૂમ તરફ દોરી ગયી.રૂમ ચારે તરફ સંગર્યો હતો . રૂમમા મોટા અક્ષરે આઈ લવ યુ દિપક લખ્યું હતું.આ જોઈ દિપક ચોકી ગયો.
તેને પોતાની આખો પર વિશ્વાસ ન થયો.ડેની કહ્યું "દિપક તું અને બહુ ગમે છે " "આઇ લવ યુ"
દીપકે કહ્યું " પણ.."
આ રાતે એણે ડેનીનો એક અલગ જ અવતાર જોયો
દીપકે કહ્યું "ડેની આઇ લવ યુ ટું "
દીપકે આખી રાત ડેની ના ત્યાં જ વિતાવી.સવાર પડતા ઓફિસે દીપકને ડેની ની ગાડી માંથી ઉતરતા મિતાલીએ જોયો . દિપક ઓફિસ માં પ્રવેશ્યો ત્યાં જ મિતાલી એ પૂછ્યું (જલન થતા ) " કેમ તું આજે પેલી ડેનીની ગાડી થી આવ્યો ? "
દિપક : "એતો અહીં થોડે આગળ હું ચાલતો ચાલતો આવતો હતો ત્યાં ડેની મને મલી .
આજે પહેલીવાર દીપકે મિતાલીથી જૂઠું બોલ્યું હતું. આજે દીપકે અડધો દિવસ ડેની ના કેબીન માં જ વિતાવ્યો. અને આજે રાતે પણ દિપક ડેની સાથે જ  ગાડી માં ઘરે જવા માટે નીકળ્યો પણ એના નહીં ડેનીના.કેટલાય દિવસ વીતી ગયા મિતાલી દિપક કોફી પીવા ગયા નતા. મિતાલીએ દિપકને કોફી પીવા માટે પૂછ્યું પણ દિપકે ના પાડ્યું. મિતાલીને લાગ્યું કે દિપક એનાથી દૂર થતો જાય છે.ત્યાં એક દિવસ બન્યું એવું કે કોઈ કામ થી મિતાલીને ડેનીના કેબિનમાં જવાનું થયું.ત્યાં તેણે એવું જોયું કે જેનાથી તેને દિપકથી નફરત થઈ ગયી. એ દિવસે જ્યારે તેને દિપક મળ્યો ત્યારે તેણે દિપક ને કહ્યું :" આઇ હેટ યુ ".આ વાક્ય સાંભળતાં દીપકને ખબર પડી ગયી કે મિતાલીને મતેના અને ડેની વચ્ચેના સંબંનધોની જાણ થઈ ગયી છે.પણ દીપકે એવું વર્તન કર્યું કે જાણે તેને કોઈ ફરક નથી પડ્યો.
   
      એક દિવસ જ્યારે દિપક ડેનીના ઘરે ગયો ત્યારે ડેની કોઈ કામ થી બહાર ગઈ હતી ત્યારે દિપક ડેનીના ઘરમાં એક રૂમ જોયો કે જ્યાં તે ક્યારે પણ ગયો ન હતો. દિપકે ડેની નું આખુ ઘર જોયું હતું પણ એ રૂમ માં ક્યારે ન ગયો હતો.દિપક તે રૂમ માં પ્રવેશ્યો ત્યાં તેણે જે જોયું 
જેનાથી તે જાણે એક શ્વાસ ચુકી ગયો હોય તેવું લાગ્યું. રૂમની સામે જ એક મોટો ફોટો હતો જ્યાં ડેની સાથે કોઈ પુરુષ ઉભો હતો અને તેણે એક નાનાકડા છોકરા ને પકડ્યો હતો.આખા રૂમને જોયા પછી તેને ખબર પડી કે ડેની તો પરણેલી છે.ત્યાં જ અચાનક ડેની ઘર માં પ્રવેશી તેને જોયું કે દિપક ને તેની સચ્ચાઈ ની જાણ થઈ ગયી છે.ડેની દીપકને સમજવા લાગી પણ દિપક ડેની ને ધક્કો મારી ત્યાં થઈ નીકળી ગયો.દીપકને લાગ્યું કે તેણે પૈસાની લાલચ માં આવી મિતાલી ને ખોઈ દીધી છે.બીજા દિવસે ઑફિસમાં આવતા જ પેલા દિપક મિતાલી ને મળવા અંતે ગયો પણ તેને મિતાલી ક્યાય ના મળી. તેણે ઓફિસમાં બધાને પૂછ્યું કોઈએ દિપક ને કહ્યુ કે મિતાલીનો કાલે ઓફિસમાં છેલ્લો દિવસ હતો . દિપક ને આ વાત સૌથી દુર્ભાગ્યપુર્ણ લાગી કે મિતાલી નો કાલે છેલ્લો દિવસ હતો અને તેને એ પણ ન ખબર હતી. તેણે મિતાલી ને ફોન કાર્યો પણ મિતાલી એ ફોન ના ઉપાડ્યો ત્યાં જ એક પ્યુન આવી પહોંચ્યો તેણે દિપક ને કહ્યું કે બોસ તમને બોલાવી રહ્યા છે.દિપક ના આખના આંસું તેને પોતાને જ આજે ખાઈ રહ્યા હતા.દિપક આસું લુછી બોસના કેબિનમાં પ્રવેશ્યો.
બોસ : " દિપક આવ બેસ " , " તારા માટે એક બુરી ખબર છે. ડેની ના ઓર્ડર મુજબ તને નોકરી થી ફાયર્ડ કરવામા આવે છે "
દિપક એક પળ માટે તો પોતાનો ધબકારો  ચુકી ગયો. તેને બોસ ને કહ્યું " ડેની કઇ રીતે મને ફાયર્ડ કરી શકે " " એ બોસ છે કે આપ ".
બોસ :" મારે તેનો ઓર્ડર માનવો પડે " "અને તું મને સવાલ પૂછવા વાળો કોણ "
દિપક આ સચ્ચાઈ સ્વીકારવા બિલકુલ તૈયાર 
ન હતો પણ આ જ સચ્ચાંઈ  હતી. દિપક ને કાલની વાત યાદ આવી.અને તેને ખબર પડી કે શુ કામ ડેની એ તેને ફાયર્ડ કર્યો છે.દિપક આજે તેના પ્રેમ અને કારકીર્દી બંને માં નિષ્ફળ ગયો.તેની આખો પર તેની ભૂલ આસું સ્વરૂપે દેખાઇ રહી હતી.એ હારેલો દિપકનું આ દિલ્લી શહેર માં કોઇ ન હતું અને તે પોતાના ઘરે પણ કહી શકતો ન હતો.તે રખડતો રખડતો એક બગીચામાં આવી બેસ્યો તે પોતાની ભૂલ ને યાદ કરી વારંવાર રડતો હતો . એ બગીચા માં આસપાસ કોઈ દેખાતું ન હતું. ત્યાં જ બગીચામાં એક સસલું ફરતું હતુ
એ સસલું વારંવાર દીપકના પગ ને ચાટતું હતું.અને જાણે તેને કોઈ તરફ લઈ જવા માટે આગ્રહ કરતું હતું.એ સસલું જ્યાં જતું હતું દિપક તેની પાછળ પાછળ જવા લાગ્યો.એ સસલું એક જગ્યા એ પહોંચી ઉભું રહી ગયું ત્યાં એક પથ્થર હતો સસલું એ પથ્થર ને હટાવાની કોશિશ કરી રહ્યું હતું એટલે દીપકે તે પથ્થર હટાવ્યો તે પથ્થર ની નીચે એક મોટું કાણું હતું એ સસલું એ કાણા માં ઘુસી ગયું આ જોઈ દીપકે તેને નીકાળવા માટે હાથ નાખ્યો ત્યાં તો દિપક પણ તેની અંદર પ્રવેશી ગયો અને થોડીક વારમાં તેની સામે જે હતું તે દિપક માટે અકલ્પનિય હતું.સામે બે મોટા પર્વતોની વચ્ચેથી
એક સુંદર ઝરણું વહી રહ્યું હતું.ચારે તરફ પક્ષીઓ નો કલરવ સંભળાઈ રહ્યો હતો.તેની સામે જે દુનિયા હતી તે દુનિયા સાવ અલગ જ હતી . તેને તેની આંખ પર વિશ્વાસ થતો ન હતો. ત્યાં જ તેને એ સસલું દેખાયું.ફરી સસલું તેને કોઈ દિશા માં દોરી રહ્યું હતું .દિપક તે સસલા પાછળ જઇ રહ્યો હતો. ત્યાં એક ઝાડ હતું .એ ઝાડ અચાનક બોલી ઉઠ્યું " અહીં તારી કોઈ એક ભૂલ ને માફ કરવામાં આવશે "
દિપક ને જાણે ભગવાન મળી ગયા હોય તેવું લાગ્યું.
દિપક :" મારી ભૂલ હતી કે પૈસા ની લાલચમાં આવી મિતાલી ના પ્રેમ ને નકાર્યો. મારી આ ભૂલ મારે સુધારવી છે."
આ કહેતા ની સાથે જ દિપક ફરી પાછો ડેની ના ઘરે પહોંચી ગયો તેને એ કઈ યાદ ન હતું જે તેની સાથે બન્યું હતું. દીપકે તે રાતે ડેની ના પ્રપોસલ ને નકાર્યું.પણ ડેની ના પ્રપોસલ સ્વીકાર્ય બાદ દીપકને નોકરીથી ફાયર્ડ કરવામાં આવ્યો હતો.કારણકે તેને ડેની ની સચ્ચાઈની જાણ થઈ હતી.પણ ડેની ના પ્રપોસલને નકાર્યા પછી પણ ડેની એ તેને નોકરી થી ફાયર્ડ કરી નાખ્યો. તે ભલે કારકિર્દી માં ફેલ થયો હોય પણ તે મિતાલી સાથે પ્રેમ ની બાબત માં સફળ થયો હતો.

     અહીં સાબિત થાય છે કે "કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હે.