Maari love story books and stories free download online pdf in Gujarati

મારી લવ સ્ટોરી.....

એક સાચી વાત કવ તો મારો સૌથી પહેલો પ્રેમ મારી માં

મારી માં

એક માં પોતાના બાળક ને કેવી રીતે પ્રેમ કરે છે અમે કઈ રીતે સાચવે છે એજ હું કેહવા માંગુ છું

મારી મમ્મી

હું જ્યારે નાની હતી ત્યારે મારી મમ્મી ને હું ખુબજ ગમતી
આમતો દરેક માં ને પોતાનું બાળક ગમતું જ હોય પણ મારા માં કૈક અલગ હતું એવું મને લાગે છે. મારી મમ્મી ને તો કઈ નતું પણ મારા પાપા ના ઘર માં બધા ને એમ હતું કે એમના ઘરે છોકરો આવે પણ હું આવી એટલે કે લક્ષ્મી જી પધાર્યા એટલે કાઈ બોલાય એમ નહતું પણ મારી મમ્મી ને ખબર હતી કે ઘર માં કોઈ ને ગમ્યું નથી. પણ મારી મમ્મી મને ખુબજ જીવ થી સાચવતી હતી .

એક સમય ની વાત છે જ્યારે મારા પપ્પા દરરોજ મારા માટે ભગત ધાણા દાળ લાઇ ને આવતા હતા પણ એ પણ મારા પપ્પા ના ઘર ના લોકો ને ગમતું નહીં તો એના માટે મારા પપ્પા છુપાઈ છુપાઈ ને લાઇ ને આવતા ને મને આપતા.

એક માં પોતાના બાળક ને એવી રીતે સાચવે છે કે જાણે એક ભગવાન પોતાના ભક્ત ને સાચવે છે ફરક એટલો છે ભગવાન સાચવે એ દેખાતું નથી અને  માં સાચવે એ ખબર પડે છે.

મારે કોઈ ભાઈ નથી પણ આજ સુધી ક્યારેય મારી મમ્મી એ એવું દર્શાવ્યું નથી કે મારા ઘરે ભાઈ નથી.હું જ એવું ઇચ્છુ છું કે હું જ મારા ઘર નો છોકરો બની ને રહું .

મારી મમ્મી એટલે મારો પ્રથમ પ્રેમ પ્રથમ મિત્ર પ્રથમ બહેન.

મારી મમ્મી ની એક વાત કવ તો એ થોડી......  થોડી નઇ વધારે પડતી જ સારી છે આમ તો બધાની મમ્મી એવી જ હોય પણ મારી મમ્મી ની વાત કરું તો એ ભગવાન નું બીજું સ્વરૂપ છે એવું કહીએ તો ચાલે.............

એક સિક્રેટ વાત  કરું મારી મમ્મી ની તો એને ગણપતિ દાદા ની ખુબજ સહાય છે અને ભગવાને મને ભાઈ નથી આપ્યો પણ મારો ભાઈ છે અને એ છે ગંનું ભૈયા....... મારા ભાઈ એમને મને દરેક રીતે સહાય કરી છે અને એક વાત કવ તો મારા પતિ ના નામ માં પણ ગણેશ છે pragnesh............ મને દરેક પ્રોબ્લેમ માં એમને મને સાથ આપ્યો છે અને એ વાત ની મને બવ જ ખુશી છે.

મારી મમ્મી ની વાત કરું તો એમને ગણપતિ દાદા એટલા સહાય છે કે એ જ્યારે મંદિર જય ત્યારે ગંનું ભૈયા એ તેના માથા પર એમની સૂંઢ મુકવી જ પડે .....સાચું જ કવ છું વિશ્વાસ નાઈ આવે પણ ગંનું ભયા મૂકે જ એના માથા પર એમની સૂંઢ.....
અને મારી મમ્મી પણ પાછી જીદી જ્યાં સુધી એમની સૂંઢ મૂકી ને આશીર્વાદ ના આપે ત્યાં સુધી ખસે નહીં.....

મારી મમ્મી....... એ તો સારી છે જ ખુબજ સારી પણ એ આવા કલિયુગ ના જમાના માં પણ અમને પણ એના જેવા જ બનાવાની સો ટકા કોશિશ કરે . એ મને હંમેશા સમજાવતી હોય જે બેટા આપણે સારા તો બધા જ સારા પણ મારી ભોળી મમ્મી ને કોણ સમજાવે કે આ દુનિયામાં કોઈ કોઈના નથી થતા પણ ના મારી મમ્મી તો એમજ કે ભગવાન  જોવે છે બધું એ આપણી સાથે ખોટું નઇ થવા દે ......મારી મમ્મી...............

એક સાચી ઘટના બની હતી મારી મમ્મી જોડે એ વાત કરું
મારા લગ્ન ની વાત છે મારા મમ્મી લોકો ઘોઘમ્બા બાજુ કંકોત્રી આપવા ગયા હતા અને ત્યાં થઈ એ લોકો રાત્રે લગભગ 9 વાગે રસ્તો ભૂલા પડી ગયા અને એકટીવા પર ગયા હતા ને રાત નો સમય અને એ જે બાજુ રસ્તો ભૂલ્યા ત્યાં ચોર લૂંટરા એટલા બધા કે ઉભા ઉભા જ મારી નાખે અને મારી મમ્મી એ લગ્ન હોવાથી બધા જ ઘરેણાં પહેર્યા હતા પણ મારી મમ્મી ને ગંનું ભૈયા પર વિશ્વાસ કે કઈ જ નાઈ થાય અને તમે વિશ્વાસ નઇ કરો કે મારી મમ્મી ને ગંનું ભૈયા દેખાયા ક્યાં ખબર છે એકટીવા ની આગળ ના ભાગ માં જે સાક્ષાત બેઠા હતા અને મમ્મી ને કેતા હતા કે હું છું ને તમે જાવ શાંતિ થી અને મારા મમ્મી લોકો ઘરે પહોંચી પણ ગયા.............

આવી જ બીજી ઘટના પણ બની હતી જયારે મારા પાપા લોકો એ ઘર ખાલી કર્યું અને ત્યાં થઈ બરોડા શિફ્ટ થવાનું હતું ને મમ્મી એ મારા ઘર માં વક ગંનું ભૈયા ની મૂર્તિ છે એ સાક્ષાત જ છે એવું કહીએ તો ચાલે એ ઘર માં જ હોય એવો એહસાસ થાય આપડને અને મમ્મી એ ગંનું ભૈયા ને કીધું હતું કે હું તમને મારા ખોળા માં લઇ ને બેસીશ પણ ટેમ્પા માં જે સમાન હતો ત્યાં મમ્મી ની બેસવાની જગ્યા જ ન થઈ અનેના ગંનું ભૈયા ની થઈ અને તમે વિચારો તો ખરા મારી મમ્મી છેક ગોધરા થી વડોદરા એકટીવા પર હાથ માં લઇ ને આવી અને હું તમને એ ફોટા ની સાઈઝ બતાઇસ તો તમને વિશ્વાસ નાઈ આવે પણ આખા રસ્તે એમ્બે હાથ માં લઇ ને આવી જેમ મારી મમ્મી એ કીધું હતું કે તમને હાથ માં લઇ ને બેસીશ તો ગંનું ભૈયા ને પણ એમના હાથ માં જ રાય ને આવું હતું તો એ ક્યાંય સેટ ના થયા ને મમ્મી જોડે જ આવ્યા


આજ મારા ગંનું ભૈયા..............................આવું જ બન્યું જ્યારે મારા ઘર નું વાસ્તુ ચાલતું હતું ને ગંનું ભૈયા ની જ વિધિ ચાલતી હતી ને રસોડા પર મુકેલા ગંનું ભૈયા એકદમ જ પડ્યા ને બધા એ જ ગણપતિ બાપા મોરિયા નો નાદ કર્યો.....અને એમને મારા ઘરે આવી ગયા છે અને બિરાજી ગયા છે એની સાક્ષી પુરી........

આવી તો બધી બવ વાતો છે આપડે ક્યાં થી ક્યાં ગયા ખબર જ ન પડી મારી મમ્મી અને એની વાતો.....................
એક માં પોતાના બાળક માટે કેટલું કરે છે એ તો મેં ખરેખર મારી મમ્મી જોડે થી શીખી.
આજની તારીખ માં પણ મારી મમ્મી મારા માટે ત્યાં મારા પિયર જાવ તો ગરમ ગરમ રોટલી ખવડાવે અને  પણ એટલા પ્રેમ થી કે આપડે ઘર કરતા વધારે ખાઈ શકીએ બધા ને એમ થાય કે આવું તો બધા ની મમ્મી કરે પણ હું મારા મન ની વાત કહેવા માગું છું.
છેલ્લે તો એટલું જ કઇસ કે મારી મમ્મી એટલે મારા માટે ભગવાન .................