friendship to love-ship books and stories free download online pdf in Gujarati

ફ્રેન્ડશીપ ટુ લવશીપ

Hiii !!! friends
થોડા સમયથી વાર્તાઓ વાંચતી હતી અને એક દીવસે લખવાનું મને થયું અને આ નોવેલ લખી નાખી છે. આશા છે તમને મારી આ કથા ગમશે.
♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️^^;^^;^^;^^;^^;^^;^^;^^;^^;^^;^^;^^;^^;
 
આજે કોલેજનો પ્રથમ દીવસ હોય છે. આજે પૂર્વી બાર મા ધોરણમાં ૬૬ % સાથે પાસ થયેલ છે. ગામમાં જ આવેલી નજીકની કોલેજમાં B.Com.માં ભણવાનું મન બનાવેલું છે.બારમાં માં સામાન્ય માર્કસ્ હોવાથી self finanance માં admission મળેલ છે. આજે પહેલો જ દીવસ છે. જેમ દરેક ના મો પર કોલેજ જવાની ખૂશી હોય તેમ આજે પૂર્વી પણ પહેલી વાર કોલેજ આવી છે.admision card and બીજી અમૂક admission ની પ્રોસેસના કાગળો સબમીટ કરાવીને પોતાના Class room તરફ જાય છે.

થોડી નીચી દેખાતી પૂર્વીએ આજે પીળો સલવાર Dress પહેર્યો છે. ગોળ અને એકદમ ભરેલુ તેનુ મૂખ કમળ પર મોટી મોટી આંખો પર લગાવેલું Black કાજળ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા છે.તેના ખુલ્લા વાળમાંથી shampoo ની સુગંધ નીતરી રહી છે.આજે જોઈને તોBoolywoodની કોઇ પણ heroin ને ટક્કર મારે તેવી દેખાઇ રહી છે. પૂર્વી આજે પ્રથમ દીવસે જ કોલેજના કાર્યને લીધે મોડી પડી છે, અને તે પોતાના ક્લાસરૂમ તરફ ડગલા માંડે છે. ત્યાં પ્રોફેસર આવી ગયેલા હોય છે, અને પ્રથમ દીવસ હોવાથી પોતાનો intro આપી રહ્યા છે.વચ્ચે જ કમળની પાંખડી જેવા સુંવાળા હોઠ ફફડે છે , અને બધાનું ધ્યાન દરવાજે ઊભેલી પૂર્વી તરફ જાય છે.
પૂર્વી : May i come in sir..???

પ્રોફેસર માત્ર હાથથી જ આવવાનો ઇશારો કરે છે, અને પૂર્વી અંદર પ્રવેશે છે.આજે પહેલો દીવસ હોવાથી આખો. કલાસ ભરેલો છે.માત્ર છેલ્લી Bench પર એક જગ્યા છે, અને તેમા એક છોકરો બેસેલ છે. પૂર્વી થોડી વાર એમ જ ઊભી રહે છે, પછી કંઈક વીચારીને તેની બાજુમાં જઇને બેસી જાય છે. ત્યાર બાદ માત્ર ને માત્ર પ્રોફેસર તરફ ધ્યાન આપે છે.આમ જ 55 minutes નો એક પ્રથમ lecture પૂરો થાય છે, અને પૂર્વી ઊભી થઈને પોતાની friends જોડે થોડી વાર 5 minute નાં Breake માં વાતો કરવા જાય છે

પૂર્વી ની બાજુમાં બેસેલો છોકરો તેનુ નામ છે આયુષ... એકદમ 5 " 6'ની હાઇટ , સપ્રમાણ દેહ, ઉજળો વાન Denim નુ Black Jeans અને Red and Black ચેકસવાળો ડhirt , પગમાં Bata ના sport shoes, હાથમાં Rolexની smart Watch જોતા જ ગમી જાય તેવો છોકરો...

આજે પહેલો દીવસ હોવાથી આયુષ એકલો જ બેઠોં છે.તે અમદાવાદ રહેતો હતો..  પરંતું તેને ઘરથી થોડુ દૂર જઈને બંધન વગરનું જીવન જીવવું હતું તેથી અહી ભાડે ઘર લઇને રહેતો હતો.
આયુષના પિતા અનૂપમ અગ્રવાલ મોટા બિસનેસ ટાયકુન અને આયુષના રોલ મોડેલ હતા. આયુષની ઇચ્છા પોતાના પિતાનો બિસનેસ એક અલગ જ મુકામ પર લઇ જવાનો હતો.તેથી જ તેણે ગુજરાતની અતિપ્રસિદ્ધ  કોલેજમાં એડમીશન લેવા સૂરત આવ્યો હતો. અહી તે કોઇને જ ઓળખતો નહોતો.પોતાનો પિતાનો એકનો એક દીકરો ખૂબ જ લાડકોડમાં ઉછરેલો..
" પાણી માંગે તો દૂધ મળે " તેવી રાજાશાહીમાં તે ઉછર્યો હતો . તેને અહી કોઈ ઓળખતું ન હોવાથી આખા પાંચ મિનીટના Break માં ત્યાં જ પોતાની બેન્ચ પર બેસી રહ્યો . ત્યારે પૂર્વીનું ધ્યાન તેની તરફ ગયું . Breck પૂરો થતાં તે પોતાની જગ્યા પર આવીને બેસી ગઇ... ગૂમ સૂન બેસેલા આયુષ સાથે તેને વાત કરવાનું મન થયું , અને તેના મૂખમાંથી ધીમૂ પણ માત્ર આયુષ ને સંભળાય તેવો ઉદ્ગાર નીકળ્યો. 

પૂર્વી : Hiiiiii !!!!

પૂર્વી દ્વારા પોતાને બોલાયેલા શબ્દો સાંભળી આયુષએ તેની સામે જોયું. હજી સુધી પોતાની બાજૂમાં બેસેલી પૂર્વી તરફ તેનું ધ્યાન જ નહોતુ ગયુ.. આમ અચાનક બોલાયેલા શબ્દો પછી તેને પૂર્વીનું નીરીક્ષણ કર્યું અને પૂર્વી ની રાખોડી અને મોટી મોટી આંખોમાં તે ખોવાય ગયો. પણ તરત જ તેણે સ્વસ્થતા જાળવી તે બોલ્યો 
" Hello!!!"
પૂર્વી : "My Name is purvi - Purvi Chauhan."

આયુષ : " I am Ayush Agrwal from Ahemdabad .. "

પૂર્વી : "એટલે જ આમ એકલા બેઠા છો .અહી કોઈ મીત્ર નથી ???"

આયુષ એ વળતો જવાબ આપ્યો : "ના, અહી કોઈ જ ઓળખીતું નથી, એકલો જ છું ." 
આટલું બોલતા તો તેના ચહેરાનું નૂર ઊતરી ગયું..
પૂર્વીને થોડું દૂઃખ થયું, અને તેણે તરત જ પોતાનો હાથ Handshak માટે ઉઠાવ્યો અને બોલી
"friend ???" 

આયુષ પણ હસ્તધૂનન કરતા બોલ્યો
 "Why not!!" 
અને બંને હસી પડ્યાં., ત્યાર બાદ આમ તેમની થોડી વાતો કરી અને પોતાના phone number ની આપ - લે પણ થઈ ગઈ ત્યાં જ બીજા પ્રોફેસર આવી ગયા અને બંનેની વાતોનો દોર અટકયો, ફરીથી એ જ55 minપtes નો લેકચર  ચાલ્યો. પછી ફરી 20મીનીટનો બેક પડયો. બેક પડતા જ પ્રોફેસર બહાર ગયા., અને બધા વિખરાવા લાગયા .

આયુષ : "ખબર છે, આજે મને બઉં શાંતી થઇ.''

પૂર્વી : "કેમ ??"

આયુષ : "અરે ! અમદાવાદમાં જ બીક હતી કે મારા જેવા ગૂમ સૂમ છોકરાની સાથે કોઇ મીત્ર મળશે કે નહીં અને આજે પહલા દીવસે જ દોસ્ત મળી ગઇ.''
પૂર્વી : "અરે વાહ !  હવે તમારે તો મોજ કેમ?" 
આયુષ: "હા પણ આપણે એકબીજાને 'તૂ ' કહીને પણ બોલાવી શકીએ ને??''
પૂર્વી : " હા બસ, તુ!'' 
         " ચાલ ! ત્યાં મારા બીજા friends પણ છે.ત્યાં વધારે મજા આવશે.'' 
આયુષ માત્ર  માથું ધૂણાવ્યું અને બંને ત્યાં ગયા.

પૂર્વી : " Hii gues !"
All friends: "Hii ! purvi ''
પૂર્વી : "આને મળો આ છે આયુષ, (આયુષ તરફ ઇશારો કરતાં )અમદાવાદથી આવ્યો છે.
આયુષ: "Hello "
All : " Hiii !!!"

ત્યાર બાદ પૂર્વીએ બધાનો પરીચય આપતાં બોલી
: "આયુષ આ છે પીયા, સૃષ્ટિ , વિહાન, ધૈર્ય, શૂભમ અને મેઘા.''
આમ આઠ જણનું ગ્રુપ બન્યું. નળી friendship ની ખૂશીમાં આયુષ એ party આપવાનું નક્કી કર્યું.અને બધા Cnteen તરફ ચાલ્યા. બધા એક ખૂણાના Table પર આવીને
બેઠા. આયુષે બધાનો order આપીને બધા સાથે બેસી ગયો.
પીયા : "યાર ! આજે બધા જ Introduction માં બવ કંટાળો આવે છે નઈ.''
ધૈર્ય : "હા યાર! જો ને આજ તો ભૂખ પણ કકડીને લાગી છે.''
શુભમ : "યાર શું આજે પણ નવો friend બન્યો એને ખર્ચા કરાવે છે."
આયુષ : "અરે ભાઇ ચાલે આમ પણ મારા પેટ માં પણ ઉંદરડા દોડે છે."
પૂર્વી :" આયુષ તું રહેવા દે, આ જાડીયો બઉં જ ખાય છે.''
મેધા : (ધૈર્ય નો પક્ષ લેતાં) આપણે બીજી કોઇ વાત કરીએ."

ત્યાં જ  સૃષ્ટિ થઇ અને બોલી
"હું થોડી વારમાં આવૂ હો !!''
વિહાન:" લે પાછૂ શું થયું?"
શુભમ: "લો રાધેમાં નીકળી પડયા. (માથુ ધૂણાવતાં) ખબર નઈં કેવી ખબર લઇને આવશે?''
આયુષ: "એટલે ?"
પૂર્વી : " એટલે એમ કે રાધે માં જ્યારે oh soory આ સૃષ્ટિ ને બધા રાધે માં કહે છે. એ છે ને જ્યારે આમ અચાનક કશેક જાયને તો કોઈને કોઈ Antic ખબર કે મહત્વની જાણકારી લેવા જ જાય.''

Loding...................

✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️
સૃષ્ટિ શુ ખબર લઈને આવે છે તે જાણવા માટે વાંચતા રહો friendship to  loveship    


આ મારી પહેલી નોવેલ છે તો comment કરી મને તેનો સારો અને ખરાબ રીવ્યુ આપવા વિનંતી 


Thanks again ???