friendship to loveship - 3 books and stories free download online pdf in Gujarati

ફ્રેન્ડશીપ ટુ લવશીપ - 3

Hello friends,
આપણે આગળ જોયું કે બધાં બીજે દીવસે આયુષના ઘરે મળવાનું નક્કી કરે છે
હવે આગળ....
♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️✔️✔️♥️✔️

બીજા દીવસ બધા આયુષના ઘરે જાય છે.ખૂબ જ સુંદર અને મોટું હવેલી જેવું ઘર છે.ઉપર મોટા અક્ષરે લખેલું છે (AgrWal House)... બધા ઘરને જોતા જોતા અંદર જાય છે.એક મોટો કલાત્મક દરવાજો છે.તેની ઉપર ગેલેરી છે. અંદર એક મોટો હોલ છે.તેની એક બાજૂ ખૂબ જ સુંદર સોફા સેટ અને વચ્ચે ટી-પોય હોય છે.સામે ખૂબ જ મોટા screen નું LED TV છે. દરવાજાની બીજી બાજુ ઉપર જવા માટે ગોળ આકારે સીડી હોય છે . દાદરની બાજૂમાં કીચન છે.ઉપર ત્રણ રૂમ છે.અને ખૂણાના રૂમમાંથી ખૂબ મોટા અવાજે song વાગી રહ્યા છે.

સૃષ્ટિ:" ( ધીમેથી ) આપણે કોઇ ખોટી જગ્યાએ તો નથી આવી ગયા ને??"
પૂર્વી : " ના ! location તો આજ બતાવે છે.(મોટેથી ) આયુષ !! આયુષ !! અહીં કોઈ છે ??"

ઉપરના રૂમમાંથી અવાજ બંધ થાય છે.અને એક આધેડ વયના એક કાકા નીચે આવે છે.દેખાવ પરથી ઘરમાં કામ કરવાવાળા લાગે છે.

કાકા : "જી !કોનું કામ છે ?કોન છો તમે લોકો ? અને અંદર કેવી રીતે આવ્યા ???"
શુભમ: "કાકા આ આયુષ અગ્રવાલનું જ ઘર છે ને ???'
કાકા : " હા પણ તમારે શુ કામ છે?''
વિહાન: "અમે તેના College friends છીએ તેણે અહીંયા Dance practice માટે બોલાવેલા.આયુષ ક્યાં છે.??"
કાકા : "અરે હા ! યાદ આવ્યું કાલેજ તેમણે બીજો રૂમ સાફ કરાવેલો. આવો ત્યારે બેસો "
મેધા : "અરે ના! આયુષ હોય તો બોલાવોને"
કાકા : "અરે આયુષબાબા તો હજી સૂતાં છે."
All : " ( આશ્રર્યથી ) what???"
વિહાન: ".9: 45 થઇ અને હજી સૂતો છે ?"

ત્યાં જ ઉ૫રથી અવાજ આવ્યો
" અરે ના જાગૂ છું અને morning walk કરીને સાથે જીમ જઈને તૈયાર પણ થઈ ગયો છું."
અને આયુષ નીચે આવ્યો.
ધૈર્ય : "પણ આ કાકા તો .... ???"
વચ્ચેથી વાત કાપતાં
"તેમને ભૂલવાની આદત છે અને મોને તો ક્યારેક એવું લાગે છે કે જાણી જોઇને ભૂલી જાય છે."
કાકા : "શું દીકરાં તું પણ .આ લોકો કોણ છે "
આયુષ: " ( સવાલ ને ignore કરતાં) કાકી ક્યાં છે? (મોટેથી બૂમ પાડે છે) રમાકાકી ક્યાં છો?"
ત્યાં જ કિચનના પાછળનદરવાજો ખૂલે છે અને કાકી અંદર આવીને બોલે છે.
" હવે તારા કાકાએ શું કર્યું?"
આયુષ: "કંઇ નઇં .કાકી આ મારા મીત્રો છે તેમના માટે મસ્ત કોફી અને નાસ્તો કરીને ઉપર લેતાં આવો. અમે ઉપર જ છીએ. (બધા તરફ જોઈને ) ચાલોં ઉપર "

બધા ઉપર જાય છે.

આયુષ: "આ કાકા છે ને ઘણુ ભૂલી જાય છે.ઘણીવાર તો મારૂ નામ પણ હા બાકી રમાકાકી હંમેશ યાદજ હોય છે.(અને બધાં હસી પડે છે) આ બાજૂ મારો Badroom છે અને આ આપણો Dance Room "


બધાં અંદર પ્રવેશે છે.અને જોતા જ રહી જાય છે.ખૂબ જ મોટો રૂમ છે.એક બાજૂ જીમ જેવી વ્યવસ્થા છે. અને બીજી બાજૂ ખૂણાંમાં ટેબલ અને ખુરશી ૫ડેલા હોય છ. એક બાજૂ Computer અને તેની સાથે Music system હોય છે. બધા બસ રૂમની ગોઠવણી જોઇને અચંભીત થઈ જાય છે.ત્યાં બાજૂમાં એક દરવાજો છે જે સીધો આયુષના રૂમ સાથે જોઇન્ટ હોય છે.

આયુષ: " ( વિહાન ને ) તું song લાવ્યો છે ?"
વિહાન: "હા આ લે. (એક pan - Drive આપે છે"

આયુષ pan Drive લઇને song ચાલુ કરે છે. અને બધાં સાંભળવામાં મશગૂલ થઇ જાય છે. થોડી વાર પછી રમાકાકી આવે છે.અને બધા ખૂરશી પર બેસીને નાસ્તો કરે છે. અને નાસ્તો કરતાં કરતાં song સાંભળે છે.તેમાં Romantic songsનુ fugan ખૂબ સરસ લાગે છે.

પીયા : "આયુષ આપણા Dance Teacher દેખાતા નથી??"
આયુષ: " ( પોતાની આંગળીથી પોતાની તરફ ઇશારો કરતાં એકદમ ફીલ્મી અંદાજમાં) યે ૨હા આપકા ચીટર sorry ટીચર ."
વિહાન: " એટલે તને Dance પણ આવડે છે??"
આયુષ: "મારી હીટલર બેન લંડનમાં Dance TeaCher છે you know હું નાનો હતો ત્યારે દરેક વખતે school ના દરેક પ્રોગ્રામમાં ડાન્સ કરતો "

ત્યાં જ સૃષ્ટિ પોતાનો phone લઇને બહાર નીકળી ગઇ.

વિહાન: "યાર ! આ અજીબ છોકરી છે. હવે ખબર નઈ કેવા સમાચાર લાવશે ?"
મેધા : "અમે કેટલી સમજાવી કે જર્નાલીઝમ કર પણ ના ! મેડમ B.Com લઇને બેઠા છે"

ત્યાં જ સૃષ્ટિ અંદર આવે છે અને ગૂસ્સાસામાં મેધા ને ટપલી મારીને
"ઓય શું બોલી તું હાં?"
મેંધા : "કઈ નઈ હું તો એમ જ કહેતી હતી કે (થોડી ગભરાઇને ) "
સૃષ્ટિ" કે ! કે શું હેં?"
મેધા : "એમ કે તું છે તો સારૂ છે નહીંતર અમને માહીતી કેવી રીતે મળે બસ"

બધાં સૃષ્ટિ ને ખબર ન પડે એમ હસી રહ્યાં.

વિહાન: "તો માતે શુ નવી ખબર છે??''
સૃષ્ટિ : "Hello !!! friends રાધે માં ન્યુઝ ચેનલમાં આપકા સ્વાગત હૈ.ઓર આજ કી તાજા ખબર હૈ કી જે પાર્ટી રાખવામાં આવેલ છે તેમાં આપણી Team couple Dance કરવાની છે. અને હવે college તરફથી નીર્ણય લેવાયો છે કે આ બધી event માં બેસ્ટ પરફોર્મસ ને ઇનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવશે.આ આપણો Dance પૂરી 10 મીનીટનો રાખવાનો રહેશે.અને તેમાં ખાસ સમાચાર એ છે કે જે Couple Dance કરવાના છે તે ગુપે જ Ankering કરવાનું છે. અને મે આપણા તરફથી હા પh) પાડી દીધી છે. અને તેને લગતી માહીતી GS પાસેથી મળશે.અને તે માટે આપણે ગ્રુપ નું નામ પણ રાખવું પડશે.''
(બધાં તાળીઓ પાડી તેને વધાવી લે છે.)

પૂર્વી : " એટલે આપણે આપણા ગ્રુપનુ નામ રાખવાનું છે."
આયુષ: "તો શરૂ રાખવું છે ???"
પીયા : " amm..... Best frાંends: ???''
ધૈર્ય : "ના હો ! Crazy fiends ?"
શુભમ: "એ ગાંડા તૂ રેવા દે . કંઇક હટકે વિચારો."
પૂર્વી : "રાધે મા નું ગ્રુપ હોય તો રાધીકા અથવા રાધા-કૃષ્ણ નહીંતર રાધી''
આયુષ : " i think રાધીકા સરસ લાગશે."
સૃષ્ટિ : "ના, રાધેય બરાબર છે."
વિહાન: "શું ફર્ક પડે રાધીકા કે રાધેયમાં બંને ચાલે."
પૂર્વી : " ના રાધેય એટલે દાનવીર , મીત્રપ્રેમી , ધર્મપ્રેમી અને અર્જુનની મીત્ર ઉર્વીના ભરથાર કર્ણ.બરાબર માતે "
મેધા : "કર્ણ ???"
સૃષ્ટિ : "કર્ણની પાલક માતા રાધા પરથી રાધેય."
પીયા : "તો કુંતી કોણ??"
પૂર્વી : " કુંતીએ કર્ણની જન્મદાતા માતા અને રાધાએ પાલક માતા સમજાયું."
આયુષ: " ok !!તો રાધેય બરાબર ને.'':
All : " બરાબર "

આયુષ: " હવે કેટલા વાગ્યા ??"
પૂર્વી: " 10:40 "
સૃષ્ટિ :" અરે ચાલો લેટ થાશું."
આયુષ: "આપીને practice ચાલુ કરશું ok ???"
All : "okay!!!"
બધા કોલેજ જાય છે.


Loding ......


????????????
♥️✔️♥️✔️✔️✔️✔️♥️✔️✔️♥️♥️♥️♥️

I am sory friends...
હું બીમાર હતી એટલે લખવામાં ખૂબ મોડું થઈ ગયું...
હવે પછી દર અઠવાડિયે એક પાર્ટ realise થાય તેનું ધ્યાન રાખીશ...
આ પાર્ટ આપને કેવો લાગ્યો તે મને સારા કે ખરાબ પ્રતિભાવ આપજો જેથી વધુ સારું લખી શકું.....
Thank you !!!?????