madelo prem - 1 in Gujarati Love Stories by Ritik barot books and stories PDF | મળેલો પ્રેમ - 1

મળેલો પ્રેમ - 1

કરછ ના સિમ વિસ્તાર માં આવેલ ભુવડ ગામ તેના રાતો- રાત નિર્માણ પામેલા ભગવાન શંકર ના મંદિર માટે પ્રખ્યાત છે. સ્થાનિક લોકો નું માનવું છે કે , આ મંદિર ભૂતો દ્વારા નિર્માણ પામેલ છે. આ વાત માં કેટલી હકીકત રહેલી છે , એ વિશે કોઈ પણ જાણતું નથી.

         ભુવડ ગામ જોઈએ તો આમ ગામમાં વૃક્ષો ની સંખ્યા વધારે રહેલી છે, વળી ગામ વધારે પૂરતો વાળીયાળ છે. આસપાસ સુંદર પહાડો, નદીઓ,ઝરણાં ઓ ગામ ની શોભા વધારે છે. ગામ માં આવેલા મંદિરો ગામમાં ભક્તિભાવ  અને એકતા જાળવી રાખે છે. આ તો થઈ ગામ ની સુંદરતા ની વાત પરંતુ ત્યાં ના લોકો ની વાત કરતા આજ ગામના એક શેઠ આણદા પટેલ મન માં યાદ આવે છે . આણદા પટેલ ની ઉદારીની ચર્ચા દૂર ગામો સુધી થતી. દુકાળ સમયે આણદા પટેલે ખૂબ દાનપુન કરેલા  તેથી જ , દૂર - દૂર ના ગામોમાં પણ તેમની ચર્ચા કરવા માં આવતી.

           આણદા પટેલ ને બે પુત્રો હતા. એક તો પચીસેક વર્ષ નો હતો અને એક અઢાર વર્ષ નો હતો. મોટા નું નામ વાલજી હતું , અને નાનકડા નું નામ  રાહુલ રાખેલું. રાહુલ ના ફૈ ફિલ્મો ના શોખિન હતા. આથી રાહુલ ના ફૈ એ તેનું નામ રાહુલ પાડેલું. વાલજી ને પેહલાથી જ અભ્યાસમાં રસ નહોતો, માટે તે નાનપણથી જ ખેતી કામ માં તેના પિતા ની મદદ કરતો. હવે પિતા પર થી બધો ભાર વાલજી એ ઉચકી લીધો છે. રાહુલ ને ખેતી કામ માં રસ ખરો પરંતુ તે આગળ જતાં વકીલ ની ડિગ્રી મેળવવા માટે ઇરછુક હતો. આથી જ તેના પિતાએ તેણે ગામ બહાર શહેર માં તેનાં કાકા ને ત્યાં અમદાવાદ અભ્યાસ માટે મોકલેલો. ઉનાળાનો વેકેશન હતો, માટે રાહુલ ગામ પરત ફર્યો હતો.આણદા પટેલ ના પરિવારમાં  તેમના વૃદ્ધ માતા, આણદા પટેલ ના પત્ની અને તેમના બંને પુત્રો સાથે પાંચ વ્યક્તિઓ નો આ નાનકડો પરિવાર હતો. રાહુલ શહેર થી પરત ફરતા ની સાથે જ તેના મિત્ર ને મળવા નું ભૂલે નહીં.

             રાહુલ નો નાનપણ નો મિત્ર કાનજી હતો. કાનજી ને તેના પિતા ની પરિસ્થિતિ સાથે સોદો કરવો પડ્યો હતો. પિતા ની ગરીબાય ના કારણે અભ્યાસ તો છઠ્ઠા ધોરણમાં જ છોડી મુક્યો હતો. છઠ્ઠા ધોરણ થી જ તે પિતા સાથે  લારી લઈ ને દાબેલી વહેંચવા નીકળતો. આ વ્યવસાય તેમનો વારસાગત વ્યવસાય હતો. પિતા હવે બીમાર રહેવા લાગ્યા હતા , માટે કાનજી એ જવાબદારી હાથે ધરી હતી.

           કાનજી ગામના પાદરે લારી લઈ ને બેઠો હતો.રાહુલ ધીરેધીરે તેના પાછળ જઈ ને આંખો ને હાથ વડે બંધ કરી મૂકી.કાનજી માટે આ નવું નહતું . દર વખતે રાહુલ તેની સાથે આવુજ કરતો , આથી કાનજી એ ફટાક થી તેને ઓળખી કાઢ્યો. " રાહુલ! તુજ સે મારા હારા." કાનજી એ તેની પ્રાદેશિક ભાષામાં  જવાબ આપતા કહ્યું.

"લ્યા! તને કઈ રીતે હર વારે ખબર પડી જાય હે(છે)?" રાહુલ એ પ્રશ્ન કર્યો.

"મારા હારા! તારા સિવાય ગામમાં હે કોણ મારું?તું આવે ને ત્યારેજ આવું થાય હે."

"એ આવું ના બોલીશ, તું એકલો થોડી હે. કંઈ કામ કાજ હોય તો મારા અધા(પિતા) બેઠા હે ને".

"હા એતો હે,પણ તું તો હર વાર ની જેમ આ વખતે પણ વેલો જતો રેવાનો નઈ?" કાનજી એ પ્રશ્ન કર્યો.

"ના લ્યા!આ વખતે તો ત્રણ મહિના રેવાનો શું." રાહુલ એ જવાબ આપતા કહ્યું.

         આ સાંભળી કાનજી ઉછળી પડ્યો.કાનજી અને રાહુલ ની મિત્રતા નાનપણથી હતી. બંને સાથે રમ્યા , ભણ્યા , જમ્યા અને સાથે જ ધીંગાણા કર્યા છે.રાહુલ ભલે શહેર માં રહી ત્યાંની શુદ્ધ ભાષા શીખી ગયો હોય પરંતુ , તેને ગામની મીઠી બોલી બોલવામાં જરાય શર્મ આવતી નથી. આમ બંને મિત્રો વાતે ચડ્યા.

"મારા હારા! તને યાદ છે આપણે જ્યારે નાના હતા ત્યારે , મઘુકાકા ની વાળી માંથી કેરી તોડવા જાતા?" કાનજી એ પ્રશ્ન કર્યો.

" અરે! ઈ ચેમનું યાદ ના હોય? હા બરાબર યાદ છે. અને હા,આપણે લાખા કાકા એ તેદી લાકડી - લાકડી એ મારેલો એ પણ યાદ શે". રાહુલ એ ઉત્સાહપૂર્વક જવાબ આપતા કહ્યું.

આમ ,બંને  બાળપણ ની વાતો માં એવા તે ખોવાયા કે સાંજ ના સુરજ આથમવા નો સમય થઈ ગયો. ગાયો ગૌશાળા એ થી પોતાના માલિક ના ઘેર પરત ફરી.પક્ષીઓ તેમના માળા તરફ પરત ફરી ચુક્યા હતા.
સાંજની ભગવાનની આરતી થવા લાગી. ગામના વડીલો પણ આ આરતી માં સામેલ થયા.  આ બધા ની વરચે રાહુલ થી કેહવાઈ ગયું "કાના! મને એક વાર મારા એક ભાઈબંધ એ પ્રશ્ન કરેલો કે, કરછ માં એવું છે શું? કરછ માં તો માત્ર રેતી જ છે. મેં તેને જવાબ આપતા કહ્યું કે ,  કરછ ને રણ પ્રદેશ કેહનારને કદાચ ત્યાં ના મનરમણીય પ્રદેશો વિશે ની જાણકારી નહીં હોય, કદાચ તેઓ એ કરછ માં રહેલ મીઠાસ અને ત્યાં ના લોકો માં રહેલા પ્રેમ ને અનુભવ્યો નહીં હોય. કરછ એટલે મનમોજીઓ નો પ્રદેશ, કરછ એટલે મહેમાનોને આવકાર આપતો પ્રદેશ , કરછ એટલે પ્રેમ અને આનંદ કિલ્લોલ ધરાવતો પ્રદેશ , કરછ એટેલ ઐતિહાસિક સ્થળો ધરાવતો પ્રદેશ. કુછ દિન તો ગુજારીએ કરછ મેં , કરછ નહીં દેખા તો કુછ નહીં દેખા. બસ આ જવાબ તેના  પ્રશ્ન માટે કાફી હતો."

       આમ, રાહુલ ને તેના વતન પ્રત્યે વહાલ હોવા થી તેના વખાણ કર્યા વગર રહી શકે તેમ નહોતો. તેમની વીતી ગયેલી પણો ની ચર્ચા કર્યા  બાદ બંને કાનજી ના ઘેર જવા નીકળ્યા. રસ્તા માં એક છોકરી એ કાનજી ને અવાજ  દઈ ને રોક્યો. હવા માં લહેરાતા લાંબા અને કાળા વાળ,વાદળી  રંગ નો તેનો ડ્રેસ, આંખો ની એ ચમક , તેની ચાલ કોઈ પણ વ્યક્તિ ને વિચાર કરવા પર મજબૂર કરી દે તેવી હતી.રાહુલ તો તેની તરફ એકીટશે જોઇજ રહ્યો. છોકરી એ ત્યાં આવી ને કાનજી ને પ્રશ્ન કર્યો " દાબેલી છે ને કાના ભાઈ?"

"હા! તારા માટે તો રોજે રાખવી પડે છે." કાનજી એ જવાબ આપતા કહ્યું.

      આમ , તે છોકરી દાબેલી લઈ ત્યાં થી જતી રહી. " એનું નામ શ્રુતિ છે, આપણા ગામના સરપંચ ની છોકરી છે.તારા હાથ માં નહીં આવે તું રહેવા દે." કાનજી એ રાહુલ સામે ઊંચી આંખ કરી ને કહ્યું.

"હા! તને તો ખબર જ છે, કે આપડે સરળ કાર્યો કરતા જ નથી." રાહુલ એ હલકી મુસ્કાન સાથે જવાબ આપ્યો.

"હા, ભલે હવે જઈએ આપણે".

          રસ્તા માં ઘર તરફ જતી વખતે પણ રાહુલ પાછળ ની તરફ જોઈ રહ્યો હતો. કાનજી ને વાત માં બધું સમજાઈ ગયું હતું. તે જાણતો પણ હતો કે , આવનાર સમય માં આ ભાઈ તેના જ ગળે પડવા ના છે.

ક્રમશઃ

Rate & Review

Patel Pavan

Patel Pavan 1 year ago

Ajit Jadav

Ajit Jadav 1 year ago

ATULCHADANIYA

ATULCHADANIYA 3 years ago

Bhakti Bhargav Thanki
Ila

Ila 4 years ago