Madelo prem - 3 in Gujarati Love Stories by Ritik barot books and stories PDF | મળેલો પ્રેમ - ભાગ - 3

મળેલો પ્રેમ - ભાગ - 3

સાંસ્કૃતિક કાર્યક્રમ નો દિવસ આવી ગયો હતો. રાહુલ રાત્રી ના સમય માટે ઉત્સાહિત હતો. નવા કપડાં , બુટ ,ઘડિયાળ પહેરી ને રાહુલ આકર્ષક લાગી રહ્યો હતો. રાહુલ સાંજે તેના મિત્ર કાનજી ના ઘેર પહોંરચે છે.
             
                 કાનજી પણ તૈયાર હતો. બંને થોડા વહેલા પહોરચી ગયા હતા. કારીગરો સાઉન્ડ ગોઠવી રહ્યા હતા. કામ સમાપ્ત થતા ની સાથે જ ગામ માં રહેતા લોકો અહીં કાર્યક્રમ ની મજા માણવા આવી પહોંરયા હતા. કાનજી અને રાહુલ બંને સ્ટેજ પાસે ઉભા હતા. રાહુલ ના પિતા પહોરચી આવ્યા હતા. રાહુલ સ્ટેજ પર જવા માટે આગળ વધ્યો અને પાછળ વળી ને જોતા કાનજી ત્યાં જ ઉભો હતો.

"ઓય!કાના હાલવું નહીં તારે સ્ટેજ ઉપર?" રાહુલ એ પ્રશ્ન કરતા કહ્યું.

"ના!વાલા આમા અમારો હું(શું) કામ તમે જાઓ" કાનજી એ જવાબ આપ્યો.

"એ લખોટા! તું કાંઈ અલગ શે? તુંય મારો ભાઈજ શે ને? હાલ વેલો હવે ભાવ મા(ના) ખા નહીંતર હું ભી(પણ) નઈ જઉં".

        આમ, અંતે રાહુલ કાનજી ને સ્ટેજ પર આવવા મનાવી લે છે.રાહુલ ના પિતા કાનજી પ્રત્યે થોડો વહાલ ધરાવતા માટે , તે જ્યારે કાનજી ને મળતા ત્યારે તેની ઉડાડતા.

"એય કાના! તું તા લખોટા જેવો સો હાવ, મારો દીકરો હાચો શે." મુસ્કાન સાથે રાહુલ ના પિતા એ કહ્યું.

        કાનજી શર્માયો અને કશું બોલ્યો જ નહીં.ગામના સરપંચ ત્યાં આવી પહોંરયા હતા. કાર્યક્રમ શરૂ થવાનો હતો. ત્યાં તો શિવજી ત્યાં આવી પહોંરયો જે કાર્યક્રમ નો કરતા ધરતા હતો . કાર્યક્રમ ના કરતા ધરતા શિવજી  અને કાનજી ના પિતા વરચે થોડો વેર કારણ કે , શિવજી એવું માનતો કે ગામ ની સૌથી ઊંચી જાતના લોકો ઊંચા કામ જ કરે પરંતુ કાનજી ના પિતા અને તેમનો પરિવાર વર્ષો થી મજૂરી કામ કરતો આવ્યા  છે.

"એ ડફોળ!તારા બાપ નું શે સ્ટેજ? તારો બાપ અને તું મજૂરી કરો ને સ્ટેજ પર બેહવા ખપે એમ?" શિવજી એ ટોન મારતા કહ્યું.

     કાનજી આ સાંભળી સ્ટેજ પર થી નીચે ઉતરવા લાગ્યો, ત્યારેજ રાહુલ એ તેને રોક્યો.

"મોટા! તમે? એમ?ઊંચા? તમે ભલે પૈસા થી અમીર હસો પણ વિચારો થી નથી.કોણ અમીર? કોણ ગરીબ? કોણ ઊંચો?  અને કોણ નીચો? એ બધાને અલગ તારવા  વાડા તમે કોણ? આખરે મનુષ્ય ને તેના દિલ થી અમીર હોવું જરૂરી છે."રાહુલ એ કડક જવાબ આપતા કહ્યું.

  "જો!રાહુલિયા તું વરચે ના બોલ નહીંતર.."

"નહીંતર શું? શિવજી મારો દીકરો તેની જગ્યા એ હાચો જ શે , અને આવા ભેદભાવ વારા કાર્યક્રમ નો ભાગ અમે નથી બનવા માંગતા". રાહુલ ના પિતા એ જવાબ આપતા કહ્યું.
 
           ગામ ના સરપંચ એ બધાને સમજાવ્યા આમ, બધું જ શાંત થઈ ગયું. કાર્યક્રમ શુરું થયો. એક પછી એક આનંદનીય કલાઓ અને નૃત્યો બાદ હવે શ્રુતિ નો નૃત્ય થવાનો હતો. રાહુલ આ સમય નો ક્યારથીય રાહ જોઈ બેઠો હતો. રાહુલ આ સમય ને તેના જીવન ના શ્રેષ્ઠ સમય ની યાદી મા સ્થાન જરૂર આપશે. શ્રુતિ ના નૃત્ય  ને જોયા બાદ રાહુલ તો તેની યાદો માં ખોવાઇ ગયેલો હતો. તેને મનમાં થયું કે આને આજે જઈ ને કહી જ દઉં કે હું તને કેટલો પ્રેમ કરું છું, પરંતુ કેહવા થી તે ડરતો હતો. કાર્યક્રમ બાદ રાહુલ તેના પિતા સાથે તેના ઘેર પહોંરયો. ઘેર કેટલાક મહેમાનો આવેલા હતા. આ મહેમાનો બીજા કોઈ નહીં પરંતુ , વાલજી ની જેની સાથે સગાઈ થઈ તે છોકરી ના પરિવાર વાળા હતા. વાલજી ના લગ્ન નક્કી કરવા પંડિતજી ને બોલાવ્યા હતા. આમ,  વાલજી ના લગ્ન નક્કી થયા. વાલજી ની સગાઈ તો એક વર્ષ પહેલાં જ થઈ ચૂકી હતી અને હવે , લગ્ન થવાના હતા.પંડિત જી ના કહ્યા  મુજબ એક મહિના બાદ નો સમય લગ્ન માટે શ્રેષ્ઠ હતો.

        આમ, લગ્ન માટે ની તૈયારીઓ શુરું થઈ ચૂકી હતી. માત્ર એક દિવસમાં જ લગ્ન માટે ની કંકોત્રીઓ છપાઈ ગઈ હતી. પહેલી કંકોત્રી તેમના કુળદેવી ના મંદિરે મુક્યા બાદ , ગામ ના સરપંચ ને આમંત્રણ આપવા માટે આણદા પટેલ તેમના પુત્ર રાહુલ અને કાનજી સાથે સરપંચ ના ઘેર પહોરચે છે. રાહુલ તો આસપાસ શ્રુતિ ને જ શોધી રહ્યો હતો , પરંતુ આ વખતે તેને શ્રુતિ ને જોવા નો મોકો મળ્યો નહીં. આમ , સરપંચ ને આમંત્રણ આપ્યા બાદ રાહુલ અને કાનજી
તેમની બાઈક પર કંકોત્રી બાટવા માટે પાસે ના ગામે નીકળી જાય છે.

"લ્યા કાનજી! શ્રુતિ આવવાની છે લગ્ન માં. આ વખતે તો મારા ભાઈ ના લગ્ન મારી માટે યાદગાર બની રહેવા ના છે". રાહુલ એ હરખાતા - હરખાતા કહ્યું.

"હા , એ તો હવે યાદગાર બની રહેવાના જ ને , પણ યાદ રાખે (રાખજે) કે એક વાર આ ચાનસ( ચાન્સ) ગયો ને તો આગળ ચાનસ ઓછા મલશે". કાનજી એ જવાબ આપતા કહ્યું.

"બે ટોપા! તું મારો મિત્ર શે કે દુશ્મન?"

"લ્યા! તારો મિત્ર! જ શું પણ જરા તને ચેતવતો હતો".

"હા, તો ભલે!"

      આમ, રાહુલ ને તેના ભાઈ વાલજી ના લગ્ન થી કંઇ ફાયદો થવાનો છે? કે નહીં? આ પ્રશ્ન નો ઉત્તર તો લગ્ન ના દિવસે જ મળવા નો છે.

ક્રમશ:


Rate & Review

ATULCHADANIYA

ATULCHADANIYA 3 years ago

Ila

Ila 4 years ago

Hina

Hina 4 years ago

Jigisha

Jigisha 4 years ago

Vaishali

Vaishali 4 years ago