Raju hunter books and stories free download online pdf in Gujarati

રાજુ શિકારી

એક ઘનઘોર જંગલ માં થોડા લોકો રેહતા હતા, તેમાં રેહતા રાજુ નામ ના વ્યક્તિ ની આ વાત છે.


રાજુ તેના મિત્રો અને સગા સબંધી ઓ સાથે વચ્ચે નાનકડો તાપ કરી ફરતે ફરતે બેઠા બેઠા ગપ્પા મારતા હતા, સાંજ નો સમય હતો, ઘન ઘોર અંધારું હતું, પક્ષીઓ નો અવાજ ભલ ભલા ને હંફાવી દે તેવું વાતાવરણ હતું અને વાતો વાતો માં રાજુ ને વિચારો ના ટકરાવ ની લીધે બધા સાથે ઝઘડો થયો અને ગુસ્સા માં તે ત્યાંથી નીકળી ગયો.


વાત તીર કામઠા વખત ની છે તો રાજુ પોતાના તંબુ માંથી તીર અને કામઠા લઈ ને પોતાનું નિશાન અચૂક બને એમાટે મહાવરો કરવા માંગતો હતો, ઘનઘોર જંગલ હતું અને એવામાં પૂર્ણિમા ના ચંદ્ર નો પ્રકાશ એક વૃક્ષ પાસે પડતો હતો ત્યાં તે પોતાનું નિશાન મૂકી આવ્યો અને તીર ઉપર તીર ચલાવવાનું ચાલુ કર્યું.


એક પછી એક જેમ અર્જુન ભીષ્મ પિતામહ પર બાણો ની વર્ષા કરો હોય એમ નિશાન લગાવવા લાગ્યો પણ પવનની ગતી તેને થોડી હેરાન કરતી હોય એવું લાગ્યું,જયારે પવન આવે ત્યારે તીર નિશાન પર લાગતું હતું અને જયારે પવન સ્થિર થાય ત્યારે પોતાના નિશાન ની થોડીક જમણી બાજુ એથી ચાલ્યું જાય, રાજુ લગભગ ૧૦૦ જેટલા તીર ચલાવી ચુક્યો હતો અને ૧-૨ ને છોડતા બધા જ તીર એના નિશાન ની બાજુ માંથી નીકળી જતા હતા જેમ માયકલ શુમાકર પોતાની ગાડી થી કોઈ ની સાઈડ કાપતો હોય.

થોડીવાર પછી એની બહેન આવી જેની સાથે પણ આ ભાઈ ઝઘડો કરીને આવેલો હતો, તેણી એ આવી એના ભાઈના હાથ માંથી તીર કામઠા લઈ ને નિશાન લગાવ્યું અને જે સીધું જ સામે મુકેલા નિશાન પર જ લાગ્યું એમ ૮-૧૦ તીર એક ઉપર એક મારી ને બોલી, “નિશાન લગાવતી વખતે પોતાનું ધ્યાન બીજા કોઈ ઝઘડા કે ગુસ્સા ઉપર હોય કે મન માં ડર હોય ત્યારે તમે નિશાન હમેશા ચુકી જ જાવ છો અને હવા ની ગતિ નો અંદાજો લગાવતા આવડવું જોઈએ.”

ફરી રાજુ એ તેણી પાસે થી તીર કામઠા લઈ ગુસ્સા માં જ ૪-૫ તીર છોડ્યા અને બધા જ પેહેલાની જેમ પોતાના નિશાન ની બાજુ માંથી જ નીકળી ગયા. અને તેની બહેન નિરાશ થઈ ત્યાંથી ચાલી ગઈ.


સવારે તેની બહેન રાત્રે ચલાવેલા તીર વીણવા નીકળી એની બહેને જોયું કે મારા ગયા પછી પણ ભાઈ એક પણ નિશાન સાચું લગાવી શક્યો નથી અને નિરાશ થય ને. ધીમે ધીમે એ તેના મુકેલા નિશાન પાસે પહોચી અને જે અમુક તીર એના પર લાગેલા હતા તે કાઢી આગળ વધી તો જે જોયું એ જોઈ તે અચંબિત થઈ ગઈ અને એના રૂવાંટા તીર જેમ ઉભા થઈ ગયા અને જોયું કે ભાઈ જે ૧૦૦ જેટલા તીર પોતાનું નિશાન ચુકી ગયો હતો તે બધા જ તીર પોતાના નિશાન ની પાછળ છુપાયેલા વૃક્ષ પર લાગેલા એક નાનકડા નિશાન પર હતા અને જ્યાંથી તે તીર ચલાવેલા હતા ત્યાંથી એ વૃક્ષ દેખાતું પણ ના હતું પછી એને સમજ પડી કે હવાની ગતિ નો અંદાજો હું લગાવતી હતી પણ ભાઈ હવા ની ગતિ પર કાબુ કરતો હતો

બોધ- સામે વાળો શું કામ કરે છે એની ખબર ના હોય તો ખોટો અંદાઝો લગાવી દોઢ ડાહ્યા બની ને કોઈ ને સલાહ ના અપાય કેમ કે કોઈ વ્યક્તિ એટલો ગાંડો પણ નથી હોતો જેટલો આપણે એને સમજતા હોવી છીએ, એક કાબિલ અને મહાન વ્યક્તિ એની વાણી થી જ મહાન હોય તે જરૂરી નથી, વાણી, ગુસ્સા અને પોતાના લક્ષ પર કાબુ રાખવો પણ એક મહાનતા છે અને આંખે જોયેલું બધું સાચું હોતું નથી સામે વળી વ્યક્તિના મન માં તમારે ડૂબવું જ પડે છતા પણ પારિવારિક જીવનમાં અંદાજો (જેને હાલની દુનિયા વહેમ કહે છે) ક્યારેય ના લગાડવો અને અંત માં એટલું કે જયારે આપનું ધ્યાન આપણા સાચા લક્ષ પર હોય ત્યારે બીજા પૂછ પરછ કરતા હોય છે પણ અમુક સવાલ ના જવાબ બોલી ને જ આપી શકાતા હોય તો પછી મેહનત ની શું જરૂર છે? એટલે વાહયાત સવાલો કોઈ પણ ને કરવા નહિ.