career books and stories free download online pdf in Gujarati

કેરિયર



                          આજે બધે જ બેરોજગારીની સમસ્યા છે આવું સાંભળવા મળશે.આ ખુદ આપણે જ બોલીએ છીએ. મીડિયા વાળા બોલે એ અલગ. પણ આજે ચોરે ને ચોંટે, પાનના ગલ્લે, ચાની કિટલીએ, ફળિયાના નાકે, સોસાયટીના મેદાને જ્યાં જુઓ ત્યાં આ વાત ચર્ચાતી સાંભળવા મળે. અને સોસીયલ મીડિયામાં એન્જીનીયરો ની ખૂબ મજાક ઉડાવતા ઝોક્સ પણ વંચ્યા હશે. તો બધા ની વાત શિક્ષિત અને અર્ધ શિક્ષિત કે અભણ  બધા બેરોજગાર.


                       હવે આમા વાંક આપણો ખુદ નો જ ગણી શકાય. કેમ કે જે ગ્રેજ્યુએટ છે કે એન્જીનીયર છે એની મેન્ટાલીટી કહેતા માઇન્ડસેટ એવું હોય કે હુ તો ભણેલો ખૂબ એટલે મારે તો ૯ થી ૬ ની મસ્ત નોકરી જોઈએ. પગાર ૧૫,૦૦૦ તો જોઈએજ. અને મજૂરી ના જોઈએ આરામથી કામ કરવા નું. હવે આજના જમાનામાં આવું મળે? હવે એનીજ વાત એકતો પરાણે પાસ થયો હોય એટીકેટી વાળો હોય એટલે નોલેજ હોય નહીં. એટલે ત્યાં કામ ફાવે નઈ એટલે વાંક કાડે કે ત્યાં આવું છે તેવું  છે. ભાઈ તું નહીં ચાલે એમ. અને પગાર ૧૫,૦૦૦ માંગે કોણ આલે. બાકી આપણી આવડત ઉપર ૫,૦૦૦ જ પોષાય. પણ ભાઈનો ખર્ચો જ મહિને ૭-૮ હજાર હોય તો પેલો ૮,૦૦૦ ઓફર કરે તે ના જ ગમે. અને એની આવડત મુજબ વધુ જ ગણાય, પણ જેમતેમ કારીન હાથમાં આવેલ ડીગ્રી એને વહેમમાં નાખે કે હું બધાથી ઉપર છું. એટલે તો ભાઈ જો કોઈ ફેક્ટરી માં હોય તો કૈંક ઊંચું નીચું કરવાનું હોય તો ના કરે કહે હું થોડો મજૂર છું. બસ આવું ચાલે છે આજના સમય માં. એટલે તો બધા વિદેશ જાવા લાગ્યા કે અહીં મજૂરી કરવી એથી સારું ત્યાં મજૂરી કારીન ૧ ના ૫૦ કરીએ.


                    તો હવે વાત મેન્ટાલીટી બદલવાની આવે. કેમકે જે જે સફળ થાય છે જે કહું મોટા કામ કર્યા છે એમને એમના શરુઆત ના સમયમાં ખૂબ ભોગ ધર્યો છે. કોઈ પણ પ્રકારની નાનમ વિના બધાજ કામ કર્યા છે. ત્યારે જઇ એમનામાં એવું હુન્નર આવ્યુ એ કામ નું જ્ઞાન મળ્યું અને એ આખી બ્રાન્ડ બની. નામ બન્યું. જોબમાં થોડું વધુ કામ કરવું પડે તો કરવાનું. એમ આળસ નઇ કરવાની. એમજ તો તમને  વધુ જ્ઞાન મળશે.એમ કરતાં કરતા આગળ વધાય.  પછી જો તમને એવું બેને કે જે ભણ્યા હોવ એમ હોવી રસ નથી તો વાંધો નઇ. જેમાં રસ જે આવડત છે એ કરો. હા પછી સાગા ને ઘરના બોલસે કે આ ચાલ્યું ડાન્સ કરવા કે ગીતો ગાવા એમ કાઈ જીવન ચાલશે નાચે કૂદે તો થોડું સહન કરવાનું. વાટ ત ખાલી ડાન્સ ની ગાવા ની નથી પણ જે ને જેમાં રસ છે એ તામમાં ઝીરો લેવલથી શરૂ કરવાનું. અહીં શુ કરે શોર્ટ કટ લે કે થોડા રૂપિયા નું સેટિંગ થાય તો એક મસ્ત શૉરૂમ કરું કે હોટલ કરું વગેરે. જેમાં એની મહેનત ના લાગે. પણ એમ ન કરાય જો તમારે જૂતા ની દુકાન કરવી છે તો  થોડો સમય જૂતા ની દુકાને જોબ કરવી પડે અને એથી વધુ આગળ વધવું હોય તો ખુદ જોડા સાંધવાનું કરવું પડે તો કદાચ ૫-૧૦ વર્ષ બાદ ખુદ ની બ્રાન્ડ નું વેચાણ કરી શકશો. શોરૂમ માં કમાઈ લેશો પણ બ્રાન્ડ બીજાની વેચવાની પણ શરમ છોડો તો ખુદની બ્રાન્ડ બહાર પાડી શકશો. કેમ કે તમને ખબર પડશે કે હવે લોકો શુ માંગી રહ્યા છે અને તમે ત્યાંથી ઝીરો લેવલે જાણી ને નવીન લાવી શકશો. સીધી હોટલ કરી ગણું કમાઈ શકાય પણ જાતે કડાઈ કાળછો પકડો તો કૈંક તમારું નવું માર્કેટમાં લાવી શકો જેના માટે લોકો તમનેજ શોધે.
પણ આ બધા માટે ધીરજ, આવડત, લગન ખૂબ જોઈએ.નિષ્ફળતા નો સામનો કરવા તૈયાર રહેવું પડે રાતો રાત વિચારેલું ના મળી જાય.


                      ૭૫૦ કરોડ લોકો છે એમની વચ્ચે જાઓ તો જ ખબર પડે કે હવે શું? મતલબ કાઈ બધાને નથી મળવાનું પણ એમની પાસેથી  જાણી ને કૈક બેસ્ટ આપવાનું. તો તમને જગત ઓલખશે.
જે ક્ષેત્રમાં જવું હોય તે પછી એ નોકરી હોય,  લેખન હોય, આર્ટ હોય, ડાન્સ હોય, બધેજ મહેનત જોઈએ અને ધ્યેય જોઈએ. કેમકે બધા કાઈ ધંધા કરવાના નથી. તો તમે જ્યાં કામ કરો છો ત્યાં લગન થઈ દિલથી કામ કરો તમે  નાવિચારેલી સફળતા મળશે.