અભિનંદન : એક પ્રેમકહાની - 12

અભિનંદન:એક પ્રેમકહાની-12


પોતાના બધા જ પ્લાન સાથે નંદની અને ઋષિત તૈયાર છે. ઋષિતે પોતાનો પ્લાન બદલી નાખ્યો, કેમ કે એસેમ્બલીમાં જે રીતે અભિનંદન અને મિતવાનું અભિવાદન થયું.  તે સહન ના કરી શક્યો. આખરે તેણે પોતાની રમતની બાજી પલટી નાખી. એકઝામ ને પંદર દિવસની વાર છે, ત્યારે તેણે નક્કી કરી લીધું કે અભિનંદનની જિંદગી છીનવી લેવી અને જીવ તેની મુઠ્ઠીમાં.  તેણે તાત્કાલિક નંદિનીને  સરતાજ બગીચામાં બોલાવી ને તરત જ પોતાનો પ્લાન બતાવ્યો.


નંદિનીને જે જોઈતું હતું એ મળી ગયું. એને અભિનંદનને છોડવો હતો અને ઋષિતની નજીક જવુંતું. બસ આજ તેને કરવાનું છે. ને આખરે નંદની અભિનંદન ને દગો દેવા માટે તૈયાર થઈ.પોતાના પ્રેમીની નજીક જવા માટે પોતાને તૈયાર કરી ને ગળે લગાવતા બોલી થેન્ક્યુ સો મચ એકદમ બરાબર છે હું કંટાળી ગઈ  અભિનંદન થી તેની વાતોથી તેના કર્તવ્ય અને જ્ઞાનની વાતો થી. બસ, હવે મારે કશું નથી જોઈતું. મને તારી બાહોમાં સુખ જોઈએ છે.ચૈન જોવે છે.
આઈ લવ યુ. હું તને પ્રેમ કરું છું હું પણ અભિનંદનનીબાજુમા તને જોઈ નથી શકતો.પણ અભિનંદને કોલેજની શરૂઆતમાં જ   મને હડદૂત કરેલો. અભિનંદન,અભિનંદન જ કહેવાનું અને તેની દુશ્મની ભારે પડશે તે મને સાથ આપ્યો તે બદલ તારો ખુબ ખુબ આભાર માનું છું.
નંદિની એ કહ્યું પ્રેમમાં આભાર ન હોય બસ એકબીજાને સમજવાની સમજણ જોઈએ.રૂષિતે મનમાં વિચાર્યું નંદની તુ મારા હુકમ નો એક્કો છે અને હું તને ખોવા નથી માંગતો અને એટલે જ એટલે જ હું મારી મિતવાને છોડી ને તારી બાહો માં ભરાણો છું
એક દિવસ ઉર્જા આવી અને બોલી અભિનંદન તને નંદિની ક્યારની અભિનંદન અભિનંદન કરે છે.જા તું એ તેની ફ્રેન્ડ જોડે  સરતાજ માં ગઈ છે. અભિનંદન  સ્પીડ માં પોતાની બાઇક પાસે પહોંચ્યો ને સ્પીડી પોતાની ગાડી ચલાવી સરતાજ પહોંચ્યો સરતાજ નગરનો મોટો બગીચો આ બગીચામાં એક એવી પણ જગ્યા છે કે જ્યાં લવરીયા બેઠા હોય.આખા બગીચામાં અભિનંદન નંદનીને શોધવા લાગ્યોતેણે વિચાર્યું હું નંદનિને સરપ્રાઈઝ કરવા માંગુ છું ને સરપ્રાઇઝ કરવા માટે મારે નંદીની શોધવી જ પડશે. તે એક પાગલ પ્રેમી ની માફક,પોતાની પ્રેમિકાને આશ્ચર્યચકિત કરવા માટે પોતાની બાહોમાં એકદમ ભીડી લેવા માટે. પોતાની પ્રેમીકાને બાહોમાં અને થોડી કડકાઇથી પકડી આઇ લવ યુ કહેવા માટે સજ્જ થઈ ગયો. તે બાવરો બની પોતાની પ્રેમિકાની શોધવા લાગ્યો. આમ અચાનક જ અભિનંદનને સરતાજ માં મળવા માટે બોલાવ્યો તેના વર્તનથી ખુશ થઈ ગયો એ બાવરો.
પાછળના દિવસો ખૂબ જ ખરાબ ગયા ધર્મ એ કરેલી વાત થોડી પ્રોજેક્ટ સમયની વાતો આ બધાથી એ કંટાળી ગયોતો. અને આજે આજે પહેલીવાર પોતાની પ્રેમિકાને એકલું મળવાનું છે આ વિચારોથી એ અંદરથી રોમાંચિત થઇ ઉઠ્યો બસ હવે તો ક્યારેય નંદીની સામે આવે?.પોતાની બાહોમાં.


ને ક્યારે એ કહી દે i love you ખરેખર તારા વગર નહીં જીવી શકું.ખરેખર આ દુનિયાની કોઈ તાકાત નથી કે મને તારાથી અલગ કરી શકે. આઇ લવ યુ નંદિની. આઇ લવ યુ. એ  એ લવરીયા પ્રદેશમાં પહોંચ્યો

એણે જે જોયું તેની પગ નીચેથી જમીન સરકી ગઈ. આંખે અંધારા આવી ગયા. ઘડીક વાર તો તેને ચક્કર આવવા લાગ્યા. તેને લાગ્યું કે પોતે એક સપનું જુએ છે. પોતે ખોટો  છે.એ  ખોટું વિચારે છે તેની આંખો તેને ધોખો આપે છે.પોતાની આંખો ફાડીને જોયું .એ સાચુ જ છે.એમાં કોઈ શક નથી. કોઈ ખોટું નથી. કોઈ આંખોનો ધોખો નથી.બસ એ સત્ય છે સત્ય છે અને સત્ય છે

નંદીની ઋષિતના ખોલામાં સુતી છે ઋષિત નો હાથ તેના વાળમાં છે.બંને હસી મજાક કરી રહ્યા છે થોડીવારમાં નંદીની ઋષિત ની બાજુમાં બેસી ખભ્ભા પર માથું ઢાળ્યુંને પોતાની બાહો માં લઇ લીધો. હવે તું મને તારાથી દુર નહિ કરતો મને બિલકુલ પસંદ નથી એ અભિનંદન.ને અભિનંદન ની જોડે જવું તો મને બિલકુલ પસંદ નથી પ્લીઝ તું મને હવે તારાથી દુર નહિ કરતો.નંદીની તે મને નાટકમાં સાથ આપ્યો એ બદલ તારો ખૂબ જ આભારી છું મારું અભિનંદન જોડેનું વેર પૂરું થયું.હવે તને મારાથી કોઈ દૂર નહિ કરી શકે.તું મારી પ્રેમિકા છે ,એને બહુ જ સારી ભાષામાં સમજાવી દઈશ. ને નહિ સમજે તો બે ચોડી ને સમજાવી દઈશ.  નંદની મને ચાહે છે તને નહીં. તારા જોડે તો માત્ર નાટક હતું નાટક.ને બધું સમજાવી દઈશ ને તું મને તારી બાહોમાં શાંતિથી પ્રેમથી રહેવા દે.

અભિનંદન ગુસ્સામાં આવ્યો નંદની નો હાથ પકડી ખેંચીને ઊભી કરી નંદીની ને મારવા માટે પોતાનો હાથ ઊંચો કર્યો ત્યાં જ તેને પપ્પાના શબ્દો યાદ આવી ગયા "બેટા છોકરી ઉપર ક્યારેય હાથ ના ઉપાડવો જોઈએ."પોતાના હાથને ગુસ્સામાં પાછો ખેંચી જે હાથે નંદિનીને પકડેલી છે એ હાથ જોરથી છોડીને ધક્કો માર્યો નેઅભિનંદન બોલ્યો તું મારી પ્રેમિકા છે નંદની. એક વાર કહી દે આ બધું નાટક છે. નહિ તો એક વાર એમ કહી દે કે તું મને ચીડવવા માટે ઋષિતની જોડે આ બધું નાટક કરે છે. નંદીનીના બંને બાવડાથી પકડી અભિનંદન બોલ્યો તું મને પ્રેમ કરે છેને?
વચ્ચે ઋષિત બોલ્યો  તને હેરાન કરવા માટેનું નાટક હતું.  અભિનંદન બોલ્યો  એ પોતાના પગ પર પડી ગયો અને બોલ્યો નંદની એક વાર કહી દે એકવાર જ.તું નાટક કરે છે એક વાર કહી દે કે ઋષિત તારી જોડે જબરજસ્તી કરે છે. એક વાર કહી દે કે  તને ફસાવે છે. એક વાર કહી દે કે ઋષિત તને ધમકી આપીને આ રીતે ની લાવ્યો છે. એક વાર કહી દે કે તું એને પ્રેમ નથી કરતી. એક વાર કહી દે કે આ બધું ખોટું છે. આ બધું ખોટું છે. આ બધું તેણે જ કર્યું છે. એકવાર મને કહી દે. એકવાર ફરીથી એકવાર એટલે હું  રુષતનો અઠ્ઠો બનાવી દઈશ.
અભિનંદન બે હાથ જોડી ગયો.... પોતાના ઘુટણ પર પડી ગયો. આંખમાંથી દરિયો છલકાય અને તોય પાણી વધ્યું રહે એવા નીર  તેની આંખોમાંથી વહેવા લાગ્યા. રુદન કરવા લાગ્યો. રદય ના ધબકારા તેજ થઇ ગયા.મગજ કામ કરતું બંધ થઈ ગયું. મગજમાં જાણે વીજળીના ચમકારા થવા લાગ્યા. હદય ચાલવાને બદલે ધ્રૂસકે-ધ્રૂસકે ગરજવા  લાગ્યુ.
હદય માથી જાણે કોઈ પ્રાણ છીનવી રહ્યુ હોય,કોઈ તેને કહી રહયું  હોય કે હવે તારો સમય પૂરો થઈ ગયો છે.બસ હવે, અભિનંદન તું હવે પૃથ્વી પર નહીં રહી શકે. હવે,તારા દિવસો પૂરા થઈ ગયા.બસ હવે,તો આ દુનિયા છોડીને આવતો રહે. લોકોની દુનિયા ગરજૂડી છે. બસ હવે તારી જગ્યા નથી પૃથ્વી પર.પૂરી થઈ ગઈ આયુષ્ય અને તારી જગ્યા હવે કોઈ કામની નથી.હવે તારું ઉપર કામ છે. બસ,અભિનંદન એ સમય માટે પોતાની જાતને સંભાળી ન શક્યો.
નંદની બોલી અભિનંદન મારા દિલમાં મારી આંખમાં ઋષિત છે. અમે બદલો લઇ લીધો છે તારા જોડે.તું મને ક્યારેય પસંદ નથી અને ભવિષ્યમાં પણ નહીં હોય હું પ્રેમ કરું છું તો માત્ર ઋષિત ને તને નહીં. મારી જીંદગી છે, તું નહીં એ.મારા હૃદયમાં ઋષિત  છે તું નહીં.ઋષિત બોલ્યો તે કોલેજની શરૂઆતમાં મારો કોલર પકડી તે  મારો કોલર પકડી ને  કહ્યું હતું ને કે  તને ક્યારેય અભી ના કહવુ  તે મારા મારા જોડે  જબરદસ્તી કરી અને મેં એને તારા જોડે બદલો લીધો.જોયુંતારું અભિમાન તને કેટલું ભારે પડ્યું


નંદિની પર અભિનંદન ગુસ્સો કરે એ પેલા જ એ બોલી અભિનંદન અહીંથી જતો રહે,નહિતર હું રાડારાડ કરી મુકીશને કહીશ તે મારી ઈજ્જત લૂંટવાની કોશિશ કરીને ઋષિતે મને બચાવી


અભિનંદન બોલ્યો તારા જેવી કરી પણ બીજું શું શકે?જે પ્રેમનું  નાટક કરી શકે એ ગમે તે  કરી શકે...

આગળ  માત્ર એટલું જ બોલ્યો:નંદની તારે  બહુ મોટી કિંમત ચૂકવવી પડશે ને,જો એક વખત જો તે ક્યારેય આકાશને ધરતીને   મળતા જોયા છે...એ પેલે પાર ક્ષિતિજ રૂપે ભ્રમ પેદા કરે છે બાકી એ એક નથી થતા.તેમ છતાંય એ એક બીજાને કેટલો પ્રેમ કરે છે!!! ચોમાસુ આવતા જ  પોતાની પ્રેમિકા  ધરતીને લીલીછમ કરી દે છે અને ધરતી પર વસનારા દરેક જીવ ને તરબતર કરી દે છે પ્રેમથી. અને પાણીથી. ધરતી અને આકાશ માં કેટલો પ્રેમ છે એટલો જ પ્રેમ મને તારા તરફ હતો  છે નહીં...


પણ હજી વાર છે, આની કિંમત ચૂકવવી પડશે બહુ મોટી ચૂકવવી પડશે.....


આજે નંદિનીને અભિનંદનની વાત ખટકી એ ડરી ગઈ .પણ ઋષિતે પોતાના નાટકથી નંદિનીને  સાંભળતા કહ્યું

"જવા દે ને એને હવે તું અને હું એક છીએ...."

નંદિની બોલી ઋષિત "આ વાત જવા દેવા જેવી નથી"?


***

Rate & Review

Verified icon

Meet Vaghani 2 months ago

Verified icon

Mittul Prajapati 3 months ago

Verified icon

name 3 months ago

Verified icon

Apps Whats Up App 3 months ago

Verified icon

Heena Viral Gamit 5 months ago