Anokhi yatra - 12 books and stories free download online pdf in Gujarati

અનોખી યાત્રા (ભાગ - ૧૨)

ગતાંક થી શરુ...

ફોન માં જુએ છે... મૃણાલિની નો ફોન હોય છે... ખુશી એનો ફોન ઉપાડતી નથી... થોડી વાર વિચારો માં પડી જાય છે...

"(મન માં) હું હવે એ વસ્તુ ને મારી જીંદગી માં પાછી લાવવા નથી માંગતી... સોરી મૃણાલિની... હું તારો ફોન હવે નહીં ઉપાડી શકું... તારો વાંક નથી કોઈ વસ્તુ માં પણ... હવે હું તારા અને નીલ વચ્ચે આવવા નથી માંગતી... હું મારી જીંદગી ની નવી શરૂઆત કરવા માંગુ છું... હું મારાં માતાપિતા ને ખુશ કરવા માંગુ છું... હવે માત્ર હું એની ખુશી એમને જે ગમે છે એ જ કરવા માંગુ છું... હવે હું નહીં જાવ એ જૂની જીંદગી કે જેમાં નીલ હતાં... હવે એ બધું પુરુ થઇ ગયું છે... હવે હું એ જીંદગી સુરત ને જે રીતે છોડ્યું એ જ રીતે એને પણ મેં છોડી દીધું છે..."

આ જ વિચારો માં ખુશી મૃણાલિની ના ફોન કટ કરી ને બીઝી એવો મૅસેજ કરી દે છે... સામે મૃણાલિની નો મૅસેજ આવે છે...

"થેન્ક્સ ખુશી... તમે મારાં માટે ઘણું કર્યું એના માટે... થેન્ક્સ કેવા માટે જ કૉલ કરેલો હતો... થેન્ક્સ તમારા જેવી ફ્રેન્ડ બધાં ને મળે... બાય... શક્ય હોય તો કોન્ટકટ માં રહેજો..."

સામે ખુશી...

"વેલકમ... બાય..."

મૅસેજ કરી ને ફોન સાઈડ માં મૂકી દે છે...

"(મન માં) સોરી મૃણાલિની... હવે હું ત્યાં કોન્ટેક્ટ નહીં કરી શકું... હવે હું મારી જીંદગી માં પાછી આવી ગઈ છું... જ્યાં હું અને મારાં માતાપિતા જ છીએ... જ્યાં નીલ નો પડછાયો પણ હું પડવા દેવા માંગતી નથી..."

ત્યાં થોડી વાર માં રાજકોટ આવી જાય છે... ખુશી નીચે ઉતરે છે... ફરી પાછો દેવ ને ફોન કરે છે...

"(ફોન પર) હેલો! દેવ..."

"હા, ખુશી..."

"હું રાજકોટ પહોંચી ગઈ છું... જંક્સન ની બહાર ઉભી છું... તું ક્યાં છે? અને ક્યારે આવે છે? "

"હું બસ થોડા કામ માં હતો... હવે ફ્રી થઇ ગયો... ચાલ આવું છું તને લેવા માટે... અને કાંઈ નાસ્તો કે કાંઈ કર્યો?"

"ના"

"ઠીક છે... તું ત્યાં બાર જ રહેજે... હું હમણાં આવું છું..."

" ઠીક છે... "

ફોન મૂકી દે છે... ફરી ખુશી પોતાના મમ્મી ને ફોન કરવા ની ટ્રાય કરે છે... પણ ફોન કોઈ ઉપાડતું નથી...

"(મન માં) શુ થયુ હશે? કેમ ફોન ઉપાડતા નહીં હોય... કાંઈ ખરાબ તો નહીં થયુ હોય ને... પપ્પા તો ઠીક હશે ને? અને મમ્મી?"

આ જ વિચાર માં ખુશી રડવા લાગે છે... ત્યાં પાછળ થી તેને કોઈ ખભા પર હાથ રાખે છે...

"કોણ છે?"

પાછળ ફરી ને જુએ છે...

"દેવ !!! "

અને ખુશી તેને જોઈ ને રડતા - રડતા આલિંગન(hug) કરી લે છે...

આલિંગન સાથે જ ખુશી જાણે આસું થી નહાય લે છે...

"સોરી દેવ... સોરી... મારે તારા સાથે કઈ નતુ કરવું જોઈતું... આઈ એમ સોરી દેવ..."

"બસ બસ ખુશી... રડવા નું બંધ કર... જે થયુ એ... મને કઈ જ મન માં પણ નથી... તું રડ નહિ..."

પણ ખુશી ના આસું જાણે રોકાવા નું નામ જ નહતા લઇ રહ્યા...

"દેવ!!! આઈ એમ સૉરી... (રડતા રડતા)"

"બસ!!! ખુશી... નહીંતર હું ચાલ્યો જઈશ..."

"બસ!! દેવ... હવે દૂર નહિ... નહિ રહી શકું... ખ્યાલ છે ઘણી ભૂલ કરી છે મેં..."

"હવે બસ કરીશ? અને પાણી પી લે ચાલ... ઘરે પણ જવુ છે ને... "

"હા, શું કરે છે મમ્મી - પપ્પા? એ કેમ મારાં ફોન ઉપાડતા ના હતા? એ મારાં થી નારાજ હશે ને... એ ઠીક તો છે ને... બધું ઠીક તો છે ને ઘરે? મને બહુ ચિંતા થાય છે... "

વધુ આવતા અંકે...